ભકતવત્સલ શ્રીકૃષ્ણની વાતથી રુક્મિણીને હર્ષાશ્રુ આવ્યાં !

દ્વારિકા નગરીમાં રુક્મિણી સાથે શ્રીકૃષ્ણ અંતઃપુરમાં વિશ્રામ કરતા હતા, તે સમયે એકાએક તેઓ ધ્યાનસ્થ થઈ ગયા. એમનાં ચક્ષુ મીંચાઈ ગયાં, શરીર જાણે નિષ્પ્રાણ બની ગયું. આવી ધ્યાનસ્થ સ્થિતિમાં એમણે જોયું કે આંખમાં આંસુ સાથે, પારાવાર વ્યાકુળતાથી, ધ્રૂજતાં ગાત્રોવાળી દ્રૌપદી હસ્તિનાપુરની રાજસભામાં આંસુ સારે છે. રજસ્વલા હોવાથી શણગાર વિનાની એકવસ્ત્રધારી દ્રૌપદીને ઘમંડી દુઃશાસને કહ્યું, ‘તારે જેને... Continue Reading →

કાંટાળા છોડને મૂળમાંથી ખોદી નાખો !

'કૌટિલીય અર્થશાસ્ત્ર'ના રચયિતા અને તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ એવા કૌટિલ્યનો સમય ભારતવર્ષને માટે રાજકીય ઊથલપાથલનો સમય હતો. દેશને માથે પરદેશી આક્રમણનો ભય હોવાથી જનસામાન્યને જાગૃત કરવાની અને દેશભક્તોનું સંગઠન સાધવાની પરમ આવશ્યકતા હતી. કૌટિલ્યએ મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વ હેઠળ આ અભિયાનનો આરંભ કર્યો અને કૌટિલ્યના ચાતુર્યથી નાનાં રાજ્યો અને ગણરાજ્યો પર વિજય... Continue Reading →

નકામી વસ્તુઓથી મારું ઘર ભરાઈ જશે !

ભક્તકવિ કુંભનદાસની પ્રભુભક્તિની રચનાઓ સાંભળીને સ્વયં રાજા માનસિંહને એમનાં દર્શન કરવાની તાલાવેલી જાગી. ભક્તનાં દર્શન રાજવી તરીકે કરવાને બદલે અજાણ્યા માનવી તરીકે કરવાનો વિચાર કર્યો, આથી રાજા માનસિંહ વેશપલટો કરીને આ ભક્તકવિના ગામમાં અને તેય એમના ઘરમાં પહોંચી ગયા. આ સમયે કુંભનદાસ બહાર જવા માટે તૈયાર થતા હતા એટલે એમણે એમની પુત્રીને કહ્યું, ‘બેટા, મારે... Continue Reading →

મોતના કાસદ જેવા તૈમુર લંગની કિંમત કેટલી ?

મુઘલ-તુર્ક જાતિનો શાસક અને વિનાશક લશ્કરી આક્રમણો માટે જાણીતો તૈમુર લંગ એની ક્રૂરતાને કારણે 'ઈશ્વરના શાપ' તરીકે ઓળખાતો હતો. અનેક દેશો પર વિજય મેળવનારો તૈમુર લંગ રસ્તામાં આવતાં ગામો બાળતો, પાકનો નાશ કરતો અને લોકોની કતલ કરતો હતો. એ વિજય મેળવવાની સાથોસાથ પરાજિત લોકોને પકડીને એમને ગુલામ તરીકે વેચતો હતો. પરિણામે તૈમુર લંગ એના સૈનિકો... Continue Reading →

વ્યક્તિનું ધ્યાન હંમેશાં પોતાના ધંધા પર હોય છે !

