તમે અવિરત ચાલતા તમારા મનોવિહાર વિશે તમે વિચાર કર્યો છે ખરો ? કોઈ પણ બાબત પર કશુંક નક્કી કરવાનું આવે એટલે તરત જ આ મનોવિહાર શરૂ થઈ જશે. જો તમે પૉઝિટિવ વિચારો ધરાવતા હશો, તો મનોવિહાર એક દિશામાં ચાલતો હશે અને જો નૅગેટિવ વિચારો ધરાવતા હશો તો મનોવિહાર બીજી દિશામાં ચાલવા લાગશે. કોઈ પણ કામ... Continue Reading →
સદગુરુ છે સેતુ
ઈશ્વર તો એ છે કે જેની સર્વ કામનાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓ આથમી ગઈ હોય. આવા ઈશ્વરને આપણે આપણી અતૃપ્ત કામનાઓ કહીએ છીએ, આપણે હૃદયમાં અહર્નિશ બળબળતી ઇચ્છાઓ વર્ણવીએ છીએ અને પાર વિનાની અપેક્ષાઓ સિદ્ધ કરવા માટે આપણો તડફડાટ દાખવીએ છીએ. ક્યારેક ભક્તિભાવભર્યા અવાજે એને મદદે આવવા કાકલૂદીભરી આજીજી કરીએ છીએ, તો ક્યારેક શાસ્ત્રગ્રંથો ખોલીને એને... Continue Reading →
તમારો એક્સટ્રા પાવર
તમને તમારા વ્યક્તિત્વનો પરિચય છે. તમારી આવડત વિશેની પૂરી જાણકારી છે. લોકો તમારા એ વ્યક્તિત્વને કઈ રીતે ઓળખે છે, એની પણ તમને પૂરી જાણ છે. એ વ્યક્તિત્વને આકર્ષક રીતે પ્રગટાવવા માટે કીમતી વસ્ત્રો અને મોંઘા અલંકારો પણ તમે ધારણ કરો છો. એ વ્યક્તિત્વમાં સતત ઉમેરો કરવાની તમારી તીવ્ર ઝંખના હોય છે અને તેથી જ કોઈ... Continue Reading →
નિસાસા નાખશો નહીં
ક્રિયા અને પ્રતિક્રિયામાં જ સતત જીવતું મન ક્યારેય એ વિચારતું નથી કે એની તત્કાળ પ્રતિક્રિયાનો શું અર્થ થશે. ‘આ કામ મારાથી નહીં થઈ શકે’ અથવા તો ‘આજે હું ખૂબ થાકી ગયેલો છું’ કે ‘મારું મન ભયથી ઘેરાઈ ગયું છે' એવાં વાક્યો ઉચ્ચારનાર વ્યક્તિને એ અંદાજ આવતો નથી કે એ પોતાની જાતને અને જીવનને કેવું બાંધી... Continue Reading →
વિચારોનું ઉત્પાદન કરતી ફેક્ટરી
મનની ફૅક્ટરીમાં વિચારોનું ઉત્પાદન થતું હોય છે અને આ વિચારો જ માનવીના જીવનને આકાર આપતા હોય છે. જોવાનું એ હોય છે કે આ મનની ફૅક્ટરી ક્યાં આવેલી છે ? મનની એ ફૅક્ટરી નિરાશાજનક, નકારાત્મક કે હિંસક સ્થળે આવેલી છે કે પછી આશાજનક, સકારાત્મક અને અહિંસક સ્થાને આવેલી છે. આ ફૅક્ટરી જેવી હશે, એવું એનું ઉત્પાદન... Continue Reading →
પથ્થરમાંથી પગથિયાં
સફળતાની સીડીનાં પગથિયાં એટલે સતત પ્રયત્ન. કોઈ પણ પ્રયત્ન કરતાં પૂર્વે તમે ઘણો ગંભીર વિચાર કર્યો હોય અને એ પછી એ પ્રયત્નનો પ્રારંભ કર્યો હોય, તોપણ એવું બનવાનું કે તમને નાની કે મોટી નિષ્ફળતા મળી શકે. તમે હંમેશાં જગતની ભલાઈ જુઓ છો અને સહુ કોઈનું કલ્યાણ વાંચ્છો છો, છતાં તમારે જગતની દુર્જનતાનો સામનો કરવાનો પણ... Continue Reading →
તમારું ટેબલ, તમારું વ્યક્તિત્વ
