ભિક્ષાર્થે નીકળેલાં છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસે શિવાજી મહારાજના કિલ્લાની બહાર ઊભા રહીને ભિક્ષા માટે અવાજ કર્યો. પોતાના ગુરુનો અવાજ પારખી છત્રપતિ શિવાજી ખુલ્લા પગે દોડતા ધસી આવ્યા અને બોલ્યા, ‘આપ તો મારા સમર્થ ગુરુ છો. તમે આવી રીતે ભિક્ષાની યાચના કરીને અમને શરમમાં નાખશો નહીં.' સ્વામી રામદાસે હસતાં હસતાં કહ્યું, ‘શિવા, આજે... Continue Reading →
નોકરની ઉપેક્ષા કરી હોત તો માનવતા કલંકિત થાત !
પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના અંગ્રેજ ન્યાયાધીશ મિસ્ટર કિલીને ત્યાં કામ કરતો ભારતીય નોકર એક વાર બજારમાંથી સામાન લઈને પાછો ફરતો હતો. આ સમયે ન્યાયાધીશના બંગલાની બહાર એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું. નોકર જોરજોરથી રડવા લાગ્યો. એનો રડવાનો અવાજ સાંભળીને ન્યાયાધીશ બહાર આવ્યા અને એમણે જાણ્યું કે એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું છે. ન્યાયાધીશે... Continue Reading →
દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ કેમ ?
અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનું મહિમાગાન કરનાર સ્વામી વિવેકાનંદ અમેરિકાની યુનિવર્સિટીમાં ‘ભારતીય સંસ્કૃતિ અને એનું આધ્યાત્મિક રહસ્ય', એ વિષય પર વક્તવ્ય આપતા હતા. એમની પ્રભાવક વાણી સાંભળવા માટે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને જુદા જુદા વિષયના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એકાગ્રતાથી સ્વામીજીનું વક્તવ્ય સાંભળતા હતા. એ સમયે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનાં બધાં... Continue Reading →
જીવનની સૌથી મોટી કલા કઈ ?
એ બુદ્ધિમાન યુવકને જોઈને ગામમાં સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. ગામડામાં વસતો એ યુવક રોજ નવું નવું શીખતો હતો. એણે ધનુષ્ય-બાણ બનાવનારા પાસેથી ધનુષ્ય-બાણ બનાવવાની કારીગરી શીખી લીધી. એણે નૌકા બનાવનાર પાસેથી નૌકા બનાવવાની કલા શીખી લીધી. શિલ્પી પાસેથી શિલ્પરચનાના કલા-કસબ જાણીને એમાં પારંગત બની ગયો. આ રીતે એ રોજ નવી નવી કળાઓ શીખતો જતો... Continue Reading →
એમ કંઈ ગુરુ બનાવાય ખરા ?
ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ તરીકે જાણીતા થયેલા દાદૂ દયાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમણે બાબા વૃદ્ધાનંદ પાસે દીક્ષા લીધી અને ત્રીસ વર્ષની વયે રાજસ્થાનના સાંભર ગામમાં જઈને રહ્યા. દાદુ દયાલે ‘બ્રહ્મ સંપ્રદાય' સ્થાપ્યો, જે સમય જતાં ‘દાદૂ પંથ'ને નામે પ્રચલિત બન્યો. એ પછી રાજસ્થાનના આમેરમાં ચૌદ વર્ષ રહ્યા અને તેમની ખ્યાતિથી પ્રેરાઈને ઈ.... Continue Reading →
રાબિયા ! તું આ ધરતીનો ચમત્કાર છે !
કૈસીય વંશના ગરીબ પરિવારમાં જન્મેલી બાળકી રાબિયાને બાળપણમાં જ કોઈ ઉઠાવી ગયું અને એને ગુલામ તરીકે વેચી નાખવામાં આવી. તે સમયે ગુલામો પ્રત્યે અત્યંત ક્રૂર વર્તાવ દાખવવામાં આવતો હતો. રાબિયાને વારંવાર એના માલિકનો ત્રાસ અને માર સહન કરવાં પડતાં. આશ્ચર્યની વાત એ હતી કે રાબિયા બાળપણથી જ ધાર્મિક વૃત્તિની હતી અને અલ્લાહ પર એની અગાધ... Continue Reading →
પહેલાં પ્રજાના પેટની આગ બુઝાય, પછી જ રાજભંડાર ભરાય !
