દીવાસ્વપ્નોની દોડધામ

મનની એકાગ્રતાની સાધના માટેનું પ્રથમ સોપાન તે સતત ચાલતી મનોવિહારની પ્રક્રિયાને ઓળખવાનું છે. માણસ ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય અને એનું મન એ ક્ષણે વિદેશના વિશાળ માર્ગોનો વિચાર કરતું મોટ૨રેસ લગાવતું હોય. ટેલિવિઝનની એક પછી એક ચૅનલ રિમોટથી બદલતો હોય અને સાથે સાંજે કઈ હોટલમાં ભોજનાર્થે જવાનું છે એ વિચારતો હોય. એ કામ કરતો હોય ત્યારે... Continue Reading →

શ્વાસનો સાથ

જીવનભર આપણી સાથે રહેતી બાબત વિશે આપણે ભાગ્યે જ નજર કરીએ છીએ. છેક જન્મની પળથી માંડીને મૃત્યુની ક્ષણ સુધી આપણા સાથી રૂપે હોય છે શ્વાસ. આપણા આ પળેપળના સાથી શ્વાસના મહત્ત્વ વિશે આપણે કેટલો વિચાર કરીએ છીએ ? બસ, શ્વાસ લીધો અને છોડ્યો એ જ રોજિંદો અજાણ અનુભવ હોય છે. ફેફસાં નબળાં પડ્યાં કે દમનો... Continue Reading →

પત્રલેખન – એક સંવાદ

વિખ્યાત ફિલ્મ અભિનેતા દિલીપકુમારે ‘બ્લૅક' ફિલ્મ જોયા પછી અમિતાભ બચ્ચનને એમની અદાકારીની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો, જે અમિતાભ બચ્ચને મઢાવીને પોતાના દીવાનખંડમાં રાખ્યો છે. પણ આજે તો એમ લાગે છે કે મનુષ્યજાતિ પત્રલેખનનું એક મહાન સંવેદનાત્મક માધ્યમ ગુમાવતી જાય છે. જમાનાની તેજ રફતારમાં અને ટૅક્નૉલૉજીની ઝડપી દોડમાં પત્રલેખન ધીરે ધીરે વિસરાતું જાય છે. તમે... Continue Reading →

શાંતિ ક્યાંથી મળશે ?

બાળપણમાં વર્ગમાં ‘ચૂપ રહો’ કે ‘શાંતિ રાખો' એવો શિક્ષકનો કડક અવાજ સાંભળવા મળે. ઉદ્ઘોષક સભાજનોને ‘બોલતા બંધ થાઓ, શાંતિ જાળવો' એમ કહેતા હોય, શોકસભામાં મૌન રાખવાનો આદેશ અપાતો હોય. ધર્મસ્થાનમાં સદંતર મૌન ધારણ કરવું પડતું હોય. આમ ‘શાંતિ રાખો’ (સાયલન્સ પ્લીઝ) શબ્દ વ્યક્તિ જીવનભર સતત સાંભળતો હોય છે. કિંતુ પ્રત્યેકને માટે ‘શાંતિ’નો અર્થ જુદો જુદો... Continue Reading →

બીજાના સાથની જરૂર

સાચી નિષ્ઠા હોય, કાર્યમાં પૂરી એકાગ્રતા હોય, એના માટે પ્રબળ ઇચ્છાશક્તિ હોય અને સાતત્યપૂર્ણ લગનથી કામ કર્યું હોય, છતાં ક્યારેક સફળતા હાથ લાગતી નથી. આવે સમયે વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિને દોષ આપે છે અને માને છે કે જરૂરી ઇચ્છાશક્તિના અભાવે જ આમાં નિષ્ફળતા મળી. પોતાની નિષ્ઠા વિશે એને શંકા જાય છે અને એકાગ્રતા સામે સવાલ ઊભો... Continue Reading →

અર્થઘટન એ જ આધાર

 ‘જિંદગી એટલે નસીબનો ખેલ' એમ માનનારાઓ એક મહત્ત્વની બાબત ભૂલી જાય છે કે નસીબ માનવી સામે દાવ ખેલતું હોય છે, પરંતુ એ દાવનું પરિણામ જાહેર કરવાનું માનવીના હાથમાં છે. નસીબ એની સામે દડો વીંઝે છે, પરંતુ એ ખેલાડી આઉટ થયો, રન-આઉટ થયો કે નોટ આઉટ રહ્યો, એ જાહર કરનારો અમ્પાયર તો માનવી જ છે. માનવીને... Continue Reading →

