શ્રેયસ્કર સૌજન્યનું સરનામું

‘કુમારપાળ’ સંજ્ઞાની ઐતિહાસિક ઓળખ સોલંકી કાળથી સમગ્ર ગુજરાતને હતી જ, પણ આજે કુમારપાળ બાલુભાઈ દેસાઈની ઓળખ તો ગુજરાતની સરહદ ઓળંગીને દેશવિદેશ સુધી, સંસ્કારપુરુષ તરીકે ખ્યાતિ પામી છે. ‘જયભિખ્ખુ’ના સંતાન તરીકે ધરા ઉપર અવતરી પોતીકી પ્રતિભા વડે સવાઈ કેડી કંડારી જૈન અને જૈનેતર સમાજમાં તેઓ પોંખાયા છે. વિદ્વત્તાથી છલોછલ તેમ છતાં નમ્રતાની અખંડ મૂર્તિ જેવું જેમનું... Continue Reading →

સાડા છ દાયકાની દોસ્તી

પદ્મશ્રી પ્રોફેસર ડૉક્ટર કુમારપાળ દેસાઈ છેક 1959માં મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયાનો તાર એમને મોસાળ રાણપુર પ્રતિ મેં કરેલો ત્યારથી આજ 2023 સુધીના લગભગ સાડા છ દાયકાના સંબંધ, અનુભવ અને છાપ આશરે 1,200 શબ્દોમાં લખી આપવાનું મહામુશ્કેલ છે છતાં કોશિશ કરીએ. વાસ્તવમાં આપણે જેની બહુ નજીક હોઈએ એને વિશે ટૂંકમાં લખવું મુશ્કેલ હોય છે. જેના નામે... Continue Reading →

આભ આંબ્યાની અનુભૂતિ

ઇસ્લામમાં ‘મુકમમિલ ઇન્સાન’ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાયો છે, જે મૂલ્યનિષ્ઠ જીવનને વરેલી હોય. જે ધાર્મિક હોય પણ ધર્માંધ ન હોય. સૂફી પરંપરામાં પણ સૂફીસંતોનાં જે લક્ષણો વ્યક્ત થયાં છે, તેમાં સાદગી, શુદ્ધ ચરિત્ર, આચારવિચારમાં સમાનતા, ભક્તિ, નિસ્વાર્થતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ કેન્દ્રમાં છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન,... Continue Reading →

આખી ઈંટ અને અ-ખંડ ઇમારતની આગવી જીવન-ઓળખ

શ્રી કુમારપાળ દેસાઈ મારી ગમતી વ્યક્તિઓમાંના અને ગમતા લેખકોમાંના એક છે. વ્યક્તિ તરીકે મારા ઉપર પડેલી તેમની છાપની વાત કરું તો આટલી સરળ, આટલી સ્નેહાળ, આટલી સૌજન્યશીલ અને આત્મીય, સાધુચરિત વ્યક્તિઓ મેં બહુ ઓછી જોઈ છે. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, કલા, અધ્યાત્મ, સંસ્કૃતિ, સમાજસેવા – એમ વિવિધ ક્ષેત્રોમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી સાથે... Continue Reading →

અહિંસાને વરેલા અજાતશત્રુ

સમયના પ્રવાહમાં ઊગવું, વહેવું ને આથમવું એ જીવનનો એક નિશ્ચિત ક્રમ છે. આ ઉપક્રમને ડૉ. કુમારપાળ દેસાઈસાહેબે બરાબર પિછાણ્યો છે. ઊગતા રહેવું અને એકધારું વહેતા રહેવું જરા કપરું કામ છે. પરંતુ કુમારપાળભાઈની જીવનધારામાં જરા ધ્યાનથી નજર કરીએ તો ક્યાંય પણ ડહોળાયા વિના સતત નિર્મળ રહીને વહ્યા કર્યા છે. જીવનની સમી સાંજે એમને કેટલુંક સત્ય સમજાઈ... Continue Reading →

