ગુલામ બનશો નહીં

આધિપત્યની ભાવના સદાય અધૂરપ સર્જે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધિપત્ય ધરાવતી હોય, ત્યારે બીજી વ્યક્તિના વિકાસને બદલે એનું સંકોચન થતું હોય છે. પતિ પત્ની પર આધિપત્ય ધરાવે, તો એનું પરિણામ શું આવે ? પુરુષ એનો પ્રભાવ પાડવા માટે સ્ત્રીને હંમેશાં નગણ્ય કે સામાન્ય ગણે, તો સ્ત્રી પણ ધીરે ધીરે એ વાત કે બંધનને... Continue Reading →

પરિવારનાં પમરાટ

પરિવારમાં પ્રેરણા છુપાયેલી હોય છે ! આજે સંયુક્ત કુટુંબો વિખરાઈને વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થયાં છે અને વ્યક્તિનો પરિવાર વધુ ને વધુ નાનો થઈ રહ્યો છે, ત્યારે પરિવારની ભાવનાના અભાવના પરિણામો પણ જોવા મળે છે. પેન્સિલવેનિયાની કાર્નેગી રિસર્ચ મેલન યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ કહ્યું છે કે જે લોકો પરિવારના મજબૂત પ્રેમથી બંધાયેલા હોય છે, તેઓ બીમારીઓથી દૂર રહે... Continue Reading →

આપણા કામને ચાહીએ !

પોતાના કામથી કંટાળી ગયેલો શિક્ષક ટેબલ પર જોરથી વિદ્યાર્થીઓની નોટબુકને પછાડશે, નીરસ રીતે સરકારી કામગીરી કરતો અધિકારી લમણે હાથ મૂકશે, રસ વગર નોકરી કરતા માણસના ચહેરા પર કંટાળો અને બોજ દેખાશે. તેઓ કહે છે, ‘અમને અમારા કામમાં સહેજે મજા પડતી નથી. આ કામ એ તો અમારે માટે અભિશાપ છે. લાચારી કે મજબૂરીને કારણે કરીએ છીએ,... Continue Reading →

જાતને ચાહો

આ કેવી વિચિત્રતા છે ! વ્યક્તિત્વ આપણું પોતાનું અને એને જણાવાતો માપદંડ દુનિયાનો. આપણી જાત વિશે આપણને કેટલી જાણકારી છે ? આપણી જાત વિશેની સઘળી જાણકારી આપણે જગત પાસેથી ઉછીની લીધી છે. કોઈ એમ કહે કે તમે મંદબુદ્ધિ ધરાવો છો, તો તમે સ્વયં પોતાની બુદ્ધિ વિશે સાશંક બની જશો. ખરેખર તમે મંદબુદ્ધિ છો કે નહીં,... Continue Reading →

અધ્યાત્મ પહેલાં સંસાર

જીવનની સદંતર ઉપેક્ષાને અને સાંસારિક લાગણીઓના પ્રબળ તિરસ્કારને આધ્યાત્મિકતાની આવશ્યક શરત માનવામાં આવે છે. જીવનના સહજ ભાવોનો છેદ ઉડાડીને અથવા તો જીવનની લાગણીઓ પ્રત્યે બેપરવા બનીને અધ્યાત્મમાર્ગે ચાલવું જોઈએ, એમ મનાય છે, પરંતુ આ એક ગંભીર ભૂલ છે. જીવન એ તો આધ્યાત્મિકતા માટેનું પાત્ર છે અથવા તો આધ્યાત્મિકતા પામવા માટેનું સાધન છે. સાધનનો તિરસ્કાર કરીને... Continue Reading →

વિકલાંગ છે કોણ ?

તમે વિકલાંગ છો ખરા ? માનવીની પાસે હાથ, પગ, આંખ, કાન, નાક એ સઘળાં અંગો હોય છે, પરંતુ આ અંગોમાં કોઈ અંગ કાર્યક્ષમ ન હોય કે એનો ભાવ હોય, તો આપણે આને વિકલાંગ કહીએ છીએ. કિંતુ વાસ્તવમાં વિકલાંગ એ છે કે જેણે ઈશ્વરે આપેલી સૌથી મોટી ભેટનો સહેજે ઉપયોગ કર્યો નથી. માનવીને મળેલી સૌથી મોટી... Continue Reading →

શુભભાવનાનો ગુલદસ્તો

નિર્વાણ, મોક્ષ કે વૈકુંઠની પ્રાપ્તિ એ તો ઘણી દૂરની વાત છે. સૌથી પહેલી વાત અને પહેલું ધ્યેય તો આપણા પોતાના ભીતરની શાંતિ છે. તમારા ભીતર પર કોણ બિરાજેલું છે ? તમારા હૃદયના સિંહાસન પર કોનું રાજ પ્રવર્તે છે ? હૃદયમાં થતાં રુધિરાભિસરણ સમયે લોહીના લાલ રંગ સાથે ક્યો બીજો રંગ ભળેલો છે ? એનો વિચાર... Continue Reading →

અભિનેતા કે પ્રેક્ષક ?

