આર્યસમાજના સ્થાપક, વેદોના ગહન અભ્યાસી, અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદ સરસ્વતી એક વાર ઉદેપુરમાં આવ્યા. ઉદેપુરના રાણાએ સ્વામીજીનું ભવ્ય સ્વાગત કર્યું. તેઓ સ્વયં સ્વામી દયાનંદ સરસ્વતીનાં વ્યાખ્યાનોમાં નિયમિત રૂપે ઉપસ્થિત રહેતા અને ધીરે ધીરે એમના વિચારોથી પ્રભાવિત થવા લાગ્યા. વેદોનું શિક્ષણ, અસ્પૃશ્યોનો ઉદ્ધાર અને નિર્ધનોને સહાય કરવાની સ્વામી દયાનંદ સરસ્વતીની હાકલ એમને સ્પર્શી... Continue Reading →
મહેલ સમૃદ્ધ થયો અને પ્રજા કંગાળ બની !
પ્રાચીન સમયમાં અશ્વિની દત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને એના મહેલ પ્રત્યે અતિ મોહ હતો. બસ, રાતદિવસ પોતાનો મહેલ વધુ ને વધુ ભવ્ય કેમ બને તેવો પ્રયાસ કરતો. કીમતી રાચરચીલા અને આભૂષણોથી મહેલને કઈ રીતે શણગારવો એની જ ચિંતા કરતો હતો. કોઈ આગંતુક મહેલમાં આવે, તો પહેલાં એને પોતાનો ભવ્ય મહેલ બતાવતો અને... Continue Reading →
તેં મારી વર્ષો જૂની સૂગ પળવારમાં ઓછી કરી નાખી !
ગુજરાતના આધુનિક સંત અને સમાજનાં અનેકવિધ ક્ષેત્રોમાં મહાન કાર્યો માટે સહુને પ્રેરનાર પૂજ્ય શ્રી મોટા સૂરતના માર્ગ પરથી એક દિવસ નમતા પહોરે પસાર થતા હતા, ત્યારે નજીકના મકાનના બીજા માળ પરથી એક સ્ત્રીએ અજાણતાં જ એઠવાડ ફેંક્યો. પૂજ્ય મોટાએ ઉપર નજર કરી, તો બાલ્કનીમાં એક સ્ત્રી ઊભી હતી અને એના હાથમાં વાસણ હતું. પૂજ્ય મોટાનાં... Continue Reading →
શત્રુને મિત્ર માને, તે સરદાર
૧૯૪૮માં દિલ્હીની મેઇડન હોટલમાં મુંબઈ નગરપાલિકાના અગ્રણી કૉંગ્રેસી નગરસેવક નરીમાને સરદાર વલ્લભભાઈ પટેલને હોટલમાંથી ફોન કરીને મુલાકાત માગી. આ નરીમાનને કારણે સરદાર પટેલ પર ઘણા ગેરવાજબી આક્ષેપો થયા હતા. મુંબઈનાં અખબારોએ પણ નરીમાનની તરફદારી કરીને સરદાર પટેલ પર આરોપોનો ધોધ વરસાવ્યો હતો. કોઈએ તો સરદાર પર એવો આરોપ મૂક્યો કે તેઓ તેજસ્વી વ્યક્તિઓની રાજકીય કારકિર્દીના... Continue Reading →
ક્યારેય ભિક્ષા મળતી નથી, છતાં રોજ કેમ આવો છો ?
મધુર વાણી, હસતો ચહેરો અને ગહન જ્ઞાનને કારણે આખું ગામ એ સંત ક્યારે પોતાને ઘેર ભિક્ષા લેવા પધારે, એની પ્રતીક્ષા કરતું હતું. સંત ભિક્ષા લેવા આવે અને જે કંઈ મળે, તેનો સહજભાવે સ્વીકાર કરીને આશીર્વાદ આપતા. ગ્રામજનો એમને ભિક્ષા આપીને પોતાની જાતને ધન્ય માનતા હતા. પરંતુ આ ગામમાં એક વ્યક્તિ સ્વભાવે અતિ વિચિત્ર હતી. એને... Continue Reading →
તમારી દુઆથી મારું કુટુંબ સલામત છે !