એક અનન્ય સાધુપુરુષ

બે સમાન રુચિ, વય, વિચારો અને કાર્યક્ષેત્ર ધરાવતી વ્યક્તિઓ એકબીજાને કોઈ નિમિત્તે મળે છે અને પછી સમય અને સંજોગો અનુકૂળ હોય તો એકબીજાની મિત્ર બને છે. પરસ્પરનો સહવાસ કેળવાય તેવા પ્રસંગો ઊભા થાય તો પછી એવા એવા સહિયારા અનુભવોમાંથી પસાર થાય કે જે આગળ જતાં સંભારણામાં રૂપાંતર પામે. આપણા જીવનનો આજની ઘડી સુધીનો પટુ એવાં... Continue Reading →

અડગ મનના મુસાફિર

આપણા સમાજમાં બહુ ઓછી વ્યક્તિ એવી હોય છે જેમની વિદ્વત્તાનો ભાર તેમની આજુબાજુના લોકોને ન લાગે. જેમની વિદ્વત્તાનો ભાર મૂંઝવે નહીં, જેમની સહજતા નવી વાત મૂકવાની સરળતા કરી આપે ! જેમની પાસે મુક્ત મને સત્ય રજૂ કરી શકાય એવા સરળતા, સહજતાના સ્વામી એટલે કુમારપાળભાઈ દેસાઈ. અખંડ જ્ઞાનની સાધના અને અઢળક કર્માનો ભાર સંભાળતા પુરુષાર્થના રથ... Continue Reading →

આંતરસમૃદ્ધિનો સ્પર્શ

ઈ. સ. 1973થી 1978 દરમિયાનના સમયનો એક પ્રસંગ મારે માટે ખૂબ જ સ્મરણીય અને પ્રેરક બની રહ્યો. શ્રી કુમારપાળ નવગુજરાત કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક અને હું ઘીકાંટા રોડ પર આવેલી અમદાવાદ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક, ઉપરાંત આશ્રમ રોડ પર આવેલી એચ. કે. આર્ટ્સ કૉલેજની બાજુમાં એક જૈન બોર્ડિંગમાં માનદ્ ગૃહપતિ તરીકે સેવાઓ આપતો હતો. એ સમય... Continue Reading →

નાના કોડિયાનું અજવાળું

સૌપ્રથમ પરમ સ્નેહી, આદરણીય વડીલ અને સજ્જન શ્રીયુત મનુભાઈ શાહે (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) મારા જેવા ઈએનટી સર્જન ડૉક્ટર અને પ્રોફેસરને પદ્મશ્રી કુમારપાળ દેસાઈ વિશે લખવાનું કહ્યું તે માટે મને જેટલો આનંદ થાય એટલો સંકોચ પણ થાય. આનંદ તો થાય જ. સ્વાભાવિક છે, કારણ કે કુમારપાળ દેસાઈ વિશ્વમાનવી વ્યક્તિ છે, પરમ સ્નેહી, મૃદુભાષી, સરસ્વતીના પૂજારી, સમાજસેવક,... Continue Reading →

મારી શ્રદ્ધા

મને ગુર્જર પ્રકાશનના માનનીયશ્રી મનુભાઈ શાહ તરફથી જૂન મહિનામાં એક પત્ર મળ્યો અને માનનીય ડૉ. કુમારપાળ દેસાઈ સાથેના મારા આત્મીય સંબંધો વિશે અને તેઓશ્રીના પ્રખર વ્યક્તિત્વ વિશે થયેલા અનુભવો વિશે કંઈક લખવાનું કહેણ હતું. 2004ના પ્રકાશિત થયેલા અભિનંદન ગ્રંથમાં તો મારા પ્રતિભાવો મેં લખેલા જ છે. 2004માં પ્રસિદ્ધ થયેલા અભિવાદન ગ્રંથ પછી 20માવર્ષમાં તો સાબરમતી... Continue Reading →

