એક સાથે એકસો વાર પડી જવા છતાં ઊભો થઈને આગળ ચાલું છું 'તમે એક વાર પડી જાવ તો કોઈ તમારો હાથ પકડીને તમને ઊભા કરે છે. થોડા વખત પછી કદાચ એવું બને કે તમે બીજી વાર પડી જાવ અને કોઈ તમારો હાથ પકડીને તમને બીજી વાર ઊભા કરે, પરંતુ મારા જીવનમાં તો એવું બન્યું છે... Continue Reading →
શું ચૂડીઓમાં જ સૌભાગ્ય વસે છે ?
સર્વવ્યાપી ઈશ્વરને ઘરેણાંનાં બંધનમાં કેમ રાખો છો ? કોઈ પારસમણિનો સ્પર્શ થાય અને પરિસ્થિતિ કેવી બદલાઈ જાય? મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશે કેટકેટલી વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું. એવા એક પરિવર્તનની આ ઘટના છે અને એ ઘટના છે મહાત્મા ગાંધીજીના અંતેવાસી અને ઉદ્યોગપતિ જમનાલાલ બજાજ અને એમના પત્ની જાનકીદેવી બજાજની. મધ્યપ્રદેશના વૈષ્ણવ મારવાડી કુટુંબના જાનકીદેવીનાં લગ્ન... Continue Reading →
બીજાના પ્રાણ બચાવવા માટે હું મારો પ્રાણ આપવા તૈયાર છું …
ઘોર હિંસા, કારમી ગરીબી, જીવલેણ બીમારી અને નિરંકુશ અનાચાર વચ્ચે વહી એક અપ્રતિમ કરુણાની ધારા તારાઓ એ આકાશની કવિતા છે, તો તાઈ મા એ ધરતી પરની કરુણા છે. પૂજ્ય શ્રી તાઈ માને નામે જાણીતાં આચાર્યશ્રી ચંદનાજીએ જગતને અહિંસા, સેવા અને કરુણાનો વિરલ પથ બતાવીને ૨૨મી એપ્રિલે સમાધિ લીધી, પરંતુ એમના કાર્યને એ આજની, આવતીકાલની અને... Continue Reading →
તમે ભલે રાષ્ટ્રપિતા હો, પણ અમારા પિતા નથી જ…
મહાત્મા ગાંધીજીના પુત્ર હરિલાલ અને નેલ્સન મંડેલાની પુત્રી માકી રાષ્ટ્રની ચેતના જગાવનાર મહાપુરુષોને જીવનના અંતિમ સમયે ક્યાં તો કલંકિત વિખવાદો ઘેરી વળે છે અથવા તો કોઈ ઝનૂનીની ગોળી એમનો પ્રાણ હરે છે. દક્ષિણ આફ્રિકાના નેતા અને અશ્વેત પ્રજાના તારણહાર ગણાતા નેલ્સન મંડેલા ૨૦૧૩માં હોસ્પિટલમાં કથળેલા સ્વાસ્થ્ય સાથે શ્વાસ લેતા હતા, ત્યારે જાહેરમાં એમના કુટુંબીજનોનાં કૌભાંડો... Continue Reading →
એક સદી પહેલાં ‘સ્વચ્છ અમદાવાદ’ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !
પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો આ દીપક ઝળહળી ઊઠયો ! કોઈ પણ નગરના વિકાસના પડદા પાછળ વિવિધ વર્ણ, જાતિ કે ધર્મના મહાનુભાવોનું ઘણું મોટું પ્રદાન હોય છે. 'હેરિટેજ સીટી'નો વિચાર કરીએ, ત્યારે એ વિચારવું ઘટે કે અમદાવાદ શહેરની સમૃદ્ધિમાં માત્ર હિંદુ, મુસ્લિમ કે જૈનોએ જ પ્રદાન કર્યું નથી, બલ્કે પારસી, યહૂદી અને ખ્રિસ્તી મહાનુભાવોએ... Continue Reading →
અનેક માતાઓનો તારણહાર પાગલખાનાના પાંજરામાં મૃત્યુ પામ્યો
નસીબે ખેલ્યો કેવો અજબ ખેલ આ એ જમાનાની વાત છે, જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું. માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે 'જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસે આ જંતુઓ નજરે જોયા નહોતા, પરંતુ આવા જંતુઓને કારણે 'ચાઇલ્ડબેડ ફિવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર... Continue Reading →
ઇતિહાસ કેવી કરવટ બદલે છે
એક સમયે જે શ્રેષ્ઠ હોય છે, તે આજે નિકૃષ્ટ પણ બની જાય છે એક વખત આખી દુનિયામાં માન-સન્માન પામનારી ભારતીય વિમાની સેવા આજે કેવી ઘોર દુર્દશાને પામી છે! આની પાછળનું એક મુખ્ય કારણ એ નેતૃત્વ છે. એવું નેતૃત્વ આવે કે જે આખી સંસ્થાને ઉજમાળ કરીને નવાં નવાં શિખરો સર કરે, નવાં નવાં સાહસો કરે, પોતાની... Continue Reading →
અમર્યાદ મહત્ત્વાકાંક્ષા અંતે આત્મઘાત સર્જે છે
પૃથ્વીને પૃથ્વી રહેવા દે... એને નરકાગાર ન બનાવ ઇતિહાસ પુનરાવર્તન પામે છે, પણ ક્યાં કોઈ પોતાના ઇતિહાસ તરફ નજર ઠેરવે છે? મહત્ત્વાકાંક્ષાએ સળગાવેલી આગથી આ દુનિયા વારંવાર આઘાત પામી છે અને છતાં એને માનવીની મહત્ત્વાકાંક્ષાનો ભોગ બનવું પડે છે. એમ કહેવાય છે કે એપોલોમાંથી સિકંદરે પ્રેરણા લીધી, સિકંદરમાંથી નેપોલિયને પ્રેરણા લીધી, નેપોલિયન પાસેથી હિટલરે પ્રેરણા... Continue Reading →
જમીન સાવ ઓછી, મકાનોની ભારે તંગી, છતાં પશુઓ માટે શહેરમાં તેર આશ્રયગૃહો
એક વર્ષમાં 24 વખત ડોક્ટર પશુ-પક્ષીની તબિયત જોવા માટે 'વિઝીટ' કરે છે જીવનની વિલક્ષણતા કહો કે વિચિત્રતા કહો, પણ ક્યારેક જેમની સાથે કશોય સંબંધ ન હોય એવી વ્યક્તિ સાથે દોસ્તીના તાર એવા તો બંધાઈ જાય છે કે જાણે વર્ષોની પુરાણી પહેચાન ન હોય! સ્ટેલા મારિયા, રેને અને પોલ સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં થોડા જ દિવસમાં... Continue Reading →
ગાંધી આજે પણ જીવતા-જાગતા છે
ગાંધીવિચારને અનુસરતા ઇટલીના ડેલ વાસ્તોએ શાંતિદાસ નામ ધારણ કર્યું કેવું મહાદુર્ભાગ્ય છે આપણા દેશનું કે આજે છાશવારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં એમની પ્રતિભાનું જાતજાતના તુક્કાઓથી, મનઘડંત આક્ષેપોથી ખંડન કરવાનો વ્યર્થ પ્રયત્ન ચાલે છે. ગાંધીજીની ગરિમાને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ કે ફેસબુક પર એમની મંદબુદ્ધિથી પાયાવિહોણા આક્ષેપો કરે છે, પરંતુ ગાંધી એટલે ગાંધી. એમણે કહ્યું... Continue Reading →
