ગરિમા અને ગરવાઈ

એ સમયે જાણીતા ભાષાવિજ્ઞાની ડૉ. પ્રભાશંકર તેરૈયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ હતા. પહેલેથી આંખો નબળી. એમાં કાળા મોતિયાનો આરંભ થયો. ડૉ. કિશોર દોશીની નિયમિત તપાસ ચાલતી, પણ ભાયાણીસાહેબે રેટિના ખૂબ નબળી હોવાથી અમૃતસર-પંજાબના ડૉ. દલજિતસિંઘની મુલાકાત લેવાનું સૂચવેલું. મહિને એક વખત ગુજરાતમાં દહેગામની હૉસ્પિટલમાં તેઓ પધારતા. એમની ઍપોઇન્ટમેન્ટ મેળવવી, ત્યાં પહોંચવું એ બધું અમારે... Continue Reading →

સ્નેહભર્યો સાથ

શ્રી કુમારપાળ દેસાઈને હું કદાચ સાથે કામ કરવા મળ્યું એ પૂર્વેથી જ ઓળખું છું. એનું કારણ એમના પિતાશ્રી જયભિખ્ખુનો એમણે સાચવેલો વારસો પણ હોઈ શકે. કુમારપાળ અને પ્રતિમાબહેનને ત્યાં એક શુભપ્રસંગે જાદુગર કે. લાલને જોઈને મને પ્રશ્ન થયેલો કે કાંતિલાલ સાથેનો જ્ઞાતિને કારણે ભાઈચારો હશે ? પછી જાણ્યું કે શ્રી કે. લાલની જાદુગર તરીકેની કારકિર્દીના... Continue Reading →

કુમારપાળની સમીપ – શબ્દસમીપ

કિશોરાવસ્થામાં સાહિત્યકારો વાંચવા મળ્યા હતા, તેમાં એક હતા 'જયભિખ્ખુ'. એમની 'કામવિજેતા સ્થૂલિભદ્ર’ જેમ ગમી ગઈ હતી, તેમ પછી 'પ્રેમભક્ત કવિ જયદેવ' પણ ગમી ગઈ. અમારી પાડોશમાં મુખ્યત્વે જૈન ઘર હતાં, એટલે 'જયભિખ્ખુ’ની જૈન ધર્મવિષયક પુસ્તિકાઓની ગ્રંથમાળાના કેટલાક મણકા વાંચવા મળતા. ગુજરાત સમાચાર’માં પછી 'જયભિખ્ખુ’એ શરૂ કરેલી કૉલમ 'ઈંટ અને ઇમારત' વાંચવાની ટેવ પડેલી. જ્યારે 'જયભિખ્ખુ'નું... Continue Reading →

આશ્ચર્ય : લેખકનો દીકરો લેખક ?

લેખકનો દીકરો લેખક થાય એ ઘટના જ નવાઈ ભરેલી ગણાય. અત્યાર સુધીના સાહિત્યકારોના ઇતિહાસનું વિશ્લેષણ કરવામાં આવે તો માંડ પાંચ-સાત ઉદાહરણ મળે. એમાંના એક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ છે, એમ કહી શકાય. આમ તો બાપ કરતાં બેટો સવાયો છે. તેમની લેખક તરીકેની યાત્રા અગિયાર-બાર વરસની ઉંમરથી આરંભીને આજ સુધી અવિરત રહી છે. એ તો ઠીક... Continue Reading →

શીલવંત સાહિત્યકાર

આદરમાનના અનેક પ્રકારો છે. કોઈને પ્રણામ કરીને આદર અપાય, તો કોઈ હાથ મિલાવીને કે ભેટીને પણ આદર વ્યક્ત કરે. ક્યારેક વખાણ કરવા દ્વારા આદર સૂચવાય, તો ક્યારેક વ્યક્તિને માટે અનુરૂપ વિશેષણો પ્રયોજીને પણ આદર પ્રગટ કરી શકાય. આ બધા કરતાં વિલક્ષણ લાગે એવો એક પ્રકાર છે : આત્મીયતા. હા, કોઈની સાથે આત્મીયતા અનુભવવી, દર્શાવવી એ... Continue Reading →

