અષ્ટમંગલ એટલે અવિનાશી સુખની પ્રાપ્તિ !

ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશેષતા એ છે કે એમાં શુભ ભાવોને ચિત્ર, આકૃતિ કે પ્રતીક દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે. વિશ્વના ધર્મો પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે એણે શુભ ભાવને પ્રગટ કરવા માટે કાં તો માનવઆકૃતિઓનું, પ્રાણીઓનું અથવા તો પ્રકૃતિનાં કોઈ તત્ત્વોનું અવલંબન લીધું છે. કેટલાક લોકો જેને માનવસંસ્કૃતિનું પારણું કહે છે તે... Continue Reading →

ભવનાં બંધન તોડનારી ભક્તિ આગળ તાળાંની શી વિસાત?

શ્રી ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં આદિનાથ ભગવાનના ચરણયુગલને પ્રણામ કરવામાં આવ્યા છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં આદિ રાજા, ત્યાગી અને ધર્મસ્થાપન કરનાર આદિનાથ ભગવાન છે, આથી જ આચાર્ય માનતુંગસૂરિજીએ મસ્તકને બદલે ચરણયુગલને પ્રણામ કરીને સ્તોત્રનો પ્રારંભ કર્યો છે. આ ચરણયુગલ કેવાં છે ? એ ચરણયુગલ માટે એમણે ત્રણ વિશેષણો પ્રયોજ્યા છે. એ ત્રણે વિશેષણો શ્રી આદિનાથ પ્રભુના... Continue Reading →

ઋષભાયન : શાશ્વત મૂલ્યોની પુન: પ્રતિષ્ઠાનો અવસર !

વિરાટ વૃક્ષની ભવ્યતા પર સદાય આપણી નજર નોંધાયેલી રહેતી હોય છે, પરંતુ એ વિશાળ વૃક્ષનાં આધારરૂપ ધરતીમાં ખૂંપેલા મૂળિયાં તરફ ભાગ્યે જ કોઈની નજર જતી હોય છે. સુંદર કોમળ પાંદડા ધરાવતા ગુલાબના સુંદર છોડ પર આપણી દૃષ્ટિ પડે અને ખીલેલાં, મહેકતાં ગુલાબનાં પુષ્પ જોઈને આપણું ચિત્ત બાગ બાગ થઈ જાય, પરંતુ એ ગુલાબનાં છોડના સર્જક... Continue Reading →

રાજા ઋષભદેવે જગતને સર્વપ્રથમ રાજનીતિ શીખવી!

નૂતન ઈતિહાસના સર્જન માટે જેટલા વિદ્યાપુરુષાર્થની જરૂર હોય છે, એટલો જ સંશોધન-પુરુષાર્થ પ્રાચીન ઈતિહાસને જાણવા માટે કરવો પડે છે. એમાં પણ જ્યારે ઈતિહાસને પેલે પાર રહેલા યુગની ખોજ કરીએ, ત્યારે કેટલાય નવીન તથ્યો હાથ લાગતા હોય છે. આવો એક પ્રયાસ માનવસંસ્કૃતિના પુરોધા સમાન ભગવાન ઋષભદેવના વ્યક્તિત્વને સમજવા માટે 'ઋષભાયન'નાં આયોજનો દ્વારા પ્રભાવક રીતે ચાલી રહ્યો... Continue Reading →

મને આત્માનું અસ્તિત્વ બતાવો!

ઇ.સ. પૂર્વે પાંચસોની વૈશાખ સુદિ અગિયારસ, એકાદશીના દિવસે સક્લશાસ્ત્ર શિરોમણિ, વેદવિદ્યા- પારંગત એવા પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયના નિવારણથી જૈનદર્શનના શિખરસમા ગણધરવાદના દાર્શનિક પ્રભાતની ગરિમામયી ઉષાનું પ્રાગટય થયું. પાવાપુરીથી વીસ માઈલ દૂર આવેલા આજના ગુણિયાજી તીર્થમાં ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીના મેળાપની ઘટના બની. જૈન ધર્મના શ્રુતજ્ઞાનની આ પાવન ગંગોત્રીમાંથી સમય જતાં શ્રુતજ્ઞાનની પાવન ગંગાનો વિશાળ પટ... Continue Reading →

પર્વાધિરાજ પર્યુષણ પૂર્વે મેળવીએ પાંચ પશ્નોના ઉત્તર !

