વિવેચક કુમારપાળ દેસાઈ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના', ‘શબ્દસંનિધિ', ‘ભાવન-વિભાવન', ‘શબ્દસમીપ', ‘આનંદઘન : જીવન અને કવન' વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે એની પ્રતીતિ અર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે.