દોસ્તીની ઈંટ અને ઇમારત

‘માનવીએ જીવનમાં વાંચવા યોગ્ય કાંઈક લખવું જોઈએ અથવા લખવા યોગ્ય જીવન જીવવું જોઈએ.’ કુમારપાળ દેસાઈના જીવનમાં આ બંને બાબતો સાર્થક થયેલી જણાય છે. કુમારપાળભાઈ સાથે સંબંધ વર્ષો જૂનો છે.થાનગઢની સાંસ્કૃતિક પહેચાનરૂપ બે પ્રવૃત્તિઓ ગણી શકાય. પરશુરામ પોટરીને લીધે થાનગઢમાં મહારાષ્ટ્રિયનોની નવી વસ્તી ખરી. એમની સંસ્કારિતા, સાહિત્યપ્રેમ અને લલિતકલાઓ પ્રત્યેની અભિરુચિના ફળ સ્વરૂપ ગણેશોત્સવની સંસ્કારસરિતા અવિરતપણે... Continue Reading →

એક કર્મયોગીની પ્રેરક જીવનયાત્રા

હું અને ડૉ. કુમારપાળ દેસાઈ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક હતા ત્યારે અમે એક સેમિનારનું આયોજન કર્યું હતું : સેમિનારનું શીર્ષક હતું : ‘What is Life ?’ જીવન એટલે શું ? એ માટે અમે પાંચ વક્તાઓને આમંત્રિત કર્યા હતાઃ 1. પાદરી, 2. ફિલ્મી કલાકાર, 3. રાજનીતિજ્ઞ, 4. લેખક, 5. સૈનિક. પ્રથમ પ્રશ્ન હતો પાદરીને : What... Continue Reading →

કુમારપાળ એટલે કુમારપાળ

કુમારપાળ વિશે એકથી વધુ વાર લખવાનું બન્યું છે, અને છતાં વધુ વાર લખવાનું નિમિત્ત મળે તો ઉમળકાભેર સ્વીકારી લેવાનું પણ એટલું જ ગમ્યું છે. આ પાછળનું ખરું કારણ કુમારપાળનું વર્સેટાઇલ વ્યક્તિત્વ છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તમે સદ્ય તેના વ્યક્તિરંગો વિશે વાત કરી શકો. ઝટ તમે એના વિશે તારણો પણ આપી શકો. કુમારપાળમાં... Continue Reading →

અમને મળ્યો છે ઉજાસ તમારા દિવ્ય દીપકથી

મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના આરાધના સભાખંડમાં, વિવિધ ક્ષેત્રના વિદ્વાનો, અનેક સામજિક, ધાર્મિક અને સાહિત્યની સંસ્થાના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જ્યારે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર અને અન્ય સંસ્થાઓ દ્વારા 'શ્રુતનિધિ' ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો ત્યારે સભાખંડની દરેક વ્યક્તિઓએ ઊભા થઈ એ ક્ષણને વધાવી લીધી હતી,ત્યારે મુનિશ્રી સંતબાલજીની તપોભૂમિમાં 'અનુમોદના….અનુમોદના'ના કોમળ શબ્દવ્યંજનો વાયુમંડળને પવિત્ર કરીરહ્યા હતા.આ પ્રસંગના... Continue Reading →

વ્યક્તિત્વ ઘડતરના શ્રેષ્ઠ શિલ્પી

ઈશ્વરે આપણને સૌને એક નિરાળું અને અદ્ભુત વ્યક્તિત્વ આપ્યું છે. આપણાં ચારિત્ર્ય, જ્ઞાનવૃત્તિઓ, વલણ, વિચારો, પુરુષાર્થ અને સેવાભાવનાનો સરવાળો કરીએ એટલે વ્યક્તિત્વ બને. માઇકલૅન્જેલોને કોઈકે પૂછ્યું, ‘તમે આ નિર્જીવ પથ્થરોમાંથી આવી સુંદર મૂર્તિઓનું ઘડતર કેવી રીતે કરો છો ?’ માઇકલૅન્જેલોનો જવાબ હતો, ‘આ સુંદર પ્રતિમાઓ તો પથ્થરોમાં હોય જ છે. હું તો માત્ર તેને ઢાંકી... Continue Reading →