પર્યુષણ પર્વનો આગામી વીસમી ઓગસ્ટે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પહેલો પ્રશ્ન એ છે કે 'પર્યુષણ એટલે શું ?' આનો પહેલો અર્થ થાય છે 'સમસ્ત પ્રકારે વસવું' એટલે કે સાધુજનોને ઉદ્દેશીને ચોમાસાના ચાર મહિના એક જ સ્થળે સ્થિરવાસ કરીને ધર્મની આરાધના કરવી, પરંતુ પર્યુષણનો લાક્ષણિક અર્થ છે 'આત્માની સમીપ વસવું.' આત્માને જીતવા માટે એ આત્માને... Continue Reading →

વર્ષોથી સ્વપ્નાં ઉતારીએ, પણ એના અનેક ગર્ભિત આધ્યાત્મિક અર્થોની કશી ખબર હોતી નથી !

શ્રી મહાવીર જન્મકલ્યાણકનો દિવસ એટલે કે ૧૨ મી સપ્ટેમ્બર નજીક આવી રહી છે. આમ તો ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક દર વર્ષે ચૈત્ર સુદ તેરસે ઉજવવામાં આવે છે. પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મવાચનનો પાંચમો દિવસ પ્રભુના જન્મદિવસ જેટલો જ સહુને પ્રિય, ઉલ્લાસભર્યો અને પ્રસન્નતાસભર લાગે છે. માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્નો ઉતારવામાં આવે છે,... Continue Reading →

અમેરિકાના અખબારો શ્રી વીરચંદ ગાંધીની પ્રતિભા પર વારી ગયા ! ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધી

વિશ્વધર્મ પરિષદમાં ૨૯ વર્ષના વીરચંદ રાઘવજી ગાંધીએ એક નવો ઇતિહાસ સર્જી દીધો. જૈનદર્શનનાં એમના પ્રવચનોએ એક નવી જાગૃતિ આણી અને ભારતીય વિદ્યાની વાત કરીને એક નવો પ્રકાશ ફેલાવ્યો. એમની જ્ઞાનમય પ્રતિભા પર વિશ્વધર્મ પરિષદનાં આયોજકો પણ વારી ગયા અને હવે નજર કરીએ એમના વિશ્વધર્મ પરિષદનાં કાર્યનો અખબારી જગત પર કેવો પ્રભાવ પડયો. અમેરિકાના સામયિક 'એડિટર્સ... Continue Reading →

શ્રેયાંસકુમારને નવ નવ ભવનું સગપણ યાદ આવે છે !

ત્રિલોકના નાથ પૃથ્વીપતિ ઋષભદેવ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા અને એમને આહારની જરૂર હતી, પરંતુ સાથોસાથ એ પ્રતિજ્ઞા હતી કે આહાર નિર્દોષ મળે તો જ સ્વીકારવો. ત્યાગીને યોગ્ય, નિરવેદ્ય અને એષણીય ખોરાકની આવશ્યકતા હતી, પરંતુ એમની ઇચ્છા જેવો આહાર એમને મળ્યો નહીં અને એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો. એક વર્ષ વીતી ગયું અને... Continue Reading →

એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું!

એક કાવ્યને માટે સદૈવ યાદ કરાય છે એવા કવિ હરિહર ભટ્ટે 'એક જ દે ચિનગારી' નામનું કાવ્ય લખ્યું, જેમાં એમણે મહાનલ એટલે કે ઇશ્વર પાસે એક ચિનગારીની માગણી કરી હતી અને માનવીનાં જીવનમાં આવી એક ચિનગારી પ્રગટે તો એના અને જીવનનો આખોય ઉપક્રમ બદલાઈ જતો હોય છે. આપણા રફતારભર્યા જીવનમાં ક્વચિત કોઈક એવી ક્ષણ આવે... Continue Reading →

આ ભવની સાથે પરભવની ચિંતા કર! .