રામગઢમાં અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે રૂપલની ચતુરાઈની વાતો વહેતી હતી. આ સાંભળીને રામગઢના રાજાએ મંત્રીની ખાલી જગા પર રૂપલની નિયુક્તિ કરી. રૂપલ પૂરી નિષ્ઠાથી મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતો હતો, પરંતુ એક દિવસ રાજાને મનોમન શંકા જાગી કે રૂપલને ઉતાવળે મંત્રીપદ આપીને કોઈ ભૂલ તો કરી નથી ને ! એ બુદ્ધિશાળી છે એવી વહેતી વાતો પરથી... Continue Reading →

સત્પ્રવૃત્તિ પરથી આયુષ્યનું માપ નીકળે છે !

બદલી થતાં એ વ્યક્તિ બીજા ગામમાં વસવા આવ્યો. ગામલોકોએ આગંતુકનો ભાવભર્યો સત્કાર કર્યો. ગામમાં સ્નેહ અને ભાઈચારાનું વાતાવરણ જોઈને આ વ્યક્તિને ખૂબ ગમી ગયું. આવું સંતોના આશીર્વાદ અને સત્સંગથી સમૃદ્ધ એવું ગામ મળ્યું, તે માટે એ ઈશ્વરનો ઉપકાર માનવા લાગ્યો. એક વાર એ આ ગામની સ્મશાનભૂમિમાંથી પસાર થતો હતો, ત્યારે એણે એક વિચિત્ર દૃશ્ય જોયું.... Continue Reading →

અપેક્ષાઓના અંતની અનેધૈર્યસાધનાની નવી પદ્ધતિ !

મૂર્તિની પાસે ઊભા રહીને એક સાધુ બે હાથ લાંબા કરી વારંવાર યાચના કરતો હતો. એ પ્રભુપ્રતિમા પાસે ભિક્ષા માગતો હતો અને એને જોનારા સહુ કોઈના મનમાં એ સવાલ જાગતો હતો કે આ પ્રતિમા તે કઈ રીતે આ સાધુને ભિક્ષા આપવાની છે ? સાધુના આ નિત્યકર્મને જોઈને ઘણાને આશ્ચર્ય થયું, પરંતુ કોઈ એમને પૂછવાની હિંમત કરી... Continue Reading →

ભયભીત સહાયકે વિચાર્યું કે આત્મહત્યા કરું

ચીનના સમ્રાટના મંત્રી શાહ ચાંગ એમની મહેનત અને ઉદારતા માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. સહુ કોઈ એમને આદર આપતા હતા અને આ મંત્રી રાતદિવસ પ્રજાકલ્યાણનાં કાર્યોમાં ડૂબેલા રહેતા હતા. એક વખત સમ્રાટે એમને એક મહત્ત્વની ઘટના વિશે બીજે દિવસે સવારે અહેવાલ લખીને આપવાનું કહ્યું. મંત્રી શાહ ચાંગ અને એમના સહાયક કર્મચારી એની વિગતો તૈયાર કરવા... Continue Reading →

અમીરી અને ફકીરી વચ્ચેવર્ષો જૂની દુશ્મનાવટ છે !

સૂફી સંત મિયાં મીરની ખ્યાતિ સાંભળીને એક બાદશાહ એને મળવા માટે ગામ બહાર આવેલી એની ઝૂંપડી પાસે ગયા. આ ઝૂંપડીની બહાર એક ફકીર ઊભો હતો. એને જોઈને બાદશાહે કહ્યું, ‘મારે સંત મિયાં મીરને મળવું છે. હું આ રાજ્યનો શહેનશાહ છું. એમનાં દર્શન કરવા માટે અંદર જઈ શકું ?' પેલા ફકીરે એમને થોડી વાર થોભવાનું કહ્યું.... Continue Reading →

દીનાર છોડી શકું, ઈમાનદારી નહીં !