પરમ મિત્ર

‘ઉસ કાઉન્ટી મૅચમેં અપને બૉલ ઘુમાકે જીત નહીં દિલાઈ પર બૅટ ઘુમાકે દિલાઈ. ક્યા આપ બૅટિંગ સિરિયસલી લેના ચાહતે હૈં ?’ ભારતમાં એ સમયના સ્પીનર બિશનસિંગ બેદીને પુછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો, ‘નહીં નહીં બૅટિંગ તો બહોત ડિફિકલ્ટ હૈ.’ 1971માં અજિત વાડેકરના નેતૃત્વ હેઠળ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ જીત્યા પછી અમદાવાદમાં એમના માનમાં... Continue Reading →

સહુના પરમ સ્નેહી

શ્રી હિના શુક્લ :મારા (હિનાના) પિતાશ્રી ધીરુભાઈ ઠાકરનો કુમારપાળભાઈના પિતાશ્રી જયભિખ્ખુ સાથેનો નાતો-ઘરોબો મારા જન્મના દાયકાઓ પહેલાંનો રહ્યો છે. હું જ્યારથી સમજણી થઈ ત્યારથી બાલાકાકા (જયભિખ્ખુ), જયાકાકી અને કુમારપાળભાઈનું સ્મરણ છે. ધીરુભાઈ બાલાકાકાથી દસેક વર્ષ નાના. બંને વચ્ચે ખૂબ પ્રેમભર્યા મૈત્રીપૂર્ણ મધુર સંબંધો રહ્યા. જયાકાકી અને મારાં માતા ધનુબહેન વચ્ચે પણ આત્મીયતા હતી. નાનપણની મીઠી... Continue Reading →

મૂલ્યવાન અંગત અનુબંધ

ઘણાં વરસ પહેલાં મારા પિતરાઈની દીકરી દિવ્યા ભાવનગર અમારા ઘરમાં રહી ભણતી હતી. એક દિવસ કુમારપાળ દેસાઈ કોઈ કારણસર ભાવનગર આવ્યા હશે તો ઘરે આવ્યા. જમ્યા. વિમલે રસોઈ બનાવી હતી. દિવ્યાએ પીરસ્યું. તેઓ ગયા પછી દિવ્યાએ મને કહ્યું : ‘આ અંકલના માથાના વાળ એટલા સરસ અને વ્યવસ્થિત ઓળેલા હતા કે તેને અડવાનું મને મન થઈ... Continue Reading →

શબ્દાતીત સુકૂન

જેમ આખા દરિયા કે આખા આકાશનો ફોટો પાડી શકાતો નથી, એની અખિલાઈનું ચિત્ર દોરી શકાતું નથી કે એની વ્યાપકતા અને ભવ્યતાને શબ્દો કે ભાષામાં અભિવ્યક્ત કરી શકાતા નથી; કંઈક એવી જ મૂંઝવણ અમારા સહુના ગુરુજી, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ વિશે બોલવાનું કે લખવાનું થાય ત્યારે અનુભવું છું. એમનું વ્યક્તિત્વ ‘કમલદલ’ જેવું છે. નજીક જઈએ ત્યારે... Continue Reading →

અમારા માટે કુમારપાળ એટલે કાળજી

બાત નિકલેગી તો દૂર તક લે જાયેગી… કુમારપાળભાઈ સાથેની પહેલી મુલાકાત હજી એવી ને એવી યાદ છે. પાંચ દિવસની ખેડ યુવા શિબિરમાં કુમારપાળને અમે વક્તા તરીકે બોલાવાનું નક્કી કરેલું. અને આ સંદર્ભે કુમારપાળભાઈને મળવા હું ગુજરાત યુનિવર્સિટી ગયેલો ને કુમારપાળભાઈને મારો આછેરો પરિચય આપી – શિબિર વિશે વાત કરી. શિબિરની એક બેઠકમાં સંવાદ કરવા આવવા... Continue Reading →

