સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ જન્મશતાબ્દીના અવસરે ચિત્તમાં અનેક સ્મરણો જાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની કેટલીક ઘટનાઓ જાણીતી છે, તો કેટલીક સાવ અજાણી રહી ગઈ છે. એવી એક ઘટના પર કાળની રાખ વળી ગઈ છે. આજે એ રાખ સંકોરીને અગ્નિ પેટાવવો છે. જે પવિત્ર ધ્યેયને ખાતર નરસિંહ એવા સરદારે સામે મોંએ પડકાર ફેંક્યો હતો અને... Continue Reading →
સ્થિતિ સામાન્ય, પણ સિદ્ધિ અસામાન્ય જ્યોતિનો પ્રકાશ અને ધીરજની હિંમત !
ભારતીય રમતજગતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં, ગરીબીની હાલતમાં જીવતા પરિવારોમાંથી સમર્થ ૨મતવીરો પ્રાપ્ત થયા છે. એના ઇતિહાસ તરફ નજર નાખીએ તો ૧૯૪૭ના ભાગલા વખતે માતા-પિતા, ભાઈ અને બહેનોને ગુમાવનાર મિલ્ખા સિંહ યાદ આવે. સૈનિકોનાં બૂટ પોલીશ કરીને કમાણી કરનાર મિલ્ખા સિંહ અંતે ભારતીય સેનામાં જોડાયા અને ૧૯૫૮ની ટોકિયો ઓલમ્પિક ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦... Continue Reading →
બંદૂક : માનવજાતિ પરનો મહાઅભિશાપ !
આફ્રિકાના પ્રવાસમાં એના એક મ્યુઝિયમમાં જોયેલું એક ચિત્ર વર્ષો થયાં, પણ મનમાંથી સહેજે ખસતું નથી. એક યુરોપિયન બંદૂક તાકીને ઊભો છે અને સામે જમીન પર ઘૂંટણિયે પડીને આફ્રિકન કબીલાનો રાજા બે હાથ જોડીને જીવ બચાવવા માટે આજીજી કરે છે. આફ્રિકાના એ પ્રવાસ દરમિયાન મેં જોયું કે બળવાન, મજબૂત અને મહેનતુ આફ્રિકન પ્રજાને યુરોપિયન પરાસ્ત કરી... Continue Reading →
રંગભેદના અભિશાપથી પીડાતું ક્રિકેટ !
ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાએ ૮૭ ટેસ્ટમેચમાં ૧૬ સદી અને ૨૮ અડધી સદીની મદદથી છ હજારથી વધુ રન કર્યા, વન ડેની ચાલીસ મેચમાં ૨ સદી અને ૧૨ અડધી સદી દ્વારા ૧,૫૫૪ રન કર્યાં. એ ટી-ટ્વેન્ટીમાં પણ રમ્યો અને આ લખાય છે, ત્યારે સિડનીમાં ખેલાઈ રહેલી ટેસ્ટમેચ એની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મેચ બની રહી છે. ૩૯... Continue Reading →
‘પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ’
આકાશ, સાગર અને ધરતીનો ત્રિવેણીસંગમ જોઈને ધન્ય થઈ ગયો. જીવનમાં પ્રકૃતિ સૌંદર્યથી ભર્યું ભર્યું કોઈક એવું ૨મણીય દ્રશ્ય જોવા મળે છે કે એને પુન: પુન: ચિત્તમાં યાદ કરીને અતીતના એ આનંદનો અનુભવ કરીએ છીએ. હોંગકોંગના હવાઈમથક પર ધીરે ધીરે વિમાન ઉતરી રહ્યું હતું અને ત્યારે આકાશ, સાગર અને પૃથ્વીનો અનુપમ ત્રિવેણીસંગમ જોવા મળ્યો. વાયુ, જળ... Continue Reading →
ઓઇલ એ જ આતંકવાદનો જન્મદાતા છે !
આ જે યુદ્ધનો જ્વર અને સત્તાનું ઝનૂન માનવજાતિનું કલંક બની ગયા છે. રશિયાનું વિસ્તારવાદી વલણ યુક્રેનને ભાંગીને ભુક્કો કરવા માગે છે અને એના પર પ્રભુત્વ સ્થાપવા ચાહે છે. જ્યારે વિસ્તારવાદી ચીનનો ડ્રેગન હોંગકોંગ અને મકાઉ પર પ્રભુત્વ મેળવ્યા પછી હવે તાઈવાનને ગળી જવા માગે છે. યુદ્ધના આંકડાઓ એ માત્ર સ્ટેટેસ્ટીકનો વિષય બની રહ્યા છે. એને... Continue Reading →
સત્તાપરિવર્તનના ઝંઝાવાત વચ્ચે રાષ્ટ્રગીત !