અતૂટ સ્નેહતંતુ

સ્વજન સમા સ્નેહી અને કૌટુંબિક મિત્ર એવા કુમારપાળભાઈ સાથે અમારો પરિચય મારા પિતાજી થકી થયો હતો. અવારનવાર એકબીજાના ઘેર આવવા જવાનું થતું. ત્રણ-ચાર દિવસે તેઓ અમારે ઘેર આવે અને મારા પિતાશ્રી સાથે બેસીને ચા પીતા અને બંને વચ્ચે વ્યવસાયનો કોઈ સબંધ ન હોવા છતાં ખૂબ સારા મિત્ર બની ગયા હતા. મને યાદ છે, જ્યારે ઘણી... Continue Reading →

આગવા સ્નેહી-સ્વજન

સને ૧૯૮૪માં યુ. એન. મહેતાસાહેબ અંગેના એક પ્રસંગમાં ડૉ. કુમારપાળ દેસાઈ સાથે મુલાકાત થઈ અને પછી તો અવારનવાર જુદા જુદા પ્રસંગોએ તેમની મુલાકાતો વધવા લાગી. તેઓ બન્ને એટલા નિકટ આવી ગયા કે જાણે તેમની વચ્ચે વર્ષો પહેલાંના સંબંધો બંધાયેલા હોય. ઘણી વાર તો તેમને મળ્યે સમય વીતી ગયો હોય તો મહેતાસાહેબ તેમના ઘેર પહોંચી જાય... Continue Reading →

અમારા કુમારપાળભાઈ

સાહિત્ય, શિક્ષણ, ધર્મદર્શન, પત્રકારત્વ, સંસ્થાસર્જન અને સામાજિક સેવાના ક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાતના સાહિત્ય-પત્રકારત્વ ક્ષેત્રમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. નવગુજરાત કૉલેજના મારા વિદ્યાર્થીકાળમાં મને પહેલાં એમની લેખનશક્તિનો અને પછી પ્રત્યક્ષ રીતે એમનો પરિચય થયો. તેઓ જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કરે, એમાં ખૂંપી જવાની અને એ ક્ષેત્રને નવા મુકામ પર પહોંચાડવાની અપ્રતિમ શક્તિ ધરાવે... Continue Reading →

મારી શુભકામનાઓ

આપણા સ્વજન, આપણા વડીલ અને આપણા જૈન સમાજનું ગૌરવ એવા કુમારપાળભાઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’થી નવાજ્યા છે, એ પણ ભારતનો અત્યંત પ્રતિષ્ઠિત ઍવૉર્ડ છે. એ પછી બ્રિટિશ પાર્લમેન્ટમાં એમને અહિંસા ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે, તે આપણા સૌને માટે ગૌરવની બાબત છે. કુમારપાળભાઈનું વાંચન, લેખન, એમના વિચારો, વ્યાખ્યાનો બધું જ પ્રભાવશાળી છે. સાહિત્યના ક્ષેત્રમાં એમને ગુજરાતી સાહિત્યનું... Continue Reading →

સર્જનના શ્વાસથી ધબકતી વિદ્વત્તા

ગૂર્જર સાહિત્યના અર્વાચીન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ શકે એવું ચિંતનશીલ અને ચેતનવંતું, પરિપક્વ અને પ્રફુલ્લિત, વિશાળ અને વૈવિધ્યસભર, કલાસમૃદ્ધ અને કૌશલ્યપૂર્ણ યોગદાન અર્પનાર સ્નેહનિધિ પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈની ગૌરવગાથા સમા ‘શબ્દ અને શ્રુત' ગ્રંથને ધર્મસ્નેહપૂર્વક આવકાર. શૈશવકાળ દરમિયાન મારા સંસ્કારઘડતરનાં અનેક ઘટક પૈકી એક સુંદર અને સબળ પરિબળ હતું ગુજરાતના લોકપ્રિય સર્જક શ્રી બાલાભાઈ... Continue Reading →

