ડૉ. કુમારપાળ દેસાઈને 'પદ્મશ્રી'નો ગૌરવવંતો ઍવૉર્ડ એનાયત થયો છે ત્યારે એમના બહુઆયામી વ્યક્તિત્વની નોંધ લેતાં હર્ષ અનુભવું છું. છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જતા રહીને એમણે ગુજરાત, ભારત અને ભારત બહાર આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેની યોગ્ય કદરરૂપ આ જાહેરાત છે. સાહિત્ય સાથે શિક્ષણ અને સંસ્કૃતિવિષયક એમની સેવાઓને પણ આ ઍવૉર્ડ... Continue Reading →
બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક
ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ ડૉ. કુમારપાળ દેસાઈ, વિશ્વકોશના સહયોગી કુમારપાળ, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ કુમારપાળ અને જૈન તત્ત્વચિંતનના આરાધક અને ઉપાસક કુમારપાળ એમની બહુમુખી પ્રતિભા માટે દેશ અને પરદેશમાં જાણીતા છે. કેટલાક મિત્રો તો એમને 'વિશ્વપ્રવાસી' કહે છે. આજે અમદાવાદમાં જોવા મળતા કુમારપાળભાઈ બે દિવસ પછી તમને અમેરિકાના કોઈ સ્ટેટમાં જૈન તત્ત્વચિંતન વિશે પ્રવચન... Continue Reading →
मेरे हमदम मेरे दोस्त
डॉ. कुमारपाल देसाई का नाम लेते ही एक प्रसन्नचित्त स्मित करता हुआ चेहरा आँखों के सामने मूर्तिमंत होने लगता है । 60 वर्ष का युवा कैसा हो सकता है यह तो कोई कुमारपाल से मिले तभी अनुभव कर सकता है । कर्म और पुरुषार्थ जिसके जीवन के मूलमंत्र रहे हैं उन कुमारपाल को ये संस्कार... Continue Reading →
માનવતાના પ્રતિબદ્ધ સારસ્વત
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ એક શીલભદ્ર સારસ્વત છે. પિતાશ્રી જયભિખ્ખુના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને તેમણે ઉજાળ્યો છે. એ સાહિત્ય, ધર્મ અને સંસ્કારને વરેલા છે. મેં હમણાં જ એક મિત્રના સંદર્ભમાં એમને કહ્યું હતું કે તે રંગદર્શી છે અને તમે શિષ્ટતાવાદી છો. કુમારપાળ શિષ્ટ અને મિષ્ટ સાહિત્યકાર અને સ્નેહીજન છે. એમણે રસ અને પુણ્યની... Continue Reading →
પ્રગતિની વણથંભી કૂચ
૧૫ જૂન, ૧૯૬૮થી હું 'નવગુજરાત કૉલેજ' અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારથી અર્થાત્ ૩૬ વર્ષો પૂર્વે, કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય ગુજરાતીના સહઅધ્યાપક તરીકે થયો હતો. એ પહેલાં કુમારપાળ દેસાઈનો નામ-કામથી પરોક્ષ પરિચય હતો જ. કુમારપાળના સંપર્કમાં આવ્યા પછી અલ્પ સમયમાં જ કુમારપાળના સ્વભાવ – સૌજન્યની અને વ્યક્તિત્વની મહેક મને સ્પર્શી ગયેલી અને 'અમે તમે' જેવું સંબોધન... Continue Reading →
વિરલ સાંસ્કૃતિક પ્રતિભા
શ્રી કુમારપાળ દેસાઈને 'પદ્મશ્રી' એનાયત થયો એનાથી સાહિત્ય તેમજ વિદ્યાજગતમાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી કુમારપાળભાઈની લેખન-કારકિર્દીના છેલ્લા ચાર દાયકા સતત વિકાસશીલ રહ્યા છે. તેમની આ વિકાસયાત્રાના સાક્ષી થવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું છે. એક વાચક તરીકે અમેજયભિખ્ખુ'ની કલમથી પરિચિત. જયભિખ્ખુ'ના દેહાવસાન બાદ 'ગુજરાત સમાચાર'માં 'ઈંટ અને ઇમારત' કૉલમનો સંસ્કારવારસો જાળવવાનો સર્જનાત્મક પડકાર ! યુવાન... Continue Reading →
સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ
'કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે.' આટલું કહીએ તો બસ કહેવાય. પછી 'સારા', ઘણા 'સારા', 'ખાસ', 'જૂના' એવાં વિશેષણો મિત્ર આગળ લગાડી શકાય. પણ તેનો બહુ અર્થ નથી. મિત્ર એટલે મિત્ર. મૈત્રીનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. બધા માનવ-સંબંધોમાં મૈત્રીસંબંધ સૌથી ઊંચો અને ઊંડો છે. વળી એ શ્રેષ્ઠકર સંબંધ છે. કારણ કે, મિત્રો પરસ્પરને જેવા... Continue Reading →
મોંઘી મિરાત
કુમારપાળ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તેથી એ ખ્યાતનામ થતા નથી, પણ ખ્યાતનામ હોવાથી તેમને આ અલંકરણથી નવાજવામાં આવ્યા છે.’ ભલે. આનંદની વાત છે.કુમારપાળ આપણા સંસ્કૃતિ-પ્રસારક પ્રતિનિધિ સમા વિશ્વવ્યાપી છે.’ બરાબર છે. 'કુમારપાળ એમની અનેકવિધ પ્રશસ્ય પુરુષાર્થી પ્રવૃત્તિઓને કારણે આપણા સન્માન્ય' જ નહીં પણ બહુસન્માનિત વ્યક્તિવિશેષ ગણાય.' ઉચિત છે. આપણને એનું ગૌરવ પણ થાય એ... Continue Reading →
સૌજન્યશીલ સ્વજન
ડૉ. કુમારપાળ દેસાઈએ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત, જૈન ધર્મદર્શન જેવાં અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવ્યું છે એને કારણે 'પદ્મશ્રી’ ઍવૉર્ડના તેઓ અધિકારી બન્યા છે એવું જરૂર કહી શકાય, પરંતુ જો ડૉ. કુમારપાળ દેસાઈને ઓળખવા હોય તો હું એમને એક સ્વજન અને સૌજન્યશીલ, શાંત, સ્નેહાળ વ્યક્તિ તરીકે ઓળખાવું. ભલે એ સાહિત્યકાર, સર્જક, વિવેચક, પત્રકાર, સમાજસેવક કે... Continue Reading →
આગવી પ્રતિભાની અમીટ છાપ
ડૉ. કુમારપાળ દેસાઈ એટલે સાહિત્ય, સંશોધન, શિક્ષણ, સેવા અને સૌજન્યનો અખંડ સ્રોત, શબ્દના સમ્રાટ અને સંસ્કારિતાના મહાસાગર. અન્ય માટે લખેલા એમના જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે કહી શકાય કે કુમારપાળ દેસાઈના સાહિત્ય અને સંસ્કારિતાના સંગમતીર્થ પાસે આપણે ઊભા રહીએ ત્યારે આપણી અંજલિમાં જે આવે છે તે શબ્દોની પાછળ રહેલી સાધના, સ્વાર્પણ, સૌહાર્દતા, નિસ્પૃહતા અને શુદ્ધ... Continue Reading →
સિદ્ધિની અનુમોદના
કુમારપાળભાઈનાે પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો તેનાથી શ્રી જૈન સંઘને ગૌરવ મળ્યું છે. ખૂબ જ ઉચિત સન્માન થયું. મને પણ તેટલો જ આનંદ થયો છે. ખૂબ જ્ઞાની હોવા છતાં વિનમ્રતા, સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળવાની કળા તથા જે વખતે જે વિષયની વાત ચાલતી હોય તેમાં રચનાત્મક અભિગમથી સુંદર સૂચનો આપવાની કળા તેમણે સિદ્ધ કરી છે. જ્યારે જ્યારે... Continue Reading →
સ્નેહથી મઘમઘતો સંબંધ
તબિયત અત્યંત નાદુરસ્ત છે અને સ્મૃતિ પણ થોડો સાથ આપતી નથી, પરંતુ કુમારપાળભાઈ સાથેના સંબંધો એટલા ગાઢ છે કે એમના થોડાક પ્રસંગો અને થોડીક વાતો લખી રહ્યો છું. તેઓ લેખક અને વક્તા તરીકે ગુજરાત, ભારત અને વિદેશોમાં પ્રસિદ્ધ છે. સોનામાં સુગંધ ભળે તેમ નિત-નિત નૂતન ગ્રંથો આપીને એમણે અણમોલ રત્નોની શોધ કરી છે. એમનાં પુસ્તકો... Continue Reading →
મૂલ્યસંવર્ધનનું અમૂલ્ય કાર્ય
ઉપનિષદમાં કહ્યું છે, ‘मातृवान्, पितृवान, आचार्यवान् पुरुषो वेद' અર્થાત્ માતૃવાન, પિતૃવાન અને આચાર્યવાન પુરુષને જ્ઞાન થાય છે. માબાપ તો બધાને જ હોય છે, પણ ઉપનિષદ દૃષ્ટિસંપન્ન માબાપની વાત કરે છે.' દૃષ્ટિશૂન્ય માબાપ માટે સુભાષિતકાર કહે છે : माता शत्रु पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ।। અર્થાત્જે પોતાના સંતાનને... Continue Reading →
ઉત્તમ, સન્નિષ્ઠઅને માર્ગદર્શક નાગરિક