शुभांशी

कुमाराः जयख्व्खूणांमान्या: साहित्यसर्जका: ।रता: धर्म निजप्रोक्तेपालका: जैनसंस्कृते: ॥लब्धपद्मश्रीसंमाना:देशे देशिकवर्यका: ||सारस्वतजनश्रेष्ठा:इष्टां प्रगतिमाप् नुयात्‌ ॥ प्र. उ. शास्त्री સંસ્કૃત સાહિત્યના વિદ્વાન, પૂર્વપ્રાધ્યાપક, એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદ.

Grace Personified

My first meeting with Shri Kumarpalbhai was quite chancey and an interesting one. I had gone to his residence with a view to purchase a set of books written by his father Shri Balabhai alias Shri Jaybhikhkhu. While guiding me as to how to go about it, Shri Kumarpalbhai was grace personified. That was almost... Continue Reading →

અસાધારણ પ્રતિભા

શ્રી કુમારપાળ દેસાઈ એટલે ગુજરાતી સાહિત્યના અવિભાજ્ય અંગ ! શ્રી કુમારપાળ દેસાઈ એટલે જૈન તત્ત્વજ્ઞાનના ચિંતકોમાં અગ્રસ્થાન ધરાવતા ખૂબ જ લોકપ્રિય વક્તા ! શ્રી કુમારપાળ દેસાઈ એટલે શોધ–સંશોધન ક્ષેત્રે ઉમદા પ્રદાન કરનાર રિસર્ચ સ્કૉલર ! અનેક ગ્રંથોના સંપાદક, અનુવાદક અને સંશોધક ! કુમારપાળ દેસાઈ એટલે વ્યાખ્યાનમાળાઓના બહુજન પ્રિય, સહુજનમાન્ય પ્રવચનકાર ! દેશ-વિદેશની ધરતી પર જૈન... Continue Reading →

વિશ્વઆંગણે પોંખાયેલી પ્રતિભા

ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય – પુસ્તક પ્રકાશક અને વિક્રેતા દ્વારા ‘શબ્દ અને શ્રુત’ પુસ્તક પ્રકાશિત થયું. ભાઈશ્રી કુમારપાળ દેસાઈની સર્વાંગી પ્રતિભાને 111થી વધુ લેખોમાં ‘શબ્દ અને શ્રુત’ના માધ્યમથી પ્રકાશ સાંપડ્યો. જે 2004માં પ્રકાશિત થઈ અને અપ્રાપ્ય બનતાં જ સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરવાની દિશામાં પ્રગતિશીલ છે ત્યારે મારા લેખનના પ્રદાન માટેના આમંત્રણથી હું ગૌરવ અને આનંદ અનુભવું... Continue Reading →

જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ

બાળપણથી મને શિષ્ટ, સત્ત્વશીલ અને જીવનલક્ષી સાહિત્ય માટે વિશેષ રુચિ એટલે ડૉ. કુમારપાળભાઈનાં પુસ્તકો અને અન્ય લખાણો રસથી વાંચતી. સાથે-સાથે એમની અનેકવિધ પ્રવૃત્તિઓ, એમની સફળતા અને સિદ્ધિ વિશે પણ અવારનવાર વાંચતી. મારા ઘરની સામે જ વિખ્યાત જૈન ઉપાશ્રય છે. ત્યાં કોઈ પણ જૈન સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ વિદ્વત્તાભરી ગોષ્ઠિ હોય કે માત્ર પંડિતોની મિટિંગ હોય... Continue Reading →