૧૯૫૦ની ૨૪મી જાન્યુઆરીએ ભારતની બંધારણસભાએ એના અધિકૃત રાષ્ટ્રગાન તરીકે 'જન ગણ મન'નો સ્વીકાર કર્યો, પરંતુ ત્યારબાદ ભારત સરકારે 'વંદે માતરમ્'ને 'જન ગણ મન' જેટલું જ સમાન કાનૂની રક્ષણ આપ્યું અને લોકસભા અને રાજ્યસભામાં નવું વિધેયક પસાર કર્યું, આ અંગે વિપક્ષ દ્વારા ઘણા વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા. ૧૯૪૭ની મધ્યરાત્રિએ બાર વાગે ભારતને આઝાદી મળી. ભારતીય... Continue Reading →
મને સાંભળવા આવ્યા છો કે મારાં વસ્ત્રોને જોવાં ?
માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ- ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં... Continue Reading →
જગતમાં ચાલતી ધર્મવિચારણા !
ધર્મ વિશે આપણે ત્યાં ઘણી-ઘણી વાતો, ચર્ચાઓ, વિવાદો અને છેક આંદોલનો થાય છે. રાજકારણીઓએ મત રળવા માટે એનો વેપાર પણ કર્યો છે. જ્યારે બીજી બાજુ વિશ્વધર્મ વિશેની પ્રવર્તમાન વિચારણાથી આપણે ઘણા દૂર ચાલ્યા ગયા છીએ. 'ધર્મો વચ્ચે શાંતિ અને ભાઈચારો નહીં હોય તો રાષ્ટ્રો વચ્ચે કદી શાંતિ શક્ય નથી. ધર્મો-ધર્મો વચ્ચે સંવાદ હોય તો જ... Continue Reading →
અંતરિક્ષમાં ઉગેલાં ટામેટાં, મૂળા અને પાલકનો સ્વાદ કેવો હશે?
વિશ્વભરમાં કૃષિક્ષેત્રે અનેક નવાં નવાં સંશોધનો થયા હોવા છતાં આ પૃથ્વી પરથી ભૂખમરાએ વિદાય લીધી નથી. સતત પ્રદૂષણમાં વૃદ્ધિ પામતી પૃથ્વીથી પરેશાન માનવી હવે અંતરિક્ષ ભણી નજ૨ માંડીને બેઠો છે. એના મનમાં સ્વપ્નાં છે કે હવે અંતરિક્ષમાં જઈને વસવાટ કરવો. એક સ્પેસ કોલોની ઊભી કરવી કે જ્યાં માનવીઓ નિરાંતે રહી શકે. આજે માનવી ચંદ્ર પર... Continue Reading →
અત્યાચારીઓનાં જુલમ સામે કદી નમે નહીં તેનું નામ નાવી પિલ્લે!
જ્યાં અન્યાય એ જ ન્યાય મનાય છે, જ્યાં સ્ત્રી એ ધિક્કાર, તિરસ્કાર અને બળાત્કારનું પાત્ર ગણાય છે, જ્યાં તમારી જાતિ એ તમારા જીવન કે મૃત્યુનો પરવાનો બને છે, જ્યાં સત્તાની જોહુકમી એ આજ્ઞાપાલનનો આદેશ મનાય છે, જ્યાં નરસંહાર એ સત્તાના સર્જન માટે અનિવાર્ય લેખાય છે એવી ભેદભાવભરી ભયાનક પરિસ્થિતિની વચ્ચે નાવી પિલ્લુએ આપેલી લડત એક... Continue Reading →
વૈભવ સૂર્યવંશી : અસાધારણ સિદ્ધિ સાથે અકળાવનારી સમસ્યા !
ક્યારેક સિદ્ધિઓનો બોજ સમસ્યાઓને લઈને આવતો હોય છે. એવી પરિસ્થિતિ ૨૦૧૧ની ૨૭મી માર્ચે જન્મેલા પંદર વર્ષના વૈભવ સૂર્યવંશીની બાબતમાં જોવા મળે છે. ક્રિકેટમાં પંદર વર્ષની નાની વયનાં નાનાં-મોટાં પંદર જેટલાં વિક્રમો હાંસલ કરનાર વૈભવ સૂર્યવંશીની આક્રમક ઓપનિંગ બેટિંગે વિશ્વભરનાં ૨મતચાહકોને સ્તબ્ધ કરી દીધા છે, પરંતુ એની સાથોસાથ એની આસપાસ સતત એક વિવાદ વિંટળાયેલો રહે છે... Continue Reading →
આ છે ત્રીજા નેત્રની પ્રસાદી !
કોઈ ગ્રંથનું સર્જન અધ્યાત્મની આખી દિશા પલટી નાખે છે. આવા એક ગ્રંથની રચના વિ. સં. ૧૯૫૨ના આસો વદ એકમના દિવસે નડિયાદની ધરતી પર થઈ. એ દિવસે આત્મસિદ્ધિશાસ્ત્ર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું ઉપનિષદ આપે છે. આગામી મંગળવારનો આસો વદ એકમનો દિવસ એટલે 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ના પ્રાગટ્યનો પાવન દિવસ. 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આત્મઅનુભવ, આત્મપ્રતીતિ અને આત્માનંદ એ... Continue Reading →
ગ્રંથાલય દેવાલય ખરું, પણ એના ઉપાસકો ક્યાં છે ?
