સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !

આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન... Continue Reading →

આ યુગમાં આવું પણ બની શકે છે !

કોઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત ક૨વી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. 1930માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ. સં. 1981માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે. પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં... Continue Reading →

દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન

કેટલીક પ્રજા પોતાના દેશના સમર્થ પુરુષોની ભવ્ય પ્રતિમા ખડી કરીને પ્રેરણા પામે છે, તો કેટલીક પ્રજાને પોતાની ભવ્ય પ્રતિમાઓને ખંડિત કરવાનો વાઇરસ લાગુ પડ્યો હોય છે. એ ભૂતકાળના સમર્થ પુરુષોની ભવ્યતાનો સમાદર કરવાને બદલે કોઈ નાનકડો દોષ કલ્પીને એ મૂર્તિઓને સતત ખંડિત કરવા માટે પ્રયાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પર એમના સમયે આક્ષેપોની કેવી... Continue Reading →

જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમના કોમળ પુષ્પનું !

જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં... Continue Reading →

ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !

પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