ટેબલ એ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ આપનારું છે. કોઈને મળવા જાવ અને તેનું ટેબલ જુઓ અને એના પર અસ્તવ્યસ્ત કાગળોનો ખડકલો જુઓ તો માનજો કે જેમને તમે મળવા આવ્યા છો, એમના જીવનમાં પણ એટલી જ અવ્યવસ્થા છે. કેટલીક વ્યક્તિઓને પોતાના ટેબલ પર કાગળોનો ઢગલો કરવાનો શોખ હોય છે. ઑફિસમાં આવે એટલે બધા જ કાગળો કાઢીને ટેબલ... Continue Reading →
શરીરની વ્યાધિ અને મનનો ઈલાજ
જિંદગીની રફતાર એવી છે કે દોડતો માનવી સહેજ બીમાર પડે અને ડૉક્ટર પાસે દોડી જાય છે. એના પેટમાં થોડો અપચો થાય કે તરત એ ડૉક્ટર પાસે જશે અને ડૉક્ટર પણ એને તત્કાળ દવા આપીને ડામવાનો ઉપાય કરશે. માથામાં એકાએક સખત દુઃખાવો થાય, ત્યારે તો ક્વચિત્ ડૉક્ટર પાસે જવાને બદલે પોતે જ પર્સ કે પાકીટમાંથી કાઢીને... Continue Reading →
આવતીકાલનો વિચાર
જીવનમાં સૂત્રો મહત્ત્વનાં છે, પરંતુ એનાથીય વધારે અગત્યની બાબત છે એ સૂત્રોનો મર્મ અને સંદર્ભ જાણવો તે. ‘આવતીકાલની ચિંતા ઈશ્વર પર છોડી દો’ એવા પ્રસિદ્ધ સૂત્રને સ્વીકારીને ઘણી વ્યક્તિઓ આજની પરિસ્થિતિમાં જ રચીપચી રહે છે અને આવતીકાલની કોઈ ફિકર કરતી નથી. એ જે કોઈ આયોજન કરે છે, તે માત્ર આજને માટે હોય છે, આવતીકાલ પર... Continue Reading →
પડછાયો : દેહ અને કર્મનો
દેહનો પડછાયો જોઈએ છીએ અને પાછળ પાછળ આવતા પોતાના પડછાયાને ઓળખીએ છીએ, પરંતુ વ્યક્તિની પાછળ માત્ર દેહનો જ પડછાયો આવતો નથી. એની પાછળ સતત એનાં કર્મનો પડછાયો ચાલતો હોય છે. આંખોથી પાછા વળીને વ્યક્તિ પોતાનો પડછાયો જુએ છે, પરંતુ મનથી પાછા ફરીને પોતાનાં કર્મનો પડછાયો જોતા નથી. એણે કરેલાં શુભ કર્મનો સાથ એને જીવનભર મળતો... Continue Reading →
ઉર્ધ્વ પથનો યાત્રી
તમે રોજ બહાર ફરવા જાવ છો અને ચાલતા ચાલતા આસપાસની સૃષ્ટિ જુઓ છો. એમાં થતી ચહલપહલને ચકળવકળ આંખોથી નીરખો છો અને એના કોલાહલને કાને હાથ મૂકીને સાંભળો છો. પણ તમે ક્યારેય મૌનના મલકમાં લટાર લગાવી છે ખરી? મૌનના જગતમાં જેમ ચાલશો, તેમ તમારા ભીતરને તમે જોઈ શકશો અને તમારા હૃદયમાં રહેલી પ્રત્યેક વૃત્તિઓને પારખી શકશો.... Continue Reading →
ડિપોઝિટ અને ઓવરડ્રાફ્ટ
તમારી બૅંક જેવું છે તમારું મન. બૅંકમાં તમે ડિપૉઝિટ મૂકો છો, એ જ રીતે મનમાં હકારાત્મક અને નકારાત્મક વિચારોની ડિપૉઝિટ મૂકતા હો છો. બૅંકમાં જેમ રૂપિયા વધુ મૂકતા જાવ, તેમ સિલક વધતી જાય છે, એમ મનમાં પણ જો તમે હકારાત્મક વિચારો મૂકતા જાવ તો એની સિલક જમા થાય છે અને જો નકારાત્મક વિચારો ડિપૉઝિટ કરતા... Continue Reading →
આપણી આંખની ઓળખ
તમારી આંખનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? જિંદગીની પ્રત્યેક જાગૃત પળ સાથે સંકળાયેલી આંખ આપણી કેવી અભિન્ન સાથી છે ! પરંતુ આંખના એ ભંડારને આપણે ક્યારેય, કદીય ખોલ્યો છે ખરો? એવી પણ આંખ મળે કે જેમાં અહર્નિશ વાસનાના તરંગો ઊછળતા હોય અને એવી પણ આંખ મળે કે જેમાંથી સતત ભાવના અને ભક્તિ ટપકતાં... Continue Reading →
