કૈસીય વંશના ગરીબ પરિવારમાં જન્મેલી બાળકી રાબિયાને બાળપણમાં જ કોઈ ઉઠાવી ગયું અને એને ગુલામ તરીકે વેચી નાખવામાં આવી. તે સમયે ગુલામો પ્રત્યે અત્યંત ક્રૂર વર્તાવ દાખવવામાં આવતો હતો. રાબિયાને વારંવાર એના માલિકનો ત્રાસ અને માર સહન કરવાં પડતાં. આશ્ચર્યની વાત એ હતી કે રાબિયા બાળપણથી જ ધાર્મિક વૃત્તિની હતી અને અલ્લાહ પર એની અગાધ... Continue Reading →
પહેલાં પ્રજાના પેટની આગ બુઝાય, પછી જ રાજભંડાર ભરાય !
દક્ષિણ ભારતના વીરસેન નામના રાજાના રાજ્યમાં વસતો વિષ્ણુદેવ બ્રાહ્મણ ભિક્ષા માગીને જીવન પસાર કરતો હતો. વિષ્ણુદેવ અત્યંત નિર્ધન હતો. વળી પત્ની અને ચાર પુત્રોના પરિવારના ભરણપોષણની જવાબદારી એના માથે હતી. એક વાર રાજ્યમાં કારમો દુષ્કાળ પડ્યો અને વિષ્ણુદેવને મળતી ભિક્ષા બંધ થઈ ગઈ. જ્યાં લોકોને પોતાને ખાવાના સાંસા હોય, ત્યાં વળી ભિક્ષા કોણ આપે ?... Continue Reading →
પદ, પ્રતિષ્ઠા અને સદાચારમાં શ્રેષ્ઠ કોણ ?
વિશાળ રાજ્યમાં અતિ સન્માનિત રાજપુરોહિતના મનમાં એક વાર એવો વિચાર જાગ્યો કે સહુ કોઈ એમને ક્યા કારણે આટલું બધું સન્માન આપે છે? રાજ્યમાં મુખ્ય પુરોહિતનું ગૌરવપૂર્ણ પદ ધરાવતા હોવાથી સ્વયં રાજા એમનાં ચરણસ્પર્શ કરે છે, તેથી એમને સર્વત્ર સન્માન પ્રાપ્ત થાય છે ? કે પછી એમનાં જેવાં શાસ્ત્રોના પ્રકાંડ પંડિત સમગ્ર દેશમાં અન્ય કોઈ નથી,... Continue Reading →
એક ટોપલામાં મારા ખેતરની માટી મને આપો !
લોભી જમીનદારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને એક વૃદ્ધાનું ખેતર પચાવી પાડ્યું. વૃદ્ધાને માથે આકાશ તૂટી પડ્યું. ખેતર એ એનો બુઢાપાનો સહારો હતું. એની આજીવિકાનો સવાલ ઊભો થયો. વૃદ્ધા સરપંચ પાસે ગઈ, પણ પ્રપંચમાં નિષ્ણાત સ૨પંચે એની વાત કાને ધરી નહીં. ગામના મહાજન પાસે ગઈ, પરંતુ મહાજન જમીનદારની સામે થવા માગતું ન હતું. કેટલાક સજ્જનોએ જમીનદારની... Continue Reading →
તમારી સાથે નથી સગાં કે સંપત્તિ, છે માત્ર તમારાં કર્મ !
એક ધનવાને સંપત્તિ મેળવવા માટે રાતદિવસ અથાગ પુરુષાર્થ કર્યો. ક્યારેક ન્યાયી માર્ગે સંપત્તિ મેળવી, તો ક્યારેક ખોટે રસ્તે પણ. એનાં સગાંવહાલાંઓ અને પરિવારજનો આ ધનિકને એક ક્ષણ પણ એકલા રહેવા દેતા નહીં. ધનવાન પરિવારજનોને સતત સહાય કરતા, પરંતુ એવામાં આ ધનવાનને જીવલેણ રોગ લાગુ પડ્યો. રોગ સતત વધતો ચાલ્યો અને સમય જતાં એમનું મૃત્યુ થયું.... Continue Reading →