લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું ! સ્વપ્નદ્રષ્ટા માત્ર સ્વપ્નોને સાકાર કરતા નથી, બલ્કે એ અવનવાં સર્જનો પણ કરે છે. એની પાસે માટીમાંથી માનવ સર્જવાની તાકાત હોય છે, નાનકડી ચિનગારીને મશાલ રૂપે પ્રજ્વલિત કરવાની શક્તિ હોય છે. સામાન્યને અસામાન્યમાં પરિવર્તિત કરવાની જડીબુટ્ટી હોય છે. આ સમયે એવી અપૂર્વ શક્તિનું સ્મરણ કરતાં ‘ગુજરાત સમાચાર’ના... Continue Reading →
બાળપણમાં કૂતરા પકડનારો ડાર્વિન ક્રાંતિસર્જક બની ગયો !
દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે ! ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર... Continue Reading →
મહાકવિ જયદેવે પ્રાર્થના કરી કે, ‘હે શ્યામસુંદર ! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર !’
સાયંકાલના સમયે જગન્નાથપુરીનું મહામંદિર માનવસમૂહથી ભરચક થઈ ગયું હતું. એનાં સુવર્ણરસ્યાં શિખરો પર સંધ્યાચળનાં કિરણો રમતિયાળ ગેલ કરતાં હતાં. હવામાં ઝૂમતી એની પતાકાઓ ચોતરફ દૃષ્ટિગોચર થતી હતી. એવે સમયે અસલી અને નકલી ‘ગીતગોવિંદ' વચ્ચેના ભેદનો ન્યાય થઈ રહ્યો હતો. માનવીય ન્યાય જ્યારે ઇન્સાફ આપી શકતો નહોતો, તેથી આજે ઈશ્વરને ન્યાય માટે આમંત્રવામાં આવ્યો હતો. એક... Continue Reading →
ઈંટ અને ઇમારત
ઈંટ અને ઇમારત ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ'નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક... Continue Reading →
મહારાષ્ટ્ર રાજ્યનું લેખા ગામ
મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી જિલ્લાના મેંઢા (લેખા) ગામમાં ૩૭૦ માણસોની વસ્તી હતી. અહીં બલ્લારપુરમાં કાગળ બનાવતી મોટી મિલને ચાલીસ વર્ષના પટ્ટે ગઢચિરોલીના જંગલમાંથી વાંસ કાપવાનો ખૂબ નજીવી કિંમતે પરવાનો મળ્યો. જો જંગલમાંથી મોટા પાયે કાચા વાંસ કાપીને લઈ જાય તો ગામલોકોને ઘર કે વાડને માટે પણ વાંસ પણ મળે નહીં તેવી સ્થિતિ હતી. પહેલાં ગ્રામવાસીઓને વાંસ... Continue Reading →