સદાબહાર ગીતોના ગાયક અને ઉમદા અભિનેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધ કુંદનલાલ સહગલ દિલ્હીમાં એક કાર્યક્રમ આપી રહ્યા હતા. વિશાળ સભાગૃહમાં કલારસિકો પોતાના આ પ્રિય ગાયકને સાંભળવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સહગલ મંચ પર આવ્યા અને ગીતનો પ્રારંભ કર્યો. એમનું પ્રથમ ગીત પૂર્ણ થયું કે તરત જ કાર્યક્રમના યોજક સહગલ પાસે દોડી આવ્યા અને એમના... Continue Reading →
મારા જીવનનો આવશ્યક સામાન સાથે લીધો હતો !
એકાએક અણધારી આફત ઊતરી આવી. પ્રવાસીઓને લઈને સમુદ્રમાં જતા જહાજમાં કાણું પડ્યું અને દરિયાનું પાણી એમાં ભરાવા લાગ્યું. મુસાફરો ગભરાઈ ગયા. બધા પોતાનો જરૂરી સામાન બાંધવા લાગ્યા અને જો જહાજમાં વધુ પાણી ભરાઈ જાય, તો સમુદ્રમાં કૂદી પડવાની તૈયારી કરવા લાગ્યા. કોઈએ પોતાની પાસેની સુવર્ણમહોરો બાંધી લીધી, તો કોઈએ કીમતી વસ્ત્રોનું પોટલું બાંધ્યું. જહાજના કપ્તાને... Continue Reading →
મને આપેલી ગાળો નિરર્થક નથી !
વિહાર કરી રહેલા બૌદ્ધ ભિખ્ખુ બોધિધર્મ પોતાના શિષ્યો સાથે એક ગામમાં પહોંચ્યા. ગ્રામજનોએ ભાવપૂર્વક બૌદ્ધ ભિખ્ખુ બોધિધર્મનો આદરસત્કાર કર્યો અને આખા ગામમાં કોઈ મંગલ પ્રસંગ હોય એવું વાતાવરણ સર્જાઈ રહ્યું. સહુ કોઈ ભિખ્ખુ બોધિધર્મનાં ઉપદેશવચનોનું શ્રવણ ક૨વા માટે આતુર હતા, તેથી એમની આજુબાજુ બેસી ગયા. ભિખ્ખુ બોધિધર્મએ સરળ ભાષામાં હૃદયસ્પર્શી રીતે ઉપદેશ આપ્યો અને ગ્રામજનો... Continue Reading →
પથ્થર વાગવાની પીડાને બદલે અનેરું આત્મસુખ અનુભવું છું.
ઉદ્યાનમાં ઊગેલા આંબાની દયા ખાતા આસોપાલવે કહ્યું, ‘અરે, તારી તો કેવી દુ:ખી હાલત છે ! મને થાય છે કે દુનિયામાં તારા જેવું બદનસીબ બીજું કોઈ વૃક્ષ નહીં હોય. તું માણસજાતને મિષ્ટ, મધુર કેરીનું ફળ આપે છે અને એ લેવા માટે માણસો તારા પર પથ્થરમારો કરે છે.' વાત એવી હતી કે આંબાના વૃક્ષ ૫૨ કેરી આવતી... Continue Reading →
સાધનાની નદીઓનો સંગમ સંવત્સરીરૂપી સાગરમાં કરીએ !
આત્મશુદ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો આજની ક્ષમાયાચનામાં છે. ક્ષમા આપવાની છે, ક્ષમા માગવાની છે. દિવાળીની બોણી, હોળીનો હારડો, ગુરુપૂર્ણિમાની દક્ષિણા, ભાઈબીજની ભેટથી ય આ અધિકી ભેટ છે. અહમના પહાડને આજ ગાળી નાખવાનો છે. આત્માને ક્ષમાના તાપે તપાવવાનો છે, ને માત્ર મિત્ર સાથે, સ્નેહી સાથે સુવાણી ક્ષમાપના કરવાની નથી, આજે આપણા દ્વેષીની, પ્રખર વિરોધીની, અને... Continue Reading →
આજે પર્વાધિરાજ પર્યુષણના મર્મને પામીએ !