દક્ષિણ ભારતના વીરસેન નામના રાજાના રાજ્યમાં વસતો વિષ્ણુદેવ બ્રાહ્મણ ભિક્ષા માગીને જીવન પસાર કરતો હતો. વિષ્ણુદેવ અત્યંત નિર્ધન હતો. વળી પત્ની અને ચાર પુત્રોના પરિવારના ભરણપોષણની જવાબદારી એના માથે હતી. એક વાર રાજ્યમાં કારમો દુષ્કાળ પડ્યો અને વિષ્ણુદેવને મળતી ભિક્ષા બંધ થઈ ગઈ. જ્યાં લોકોને પોતાને ખાવાના સાંસા હોય, ત્યાં વળી ભિક્ષા કોણ આપે ?... Continue Reading →
પદ, પ્રતિષ્ઠા અને સદાચારમાં શ્રેષ્ઠ કોણ ?
વિશાળ રાજ્યમાં અતિ સન્માનિત રાજપુરોહિતના મનમાં એક વાર એવો વિચાર જાગ્યો કે સહુ કોઈ એમને ક્યા કારણે આટલું બધું સન્માન આપે છે? રાજ્યમાં મુખ્ય પુરોહિતનું ગૌરવપૂર્ણ પદ ધરાવતા હોવાથી સ્વયં રાજા એમનાં ચરણસ્પર્શ કરે છે, તેથી એમને સર્વત્ર સન્માન પ્રાપ્ત થાય છે ? કે પછી એમનાં જેવાં શાસ્ત્રોના પ્રકાંડ પંડિત સમગ્ર દેશમાં અન્ય કોઈ નથી,... Continue Reading →
એક ટોપલામાં મારા ખેતરની માટી મને આપો !
લોભી જમીનદારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને એક વૃદ્ધાનું ખેતર પચાવી પાડ્યું. વૃદ્ધાને માથે આકાશ તૂટી પડ્યું. ખેતર એ એનો બુઢાપાનો સહારો હતું. એની આજીવિકાનો સવાલ ઊભો થયો. વૃદ્ધા સરપંચ પાસે ગઈ, પણ પ્રપંચમાં નિષ્ણાત સ૨પંચે એની વાત કાને ધરી નહીં. ગામના મહાજન પાસે ગઈ, પરંતુ મહાજન જમીનદારની સામે થવા માગતું ન હતું. કેટલાક સજ્જનોએ જમીનદારની... Continue Reading →
તમારી સાથે નથી સગાં કે સંપત્તિ, છે માત્ર તમારાં કર્મ !