સાઉદી અરેબિયાના પ્રખર જ્ઞાની બુખારી વિદ્વત્તા અને પ્રમાણિકતાનો માપદંડ ગણાતા હતા. એક વાર એ લાંબી દરિયાઈ સફર માટે નીકળ્યા, ત્યારે સફરના ખર્ચ માટે કોથળીમાં એક હજાર દીનાર સાથે લીધા. યાત્રાના સમયે પ્રવાસીઓ સાથે એમની જ્ઞાનવાર્તા ચાલી. એમાંય સઘળા મુસાફરોમાં એક મુસાફર સાથે વધુ નિકટતા સધાઈ. એક દિવસ વાતવાતમાં બુખારીએ એને પોતાની પાસેની એક હજા૨ દીનારની... Continue Reading →

પોતાની પસીનાની કમાઈનો આનંદ જુદો હોય છે !

અતિ આળસ ધરાવતા મોહનલાલને કોઈ પણ કામ કરવું પડે, તો એના માથે આકાશ તૂટી પડતું. મહેનત સાથે એને કોઈ મેળ નહોતો અને પુરુષાર્થ સાથે બારમો ચંદ્રમા હતો. આળસુ મોહનલાલ ધીરે ધીરે ચોરીના રવાડે ચડી ગયો. એની પત્ની સુશીલાએ પતિનાં કારસ્તાનો જાણ્યાં, તેથી એને ભારે દુઃખ અને આઘાત લાગ્યા. હવે કરવું શું ? એ જાણતી હતી... Continue Reading →

પ્રસન્નતા પ્રાપ્ત કરવાની પગદંડી કઈ ?

શિક્ષકના ચિત્તમાં જ્યારે સમસ્યા પેદા થાય છે, ત્યારે એની વિટંબણાનો પાર હોતો નથી. અત્યાર સુધી અન્યના પ્રશ્નોનો ઉકેલ આપનારને પોતાનો પ્રશ્ન અન્ય સમક્ષ પ્રગટ કરતાં પારાવાર સંકોચ થાય છે. શિક્ષક બૅન જૉનની આવી કફોડી પરિસ્થિતિ હતી અને એ સતત એ વિચારથી પરેશાન હતો કે આખરે જીવનમાં પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? આ માટે... Continue Reading →

સ્વાર્થપરસ્તોને મદદ કરવાનું મારું કામ નથી !

ગામના ચોરા પર બેઠેલા ફકીરની પાસે આવીને એક નવયુવાને કહ્યું, ‘મેં ચોતરફ આપની નામના સાંભળી છે, લોકો આપની ફકીરી આગળ શિર ઝુકાવે છે. મારી ઇચ્છા છે કે હું આપનો શાગિર્દ બનું.' ફકીરે હસીને કહ્યું, ‘ઓહ ! તું મારો શાગિર્દ બનવા માગે છે ? હા, તને બનાવું ખરો, પરંતુ માત્ર એક દિવસ માટે.’ યુવકે ફકીરની વાતનો... Continue Reading →

તમારી સાચી ઉંમર કેટલી ?

નગરમાં પ્રભાવશાળી સંતનું આગમન થતાં એમના દર્શનાર્થે આખું નગર ટોળે વળ્યું. રાજા, મંત્રી, સેનાપતિ, શ્રેષ્ઠી અને સહુ કોઈ એમનાં દર્શન માટે આતુર બનીને આવ્યા હતા. રાજાએ સંતને ભેટ આપવા માટે સુવર્ણમુદ્રાનો થાળ સાથે લીધો હતો, તો નગરશેઠે એમના ભોજન માટે ફળ-ફળાદિ લીધાં હતાં. રાજાએ સુવર્ણમુદ્રાથી ભરેલો થાળ સંતની સમક્ષ મૂક્યો, તો સંતે એના તરફ દૃષ્ટિ... Continue Reading →

ધર્મના મહાન લક્ષ્યને છોડીને ક્ષુદ્ર ચમત્કારોમાં ફસાઈ ગયો !

