માનીએ કે ન માનીએ, પણ કોઈ વ્યક્તિ સાથે સ્વભાવ, વ્યવસાય અને સ્થિતિ વચ્ચે આભ-જમીનનું અંતર હોય, છતાં એવો ઋણાનુબંધ બંધાઈ જાય છે, કે જે ચિરસ્મરણીય મિત્રતામાં પરિવર્તિત થઈ જાય છે. ઈ. સ. 1984માં એક સમારંભમાં ટોરન્ટ કંપનીના ચૅરમૅન શ્રી યુ. એન. મહેતા(શ્રી ઉત્તમભાઈ મહેતા)ને મળવાનું બન્યું અને એ પછી અમારા બંને વચ્ચે એવો સ્નેહતંતુ બંધાયો... Continue Reading →
આઇ એમ પ્રાઉડ ટુ બી દેસાઈ ! (મારો અસબાબ-19)
એક સમયે કુટુંબ વિશાળ કબીરવડ જેવું હતું, જેની વડવાઈઓ આસપાસ ચોમેર પથરાયેલી હતી. એ પછી કુટુંબ એક ઊંચા વૃક્ષ જેવું બની ગયું, જેનાં ફળ એની છાયામાં વસનારા નાનકડા કુટુંબને મળતાં હોય. આજે વિભક્ત થઈ રહેલા કુટુંબની દશા વેરાનમાં ઊગેલા છોડ જેવી બની ગઈ છે. આજે ભલે પરિસ્થિતિનો તકાજો અને પ્રગતિની ભાવનાને કારણે સંયુક્ત પરિવારો વિભક્ત... Continue Reading →
આશાનું એ દિવ્યકિરણ (મારો અસબાબ-18)
કેનિયાના નૈરોબી શહેરની સાવ દૂર આવેલી અસ્પૃશ્ય અને અસ્પર્શ્ય ઝૂંપડપટ્ટીના વિસ્તાર પર ધીમે ધીમે અંધકારની ચાદર પથરાતી જતી હતી. આકાશી અંધકારની લગોલગ ધરતીનું અંધારું પણ ઘાટું બનતું જતું હતું. દારૂનું અતિ સેવન કરવાને લીધે બેફામ બનીને અહીંથી તહીં લથડિયાં ખાતા દારૂડિયાઓના નશાથી સાંકડી ધૂળિયા શેરીઓ આમતેમ ડોલતી હતી. ક્યાંક કોઈ વ્યસની કશાય કારણ વિના રાહદારી... Continue Reading →
ફાધર મઝુંરી (મારો અસબાબ-17)
સફર એટલે આનંદ. સફર એટલે મોજ. પ્રવાસ એટલે સૌંદર્યથી છલકાતાં સ્થળોનું મનભર દર્શન. જાણ્યાં-અજાણ્યાં સ્થળોની, ઇમારતોની, સ્મારકોની આનંદભરી તવારીખની જાણકારી. ક્યારેક ક્યાંક અલપઝલપ માનવજીવનની ઝલક સાંપડે. ક્યાંક ભ્રમણયાત્રામાં કોઈ વિરલ માનવીનો ભેટોય થાય. પ્રવાસમાં ‘ચાલવાનું’ વધુ બને, ‘જોવાનું’ ક્યારેક ઓછું લાગે ! ‘વિચારવાનું’ તો સાવ નહિવત્ ! આફ્રિકાના પ્રવાસના આરંભે મનોમન નિરધાર કર્યો કે નજરને... Continue Reading →
મારાં ફૈબા ! (મારો અસબાબ-15)
એક જ શબ્દ કેવા બે ભિન્ન સંદર્ભમાં પ્રગટ થતા હોય છે ! અણગમતો ગણાતો ‘પનોતી’ શબ્દ જીવનના બે પ્રસંગોએ કેવા સાવ નોખા સંદર્ભો લઈને આવ્યો ! મારાં ફૈબાનું નામ હતું હીરાબહેન. સહુ કોઈ એમને શકરીબહેન કહે. નાની વયે માતાને ગુમાવ્યાં હતાં અને આરંભે પિતાની સેવા-ચાકરીમાં ડૂબેલાં રહ્યાં અને એ પછી ધનાઢ્ય ઘરના મોભાદાર કુટુંબમાં ફૈબાનાં... Continue Reading →
વિશ્વશાંતિનો પાયો તમારું ભોજન છે ! (મારો અસબાબ-14)
જીવનના અસબાબમાં એટલું બધું વૈવિધ્ય છે કે ચિત્ત પર અનેક વ્યક્તિઓ, પ્રસંગો, ઘટનાઓ ત૨વર્યા કરે છે અને આથી આરંભે ગુરુવંદના કરીને હવે થોડી બીજી વાતો કરીએ. ઇંગ્લૅન્ડની કૉન્ફરન્સ દરમિયાન ડૉ. વિલ ટટલ સાથે પ્રવચન આપવાની તક સાંપડી. એક નવા વિચાર સાથે વૈશ્વિક દૃષ્ટિકોણ લઈને ઘૂમતા પ્રતિભાશાળી માનવીની એ મુલાકાત તરીકે સ્મરણીય બની રહી. આમ તો... Continue Reading →
નહીં નમનારી નીડરતા (મારો અસબાબ-13)
એક શાંત, સ્થિર સરોવર અને બીજો મોજાંઓ ઉછાળતો ઘૂઘવતો દરિયો. ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્વાનો ક્યાં અને પત્રકાર જગતના ખેરખાં ક્યાં ? સાહિત્ય અને પત્રકારત્વ બંનેની દુનિયા સાવ નોખી, કિંતુ છેક બાર વર્ષની વયથી કૉલમલેખન શરૂ કરવાને કારણે ‘ગુજરાત સમાચાર'ના પ્રેસમાં જવાનું બનતું, તેથી સાહિત્યજગતની સાથોસાથ પત્રકારત્વની દુનિયાનો ગાઢ પરિચય થયો, પણ એ બે દુનિયાના નોખા- અનોખાપણાની... Continue Reading →
‘ગુરુ આજ તમ આવ્યે રે, મારે અજવાળું’ (મારો અસબાબ-12)
પ્રેમ અને પરિશ્રમ ચિત્તમાં જ્યારે ગુરુપ્રતિમાનું નકશીકામ કરું છું, ત્યારે જીવનમાં માર્ગદર્શક, રાહબર અને અંતે મિત્રસમા બની રહેલા પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરનું સ્મરણ થાય છે. ડૉ. ધીરુભાઈ ઠાકર પાસે અભ્યાસ ક૨વાની તક મળી, તે પૂર્વે એમની સાથે ગાઢ પારિવારિક સંબંધ હતો અને મારા પિતા ‘જયભિખ્ખુ' અને ધીરુભાઈ ઠાકર વચ્ચે અતૂટ મૈત્રી હતી. ધીરુભાઈ એ સમયે... Continue Reading →
માંહી પડ્યા તે મહાસુખ માણે (મારો અસબાબ-11)
ચિત્તમાં સંગ્રહાયેલી ગુરુની મધુર સ્મૃતિઓનું પુનઃસ્મરણ કેવો આનંદવિહાર કરાવે છે ! કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે અતીતની યાદગાર સ્મૃતિ ચિત્તમાં જાગે, ત્યારે એ આનંદભર્યું દૃશ્ય મનઃચક્ષુ સમક્ષ પ્રત્યક્ષ થઈ જાય છે. આશ્ચર્ય લાગે, પણ જીવનની એક મધુર સ્મૃતિ તાળીઓ સાથે સંકળાયેલી છે. વાત તો એવી હતી કે અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજના શેઠ... Continue Reading →
એકલવ્યની આરાધના અને અર્જુનનો સાક્ષાત્કાર ! (મારો અસબાબ-10)
એકલવ્ય અને અર્જુનના બંનેના ચિત્તમાં વિદ્યાપ્રાપ્તિના સમયે ગુરુ દ્રોણની કેવી છબી હશે ? એકલવ્ય સમક્ષ ગુરુ પ્રત્યક્ષ નહીં, કિંતુ એમની વિદ્યા અને નિપુણતાથી હાજરાહજૂર હતા. એ ગુરુપ્રતિમા પાસે રહીને જ્ઞાનપ્રાપ્તિ કરતો હતો, જ્યારે અર્જુન પાસે તો ગુરુની સાક્ષાત્ ઉપસ્થિતિ હતી. એકલવ્ય એના ચિત્તમાં ગુરુ પાસેથી પ્રાપ્ત થતા ધનુર્વિદ્યાના જ્ઞાનની કલ્પના કરીને સજ્જ થતો હશે, તો... Continue Reading →
વિજેતા જીવનને ઘડે છે (મારો અસબાબ-9)
બાળસાહિત્યના સર્જનમાં જેટલો હસતો-રમતો આનંદ પ્રાપ્ત થતો હતો, એટલી જ મનોમંથનની મોજ બાળસાહિત્યના વિષય અંગે ચાલતી ગડમથલથી આવતી હતી. એકાદ વર્ષે વર્તમાન પરિસ્થિતિ જોઈને કોઈ મૌલિક વિચાર જાગે અને પછી એક બિંદુની આસપાસ આખો મધપૂડો રચાય, એ રીતે જુદા જુદા પ્રસંગોની ગૂંથણી કરતો. એ વિશેની ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનના વાસ્તવિક પ્રસંગોને મેળવ્યા પછી અને એની... Continue Reading →
રામ થઈને રામની પૂજા કરો ! વિશ્વસમસ્તના હૃદયમાં ધબકે છે રામ !