એક ધનવાને સંપત્તિ મેળવવા માટે રાતદિવસ અથાગ પુરુષાર્થ કર્યો. ક્યારેક ન્યાયી માર્ગે સંપત્તિ મેળવી, તો ક્યારેક ખોટે રસ્તે પણ. એનાં સગાંવહાલાંઓ અને પરિવારજનો આ ધનિકને એક ક્ષણ પણ એકલા રહેવા દેતા નહીં. ધનવાન પરિવારજનોને સતત સહાય કરતા, પરંતુ એવામાં આ ધનવાનને જીવલેણ રોગ લાગુ પડ્યો. રોગ સતત વધતો ચાલ્યો અને સમય જતાં એમનું મૃત્યુ થયું.... Continue Reading →
વાણિયાનો દીકરો મદારી થાય ? (મારો અસબાબ-29)
આઠ દાયકાની જીવનસફર પર જરા દૃષ્ટિપાત કરું છું, ત્યારે એમ લાગે કે જીવનમાં અનેક ક્ષેત્રની ઉત્તમ વ્યક્તિને મળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. જૈનદર્શનમાં પંડિત સુખલાલજી હોય, પં. બેચરદાસજી હોય, દલસુખભાઈ માલવણિયા હોય; રાજકારણમાં લાલબહાદુર શાસ્ત્રી જેવા અનન્ય રાજપુરુષ હોય; ધર્મદર્શનમાં પૂજ્ય આનંદમયી મા, પૂજ્ય શ્રી મોટા અને અનેક જૈન અને હિંદુ સાધુ-મહાત્માઓ હોય; શિક્ષણમાં શ્રી ઉમાશંકર... Continue Reading →
શાંગહાઈમાં શાકાહાર ! (મારો અસબાબ-28)
વાત છે આજથી બત્રીસ વર્ષ પહેલાંની. 1992માં હૉંગકૉંગથી ટ્રેન મારફતે ચીનના પ્રવાસે ગયો, ત્યારે મનમાં સૌથી મોટી મૂંઝવણ એ ભોજનની હતી. બાળપણમાં ચીની પ્રજાનાં માંસાહારી ખાણાંની કેટલીયે વાતો સાંભળી હતી અને તેથી હૉંગકૉંગથી નીકળતી વખતે યજમાનને ત્યાંથી થોડાંક થેપલાં અને અથાણું લઈને નીકળ્યો હતો, પરંતુ ચીનના પ્રવાસ સમયે એવો અનુભવ થયો કે જો તમને હોટલમાં... Continue Reading →
શાકાહાર : માનવીને મળેલી મહાન ભેટ ! (મારો અસબાબ-27)
વિશ્વભરમાં માંસાહારી પ્રજા તરીકે ચીનની પ્રજા પ્રસિદ્ધ છે. સર્પ અને ઉંદરની વાનગી ચીનાઓની પ્રિય વાનગી કહેવાય. કોરોના મહામારીના સર્જન પાછળ ચીનની વેટ-માર્કેટ (જીવતાં પ્રાણીઓનું બજાર) કારણભૂત છે, એમ માનવામાં આવે છે. આવી ચીનની પ્રજાનો એક સમુદાય આજે વિયેટનામની યુવાન બૌદ્ધ ભિક્ષુણી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને પોતાની આરાધ્ય દેવી તરીકે સ્વીકારે છે. વિયેટનામથી માંડીને છેક અમેરિકા... Continue Reading →
દુનિયાને ઉગારવી હોય તો ! (મારો અસબાબ-26)
તમારા ભીતરમાં વસે છે ભગવાન ! આ શબ્દો છે તાઇવાનથી માંડીને છેક અમેરિકાના લૉસ એન્જલસ સુધી આત્મજાગૃતિનો અહાલેક જગાડનાર સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈના. એમના કહેવા પ્રમાણે ધર્મગ્રંથોમાંથી તમને ઈશ્વરનો સાચો ઉપદેશ મળશે નહીં. એને માટે તો તમારે પહેલાં તમારી ભીતર જવું પડે. ભીતરની જાગૃતિ પછી જ ખ્રિસ્તી એના ઈસુને કે બૌદ્ધધર્મી એના બુદ્ધને પામી શકે.... Continue Reading →
આપણી અડોઅડ વસે છે સ્વર્ગ અને નરક ! (મારો અસબાબ-25)
1993ની શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેજસ્વી ચહેરો, સુદૃઢ દેહ અને તરવરતા આનંદને ઉલ્લાસ સાથે પોતાના અનુયાયીઓની વચ્ચે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ જોવા મળી. આજ સુધી ભારત, જાપાન કે ચીન જેવા એશિયાઈ દેશોમાં આધ્યાત્મિક ગુરુઓ જન્મ્યા હતા, જ્યારે સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈનો જન્મ વિયેટનામમાં થયો. એનું મોટા ભાગનું જીવન તાઇવાનમાં વ્યતીત થયું અને એણે પ્રબોધેલી... Continue Reading →