પર્વ એટલે તહેવા૨. પર્વ બે પ્રકારનાં હોય છે : એક લૌકિક પર્વ, બીજું આધ્યાત્મિક પર્વ. લૌકિક પર્વ સ્થૂળ આનંદ અને ક્ષણિક સુખ માટે હોય છે. આધ્યાત્મિક પર્વ સૂક્ષ્મ આનંદ અને શાશ્વત સુખ માટે હોય છે. પર્વોનો ઉગમ મૂળમાં સાર્વજનિક હોય છે. આપણે એને સાંપ્રદાયિક બતાવવાની ચેષ્ટા કરીએ છીએ. ફરી એનો સમષ્ટિમાં પ્રસાર કરીએ, તો એ... Continue Reading →
દાનની વાત સાંભળતાં કંજૂસના કાનબહેરા થઈ ગયા !
સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને વ્યાખ્યાનોના ઊંડા પ્રભાવને પરિણામે ખ્રિસ્તી ધર્મગુરુ સેમ્યુઅલ ઇચમંડની પુત્રી માર્ગારેટ ઇ. નોબલ ‘ભગિની નિવેદિતા' બન્યાં અને સ્વામી વિવેકાનંદે પહેલાં ઇંગ્લૅન્ડમાં અને એ પછી ભારતમાં એમને સેવાકાર્ય કરવાની સંમતિ આપી. ૧૮૯૮ની ૨૫મી માર્ચે હિંદુ ધર્મમાં દીક્ષા લીધી. એ સમયે ભારતીય સ્ત્રીઓ અતિ દીન-હીન અને અજ્ઞાન અવસ્થામાં જીવતી હતી, ત્યારે ભગિની નિવેદિતાએ પ્રેમ,... Continue Reading →
સ્વાગતનો હાર ફૂલનો હોય કે પગરખાંનો, તેથી ફેર શું ?
દેશનું પરિભ્રમણ કરતા સંત એક એવા ગામમાં આવી ચડ્યા કે જ્યાંના લોકો ઘોર અજ્ઞાની અને અતિ ઉપદ્રવી હતા. આ લોકોને થયું કે ગામમાં સંત પધારી રહ્યા છે, તો એમનું ઉચિત સ્વાગત કરવું જોઈએ. સ્વાગત કરવાનું તો નક્કી કર્યું, પરંતુ ગામના ઉપદ્રવી લોકોએ વિચાર્યું કે સ્વાગત એવું કરવું કે એને બરાબર યાદ રહી જાય ! ફરી... Continue Reading →
આ વિશાળ વડ પર ટેટાને બદલે નાળિયેર શોભે !
પરમ જ્ઞાની અને એટલા જ ગર્વિષ્ટ આચાર્યશ્રી અહંકારકેસરી અતિ મિષ્ટ ભોજન લીધા બાદ વિશાળ ઉદ્યાનમાં ઘૂમી રહ્યા હતા. રાજાએ પોતાના રાજ્યના આ પરમ વિદ્વાનને સુંદર ઉદ્યાન ધરાવતો વિશાળ આવાસ નિવાસને માટે ભેટ આપ્યો હતો. આચાર્યશ્રી બગીચામાં ટહેલવા નીકળ્યા અને આસપાસની નયનરમ્ય સૃષ્ટિને જોવા લાગ્યા. એમણે જોયું તો બાગમાં સુગંધી પુષ્પો હતાં, નાનકડી મજાની વેલો ૫૨... Continue Reading →
ક્રાંતિકારીઓ માટે ફાંસીનો ફંદોરેશમની દોર જેવો હતો !
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં જલિયાંવાલા બાગની ઘટનાએ દેશની પ્રજાને જગાડી અને એના વિરોધમાં પ્રચંડ રાષ્ટ્રીય ચેતના પ્રગટ થઈ. એ સમયે અમૃતસરની પાંચેક ફૂટ ઊંચી દીવાલની વચ્ચે આવેલી અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી વિશાળ ખુલ્લી જગા ‘બાગ’ને નામે ઓળખાતી હતી. હકીકતમાં ત્યાં કોઈ બાગ નહોતો અને આ જગા ૫૨ એક સાંકડી ગલી મારફતે પ્રવેશી શકાતું હતું. અહીં... Continue Reading →
ભકતવત્સલ શ્રીકૃષ્ણની વાતથી રુક્મિણીને હર્ષાશ્રુ આવ્યાં !