રામકથાનાં કેટકેટલાં રૂપ ! મૌખિક રૂપે ગવાતી ગાથાઓ રૂપે મળે, એ મહાકવિ વાલ્મીકિએ રચેલા મહાકાવ્ય રૂપે મળે, એ સાહિત્ય ગ્રંથોમાં અને શિલ્પ- સ્થાપત્યમાં મળે, ચિત્રો અને સિક્કાઓમાં મળે. રામકથાની વ્યાપકતા એ રીતે અનોખી છે કે એમાંનાં માનવીય સ્પંદનો સહુ કોઈને સ્પર્શતાં રહ્યાં છે. એની ઘટનાઓ જાણે આપણા પરિવારની ઘટનાઓ હોય એવું સહુને લાગ્યું છે. એમાં... Continue Reading →
શત્રુઓના કપાયેલા મસ્તકનો મિનાર રચનાર હવે ફૂલ ચૂંટતાં અચકાતો હતો !
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, ‘તમે કત્લેઆમ કરનારા મિરજાખાન નથી, પણ મહાન કવિ રહીમ છો !' ‘જય જય ગોસ્વામી, આપને પાય લાગુ, આપના કદમ ચૂમું.' અવાજમાં ઉર્દૂનો સાહજિક લહેકો હતો અને ભાવ ભારતીયતાથી ભીંજાયેલા હતા. ‘આવો ભાઈ ! કયા કામે અહીં રામદરબારમાં આવ્યા છો ?’ ગોસ્વામી તુલસીદાસજીએ પૂછ્યું. ‘ગોસ્વામીજી ! તલવારની છાયામાં મોટો થયો છું. એના ભરોસે... Continue Reading →
મેસ્સીની માનવતા મહોરી ઊઠી !
વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી ફૂટબૉલની લોકપ્રિય રમતમાં યોજાતી સ્પર્ધાઓ પર આખી દુનિયાની નજર હોય છે. ફૂટબૉલની રમતનો રંગ જુદો અને એની આશિકી પણ અનેરી ! દુનિયાના દેશોમાં ભારત ફૂટબૉલની રમતમાં ખૂબ-ખૂબ પાછળ છે, પરંતુ કેટલાક દેશોમાં તો ફૂટબૉલ એ ધર્મ મનાય છે અને આથી જ ફૂટબૉલનો વિશ્વકપ ખેલાય, ત્યારે... Continue Reading →
91મા વર્ષે યુધિષ્ઠર હસ્તિનાપુરના રાજા બન્યા !
આજના સંદર્ભમાં જેને ઇતિહાસ કહેવામાં આવે છે, એ અર્થમાં મહાભારત ઇતિહાસ નથી. આમેય ભારતમાં એ સમયે ઇતિહાસ શબ્દનો અર્થ કોઈ કાલબદ્ધ વૃત્તાંત નહીં, પરંતુ જે ઘટનાઓ બની છે, એને જુદાં જુદાં પાત્રો અને પુરાકલ્પનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હતી. એ ઇતિહાસ ‘મિથ’ના રૂપે હોય છે. જોકે એ જ કારણે ‘મહાભારત'માં આલેખાયેલો ઇતિહાસ માત્ર કાલબદ્ધ રહેતો... Continue Reading →
દિલના અવાજને અનુસરીને નિર્ણય લો !
ચોતરફ ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે મતદાતાએ એના દિલના અવાજને અનુસરીને નિર્ણય લેવાનો છે. એના પર ચોતરફથી પક્ષો પ્રભાવી બનતા હોય છે, નેતાઓનો આગ્રહ અનુભવતો હોય છે, ભવિષ્યનાં મધમીઠાં વચનોનો આસ્વાદ પણ કરતો હોય છે. સોશિયલ મીડિયાના આક્રમણથી ઘેરાયેલો હોય છે, પરંતુ એણે મતદાન કરતી વખતે તો દિલના અવાજને અનુસરીને... Continue Reading →
સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !
આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન... Continue Reading →
આ યુગમાં આવું પણ બની શકે છે !
કોઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત ક૨વી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. 1930માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ. સં. 1981માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે. પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં... Continue Reading →
દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન
કેટલીક પ્રજા પોતાના દેશના સમર્થ પુરુષોની ભવ્ય પ્રતિમા ખડી કરીને પ્રેરણા પામે છે, તો કેટલીક પ્રજાને પોતાની ભવ્ય પ્રતિમાઓને ખંડિત કરવાનો વાઇરસ લાગુ પડ્યો હોય છે. એ ભૂતકાળના સમર્થ પુરુષોની ભવ્યતાનો સમાદર કરવાને બદલે કોઈ નાનકડો દોષ કલ્પીને એ મૂર્તિઓને સતત ખંડિત કરવા માટે પ્રયાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પર એમના સમયે આક્ષેપોની કેવી... Continue Reading →
જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમના કોમળ પુષ્પનું !
જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં... Continue Reading →