વિશ્વના મહાનાયકોનો જરા વિચાર કરો. સૉક્રેટિસ, અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન કે મહાત્મા ગાંધી જેવા મહાનાયકોના જીવન પર દૃષ્ટિપાત્ કરીએ, તો ખ્યાલ આવશે કે એમણે પોતાના ધ્યેયની સફળતા માટે અવિરત અને અસાધારણ જંગ ખેલ્યો હતો. વિરાટ શિલાને ભાંગવા માટે તમે કરેલો એકસોમો પ્રહાર તેને તોડી નાખે છે, પણ શું તો એનો અર્થ એવો ખરો કે અગાઉ... Continue Reading →
ઇંદ્રિયનું મુખ ક્યાં ?
એક શબ્દ છે ઇન્દ્રિયસંલગ્ન અને બીજો શબ્દ છે ઇંદ્રિયાતીત. આ બંને બાબત માનવીના સુખનું માધ્યમ કે સાધન છે. જે ઇન્દ્રિયસંલગ્ન (જોડાયેલું) હોય છે, તે આકર્ષક જરૂર હોય છે, પણ એનો અંત દુ:ખદ હોય છે. વ્યક્તિને રસગુલ્લાં અત્યંત ભાવતાં હોય, એને જોતાં જ મોંમાં પાણી આવતું હોય અને સ્વાદવૃત્તિ પ્રબળ થઈ જતી હોય છે. એ થોડાં... Continue Reading →
નિષ્ફળતાનો લાલ રંગ
‘હમણાં પનોતીનો સમય ચાલે છે' અથવા તો ‘બધાં પાસાં અવળાં પડે છે’ કે પછી ‘સમય સહેજે સાથ દેતો નથી' એવી ફરિયાદ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ. સવાલ એ છે કે ઈશ્વરની માફક બિચારા સમયને પણ આપણે ખોટી રીતે દોષ તો આપતા નથી ને ? સમય પોતાની રીતે ચાલતો હોય છે. એ પોતાની પ્રવૃત્તિ સાથે કામ... Continue Reading →
સફળતાનો એજન્ટ
જીવનમાં મળતી ઘોર નિષ્ફળતાનું કારણ શું ? વ્યવસાયમાં કે વ્યવહારમાં, આયોજનમાં કે સંસ્થામાં મળતી નિષ્ફળતાનું કારણ શોધીએ તો ખ્યાલ આવે કે એનાં મૂળ તો આપણા સ્વભાવમાં જ પડેલાં છે. નિષ્ફળ વ્યક્તિ પોતાની આસપાસ નિષ્ફળતાના નૅગેટિવ વિચારોનું એવું કવચ રચે છે કે જેને કારણે એ સામેની વ્યક્તિની રુચિ, ઇચ્છા કે આનંદ પર નજર સુધ્ધાં કરતી નથી.... Continue Reading →
તમારો વારસો
તમારી પાછળ ક્યો વારસો મૂકી જશો ? વર્તમાન જીવનના અંત પછી આ ધરતી પર શું મૂકી જશો ? આ વાસ્તવ જગતમાં તમારી ઉપસ્થિતિ ન હોય અને છતાં આ જ જગતમાં તમારું શું ટકશે ? જમીન-જાયદાદ, બંગલો કે ધનસંપત્તિ અથવા તો મૂલ્યવાન ઘરેણાં વારસામાં આપતા જશો ? વસ્તુ રૂપે આપેલો વારસો ત્યાં સુધી જીવંત હોય છે,... Continue Reading →
ક્રોધ આદત બની જાય !