એક-બે સંતાનોની માતાને બદલે એની જગતજનની બની
મરવાને વાંકે જીવતા ગરીબો અને બદતર જિંદગી જીવતા ઝૂંપડાવાસીઓ - એ જ મારું દેવળ અને એ જ મારા દેવ .... અગમ અધ્યાત્મને જોતી ઍનીનો આત્મા બંડખોર બની ગયો. એને વિચાર થયો કે આ દુનિયામાં એક વ્યક્તિ પાસે વિશાળ મહેલ જેવું ઘર છે, જેમાં કેટલાય ઓરડાઓ છે અને બીજી વ્યક્તિને સૂવા માટે ફૂટપાથ છે. ઈશ્વર દરિદ્રનારાયણ... Continue Reading →
અમદાવાદના સ્થાપના દિવસે અહમદી ઇન્સાફની એક બેનમૂન ઘટના
ઇન્સાફ તો ગરીબો માટે હોય...સુલતાનનો દામાદ કહે તે ન્યાય અને કરે તે સઘળું ન્યાયી ફરિશ્તાઓ પણ જેના પર ફીદા થઈ જાય, એવો એ ઈન્સાન! શહેનશાહ નહિ, પણ ઈન્સાન! ઈન્સાનિયત એ જ એની સાચી દોલત! દોલત! એ દોલત જાળવવા હજારો ન્યાયાલયે દરગુજર કરવી રહી! ખુદ જિંદગીની આસ ને રિશ્તાને તિલાંજલિ આપવાની પણ તૈયારી રહી. અમદાવાદના ભદ્રના... Continue Reading →
વેટિકનમાં ખિસ્સા-કાતરુઓથી તમે સાવધ રહેજો …
સરમુખત્યાર કદી ઠીંગણો ન હોય, તેથી મુસોલિની સ્ટૂલ પર ઊભા રહીને પ્રવચન આપતો હતો રોમનાં ઐતિહાસિક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે મનમાં રોમન સામ્રાજ્યની અનેક ઘટનાઓ દ્રશ્યરૂપે તરવરવા લાગી. ઇટલીની સફરના મારા બુઝર્ગ સાથી આલ્ડો રીઝો સાથે રોમની ભવ્યોજ્જવલ સંસ્કૃતિની વાત કરતો હતો, ત્યારે એમણે એક સમયના રોમન એમ્પાયરની હૃદયવિદારક ટ્રેજેડીના ખલપાત્ર મુસોલિનીને યાદ કર્યો અને... Continue Reading →
સીતા માતા ! મને મોતી ન આપશો, ચણા આપજો, ધરતીનો પ્રાણ એમાં છે…
એને માટે તો રાજાનો મુગટ એ રમવાનું રમકડું અને વિશ્વની સઘળી સંપત્તિ એ ધૂળ-માટી છે આજે રામનવમીનું પાવન પર્વ અને આ પર્વ પ્રસંગે સ્મરણ થાય છે દેહ અને આત્માની પ્રીતિ જેવો સ્નેહ ધરાવનાર રામ અને હનુમાનનું. અને એ ઘડી હતી અયોધ્યામાં લંકાવિજયના મહોત્સવની. ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પ્રભુ રામના વિજયનો મહોત્સવ રચાયો હતો. હવામાં... Continue Reading →
જેણે યુદ્ધની જ્વાળા જોઈ નથી, તે જ યુદ્ધનો વિચાર કરી શકે
સૈનિકની આંખ કે બાળકની પીડામાં થતું યુદ્ધનું વાસ્તવિક દર્શન ૧૮૬૭માં જર્મનીના બર્લિન શહેરમાં ઓટો વાન બિસ્માર્કે એક ભાષણમાં કહ્યું, 'જેણે યુદ્ધભૂમિમાં મૃત્યુ પામતા સૈનિકોના નેત્રોમાં નજર નાખી હશે, એ યુદ્ધનો પ્રારંભ કરતા પૂર્વે ઘણો વિચાર કરશે.' અને સાચે જ એક સમયે અશ્વ પર ચોપાસ તલવાર વીંઝતા કે જોશભેર ભાલો ફેંકતા યુદ્ધવીરોનું મહિમાગાન થતું હતું. જગતવિજેતા... Continue Reading →
45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત !
પૃથ્વી પર તો ખૂબ લડ્યા, હવે અંતરિક્ષમાં યુદ્ધ ખેલીએ ! માનવી જેવી સત્તા, લોલુપતા અને પ્રભુત્વની વણછીપી ભૂખ અન્ય કોઈ પ્રાણીને હશે ખરી ? આજે માનવી એની સત્તાની ભૂખને કારણે ઠેર ઠેર ભયાવહ માનવસંહાર કરી રહ્યો છે અને એની પ્રભુત્વની અદમ્ય લાલસાને કારણે આ દુનિયામાં રોજેરોજ ઉથલપાથલ કરી રહ્યો છે. આમેય આજે આપણી પૃથ્વી અત્યંત... Continue Reading →
શ્રીનગરની વિજયયાત્રામાં ભાગ લેવાનું ઝીણાનું સ્વપ્ન રોળાઈ ગયું !
ફરી એક વાર ધર્મઝનૂની આતંકવાદીઓએ ભારતમાતાનાં હૃદય પર આકરો પ્રહાર કર્યો છે. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં નરકનેય નીચું દેખાડે એવા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 લોકોની કતલ કરી છે અને કેટલાયને ઘાયલ કર્યાં છે. ભારતીય તાકાતને આ સૌથી મોટો પડકાર છે. ઇતિહાસ પોકારી પોકારીને વીરત્વને માટે સાદ પાડી રહ્યો છે. આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલની... Continue Reading →
દોષખોજ અને નિંદાખોરી એ એમનો એકમાત્ર ધર્મ હોય છે !
જે પ્રજા રાષ્ટ્રવીરને ભૂલી જાય, તે આંતર કલહમાં સબડીને અધઃપાત પામે છે ! ગાફેલ જમાનો ઘણી જલદીથી પોતાના શ્રેષ્ઠ માણસને વીસરી જાય છે અને સમય જતાં મિથ્યાભિમાની માણસો લોકશ્રદ્ધાના પ્રાચીન મંદિરનો કબજો કરી જૂની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દે છે. એક ફેંકાઈ ગયેલી પ્રતિમાની વાત છે - ઈ. સ. ૧૮૮૫ની. જંગલખાતાનો એક ઉપરી અંગ્રેજ અમલદાર જંગલના... Continue Reading →
દેશમાં ખળભળાટ મચાવનાર કિસ્સો ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ ગયો
ઇતિહાસના પાને નોંધાયેલી અનોખી ઘટના દેશની એકેએક વ્યક્તિની નજ૨ ચોથી જૂન પર મંડાયેલી છે અને સહુ વિચારે છે કે એ દિવસે ચૂંટણીનાં પરિણામો કેવા કેવા રંગ ખીલવશે ? અધ્ધર જીવે, સરવા કાને અને આતુર આંખે કેવો ઇતિહાસ સર્જાશે એનો સહુ કોઈ વિચાર કરે છે, ત્યારે ઇતિહાસની એક અનોખી ઘટનાનું સ્મરણ થાય છે. ઈ. સ. 1877ના... Continue Reading →
ગામથી માંડીને ગાઝા સુધીની દુર્ઘટનાથી માનવતાનું રૂંવાડું ય ફરકતું નથી !
દસ વર્ષના બાળક જેવો બદનસીબ આ જગતમાં બીજો કોઈ નથી ! દુનિયા આજે એક ગામડું(ગ્લોબલ વિલેજ) બની ગઈ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી વિચારકો આવી વાતો કરી રહ્યા છે. દેશો એટલા બધા પરસ્પર નજીક આવી ચૂક્યા છે કે હવેનું વિશ્વ એ એક વિલેજ જેવું બની ગયું છે. એ હકિકત સાચી કે ટૅક્નૉલૉજીના માધ્યમથી વિશ્વભરનાં દેશો એકબીજા... Continue Reading →