રાજગૃહી નગરીમાં એક વિલાસી ધનવાને પ્રસિદ્ધિ મેળવવા માટે એક વિચિત્ર નુસખો અજમાવ્યો. એણે એક રત્નજડિત કીમતી પ્યાલામાં શરાબ ભરીને એક ઊંચા થાંભલા પર ટીંગાડી દીધો અને એની નીચે લખ્યું, ‘જે કોઈ સાધક, સિદ્ધ કે યોગી આ થાંભલા પર ઊંચે ટીંગાડેલા શરાબના રત્નજડિત પ્યાલાને સીડી કે અન્ય સહાય વગર પોતાની યોગશક્તિથી નીચે ઉતા૨શે, તો તેની સર્વ... Continue Reading →

છેવાડાના સૌથી વધુ ભૂખ્યા માનવીનો વિચાર કર્યો, માટે અધિક ધન્યવાદ !

આકાશમાં વાદળો ઘેરાતાં હતાં, પરંતુ વરસાદ વરસતો નહોતો. ચોતરફ દુષ્કાળના ઓળા પથરાયેલા હતા. લોકોને પેટ પૂરતું અન્ન મળતું નહીં અને પશુઓ પણ ઘાસચારાના અભાવે કરુણ રીતે મૃત્યુ પામતાં હતાં. આવે સમયે ગંગાકિનારે આવેલા આશ્રમમાં ઋષિ અભેન્દ્રએ પોતાના ત્રણે શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘તમે જાણો છો કે દુષ્કાળને કારણે લોકો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારે છે. બાપ દીકરાને... Continue Reading →

વાંસની ટોપલીમાં પાણી ભરી લાવો !

તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરુકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર નામના રાજનીતિવિષયક ગ્રંથના રચયિતા કૌટિલ્ય વ્યાવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકિંચન બ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યોના વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનો પ્રયાસ કર્યો. આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણે શિષ્યોને વાંસની ટોપલી આપી અને કહ્યું કે આમાં પાણી... Continue Reading →

આધ્યાત્મિકતા એટલે સ્નેહીજનના સ્નેહની અવગણના નહીં !

અઠ્ઠાવીસ વર્ષની વયના રાજકુમાર વર્ધમાન પિતા રાય સિદ્ધાર્થ અને માતા રાણી ત્રિશલાના અવસાન પછી દીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. માતા-પિતાના સ્નેહનું બંધન દૂર થયું હતું. સંસારમાં રહીને વિરાગની સાધના ચાલતી હતી. હવે સંસાર છોડીને વિરાગની ધૂણી ધખાવવી હતી. આને માટે પોતાના ભાઈ નંદિવર્ધન પાસે આવ્યા. રાજકાજમાં સહુથી ખરાબ વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય ! એક મિલકતના... Continue Reading →

માછલીઓનું ગળું દબાવવાનોઆપણને અધિકાર છે ખરો ?

વિહાર કરતાં જઈ રહેલા ભગવાન બુદ્ધની નજર તળાવના કિનારે પાણીમાં જાળ બિછાવીને બેઠેલા માછીમાર પર પડી. ભગવાન બુદ્ધે જોયું કે જાળમાં માછલી ફસાય એટલે માછીમાર એને ખેંચી લેતો હતો અને પાણી વિના તરફડતી માછલીઓ મૃત્યુ પામતી હતી. આ જોઈને ભગવાન બુદ્ધનું હૃદય દ્રવી ગયું અને માછીમાર પાસે જઈને બોલ્યા, ‘અરે ભાઈ, તું શા માટે આ... Continue Reading →

ખુદાના બંદાને કોઈની દલાલી જોઈએ નહીં !

ઈરાનના દરિયાદિલ અને દાનેશ્વરી એવા શહેનશાહના મહેલમાં ફકીર આવ્યો અને એના દિલમાં એવો ભાવ હતો કે શહેનશાહ પાસેથી દાન-ખૈરાત મેળવું. આમ તો ખુદાની રાહમાં નીકળેલો ફકીર સદાય મોજ-મસ્તીમાં રહેતો હતો અને ખુદાપરસ્તી સાથે જીવતો હતો. એણે ઈરાનના શહેનશાહને સંદેશો મોકલ્યો અને કહ્યું કે આ ખુદાનો બંદો તમારા જેવા નેક શહેનશાહને મળવા માટે અતિ આતુર છે.... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