આવતીકાલનો ભય
કેટલીક વ્યક્તિઓ એવા ભય હેઠળ જીવતી હોય છે કે એ તમને કહેશે કે પાછલી જિંદગીમાં હૃદયરોગનો હુમલો થાય તો સારો, પણ પૅરાલિસિસ ન થાય. પૅરાલિસિસ થશે તો કેવી લાચારીથી જીવવું પડશે! કોઈને માથે એ ભય સતાવતો હોય છે કે આ નોકરી ચાલી જશે તો શું થશે ? નવી નોકરી અને નવા વાતાવરણમાં કામ કરવાની હવે... Continue Reading →
જ્ઞાનનું દ્વૈત અને ભક્તિનું અદ્વૈત
‘જાણવું’ અને ‘પામવું’ એ બે વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. આ બંને તદ્દન ભિન્ન ક્રિયા છે. જાણવું એ વ્યક્તિને માત્ર બાહ્ય રૂપ સુધી પહોંચાડે છે, જ્યારે પામવું એ વ્યક્તિના ભીતર સાથે એકરૂપ બને છે. ભક્તિના જુદા જુદા પ્રકારોનું ઊંડું જ્ઞાન માનવીને ભક્ત નહીં બનાવે. ઈશ્વરના સ્વરૂપ વિશેના ગહન સિદ્ધાંતોની જાણકારી એને ઈશ્વર નહીં બનાવે.... Continue Reading →
તમારી એક્સટ્રા ઊર્જા
તમે ચમત્કાર સર્જી શકો છો. એ ચમત્કાર સર્જવાની શક્તિ પણ તમારામાં નિહિત છે, કારણ કે વ્યક્તિની ભીતરમાં એની પ્રબળ ઊર્જાનો એક મહાન સ્રોત વહેતો હોય છે. આ એક એવી શક્તિ છે કે જે વ્યક્તિ પાસે એની શક્તિ કરતાં વધુ શક્તિશાળી કાર્ય સાકાર કરાવે છે. આ એક એવી શક્તિ છે કે જે કાર્ય કરવાની શક્યતા લાગતી... Continue Reading →
વિચારનું યોગ્ય આયોજન
જીવનવિકાસ માટે જ નહીં, કિંતુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો તે વિચારનું યોગ્ય ‘આયોજન’ છે. કેટલીક વ્યક્તિ સતત વિચાર કર્યા કરતી હોય છે. એના મનમાં એક વાત પેસી જાય, પછી એ વાતને એ ક્ષણમાત્ર પણ ભૂલી શકતો નથી. એ વાત કે એ ઘટના એના મનનો સતત પીછો કરે છે, જ્યારે કેટલીક... Continue Reading →
મન અને મૌન
આ ક્ષણે તમારું મન ક્યાં છે ? અને એ વિશે વિચારીશું તો ખ્યાલ આવશે કે વર્તમાનમાં ભલે કોઈ ક્રિયા કરતા હોઈએ, પરંતુ મન તો ભૂતકાળની દુનિયામાં કે ભવિષ્યની કલ્પનામાં ડૂબેલું હોય છે. મનને ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના ઘેરી વળી હોય છે, મનમાં જડાઈ ગયેલો દુઃખદ પ્રસંગ એને યાદ આવતો હોય છે. આમેય માનવી પોતાના મન... Continue Reading →
પ્રેમનો પ્રત્યુત્તર
પ્રેમનો પ્રત્યુત્તર આપતાં આવડે છે ખરું ? જગતમાં પ્રેમના અનેક પ્રકાર છે, પરંતુ એ પ્રેમનો અનુભવ કરનાર તમારા પ્રેમનો પ્રત્યુત્તર કઈ રીતે પાઠવે છે ? કેટલાક અન્યના પ્રેમનો સ્વીકાર કરે છે, પણ એના જવાબમાં સાવ નિરુત્તર રહે છે. મોટો ભાઈ નાના ભાઈ પર સ્નેહ વરસાવે, પણ એને નાનો ભાઈ એની ફરજ સમજીને એનો કોઈ પ્રત્યુત્તર... Continue Reading →