આત્મસાક્ષાત્કાર એ જ જગતનો આશરો અને ઉપાય ! (મારો અસબાબ-24)
જિંદગીમાં ક્યાં ઓછા ચમત્કાર સર્જાતા હોય છે ! એ ચમત્કાર આપણી સમક્ષ નવીન વિશ્વનો રોમાંચ લઈને આવે છે. કોઈ નવીન એવા એક રોમાંચક ચમત્કારનો અનુભવ 1999ના ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં કેપટાઉન શહેરમાં યોજાયેલી ‘પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સ’ સમયે થયો. જગતના ધર્મોનો જાણે અહીં મેળો જામ્યો હોય તેમ લાગે. જ્યાં જ્યાં નજર પડે, ત્યાં વિશ્વના કોઈ... Continue Reading →
ટિપાવું તો પડે જ ને ! (મારો અસબાબ-23)
જીવન એટલે જ અવિરત સંઘર્ષ ખેલીને પ્રગતિ સાધવાનો પુરુષાર્થ. જીવનમાં અમુક સમયગાળો સંઘર્ષનો હોય અને અમુક સમયગાળો સંઘર્ષ વિનાનો તેવું હું કદી માનતો નથી. એમાં અવિરત બાહ્ય-આંતરિક સંઘર્ષો ચાલતા જ રહે. 1969ની ચોવીસમી ડિસેમ્બરે પિતા ‘જયભિખ્ખુ’નું હૃદયરોગના ગંભીર હુમલાને પરિણામે પાંચેક મિનિટમાં જ અવસાન થયું અને તે પછી કુટુંબની જવાબદારી મારે શિરે આવી ત્યારે ચિત્તમાં... Continue Reading →
આને કહેવાય જાણ્યું છતાં અજાણ્યું ! (મારો અસબાબ-22)
છેલ્લાં સિત્તેર-એક વર્ષથી ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મુનીન્દ્ર’ના ઉપનામથી ‘જાણ્યું છતાં અજાણ્યું’ એ કૉલમ પ્રગટ થાય છે. 1969 સુધી સર્જક ‘જયભિખ્ખુ’ એ કૉલમ લખતા હતા અને એમના અવસાન બાદ હું એ કૉલમ લખું છું. જગતમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જે આપણે નજરે જોઈએ છીએ, પરંતુ એ ઘટનાને સર્જનારાં કારણોને પારખી શકતા નથી. માત્ર... Continue Reading →
નથી ક્યાંય કિનારો કે નથી દેખાતી દીવાદાંડી (મારો અસબાબ-21)
કોના જીવનમાં સંઘર્ષ હોતો નથી ? જીવન એટલે અવિરત મથામણ, પારાવાર સંઘર્ષ અને સહેજે થંભ્યા વિના ચાલતી અગ્નિપરીક્ષા. પ્રત્યેક વ્યક્તિ એના જીવનમાં આવતી આપત્તિઓ સામે માથું મારીને માર્ગ કાઢવા મરણિયો પ્રયાસ કરે છે. એની મુશ્કેલીઓને દૂર કરવા માટે વખત આવે મર્દાનગીનો આશ્રય લેતો હોય છે. આવા જીવનસંઘર્ષો સામે ઝઝૂમનારા કેટલાય જીવનની વિકટ વિટંબણાઓથી ભરેલી જીવનગાથા... Continue Reading →
નિસબતનું આકાશ (મારો અસબાબ-16)
વ્યક્તિ મૂલ્યોને પોતાના વ્યવસાયના દાયરામાં બાંધી રાખે છે અને વ્યવસાય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને જ મૂલ્ય રૂપે જોઈને પોતાની જાતને નાણે છે, પરંતુ પારખવામાં એની સમગ્ર જીવનરીતિમાં મૂલ્ય પ્રગટવું જોઈએ. આવું મૂલ્યપ્રાગટ્ય એને જીવનપડકાર ઝીલવાની શક્તિની સાથોસાથ આંતરિક પ્રસન્નતા અર્પે છે. એના જીવનના પ્રત્યેક કાર્યમાં એ મૂલ્ય જુદું જુદું રૂપ ધારણ કરીને પ્રગટતું હોય છે. મને પહેલેથી... Continue Reading →