જીવનમાં ક્વચિત્ કોઈ અવર્ણનીય ઘટનાનું સર્જન થતું હોય છે. આપણે કલ્પના પણ કરી ન હોય એવી ધન્યતાનો પારાવાર અનુભવ થતો હોય છે અને આવી એક ધન્યતાનો અનુભવ જૈન ધર્મના શ્રી પાનસર જૈન તીર્થમાં 'શ્રી ચંદ્ર સાધનાકક્ષ'ના ઉદ્ઘાટન પ્રસંગે અનુભવ્યો. કોઈ એક કાવ્યસર્જનની સ્મૃતિમાં એક સાધનાકક્ષ સર્જાય અને તે પણ એક મહિમાવંતા તીર્થમાં, એ કેવી વિરલ... Continue Reading →

જ્ઞાન, દર્શન અને ચારિત્રની દૃષ્ટિએ જૈન ડાયસ્પોરાની આગવી વિચારણા!

૨૦૧૭ની ત્રીજી જુલાઈએ અમેરિકાનાં ન્યૂજર્સી શહેરમાં યોજાયેલા ૧૯ મા દ્વિ-વાર્ષિક જૈના કન્વેન્શનમાં આયોજિત જૈન ડાયસ્પોરા કોન્ફરન્સમાં જૈન ડાયસ્પોરાના ઉજ્જવળ ભાવિસર્જન માટે મેં કેટલાક વિચારો વ્યક્ત કર્યા હતા. જૈન ડાયસ્પોરાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દૃષ્ટિએ જુદી જુદી ત્રણ શાખાઓમાં વિભાજિત કરવો જોઈએ. એની જ્ઞાન-શાખામાં જૈન ધર્મના ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને સમગ્ર પરંપરાને અનુલક્ષીને અભ્યાસ... Continue Reading →

અરિહંત અને સિધ્ધ : અર્થ, ગુણ અને પ્રભાવ !

આ સૂત્ર નવ પદોનું બનેલું હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ' નમસ્કાર' એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં 'નમોક્કાર' કે 'નમુક્કાર' થાય છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત છે. પરમેષ્ઠી : આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આથી આ પાંચ... Continue Reading →

સિદ્ધ પરમાત્માને બદલે અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે ?

સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને થતા જુદા જુદા પ્રશ્નનો વિચાર કરીએ. એ પ્રશ્ન એ છે કે જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઈ, તેમ કહેવાય કે નહીં ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશે ને? આ... Continue Reading →

જાણો છો ? જગતનું પહેલું વૃક્ષમંદિર છે, શત્રુંજય તીર્થ પરનું રાયણ વૃક્ષ !

જગતમાં એક અનહોની ઘટના બની. બે રાજ્યો વચ્ચે યુદ્ધ થાય, ત્યારે સશસ્ત્ર સેનાઓ સામસામી રણમેદાનમાં એકબીજાને પરાજિત કરવા માટે ઉભી હોય, વ્યૂહરચના કરતા સેનાપતિઓ એ સેનાની આગળ રહીને દોરવણી આપતા હોય અને વચ્ચે રાજહસ્તીના હોદ્દા પર કોઈ રાજવી રક્ષણનાં કવચ પહેરીને શસ્ત્ર સજીને યુદ્ધ ખેલવા નીકળ્યા હોય. જગતને આ પ્રકારના યુદ્ધની ઘટના જ આજ સુધી... Continue Reading →

જગતને રાજા ઋષભે સંસારત્યાગનો વિરલ આદર્શ આપ્યો !