અર્ધજાગ્રત મનની ઓળખ

અર્ધજાગ્રત મન પર કાબૂ રાખવો એ માટે જરૂરી છે કે એને કારણે મન તમારા નિયંત્રણમાં રહેશે. જો અર્ધજાગ્રત મન પર કાબૂ નહીં હોય, તો તમે આવતીકાલે પરીક્ષા હોય ત્યારે અભ્યાસ છોડીને ટેલિવિઝનની સિરિયલ જોવા બેસી જશો. અર્ધજાગ્રત મન વશમાં નહીં હોય તો, અત્યંત મહત્ત્વનો ‘પ્રોજેક્ટ’ કરતા હશો અથવા તો કોઈ ઉત્કૃષ્ટ કલાકૃતિ રચતા હશો અને... Continue Reading →

માર્ગ અને મુકામ

એવરેસ્ટ આરોહણ કરનાર વચ્ચે કેટલા બધા પડાવ કરતો હોય છે. એક પડાવ કરે, ટેન્ટ બાંધે, થોડું ભોજન લે, આરામ કરે અને ફરી બીજા પડાવ ભણી ગતિ કરે. એક પછી એક પડાવ બાદ અંતે વ્યક્તિ એવરેસ્ટ પર વિજય હાંસલ કરે છે. આપણા જીવનનાં ધ્યેયો પણ એવરેસ્ટ જેવાં છે. પ્રત્યેક વ્યક્તિ ધ્યેય નક્કી કરે છે, પણ સાથે... Continue Reading →

મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું

જીવનમાં સૌથી મોટો પડકાર હોય તો એ છે કે આપણું મન આપણી ઇચ્છાને ખોટે માર્ગે લઈ ન જાય. જો મન ઇચ્છાને અવળે માર્ગે દોરી જાય, તો વ્યક્તિના જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય આવે છે. મન એને ખોટે માર્ગે લઈ જઈને વધુ ને વધુ નબળો બનાવે છે. વ્યસન કરનાર માણસને એનું મન સતત નિર્બળ બનાવતું... Continue Reading →

સફળતાનો આનંદ

એકસો મીટરની દોડ એ જગતની સૌથી ઝડપી દોડ કહેવાય છે. એમાં ખેલાડી ટૂંકા અંતરને કાપવા માટે પોતાની પૂરી તાકાત નિચોવી દે છે. કેટલીક વ્યક્તિઓ સફળતા હાંસલ કરવા માટે જિંદગીમાં હંમેશાં એકસો મીટરની દોડ દોડતા હોય છે. એની આ આંધળી દોડમાં એ સતત સફળતાનો નશો કરતો રહે છે અને એના જીવનમાં ક્યારેય એ થોડી વાર શાંત... Continue Reading →

નવીન શક્યતાની ક્ષિતિજો

માણસને જાતે હાર પહેરવાની ભારે બૂરી આદત વળગેલી છે. એ જીવનમાં સફળતા હાંસલ કરે એટલે પોતાની જાતે જ ‘પોતે અત્યંત હોશિયાર છે, બીજાઓ કરતાં ઘણો કુશળ છે અને એની કાબેલિયતનો કોઈ પાર નથી’ એમ માનીને પોતાની પીઠ સતત થાબડતો રહે છે, પરંતુ જો એને નિષ્ફળતા મળે તો એ તરત જ બીજાનો દોષ કાઢવા દોડી જશે.... Continue Reading →

ત્રણ પ્રકારની યાદી

જીવનમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિએ ત્રણ યાદી (લિસ્ટ) કરતા રહેવું જોઈએ. એક યાદી તો રોજિંદા કામની છે. સૌથી અગત્યનું કયું કામ છે તેને અગ્રતાક્રમ પ્રમાણે મૂકીને વ્યક્તિ નોંધ કરતી હોય છે. અગ્રતાક્રમની જરૂ૨ એ માટે કે વ્યક્તિનું મન એવું છે કે ઘણી વાર અઠવાડિયા પછી કરવાનું કામ પહેલાં હાથ પર લે છે અને આજે... Continue Reading →

મનની અનોખી ગતિ

તમે કોઈ ગંભીર સર્જરી કરાવવા જતા હો કે પછી પહેલી વાર વિદેશ પ્રવાસે જતા હો અથવા તો મોટા પાયે તૈયારી કર્યા બાદ લગ્નપ્રસંગ સાવ નજીક આવી ગયો હોય, ત્યારે તમારું મન કઈ રીતે વિચારે છે ? આવી ક્ષણે કોઈનું મન સકારાત્મક દિશામાં જાય છે, તો કોઈનું મન નકારાત્મક વિચાર કરે છે. સકારાત્મક વિચાર કરનાર માને... Continue Reading →