વારંવાર ગુસ્સો કરનારી વ્યક્તિ સામાન્ય બાબતોને અસામાન્ય મહત્ત્વ આપે છે. નાની વાતને ચગાવીને રજૂ કરે છે. વાતને સમજ્યા વિના ગુસ્સો કરે છે અથવા તો સામેની વ્યક્તિને જાણ્યા વિના ગુસ્સાથી જ વાત કરે છે. સમય જતાં ગુસ્સો એ એની ઓળખ બની જાય છે. ઋષિ દુર્વાસાનું સ્મરણ થતાં એમના અતિ ક્રોધનું તત્ક્ષણ સ્મરણ થાય છે. તેઓ અત્રિ... Continue Reading →
નાનકડો કાગળ લખીએ
જમાનાની તેજ રફતાર સાથે કેટલીક બાબતો લુપ્ત થઈ રહી છે. વાત કદાચ જુનવાણી લાગે, પણ હકીકત એ છે કે કમ્પ્યૂટર, મોબાઇલ જેવાં આધુનિક સાધનોએ હાથથી લખવાનો મહિમા ભુલાવી દીધો છે. આજથી દોઢેક દાયકા પહેલાં મરોડદાર અક્ષરની તાલીમ અને સુલેખનની સજ્જતા કેળવવાના વર્ગો ચાલતા હતા. એની પરીક્ષા લેવાતી હતી. ગાંધીજીના અક્ષરો કે કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના ગડબડિયા... Continue Reading →
ચાર પ્રકારના સંબંધ
જગતમાં ચાર પ્રકારના સંબંધ જોવા મળે છે. એક સંબંધમાં માલિકીપણાનો ભાવ હોય છે કે જ્યાં બંનેનો અહંકાર પરસ્પરના પ્રેમ વચ્ચે અહમની દીવાલ ચણી નાખે છે. પછી એ પ્રેમ ગૌરવને બદલે ગૂંગળામણ, આનંદને બદલે આપત્તિ, ઉત્સાહને બદલે ઉપેક્ષા અને આત્મીયતાને બદલે અળગાપણું સર્જે છે. બીજો અહોભાવ છે, જ્યાં સામી વ્યક્તિ તરફ પ્રશંસાયુક્ત દૃષ્ટિ હોય છે. સંબંધનો... Continue Reading →
બે ય સામસામા છેડે
પરિસ્થિતિ તદ્દન સમાન હોય, છતાંય પ્રતિભાવ તદ્દન ભિન્ન હોય ! સરખું વાતાવરણ હોય, તેમ છતાં એક વ્યક્તિને એ સજા જેવું લાગે, તો બીજી વ્યક્તિને મજા જેવું. એક વ્યક્તિને એ પરિસ્થિતિ વિશે ફરિયાદ કરવાનું મન થાય છે અને એના પ્રત્યે ઘોર નિરાશા અનુભવે, તો જ્યારે બીજી વ્યક્તિ એ જ પરિસ્થિતિ વિશે ધન્યવાદનો અનુભવ કરે અને ઉલ્લાસમાં... Continue Reading →
ઈશ્વર : કમિશન એજન્ટ કે ઇમરજન્સી સર્વિસ
માનવીએ ઈશ્વરને એની ભૌતિક લાલસાને કારણે કેવો ‘કમિશન એજન્ટ' બનાવી દીધો છે. જો મને પ્રમોશન મળશે, તો એક હજાર રૂપિયાનો હે ઈશ્વર, તને થાળ ચડાવીશ. જો મને પ્રધાનપદ મળશે તો ચાંદીનું છત્ર બનાવીશ. જો મને સંતાનપ્રાપ્તિ થશે, તો તને સોનાનો મુગટ પહેરાવીશ. જો ઇન્કમટૅક્સની રેડમાંથી પેનલ્ટીમાંથી બચાવીશ, તો તને માલામાલ કરી દઈશ. આમ ભગવાનને માણસે... Continue Reading →
ચિંતાની ગડી વાળ્યા કરે
ચિંતાથી મુક્ત થવા જતાં વ્યક્તિ ક્યારેક ચિંતાનો ભોગ બને છે ! એ એમ માને કે સઘળું કામ છોડીને નિરાંતે બેસીએ, ઘરમાં આરામ કરીએ અથવા તો નિવૃત્ત થઈ જઈએ, તો જીવનની સઘળી ચિંતા દૂર થઈ જશે. આમ ચિંતા-ત્યાગ માટે વ્યક્તિ કાર્યત્યાગ કરતી હોય છે. એ એમ માને છે કે આ રીતે હવે એના જીવનમાંથી ઝંઝટ ઓછી... Continue Reading →
મનની બ્રેક પર કાબૂ
જિંદગીની વ્યસ્તતા, વ્યગ્રતા, વેદના, વિફળતા અને વિદારકતાથી કંટાળેલો સ્પર્ધાત્મક દુનિયામાં જીવતો માનવી એના જીવનને ‘રૅટ-રેસ’ તરીકે ઓળખાવે છે. જિંદગીની આ ‘રૅટ-રેસ’માં એ મૂંઝાયેલો, ગભરાયેલો, હતાશા અનુભવતો અને ઉદાસીન કેમ લાગે છે ? એના ચહેરા પરથી આનંદ ક્યાં ઊડી ગયો ? કેમ પ્રસન્નતા એની પાસે નજરે પડતી નથી? હકીકત એ છે કે જિંદગીની આ રૅટ-રેસ'માં એના... Continue Reading →
થર્ડ ગિયર સિન્ડ્રોમ