હું શ્રી કુમારપાળ દેસાઈને છેલ્લાં વીસ કરતાં પણ વધારે વર્ષોથી ઓળખું છું. 'ગુજરાત સમાચાર'માં તેમના લેખો 'ઈંટ અને ઇમારત', 'રમતનું મેદાન', 'ઝાકળ બન્યું મોતી', 'આકાશની ઓળખ', 'પારિજાતનો પરિસંવાદ' – નિયમિત રીતે વાંચું છું. તેમનાં બધાં લેખોમાં, પુસ્તકોમાં, પ્રવચન તથા ભાષણોમાં માહિતી, સ્પષ્ટતા, ચોકસાઈ અને જાગૃતિ મને હંમેશાં આકર્ષતાં રહ્યાં છે. જુદા જુદા પ્રસંગોએ તેમને સાંભળવાની... Continue Reading →
નખશિખ સજ્જન મિત્ર
શ્રી કુમારભાઈ સાથેનો મારો વ્યક્તિગત પરિચય લગભગ ૪૦ વર્ષ જેટલો જૂનો છે. શરૂઆતનાં વર્ષોમાં અમે કુટુંબ સહિત કેટલાક ટૂંકા પ્રવાસો પણ સાથે કરેલા. આ દરમિયાન તેમનો વધુ પરિચય મળ્યો હતો તથા તેમની લાગણી અને સહૃદયતાનો સારો એવો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો. અમારા બંનેનાં કાર્યક્ષેત્રો અલગ હોવાથી પછીનાં વર્ષોમાં વારંવાર મળવાનું શક્ય બનતું નથી છતાં... Continue Reading →
ગાંઠ વગરની નિર્ગ્રંથવૃત્તિ
કુમારપાળના પિતાશ્રી બાલાભાઈ દેસાઈ 'જયભિખ્ખુ'નો હું ઉત્સાહી વાચક હોવાને કારણે છેક ૧૯૩૯થી જાણું. એમની 'લીલો સાંઠો' જેવી વાર્તા મને ખૂબ સ્પર્શી ગયેલી. કામપ્રસંગે અમદાવાદ જવાનું થાય ત્યારે ગૂર્જરની મુલાકાત, શરાબી પીઠાની મુલાકાત લે તે રીતે અવશ્ય લઉં; ત્યાં અનેક વખત બાલાભાઈ મળી જાય. 1959ના જુલાઈમાં આપણા સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક અનંતરાય રાવળની જામનગરની ડી. કે. વી. કૉલેજના... Continue Reading →
ખમીર અને ખુમારી
કુમારપાળ, કુમારપાળ જ છે. એક ઐતિહાસિક મહાપુરુષ જેણે શાસ્ત્રો અને સાહિત્યને હાથીની અંબાડીએ શોભિત કરી સન્માન કર્યું તો બીજા સાહિત્યને સર્જનાર. એક પ્રજાપ્રેમી રાજા તો બીજા સાહિત્યપ્રેમી રાજા. એક ભૂતકાળ તો બીજા વર્તમાન. ભૂતકાળ યશસ્વી છે, ભુલાય તેવો નથી તો વર્તમાન વાગોળ્યા કરવાનું મન થાય એવો છે. વ્યક્તિ ધારે તો જીવનમાં મહારાજા બની શકે છે.... Continue Reading →
સંકલ્પ અને સિદ્ધિ
જાણીતા લેખક, અધ્યાપક, પત્રકાર, તત્ત્વચિંતક ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી 'પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે, એ માત્ર જૈનો માટે જ નહિ, સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. ભૂતકાળમાં કેટલા ઓછા ગુજરાતીઓને આ ઇલકાબ મળ્યો છે ! એ વાત જ આ ઇલકાબનું મૂલ્ય સમજવા માટે પૂરતી છે. ડૉ. કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે એમ કહેવા કરતાં મારા... Continue Reading →
ગુજરાતની અસ્મિતા
‘કેમ સાહેબ, મઝામાં ? હું કુમારપાળ બોલું છું,’ “અરે, તું ? હવે તો ક્યાંય જોવા નથી મળતો ! તું હવે આંતરરાષ્ટ્રીય વ્યક્તિ – વક્તા – થઈ ગયો, પછી ક્યાંથી દેખાય ?'' – હું એકદમ વરસવા માંડું. ત્યાં એનો નમ્ર, મધુર સાદ ફરી સંભળાય : “સાહેબ ! એવું તે હોય ? કાંઈ પણ કામ પડે ત્યારે કહેજો… દોડી આવું છું કે નહિ ?” આ... Continue Reading →
પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત
ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ઉમદા સર્જક એવા શ્રી બાલાભાઈ દેસાઈ 'જયભિખ્ખુ'ના ઉચ્ચ સંસ્કારો અને અનન્ય સર્જનશીલતાને નસેનસમાં ઉતારી પુત્ર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રમતજગત તથા ધર્મદર્શન જેવાં વિવિધ ક્ષેત્રોમાં એકસાથે ખેડાણ કરી ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને ઉત્કૃષ્ટ અને ચિરકાલીન સર્જનોનું પ્રદાન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન અને ધર્મસાહિત્ય તથા શિક્ષણને સમગ્ર... Continue Reading →