બહુઆયામી વ્યક્તિત્વ

અનેકવિધ ક્ષેત્રોમાં અધિકારપૂર્વક વિહરતું એક પ્રસન્ન વ્યક્તિત્વ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. અનેક લોકો જેમની સાથેના વ્યવહારમાં સાક્ષાત્ સુજનતા અને શાલીનતા અનુભવે છે એ ડૉ. કુમારપાળ દેસાઈ. એક તરફ સાહિત્યસર્જન, સંશોધન, મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ, સ્પોર્ટ્સ તથા જૈનદર્શનના વિશ્વવ્યાપક પ્રસારમાં પ્રગટ થતી એમની સક્ષમ કલમ અને સચોટ વાણી, તો બીજી બાજુ અનેકસંસ્થાઓનાં કાર્યોમાં પ્રાણસિંચન અને સામાજિક કાર્યોમાં પણ... Continue Reading →

અણીશુદ્ધ ફિતરતની ફોરમનો અવિરત અહેસાસ

કોઈ વ્યક્તિની આપણા મન પર પડેલી છાપ કે તેને માટે આપણે બાંધેલો અભિપ્રાય ચાર ચાર દાયકા પછી પણ બદલાયા વિનાનો, એકસરખો રહે? ભાગ્યે જ એવું બને . તેમાંય એ છાપ કે અભિપ્રાય પૉઝિટિવ હોય ત્યારે તો સમયના વીતવા સાથે તેમાં ગોબો પડવાની શક્યતા વધુ. વળી એ વ્યક્તિ સ્વયં જ્યારે જિંદગીના તમામ ક્ષેત્રે ખૂબ આગળ નીકળી... Continue Reading →

પ્રસન્નતાની સાધના

કુમારપાળભાઈનું આગવું વ્યક્તિત્વ સૌને આકર્ષે તેવુ છે. શ્રી કુમારપાળભાઈને રાષ્ટ્રીયતા અને આધ્યાત્મિકભૂમિનો વારસો મળ્યો છે જે તેમણે દીપાવ્યો છે. માત-પિતાનો વારસો પણ તેમણે દીપાવ્યો. તેમના પિતાની શીખ બરાબર ધ્યાનપૂર્વક અમલમાં મૂકવા પ્રયાસ કર્યો છે. પિતાનો સાહિત્ય-વારસો પણ આગળ ધપાવ્યો છે. પિતા કરતાં પુત્ર આગળ વધે એવી દરેકની ઇચ્છા હોય છે અને એ રીતે જોઈએ તો... Continue Reading →

નવી દૃષ્ટિના ઉઘાડનો ઉજાસ

કુમારપાળભાઈના અભિનંદન-ગ્રંથ માટે લેખ લખવા કલમ ઉપાડતાં જ સ્મરણ થયું – એક અજાણ્યાં બહેનનું, વિમાનમાં મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ બહેને કુમારભાઈના સંદર્ભે બોલેલ એ વાક્યનું. સાથે પ્રવાસ કરવાનો થાય તો વાતચીત સ્વાભાવિકપણે જ આકાર લેતી જતી હોય છે. એકવખતના મારા આવા પ્રવાસ દરમિયાન મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ સન્નારીની સાથેવાતચીતનો દોર શરૂ... Continue Reading →

શ્રી કુમારપાળભાઈ નામે કલ્પતરુ

સુરદ્રુમ તો માત્ર માંગેલી વસ્તુ જ આપે… કિન્તુ ‘કુમારપાળ દેસાઈ’ નામે કલ્પતરુ તો આપણા બધા કોડ પૂરા કરે ! કોણ કહે છે કે હવે કલ્પવૃક્ષો અદૃશ્ય થયાં છે ? અરે… આપણી સમીપે જ તો છે એક એવું કલ્પતરુ કે જેની પાસેથી સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, રમતજગત, માનવકલ્યાણ, સંશોધન, વિવેચન, સંપાદન, અનુવાદ, ઇતર ભાષોમાં સર્જન, ધર્મદર્શન, સમીક્ષા,... Continue Reading →