वन्दनीय चरितेषु सारस्वतमूर्धन्येषु महामहिम शालिषु श्री कुमारपाल महोदयेषु अर्धः

यन्नाम श्रवणेन सत्वस्महो भावो वरीवृध्यतेबालानन्दयुताजयाशिवकरो विद्वज्जनानन्ददः ।वामाङ्ग प्रतिमाप्रिया श्रुतिमयी शक्तिस्वरूपा सदाआचार्यो श्री कुमारपालविबुधो प्रेम्णाऽत्र वावन्द्यते ।। यो वर्वर्ति सुपुण्यपुञ्जमहितो चर्कर्ति भद्रं तथाअन्तराष्ट्रियकीर्तिभूषितमहो संशोधने शेवधिः ।श्रद्धाचिन्तनभूतिभाविलसितो विज्ञानसेवारतोपद्मश्री सुविभूषितो विजयते पूर्णेश्वरानुग्रहात् ।। ग्रन्थार्थाकलन प्रभासुरभिता प्रज्ञाधनप्राञ्चिताःस्वाध्यायेन समर्जितेन तपसा यो वेधसा निर्मिता ।ओङ्कारार्चनशंयुरात्तमहिमा सकतो रसब्रह्मणितस्मिन् पण्डितल्लजे त्वचि गिरा साक्षाद् विराराज्यते ।। यस्य श्रीश्च सरस्वती च युगपत् सिद्धे स्वतो भास्वरेनानाविश्रुतलोकमान्यपदवीः... Continue Reading →

As I know him

Suave soft-spoken, unostentatious and one who wears his scholarship lightly — this aptly sums up the personality of Dr. Kumarpal Desai. I have known him intimately for over a decade and working with him on some projects has been a pleasant experience. He puts you at ease with his affable manners and carries on conversation... Continue Reading →

માનવધર્મના મહાન ચિંતક

સાચના સિપાઈઃએ વખતે ત્યાં કામ કરનાર માણસોએ આવીને રવિશંકર મહારાજને કહ્યું, આજ દાળ ખૂટી ગઈ છે.... એટલે મહારાજ પોતાના ભાગનો રોટલો કોરો ખાય છે અને આવું ઘણી વાર બને છે. દાળ-શાક નથી રહેતાં તો દાદા એકલો રોટલો જમે છે ! પેલા ભાઈનું પાલી જેવડું મોં પાવલા જેવડું થઈ ગયું. એણે દાદાને સાચા ઓળખ્યા. દાદાની જમાદારીને એણે... Continue Reading →

આકાશ જેવી સિદ્ધિ,ધરતી પરનો સ્નેહ

કુમારપાળ દેસાઈ, તેમનાં ખમીર અને ખમીરવંતી દેશદાઝથી રંગાયેલા, આઝાદી ચળવળના સાક્ષી અને સહભાગી કુટુંબની સાથે મારો પરિચય ઘણાં લાંબાં વર્ષોનો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે તેમની સાથે એક જ સોસાયટીમાં રહીએ છીએ.તેમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનાં વિરાટ કદમોને નજીકથી જોવાનો લ્હાવો મળ્યો તે પણ એક કુદરતી સંકેત જ. બગીચાના કોક અણજાણ ખૂણે જન્મેલા ગુલાબને પોતાની હાજરીની... Continue Reading →

રચનાત્મક અભિગમ

સ્વામી પ્રેમપુરી આશ્રમના માધ્યમ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. અંદાજે તેમના પરિચયમાં છેલ્લાં ૧૦ વર્ષથી છું. તેમની વિદ્વત્તા, સરળતા અને તેમનું વ્યક્તિત્વ કોઈને પણ તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરે તેવાં છે. તેમના વ્યક્તિત્વનું ઊડીને આંખે ચડે તેવું પાસું તેમની સુઘડતા અને સાદાઈ છે. તેમની એકસરખી વેશભૂષા – સફેદ પૅન્ટ અને સફેદ... Continue Reading →