ધાર્મિક પ્રસંગોનું ભવ્યાતિભવ્ય આયોજન કરીએ છીએ, પણ આપણી ભવ્યાતિભવ્ય સંસ્કૃતિની ઘોર ઉપેક્ષા કરીએ છીએ. ભૂતકાળમાં જૈન ધર્મ એ જગતને આપેલા પ્રકાશની ઉપેક્ષા કરીને આપણે ઘણું ગુમાવ્યું છે. આ ધર્મની સંસ્કૃતિ આપણે જગતને આપી શક્યા નથી અને એથીયે વિશેષ તો આપણો સમાજ એના જ્ઞાન અને સમજને અભાવે ક્યાંક અંધકારમાં અથડાઈ રહ્યો છે. રાજા ઋષભદેવે કહ્યું, 'રાજમાંથી... Continue Reading →

ત્યાગી ઋષભદેવનો સંદેશ અનુકૂળતાની શોધને બદલે પ્રતિકૂળતાને પ્રેમ કરો !

ઇતિહાસનાં પૃષ્ઠો કહે છે કે આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચંપારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. એ નગરીમાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો. પિતાનાં એકનો એક ખોટનો દીકરો હોવાથી સિદ્ધાર્થનું લાડપૂર્વક લાલન-પાલન થયું. રાજકુમારને છાજે એવી કેળવણી આપી, પણ સાથે સંસારનાં વિલાસો પૂરા પાડવામાં ય મણા ન રાખી. યશોધરા નામની ગુણવાન... Continue Reading →

ભારતને માટે પ્રેરણારૂપ એવું અમેરિકાની ‘જૈના’ સંસ્થાનું સંગઠન !

આજે વિદેશોમાં ફેલાયેલા જૈન સમાજની એટલે કે જૈન ડાયસ્પોરાની વાત કરીએ, ત્યારે આપણા ખૂબ ઊંડે સુધી જડ ઘાલીને બેઠેલા આવેશયુક્ત વાદ-વિવાદ અને મત-મતાંતરના ઉગ્ર મતભેદોનો પીડાદાયક અનુભવ થાય છે. આજે વિશ્વના અનેક દેશોમાં વસતો યહૂદી સમાજ પરસ્પર સાથે એકસૂત્રે જોડાયેલો છે અને એમાં પણ ઇઝરાયલમાં આવેલી યુનિવર્સિટી ઓફ હિબ્રૂએ વિશ્વભરના યહૂદીઓને પોતાની પ્રાચીન ભાષા હિબ્રૂ... Continue Reading →

આજ સુધી જગતને કર્મદીક્ષા આપી, હવે એને ધર્મદીક્ષા આપવી છે!

મહાભિનિષ્ક્રમણ એટલે જગતની દુઃખમુક્તિને માટેનો પ્રયાસ. રાજા ઋષભદેવે કરેલા છ મહાભિનિષ્ક્રમણો જોયા બાદ સાતમા મહાભિનિષ્ક્રમણ પર દૃષ્ટિપાત કરીએ. એમણે માણસને જોયા બાદ આ પૃથ્વી પર સુખ અને સુવિધાપૂર્વક જીવન જીવતા શીખવ્યું, પરંતુ હવે પ્રજાને બતાવવું જોઈએ કે જગતમાં જે સુખોપભોગ પ્રાપ્ત કર્યા તે મહત્વનાં છે, પણ એનાથીયે બીજી મહત્વની બાબત એ છે ત્યાગ. જીવનમાં ભોગ... Continue Reading →

ભારતની બહાર સૌપ્રથમ જૈન દેરાસર કેન્યાના મોમ્બાસા શહેરમાં નિર્માણ પામ્યું!

ભારતની બહાર અમેરિકા, એન્ટવર્પ અને બ્રિટનમાં ચાલતી જૈન ધર્મની પ્રવૃત્તિઓનું વિહંગાવલોકન કર્યા પછી હવે આફ્રિકા ખંડ તરફ નજર ઠેરવીએ. આફ્રિકા ખંડમાં જૈનોએ પહેલાં ઝાંઝીબાર અને પછી કેન્યા અને તાન્ઝાનિયામાં પ્રવેશ કર્યો. દ્રઢ ધાર્મિક સંસ્કારો સાથે ભારતથી હજારો માઈલ દૂર આવેલા આફ્રિકામાં જૈન ધર્મના સંસ્કારોએ જૈન વેપારીઓની પ્રગતિમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. ભારતમાંથી મળેલા ધર્મસંસ્કારોએ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