રશિયાના નવલિકાકાર અને નાટયકાર એન્ટન ચેખોવની એક નવલિકાનું સ્મરણ થાય છે. ૨૫ વર્ષના એક યુવાન વકીલ સાથે એનો યજમાન ધનિક શરત લગાવે છે કે તમે ફક્ત પંદર વર્ષ એકાંતવાસની સજા ભોગવવા તૈયાર હો, તો હું તમને વીસ લાખ રૂબલ આપીશ, પણ સાથોસાથ કહે છે કે આ તને ભારે પડી જશે આ એકાંત કેદ, પણ યુવાન... Continue Reading →
વ્યાધિ એ ઉપાધિ નહીં, પણ અમૂલ્ય અવસર છે !
માતા-પિતા એ સંતાનને જન્મ આપે છે. એ શિશુ દેહને જન્મ જ આપતા નથી, પરંતુ એના ભીતરમાં રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને 'જન્મ આપવાનો' પ્રચંડ પડકાર ઝીલીને પ્રબળ પુરુષાર્થ કરે છે. માતા- પિતાની દ્રષ્ટિ જ સંતાનની સૃષ્ટિને ઘડતી હોય છે. એ સંતાનને માતા- પિતાની ઉપેક્ષા મળે તો એ શતદલ કમળ ખીલતા પહેલાં મુરઝાઈ જાય છે અને જો... Continue Reading →
સાધારણ પિતાનું અસાધારણ સર્જન !
દુનિયાભરમાં GOAT એટલે કે 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ' ગણાતા ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ૩૧મી ઓગસ્ટ, સોમવારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી અને પોતાના વ્હાલા દેશ આર્જેન્ટિનાની વાદળી-સફેદ જર્સીને અલવિદા કહી. આમ તો એમણે ગઈ ૨૧મી જુલાઈએ નિવૃત્તિની નોંધ લખી હતી, પરંતુ એ પછી પિતાનું અવસાન થતા આર્જેન્ટિના તરફથી ૨૦૭ મેચોમાં ૧૨૫ ગોલ કરનાર લિયોનેલ મેસ્સીએ પોતાની... Continue Reading →
આંતરસંઘર્ષ, આત્મવિશ્વાસ અને આર. અશ્વિન !
અશ્વિન અને અચાનક ! આ બંને એક સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગયા ડિસેમ્બરમાં ભારતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં મેદાન પર સામનાભરી રમત બતાવીને ટેસ્ટશ્રેણીને ૧-૧થી સરભર કરી. તે સાથે જ ભારતીય જર્સી સાથે ૨૮૭ મેચ ખેલી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ સ્પર્ધાઓમાંથી અણધારી નિવૃત્તિ લીધી અને એવી જ રીતે એણે તાજેતરમાં આઈ.પી.એલ.માંથી પણ નિવૃત્તિ લેવાની... Continue Reading →
કટકું બટકું ખાજે, પણ રાણકપુર જરૂર જાજે
રાણકપુર તીર્થ વિશેની આ પ્રચલિત લોકોક્તિ એ સંકેત કરે છે કે ઉદરપૂર્તિની પરવા કર્યા વિના પરમાનંદની પ્રાપ્તિ માટે શ્રી રાણપુર તીર્થની યાત્રાએ જરૂ૨ જજો. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અરવલ્લીની પશ્ચિમ બાજુની ખીણમાં ગાઢ વનરાજીઓથી વીંટળાયેલું શ્રી રાણકપુર તીર્થ એક અનુપમ તીર્થ છે. આ તીર્થને વિશેષણ મળ્યું છે ત્રિભુવનતિલક. એવું આ અપૂર્વ સૌંદર્યમય તીર્થ પોતાની રમણીયતા, પ્રાકૃતિક... Continue Reading →
વિજ્ઞાન અને અધ્યાત્મનું એવરેસ્ટ એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન
અ મેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં એક પછી એક શેરી પસાર કરીને આગળ વધતા એક જગાએ કવિ-મિત્ર શ્રી ચંદ્રકાન્ત દેસાઈએ મોટર થોભાવી અને કહ્યું, 'આ સામે દેખાય છે તે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ઘર.' એને જોતાં જ પરમ આશ્ચર્ય થયું. જો તમે એ ઘ૨નો જૂનો, પુરાણો થઈ ગયેલો ઘર નંબર જાણતા ન હો, તો ક્યારેય જાણી શકો... Continue Reading →
પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ !
આઈપીએલ ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચેની તીવ્ર કશ્મકશ યાદ આવે. આ બંને ટીમો અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે. મેચ જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગે ૧૮ આઈપીએલમાં ૨૫૩ મેચમાંથી ૧૪૨ વાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એની પાછળ, પણ સાવ લગોલગ છે.... Continue Reading →