'સમગ્ર સંસાર માયાથી ભરેલો છે' અથવા તો ‘સંસાર મિથ્યા કે અતિ દુઃખમય છે', એવો વિચાર કરીને અધ્યાત્મ તરફ વળવાને બદલે એમ વિચારવું જોઈએ કે અધ્યાત્મ એ એને સંસારને ઓળખવાની ચાવી આપે છે. એને પોતાની આસપાસના જગતને જોવાની આંખ આપે છે. જીવનના સંઘર્ષો વચ્ચે સ્વસ્થતા ધારણ કરવાની શક્તિ આપે છે. આઘાતો વચ્ચે ટટ્ટાર ઊભા રહેવાની તાકાત... Continue Reading →

પહેલું પગલું !

ચિત્તમાં કેટલાય વિચાર જાગતા હોય, પારાવાર સપનાં મનમાં અહીં-તહીં ઘૂમતાં હોય અને આંખમાં રંગબેરંગી કલ્પનાઓ રમતી હોય, તેમ છતાં વ્યક્તિ પોતાનાં વિચાર, સપનાં કે કલ્પનાને સાકાર કરી શકતી નથી. એ કોઈ નવા કાર્યનો પ્રારંભ કરે, ત્યારે એને વર્તમાનમાં ભવિષ્યની ચિંતા સતાવે છે. એ કોઈ નવા રસ્તે કદમ માંડવાનો વિચાર કરે, ત્યારે એ રસ્તો એને ધૂંધળો... Continue Reading →

અપરાધનો અજંપો

કોઈ વ્યક્તિ બીજાની યોજનાની તફડંચી કરે, કોઈ છેતરપિંડી કરીને સામી વ્યક્તિને ફસાવે, તો કોઈ કૌભાંડો કરીને પસીનો વહાવ્યા વિના પૈસા એકઠા કરવાનો નુસખો અજમાવે, ત્યારે વ્યક્તિનો અંતરાત્મા તો એને ઊંડે ઊંડે ડંખતો હોય છે. આવા ખોટા કામની બે પ્રતિક્રિયા આવે છે. એક તો વ્યક્તિમાં અપરાધબોધ જાગે છે. એનો આત્મવિશ્વાસ ઘટે છે અને મનોચિકિત્સકોએ નોંધ્યું છે... Continue Reading →

કાચબા જેવું જીવન

તમે કાચબાને જોયો છે ? એ કેવો સ્થિતિસ્થાપક હોય છે. એ જ્યાં બેસે, ત્યાં પોતાની ઢાલનું રક્ષણ સ્વીકારીને એની અંદર શરીરનું કોકડું વાળીને બેસી જાય છે. પોતાનું મુખ ઢાલની અંદર સંતાડીને જીવે છે. કારણ કે બહાર કાઢવું અસુરક્ષિત લાગે છે. કેટલીક વ્યક્તિઓ આ કાચબાની માફક સ્થિતિસ્થાપક જીવન ગાળતી હોય છે. એ જ્યાં હોય ત્યાં ખોડાઈ... Continue Reading →

પરિવર્તનને ચાહો !

કોઈ પણ નવી ટૅક્નૉલૉજી આવે એટલે એની સામે આક્ષેપોનાં બાણોની ઝડી વરસાવનારા તૈયાર હોય છે. આવા લોકોએ કમ્પ્યૂટરને ‘માનવચિત્તને મંદ કરનારું’ કહ્યું. ટેલિવિઝનને ‘ઇડિયટ બૉક્સ’ કહ્યું અને મોબાઇલ ફોનને ‘માણસજાત પરના ખતરા સમું' ગણાવ્યું. આવા વિરોધોનો સંકેત શો ? એ દર્શાવે છે કે આવી રહેલા પરિવર્તન પ્રત્યેનો આપણો અભિગમ કેવો છે ? કેટલીક વ્યક્તિઓ પ્રત્યેક... Continue Reading →

ગાઇડેડ ઇમેજરી

મનમાં એક જ વિચારને સતત સેવન, મંથન કે ચર્વણ કરવાથી એ વિચાર વ્યક્તિના સમગ્ર જીવનને ઘેરી વળે છે. એને કોઈ દર્દની પીડા થતી હોય અને એનું ચિત્ત વિક્ષુબ્ધ બની ગયું હોય, તો એ સતત પીડાનો અને વિક્ષુબ્ધતાનો વિચાર કરતો રહે છે. પરંતુ જેમ રસ્તા પર જતા હોઈએ અને વળાંક આવે અને નજર સામેની દુનિયા જ... Continue Reading →