સાકારથી નિરાકારની યાત્રા

ઘણી વાર વક્તવ્ય આપતી વખતે એવો અનુભવ થાય છે કે જાણે આપણે બોલતા નથી, પણ સાંભળીએ છીએ. એનો અર્થ એ કે એક ઘટના ઘટતી હોય છે, ત્યારે સમય જતાં એ ઘટનાનું વિલોપન પણ થતું હોય છે. ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, ત્યારે એના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, એના ગુણોની સ્તવના કરવામાં આવે છે, એના ભવ્ય... Continue Reading →

ટીકા પાછળનો ભાવ

ટીકા કરનાર પ્રત્યે ગુસ્સો નહીં, પણ દયા ખાવાની જરૂર છે. કેટલીક ઉદ્દંડમિજાજી વ્યક્તિને ટીકા કરવામાં આનંદ આવે છે. કોઈ પણ સારી બાબત હોય, તો એની ટીકા કરવાનું વિકૃત વલણ એમનામાં જોવા મળે છે. વ્યક્તિના નકારાત્મક વલણમાંથી કે મનની હતાશામાંથી ટીકાત્મક વલણ જાગ્રત થતું હોય છે. કેટલીક વ્યક્તિઓ બીજાથી પોતાની સરસાઈ સિદ્ધ કરવા માટે ટીકાનો શૉર્ટકટ... Continue Reading →

ફિકરની ફાકી કરે

 ‘આજની ઘડી રળિયામણી' એ મધુર કાવ્યપંક્તિ હોવાની સાથોસાથ જીવનના ઊંડા અનુભવનું નવનીત અર્પે છે. વ્યક્તિ જો આજને જુએ, તો એની ઘડીને રળિયામણી બનાવી શકે છે. પણ મોટે ભાગે એ પાછળ રહેલા ભૂતકાળનો વિચાર કરતી હોય છે અથવા તો આવનારા ભવિષ્યની ચિંતા સેવતી હોય છે. જ્યારે હકીકતમાં વ્યક્તિની આજ અને આ ક્ષણ એ જ સૌથી મહત્ત્વની... Continue Reading →

સંવાદ અને વિવાદ

બીજી વ્યક્તિ સાથે વાતચીત કરતાં આપણને આવડે છે ખરી ? બોલવાની કે સાંભળવાની કળા હોય, પણ સંવાદ સાધવાની કળા આપણને સાધ્ય છે ખરી ? મોટે ભાગે સામી વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી વખતે બોલનાર એમ જ માનતો હોય છે કે એ તદ્દન સાચો છે અને તેથી હવે એનું કામ સામેની વ્યક્તિના દિમાગમાં એની વાત બરાબર ઠસાવવાનું... Continue Reading →

તમારું જીવનશિલ્પ

ખરબચડા, આકારવિહોણા મોટા પથ્થર પર ટાંકણાં મારતાં શિલ્પીને તમે જોયો હશે ! એ સંપૂર્ણ એકાગ્રતાથી એ પથ્થર પર ટાંકણા મારીને શિલ્પ કંડારતો હોય છે. તમે સ્વયં તમારા જીવનશિલ્પના ઘડવૈયા છો અને જેમ સૌંદર્યનિષ્ઠ શિલ્પી પથ્થર પ્રત્યે લેશમાત્ર નફરત ધરાવતો નથી, બલ્કે એને ચાહે છે, તેમ વ્યક્તિએ એની જાત પ્રત્યે સહેજે નફરત ધરાવવી જોઈએ નહીં, બલ્કે... Continue Reading →

કામચોરી અને દિલચોરી

બૅંકમાંથી ઘેર પાછા ફરેલા મૅનેજર મળવા આવેલા મિત્રને કહેતા હોય છે કે ‘આ કામ એવું તો ત્રાસદાયક છે કે ભગવાન મારા દુશ્મનને પણ બૅંક મૅનેજર ન બનાવે !', યુનિવર્સિટીમાંથી અધ્યાપન કાર્ય કરીને આવેલા પ્રોફેસરને અફસોસ એ વાતનો હતો કે એણે બીજો કોઈ વ્યવસાય કર્યો નહીં અને અધ્યાપક બન્યા ! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આંકડાઓ જોઈ જોઈને એટલો... Continue Reading →

ઈશ્વરની પૂજા : મનથી કે મૌનથી

મંદિરમાં ઈશ્વરનાં દર્શન, અર્ચન કે પૂજન કરવા આવેલો ભક્ત એનું મન લઈને આવતો હોય છે અને જ્યાં સુધી એ મન સાથે ઈશ્વર પાસે જશે, ત્યાં સુધી એ પોતાના અતીત કે ભાવિ સાથે જોડાયેલો રહેશે, વર્તમાન સ્થિતિ સાથે એનો કોઈ તંતુ સંધાશે નહીં. ભૂતકાળની ભૂલોના બોજને ઈશ્વર સમક્ષ આવીને એ આંસુથી ઓગાળવા માગે છે અથવા તો... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