એક કામ એમને નથી આવડતું

ડૉ.કુમારપાળ દેસાઈનાં કાર્યોથી સૌથી વધુ પ્રસન્ન કોણ હશે ? સમય પોતે. ક્ષણેક્ષણને, પળેપળને ધન્ય બનાવનાર, સમયના સોનાને ઉત્તમ રીતે પ્રયોજનાર એક માણસ તો છે, આપણી વચ્ચે. આ જેવુંતેવું આશ્ચર્ય નથી. પોતાની દરેક પ્રવૃત્તિને ખૂબ જ સરળતાથી, સહજતાથી, ભાર વગર કરી દેખાડવી, અનેક કાર્યોની વ્યસ્તતા છતાં હળવાફૂલ હોવું તે એમના સિવાય અન્ય કોણ કરી શકે ? પોતાના જીવનકાર્યને... Continue Reading →

પ્રસન્નવદન, અનાકુલ, અનેકાન્તવાદી ઝવેરી

“વારંવાર દરિયાપારના દેશોમાં આંટાફેરા કરવાના થાય ત્યારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કે જેથી આંટાફેરા કરતાં કરતાં 'ફેરા’ના કે એવાં બીજાં કોઈ ભળતાં જ કૂંડાળાંમાં પગ પડી ન જાય ? '૧૯૮૩થી ૧૯૯૦ના ગાળામાં વારંવાર દરિયાપારના દેશોમાં જવાની તક મળી હતી, ત્યારે હું વારંવાર દરિયાપારના દેશોમાં આવતા-જતા ડૉ. કુમારપાળ દેસાઈની સલાહ ચાહી ચેતીને લેવા ગયેલો. ત્યારે મેં... Continue Reading →

ગુજરાતના પનોતા પુત્ર

મનોહર મુખાકૃતિ, મૃદુ સ્વર અને સદાયેસ્મિતનું જાણે ઝરણું વહેતું હોય તેવા ચહેરાથી દીપ્ત વ્યક્તિ બહુ ઓછી જોવા મળે છે. મારા છએક દાયકાના સાર્વજનિક કાર્યક્ષેત્રમાં આવી એક વ્યક્તિ જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તે વ્યક્તિ એટલે ડૉ. કુમારપાળ દેસાઈ. સિદ્ધિવંત, કીર્તિવંત, યશસ્વી અને તેજસ્વી સાહિત્યકાર-વિદ્વાન હોવા સાથે નમ્ર, વિવેકી અને પ્રેમાળ હોય તેવા પણ ઝાઝા અનુભવો થયા... Continue Reading →

મોટા આયોજક, સફળ સંયોજક

મુ. કુમારપાળભાઈ દેસાઈને પ્રત્યક્ષ મળવાનું પ્રથમ વાર બન્યું તેઓ પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મ વિશે લોકભારતી સણોસરામાં વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે. તેમનું વક્તવ્ય અભ્યાસપૂર્ણ હતું. પરંતુ સૌને યાદ રહી ગયું બીજું વ્યાખ્યાન – ક્રિકેટની રોમાંચક ઘટનાઓને વર્ણવતું. સૌએ એમને ભરપૂર માણ્યા હતા. આમ પણ તેઓ કાયમ રસપૂર્ણ બોલવા ટેવાયેલા છે. હું અમદાવાદમાં આવ્યો (2003) અને... Continue Reading →

વિરલને સહજ સિદ્ધ કરનાર

ડૉ. કુમારપાળની અન્યો માટે ઘસાઈ છૂટવાની ઉદારતા અને ઉદાત્તતાની એક ઘટનાનું સ્મરણ થાય છે. જોકે મારે માટે આ ઘટનાનું વિસ્મરણ શક્ય નથી ! ગુજરાતી સાહિત્ય પરિષદના નેજા હેઠળ તા. 9-12-2006ના રોજ એક પરિસંવાદમાં મારે ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓનાં વિષયવૈવિધ્ય વિષય પર અભ્યાસલેખ રજૂ કરવાનો હતો. હું આગલી સાંજે સૂરતથી અમદાવાદ પરિષદ ગેસ્ટહાઉસ પર પહોંચી ગયો.... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