બેલડી : પિતા-પુત્રની

કુમારપાળ દેસાઈના પિતાશ્રી બાલાભાઈ 'જયભિખ્ખુ'ને પ્રથમ વાર મળી ત્યારે એક ઓછા ઉજાસવાળા પ્રેસના રૂમમાં મિત્રો વચ્ચે એ બેઠા હતા. આંખે જાડાં ચશ્માં હતાં. આવી અંધારી ઑફિસમાં આનંદથી કામ કરતા એમને જોઈને મેં પૂછયું,'આ આંખે આટલો પરિશ્રમ કરો છો તો પ્રકાશિત ઓરડામાં બેસો ને !' એમણે કહ્યું, 'અહીં જચી ગયું છે. એકલી આંખને ક્યાં જીવનમાં શ્રમ આપ્યો... Continue Reading →

પ્રેમભીની મૈત્રી

લોક ક્યારેક પૂછે છે – તમે કુમારપાળ દેસાઈને ઓળખો છો ખરા ? તમારે તેમની સાથે પરિચય ખરો ? અને ત્યારે મારે, આટલાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા છતાંય, સાર્થ ગુજરાતી જોડણીકોશમાં ઓળખાણ કે પરિચય શબ્દનો અર્થ જોવા બેસવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. હા, કુમારપાળ સાથે પરિચય છે, એક અજબનો પરિચય. આમ તો વયભેદ હોવા છતાંય કુમારપાળ... Continue Reading →

કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ

નવોદિતોને ઉત્તેજન આપવામાં અગ્રેસર એવા જયભિખ્ખુ ભડભાદર હતા. માતા-પિતાના સદ્ગુણો સંતાનોમાં ઊતરે જ તેવું હંમેશાં બનતું નથી, પણ આ એક વિરલ ઘટના છે કે કુમારપાળમાં માતા-પિતાના સદ્ગુણો સોળે આની નહીં, પણ વીસે આની ઊતર્યા છે. જયાબહેન ખૂબ જ માયાળુ – પ્રેમાળ, વાત્સલ્યથી સભર અને આતિથ્યભાવથી ભરપૂર; તો બાલાભાઈ નિખાલસ, નિર્મળ અને સહૃદય સર્જક અને માણસભૂખ્યા.... Continue Reading →

સૌંંદર્યના શાંત સાગરે,વરસ્યું સ્વાતિ-બિંદુ

કોઈક સર્જક કદાચ પરંપરા પ્રાપ્ત સંસ્કારોથી અને પોતાના સમયમાં પ્રવર્તતા પ્રભાવોથી મુક્ત અને અલિપ્ત રહી શકતો હોય છે. એની સર્જક પ્રતિભા પ્રાપ્ય અને પ્રવર્તમાન સંસ્કાર-ભૂમિકાથી આરંભીને પછી એ સ્વ-પ્રતિભાબળે એ બધાની ઉપરવટ જઈ આગવી અભિવ્યક્તિનો આવિષ્કાર કરી શકે છે. તેમ થાય છે ત્યારે એક નવા પ્રસ્થાનથી, સીમોલ્લંઘનથી વિકાસ સાધે છે તે સાથે જ તેનું એ... Continue Reading →

મિત્ર, દાર્શનિક તથા માર્ગદર્શક

કુમારપાળ દેસાઈ એક બહુમુખી પ્રતિભા છે. કર્તવ્યનિષ્ઠ પ્રાધ્યાપક, વિનમ્ર તત્ત્વચિંતક તથા લબ્ધપ્રતિષ્ઠિત લેખક કુમારપાળભાઈએ સાહિત્યક્ષેત્રે પોતાના પિતાશ્રી જયભિખ્ખુનો વારસો ઉજાળ્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે ખભા મિલાવી ગુજરાતી વિશ્વકોશના નિર્માણનું ભગીરથ કાર્ય તેમની કારકિર્દીની યશસ્વી કલગી છે. વળી વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિ તથા જૈન ધર્મ અને દર્શનના પ્રસાર માટે તેમણે જે પુરુષાર્થ કર્યો છે... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