તમે ‘થર્ડ ગિયર સિન્ડ્રોમ'થી ગ્રસિત છો ખરા ? સ્કૂટર કે મોટર માત્ર ‘થર્ડ ગિયર’માં ચલાવવાથી શું થાય ? વાહનચાલક રસ્તાની સ્થિતિ પ્રમાણે અને વાહનવ્યવહાર મુજબ ક્યારેક ન્યૂટ્રલમાં અથવા તો બાકીના ગીયરોમાં વાહન ચલાવે છે. પરંતુ ‘થર્ડ ગિયર સિન્ડ્રોમ' ધરાવતી વ્યક્તિ જીવન, વ્યવસાય, વ્યવહાર બધે જ બધું કામ ‘ફટાફટ' કરવામાં માને છે. કોઈ પણ કામ હોય,... Continue Reading →
દુઃખનાં ગાણાં ગાશે નહીં
સાંત્વના, આશ્વાસન અને સહાનુભૂતિ ઉઘરાવવાનો માણસને જો શોખ લાગી ગયો, તો એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો જ રહેશે. એ પોતે રોદણાં રડશે અને સામી વ્યક્તિની સહાનુભૂતિ ઉઘરાવીને રાજી રાજી થઈ જશે. નિરાશ ચહેરે ડાયાબિટીસ કે બ્લડપ્રેશર થયાની વાત કરશે, તો વળી કોઈ વ્યક્તિ ‘બીમારી કેડો મૂકતી નથી’ એવી ફરિયાદ કર્યા કરશે. કોઈ નિષ્ફળતાની... Continue Reading →
સિદ્ધાંત અને વ્યવહાર
ધૃતિ એટલે ધારણ કરવું. જીવનમાં સારી વાત ગ્રહણ ક૨વી. અનિષ્ટને બદલે ઇષ્ટ, અશુભને બદલે શુભ અને નકારાત્મકને બદલે સકારાત્મક વાત સ્વીકારવી. વ્યક્તિ કોઈ પણ વિચાર કરે છે ત્યારે એનો પહેલો પ્રતિભાવ એ આવે છે કે ‘આ મારાથી થઈ શકશે નહીં’, ‘આ કામ કરવાનો કોઈ અર્થ જ નથી’, ‘આને હું લાયક નથી’. આમ પહેલો અવાજ નકારાત્મકતાનો... Continue Reading →
કર્મોનું પુષ્પ પ્રભુચરણમાં
પશ્ચિમની વિચારધારા ગાઈ વગાડીને કહે છે કે ‘પ્રયોજન’ પર લક્ષ્ય ઠેરવો. રાત-દિવસ ફળની ચિંતા કરો, કોઈ પણ ભોગે ‘ટાર્ગેટ’ સિદ્ધ કરો. એ લક્ષ્યપ્રાપ્તિ માટે સઘળા માર્ગો અપનાવો, કારણ કે જીવનમાં પરિણામની જ બોલબાલા છે. ‘ફાવ્યો તે જ વખણાય' એ દુનિયાની રીત છે. આપણા શાસ્ત્રગ્રંથો આનાથી સાવ વિપરીત વાત કરે છે. એ કહે છે કે જેણે... Continue Reading →
આપણા દેહની મધુર વાણી
આપણો દેહ આપણો સદાનો ડહાપણભર્યો સાથી અને જીવનનો સમજદાર મિત્ર છે, પરંતુ જે સૌથી નજીક હોય, એની માનવી સૌથી વધુ ઉપેક્ષા કરતો હોય છે. માણસ એના દેહ દ્વારા જીવતો હોય છે, છતાં એ દેહની યોગ્ય પરવા કરતો નથી. એ દેહના બાહ્ય આકર્ષણનો પુષ્કળ વિચાર કરે છે. દેહ પરના રૂપ-અરૂપનો ઊંડો ખ્યાલ મેળવે છે. એ અપંગ... Continue Reading →
જીવન તો વહેતું ઝરણું
રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં મળતું એક સામ્ય એ છે કે એમાં વૈભવશાળી નગરમાંથી ગાઢ વનમાં જવાની ગતિ નિરૂપાઈ છે. રામાયણમાં રામને વનવાસ મળે છે, તો મહાભારતમાં પાંડવોને ૧૨ વર્ષનો અરણ્યવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ મળે છે. નગરમાંથી વન તરફનું પ્રયાણ એ ગતિનું સૂચક છે અને આમેય જીવન ગતિમાન હોવું જોઈએ. એક અર્થમાં કહીએ તો... Continue Reading →
મૌલિકતા છે મોટું વરદાન
તૈયા૨ રાજમાર્ગો પર, તૈયાર ભોજન પર અને પિતાના વ્યવસાયની તૈયાર ગાદી પર બેસવાનું વલણ જોવા મળે છે અને તેથી વ્યક્તિ નવો રસ્તો, જુદો વિચાર કે આગવો અભિગમ અપનાવતી નથી. એનું એક કારણ એ કે પરંપરા એને કોઠે પડી ગઈ હોય છે અને એવો ભય પણ હોય છે કે પરંપરાનાં બંધનોને ફગાવીને એ કોઈ નવો અભિગમ... Continue Reading →
બહાર મુક્તિ, ભીતર મોક્ષ
જન્મથી મૃત્યુ સુધી પળેપળનો આપણો સાથી આપણો શ્વાસ છે. સમગ્ર જીવનયાત્રામાં વ્યક્તિ શ્વાસ લેતી હોય છે અને બહાર કાઢતી હોય છે. આ શ્વાસનો અપાર મહિમા છે અને તેનામાં અનંત શક્યતાઓ નિહિત છે. એનો પ્રત્યક્ષ સંબંધ દેહની તંદુરસ્તી, આત્માની શક્તિ અને આધ્યાત્મિક વિકાસ સાથે છે. એના યોગ્ય નિયમનથી દેહનું સ્વાસ્થ્ય જળવાય છે. એની શક્તિથી આત્માનું બળ... Continue Reading →