દ્વારિકા નગરીમાં રુક્મિણી સાથે શ્રીકૃષ્ણ અંતઃપુરમાં વિશ્રામ કરતા હતા, તે સમયે એકાએક તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. એમનાં ચક્ષુ મીંચાઈ ગયાં, શરીર જાણે નિષ્પ્રાણ બની ગયું. આવી ધ્યાનસ્થ સ્થિતિમાં એમણે જોયું કે આંખમાં આંસુ સાથે, પારાવાર વ્યાકુળતાથી, ધ્રૂજતાં ગાત્રોવાળી દ્રૌપદી હસ્તિનાપુરની રાજસભામાં આંસુ સારે છે. રજસ્વલા હોવાથી શણગાર વિનાની એકવસ્ત્રધારી દ્રૌપદીને ઘમંડી દુઃશાસને કહ્યું, ‘તારે જેને... Continue Reading →
કાંટાળા છોડને મૂળમાંથી ખોદી નાખો !
'કૌટિલીય અર્થશાસ્ત્ર'ના રચયિતા અને તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ એવા કૌટિલ્યનો સમય ભારતવર્ષને માટે રાજકીય ઊથલપાથલનો સમય હતો. દેશને માથે પરદેશી આક્રમણનો ભય હોવાથી જનસામાન્યને જાગૃત કરવાની અને દેશભક્તોનું સંગઠન સાધવાની પરમ આવશ્યકતા હતી. કૌટિલ્યએ મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વ હેઠળ આ અભિયાનનો આરંભ કર્યો અને કૌટિલ્યના ચાતુર્યથી નાનાં રાજ્યો અને ગણરાજ્યો પર વિજય... Continue Reading →
નકામી વસ્તુઓથી મારું ઘર ભરાઈ જશે !
ભક્તકવિ કુંભનદાસની પ્રભુભક્તિની રચનાઓ સાંભળીને સ્વયં રાજા માનસિંહને એમનાં દર્શન કરવાની તાલાવેલી જાગી. ભક્તનાં દર્શન રાજવી તરીકે કરવાને બદલે અજાણ્યા માનવી તરીકે કરવાનો વિચાર કર્યો, આથી રાજા માનસિંહ વેશપલટો કરીને આ ભક્તકવિના ગામમાં અને તેય એમના ઘરમાં પહોંચી ગયા. આ સમયે કુંભનદાસ બહાર જવા માટે તૈયાર થતા હતા એટલે એમણે એમની પુત્રીને કહ્યું, ‘બેટા, મારે... Continue Reading →
મોતના કાસદ જેવા તૈમુર લંગની કિંમત કેટલી ?
મુઘલ-તુર્ક જાતિનો શાસક અને વિનાશક લશ્કરી આક્રમણો માટે જાણીતો તૈમુર લંગ એની ક્રૂરતાને કારણે 'ઈશ્વરના શાપ' તરીકે ઓળખાતો હતો. અનેક દેશો પર વિજય મેળવનારો તૈમુર લંગ રસ્તામાં આવતાં ગામો બાળતો, પાકનો નાશ કરતો અને લોકોની કતલ કરતો હતો. એ વિજય મેળવવાની સાથોસાથ પરાજિત લોકોને પકડીને એમને ગુલામ તરીકે વેચતો હતો. પરિણામે તૈમુર લંગ એના સૈનિકો... Continue Reading →
વ્યક્તિનું ધ્યાન હંમેશાં પોતાના ધંધા પર હોય છે !
રામગઢમાં અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે રૂપલની ચતુરાઈની વાતો વહેતી હતી. આ સાંભળીને રામગઢના રાજાએ મંત્રીની ખાલી જગા પર રૂપલની નિયુક્તિ કરી. રૂપલ પૂરી નિષ્ઠાથી મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતો હતો, પરંતુ એક દિવસ રાજાને મનોમન શંકા જાગી કે રૂપલને ઉતાવળે મંત્રીપદ આપીને કોઈ ભૂલ તો કરી નથી ને ! એ બુદ્ધિશાળી છે એવી વહેતી વાતો પરથી... Continue Reading →