- ચિત્રલેખામાં પ્રકાશિત થયેલો ઇન્ટરવ્યૂ (ચિત્રલેખા, જુલાઈ ૧૦, ૨૦૨૪) શિરમોર ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક, સંપાદક અને અનુવાદક, ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી તથા પ્રભાવશાળી વક્તા, અનેક પારિતોષિકથી અલંકૃત અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા જેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયો છે તેવા કુમારપાળભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે : જન્મ બોટાદ જિલ્લાના... Continue Reading →
માલતી મહેતાએ લીધેલી મુલાકાત
પ્રશ્ન : વિશ્વકોશના સર્જનનો વિચાર કઈ રીતે આવ્યો ? ઉત્તર : સમાજમાં સ્વાધ્યાયવૃત્તિ, જ્ઞાનોપાસના, માતૃભાષા માટેની ચાહના અને વ્યાપક જનસમૂહ સુધી જ્ઞાનપ્રાપ્તિ થાય તેવી ઝંખનામાંથી કોઈ એક સર્જન થાય તો તે ગુજરાતી વિશ્વકોશનું. કોઈપણ સંસ્થાની સ્થાપના થાય, ત્યારે એની પાસે કાં તો મજબૂત રાજકીય પીઠબળ હોય અથવા આર્થિક જોગવાઈ ધરાવતી સંસ્થાનું પીઠબળ હોય. વિશ્વકોશના... Continue Reading →
દર્શના ધોળકિયાએ લીધેલી મુલાકાત
લેખક, વિવેચક, સંપાદક અને સંશોધક, શ્રી દર્શના ધોળકિયાએ લીધેલી મુલાકાત પ્રશ્ન : આપનું બાળપણ કેવી રીતે વીત્યું ? ઉત્તર : બાળપણમાં શબ્દ, સાહિત્ય, સંતોનો સહયોગ પ્રાપ્ત થયો. મારા પિતા જયભિખ્ખુ લેખક હોવાથી મારે ઘેર લેખકોનો ડાયરો જામતો. તેઓ ભોજન માટે આવતા. વિખ્યાત નવલિકાકાર ‘ધૂમકેતુ’ પાસેથી કેટલીયે ચૉકલેટ ખાવા મળી છે. કનુ દેસાઈ આવે એટલે મારી... Continue Reading →
અમિતા મહેતાએ લીધેલી મુલાકાત
‘હૃદય પરિવર્તન’ સામયિકના 200મા વિશેષાંક માટે, શ્રી અમિતા મહેતાએ લીધેલી મુલાકાત પ્રશ્ન : લેખક બનવાનું સપનું બાળપણથી જ હતું કે પિતાની પ્રેરણાથી બન્યા ? ઉત્તર : કોઈ સ્વપ્ન નહોતું, પણ આસપાસનો પરિવેશ કારણભૂત છે. પિતા ‘જયભિખ્ખુ’ સાહિત્યકાર હોવાથી રોજ સવારે ટેબલ પર બેસીને એમને શાહી અને કલમથી લખતા જોતો હતો. વળી જયભિખ્ખુ ડાયરાના શોખીન હોવાથી કવિ... Continue Reading →