ચિંતાથી ભરેલી કિતાબ

તમારા જીવનની કિતાબ અત્યારે ખોલો અને તમને ખ્યાલ આવશે કે એ કિતાબનાં મોટા ભાગનાં પૃષ્ઠો ચિંતાના બોજથી દબાયેલાં છે. કોઈને દર્દની ચિંતા હોય છે. ઘેરી વળેલા ડાયાબિટીસને એક ક્ષણ પણ મનમાંથી એ ભૂલી શકતો નથી. કોઈને ભવિષ્યમાં શું થશે, એનો ભય સતાવતો હોય છે, તો કોઈને એક એવો કાલ્પનિક ડર સતાવતો હોય છે કે આ... Continue Reading →

જીવન વહેતું ઝરણું

પહાડ પરથી વહેતા ઝરણાની કલ્પના કરો અને તમને જીવનનું સ્મરણ થશે. ઝરણાંનુ જળ ક્યાંક ધીરે ધીરે વહેતું હોય, એમ જિંદગી પણ શાંતિ, સરળતા અને મધુરતાથી વહેતી હોય છે, પરંતુ ક્યાંક વચ્ચે મોટો પથ્થર આવી જાય અને ખળખળ નાદે વહેતા ઝરણાનાં જળ અથડાઈને પાછા પડે તેવું પણ બને છે. એ પછી જરા ધ્યાનથી જુઓ તો એવું... Continue Reading →

વિવાહ અને પુનર્મિલન

એમ કહેવાય છે કે કંકાસી દાંપત્ય એ અત્યંત કથળેલા સ્વાસ્થ્ય કરતાં પણ વધુ ખરાબ અને નુકસાનકર્તા છે. કોઈ સ્થૂળ ભાષામાં એમ પણ કહે કે પતિ-પત્ની વચ્ચેનો સબંધ ૩૬ને બદલે ૬૩નો હોવો જોઈએ. કોઈ કહેશે કે પતિ અને પત્ની વચ્ચેના કલહને કારણે એમની આનુવંશિક સંરચનામાં પણ પરિવર્તન થવાની શક્યતા રહે છે. એક ગણતરી મુજબ પતિ અને... Continue Reading →

‘અ’ છે અગત્યનો

‘સાધારણ’ શબ્દની આગળ માત્ર ‘અ' અક્ષર લગાડતાં સઘળું કેવું બદલાઈ જાય છે ! સાધારણ અને અસાધારણ વચ્ચે માત્ર એક અક્ષરનું જ અંતર છે. સાધારણ વ્યક્તિ ચીલાચાલુ જીવન જીવતી હોય છે. એ હંમેશાં કોઈ પણ પ્રશ્નનો ‘પ્રૅક્ટિકલ' વિચાર કરતી હોય છે. આ ‘પ્રૅક્ટિકલ’ વિચારને કારણે એ પોતાના વર્ષો જૂના ચીલાચાલુ રસ્તે જ ચાલવું પસંદ કરે છે.... Continue Reading →

સુવાસનું સર્જન

આપણી ચોપાસ આવેલી રમણીય પ્રકૃતિને નિરાંતની આંખે નિહાળીએ છીએ ખરા ? વર્તમાન યુગે મનુષ્યજીવનમાં આનંદ આપતી બે મહાન બાબતો ગુમાવી છે અને તે છે એકાંત અને પ્રકૃતિ. ટૅક્નોલૉજીએ એના એકાંતને હણી લીધું છે અને માણસની આંધળી દોટ અને શહેરીકરણે એના પ્રકૃતિના આનંદ પર કુઠારાઘાત કર્યો છે. ધીરે ધીરે કલ્પના કરવી પણ મુશ્કેલ થશે કે એક... Continue Reading →

માણસ નામે વાર્તાકાર

પ્રત્યેક વ્યક્તિ કુશળ અને વિચક્ષણ વાર્તાકાર હોય છે. એમાં પણ જેની સાથે અણબનાવ થયો, વિરોધ જાગ્યો હોય કે વિખવાદ સર્જાયો હોય તે વ્યક્તિ વિશે એની આસપાસ કથાનક રચવા લાગશે. ધીરે ધીરે એ કથાનકમાં ગુસ્સો, વેર, અતૃપ્તિ અને અણગમાનું આવરણ ઉમેરાશે. આચરણની કટુતા અને ઉદ્ધતાઈ પણ આવી જશે. આમ, વિરોધી માટે તમે કેટલીય વસ્તુઓની મનમાં ગોઠવણી... Continue Reading →

જીવનનાં ઊંચા ચઢાણ

તમારા ઇરાદાઓનો પ્રભાવક હોય છે. તમે કરેલી ઇચ્છા કે રાખેલો ઇરાદો તમારા મન, વિચાર અને વર્તન પર પ્રબળ પ્રભાવ પાડે છે. તમારી જિંદગી સાથે તમારા ઇરાદા પ્રગાઢપણે જોડાયેલા હોય છે અને તેથી જિંદગીમાં વ્યક્તિ જ્યારે ઇરાદાઓ કે ઇચ્છાઓ નક્કી કરે, ત્યારે એણે માત્ર મોટાં ધ્યેયો, ઊંચા આદર્શો કે ભવ્ય ઇરાદાઓ કરવાને બદલે નાની નાની ઇચ્છાઓ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