તાજગી અને પ્રસન્નતાનું પર્મનન્ટ એડ્રેસ

પરમ આદરણીય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મારે અડધી સદીથી નાતો છે. 1973માં નવગુજરાત આર્ટ્સ કૉલેજ(અમદાવાદ)માં મેં પ્રવેશ મેળવ્યો ત્યારથી અમારો નાતો છે. એ વખતે હું અઢાર વર્ષનો હતો, અત્યારે અડસઠ વર્ષનો છું. કુમારપાળભાઈ મારા ગુરુજી તરીકે તો ખરા જ, પિતાજી જેવા પણ ખરા. વાત્સલ્યભાવે મારી સંભાળ તેઓ આજે પણ લેતા રહે છે. મારા એ... Continue Reading →

પાંચ પ્રકાશ

प्रकाशमेष्यति कदा प्रतिमा पारमेश्वरी ।। શ્રીમદ-હેમચન્દ્રાચાર્યવિરચિત-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતાન્તર્ગત-મહાવીરચરિતસ્થં કુમારપાલચરિતવર્ણનમ્ દ્વાદશસર્ગના શ્લોકમાંથી લીધેલી આ અડધી લીટી મેં ફક્ત પર્સેપ્શન કે કૉગ્નિશન(ગ્રહણશક્તિ)ના અર્થમાં લીધી છે. લૂમિનસ(પ્રકાશ આલોક)થી આપણી વ્યક્તિ વિશેની સમજ વધે છે. કુમારપાળભાઈનું વ્યક્તિત્વ અગાધ છે, સરળ છતાં ગહન, ઋજુ છતાં ઋષિ જેવું, રમૂજી છતાં ગંભીર, એ બધામાં ઐક્ય છે, ઐક્યઅલંકાર ઑક્સિમોરોનિક ન થઈ શકે. અહીં પ્રસ્તુત કરાયેલાં... Continue Reading →

નિસ્પૃહ આત્મા

સમુદ્રના પાણીનો પરિચય કરાવવો હોય તો પહેલી નજરે લાગે કે તેમાં શું, પરિચય કરાવી જ શકાય ને ! પછી પણ દુનિયાના જુદા જુદા મહાસાગરો, જુદા જુદા કિનારા, જુદા જુદા વાતાવરણમાં રહેતા સમુદ્રના પાણીને સમજવાં અઘરાં પડે. કુમારપાળભાઈનું પણ એવું જ છે. વ્યક્તિનો પરિચય આપવો સહેલો નથી. કુમારપાળભાઈ જેમને મળે તેમને હંમેશાં તે તેમના જ લાગે.... Continue Reading →

આકાશની ઓળખ આપી શકાય ?

શબ્દની સાધના અને અર્થની અભિવ્યક્તિની સિદ્ધિ જેના જીવનનું અવિભાજ્ય અંગ છે એ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની ઓળખ આપવી એટલે પતંગિયાની અવકાશયાત્રા બની જાય. મારી પાસે શબ્દો ટાંચા પડે છે. ગુજરાતીના પ્રાધ્યાપક અને અનેક વર્તમાનપત્રોમાં નિયમિત કૉલમોમાં અને અનેક સામયિકો સાતત્યપૂર્વક લેખો પ્રદાન કરનાર કુમારપાળભાઈ મને તો ગંગાના સતત વહેતા પ્રવાહ જેમ શબ્દની સરિતા વહાવનાર એક... Continue Reading →

ગુજરાતના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ

ડૉ. કુમારપાળ દેસાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી છે, ભારતીય છે અને વિશ્વનાગરિક છે. તેમના વિશે વિવિધ ગ્રંથો અને લેખો દ્વારા ઘણું લખાયું છે. તેઓ માત્ર વ્યક્તિ જ નથી, પણ સંસ્થા છે, અને એક સામાજિક, શૈક્ષણિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક ફિનોમીના છે. આવાં કારણોસર આ લેખમાં પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલના ખ્યાલ(Concept)ને કુમારપાળની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવ્યો છે. પબ્લિક... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