એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમનસ્યનો ભોગ બનવું પડ્યું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરાવા માંડી. એ સમયે... Continue Reading →
હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી
ભારતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઇંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઇતિહાસમાં ક્યાંય નોંધ મળતી... Continue Reading →
આખરે ચંદુ ચેમ્પિયનની ખ્વાહિશ પૂરી થઈ !
અંતે આ વર્ષે મુરલીકાન્ત પેટકરને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન ઍવૉર્ડ મળ્યો અને ચિત્તમાં અનેક સ્મરણો ઉભરાઈ રહ્યા. છેક 1973માં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. એ સમયે મનમાં એક મથામણ હતી કે આ અપંગોની કેવી ઘોર અવહેલના કરવામાં આવે છે ! કોઈ એમને બીજા દરજ્જાના નાગરિક ગણે છે, તો કોઈ એમને અશક્ત અને ભારરૂપ ગણે છે. મારી... Continue Reading →
ભારતે વાત કરી ‘યુનિવર્સલ રિલિજિયન’ અને ‘યુનિવર્સલમૅન’ની !
આજના ધર્મોનો વ્યાપક વિચાર જરૂરી છે. તાજેતરમાં ‘કોવિડ, પેન્ડેમિક ઍન્ડ વર્લ્ડ્ઝ રિલિજિયન્સ' પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં લેખો પ્રકાશિત થયા. જેમાં એ સમયે કોવિડની મહામારીમાં ધર્મોની શી સ્થિતિ થઈ ? ધર્મોની ઉપાસના કઈ રીતે થઈ અને એ ધર્મએ માનવજાતને કઈ રીતે મદદ કરી ? અથવા તો એ ધર્મ એની પરંપરાને કારણે કેવી ભૂલ કરી બેઠો એની... Continue Reading →
એ સમયે વાલીપણાના મુખત્યારનામા કે કોર્ટ ફી અને કાગળોનાં કારસ્તાન નહોતાં !
રાજનગર અમદાવાદના માનવરોના ઝળહળાટને જોવા જેવો છે. આ જ રાજનગરમાં સો-દોઢસો વર્ષ પૂર્વે થયેલા શ્રેષ્ઠીઓનાં જીવનને જોઈએ તો કોઈ પણ પ્રજાને એનો ગર્વ થાય. ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને કર્મથી અવિરત મહેનત દ્વારા એમણે આ અમદાવાદ નગરીમાં ઉમદા માનવીઓનો આદર્શ રચ્યો હતો. એવા આદર્શોની કથા ભાવનગરની જૈન ઑફિસે પ્રગટ કરેલા 'રાજનગરનાં રાજરત્નો’માં મળે છે અને એનું... Continue Reading →
દોષખોજ અને નિંદાખોરી એ એમનો એકમાત્ર ધર્મ હોય છે !
જે પ્રજા રાષ્ટ્રવીરને ભૂલી જાય, તે આંતર કલહમાં સબડીને અધઃપાત પામે છે ! ગાફેલ જમાનો ઘણી જલદીથી પોતાના શ્રેષ્ઠ માણસને વીસરી જાય છે અને સમય જતાં મિથ્યાભિમાની માણસો લોકશ્રદ્ધાના પ્રાચીન મંદિરનો કબજો કરી જૂની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દે છે. એક ફેંકાઈ ગયેલી પ્રતિમાની વાત છે - ઈ. સ. ૧૮૮૫ની. જંગલખાતાનો એક ઉપરી અંગ્રેજ અમલદાર જંગલના... Continue Reading →
બીજાને દૃષ્ટિ આપવાથી અંતઃચક્ષુ ઊઘડે છે અને દિવ્યદૃષ્ટિ મળે છે !
તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો ! માનવતાના મસીહાની આ મર્મભેદક કથા છે. જેણે બીજાની વેદના પોતાના હૃદયમાં સામે ચાલીને સ્વીકારી લીધી છે. અન્યની પારાવાર પીડાનો સ્વયં સાક્ષાત્ અનુભવ કર્યો છે, પછી એ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.44 મિનિટે થયેલા કચ્છના ધરતીકંપની હોય કે પછી એ વેદના કોઈ નારીના ગર્ભાશયની પીડા હોય. આમાં... Continue Reading →
મુખ્યપ્રધાન, નાણાપ્રધાન કે રાજ્યપાલ પદને ઠુકરાવી દેનાર વિરલ માનવી !
સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા ! યજ્ઞનો દેવતા ઓલવાઈ ગયો છે. બુઝાયેલા ઈંધણનો ભંગાર કાળા ધુમાડા કાઢતો પડ્યો છે. અંધકાર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવાનો હોય, ત્યારે ચહેરા પર પોતાનો આસમાની બુરખો નાખે છે. અને કોઈ પણ દેશની પીછેહઠ થવાની હોય, ત્યારે તે દેશના રાજકારણી પુરુષોના મન પર બેજવાબદારી અને અનૈતિકતાનો બુરખો નાખે... Continue Reading →
તમારા માર્ગનો કાંટો નહીં, પણ તમારી ઊજળી કીર્તિનું ગુલાબ બનીશ !
અગાધ સ્નેહ કરતાં સર્જકનો સ્વધર્મ ચડિયાતો છે ! નિર્વિકારી તો એકમાત્ર પરમાત્મા છે. હશે કોઈ એવા પુરુષ કે જે આટલા બધા આકર્ષક અને લોભામણા સંસારમાં, જેને યૌવન આવ્યું હોય ને વિકાર જાણ્યા ન હોય !' કથાની રચના કરતો રચના કથાકારે અંતરની આહથી જાણે કાવ્ય સર્જ્યું, ને બધું મૂકીને બહાર લટાર મારવા નીકળ્યો. એને વિચારનો તંતુ... Continue Reading →
મેં સ્વયં મારી જાતને સતત શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી છે !
માનવતાની ચીસ અને ફૂટબૉલની ‘કિક' ! અનરાધાર ધનવર્ષા થતી હોય, એવે સમયે કોઈને માત્ર ધનસંચયનો વિચાર આવે છે, જે પોતાની સંપત્તિના ચરુ પર સાપ થઈને ફેણ માંડીને એને જાળવવા માટે ઉજાગરા કરે. કોઈ પોતાની સંપત્તિ અંગત મોજ-વિલાસમાં પ્રયોજે છે અને કોઈ તો ભવ્ય સમારંભો કે લગ્નનાં આયોજનો કરીને પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે.... Continue Reading →
દેજો દરિયામાં દોટ ! રાખણહારો રામ છે !
પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય ! સાડાત્રણસો વર્ષ પહેલાંનું એક સવાર ઊગતું હતું. ખંભાત બંદરના ડક્કા ઉપર ઉષાનાં સુંદર અજવાળાં હમણાં જ પથરાયાં હતાં. ક્ષિતિજ સુધી પથરાયેલો રત્નાકર પોતાની ગોદમાં નૌકાઓને રમાડી રહ્યો હતો, પણ એ નૌકાનારીઓ કંઈક રિસાયેલી હતી. દિવસોથી અંતઃપુરમાં પૂરી રાખેલી મદભર માનુનીની જેમ, કેટલાય વખતથી લંગર નાખીને બંધનમાં... Continue Reading →
ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો !
ચાલ્યા જાઓ ! તમને મા જગદંબાની આણ છે ! એ આખરી સલામ સદાને માટે આખરી જ રહી ! સાંજનો સૂરજ લાલપીળો થતો હતો. બંગાળાનાં ઊંચાં ઊંચાં વાંસનાં જંગલો અને મગરમચ્છોથી ભરેલી નદીઓ વીંધતો એક અવાજ આવી રહ્યો હતો. ચોતરફ પથરાયેલી ગીચ ઝાડી અને નાની નાની ટેકરીઓએ એ અવાજનો પડઘો પાડી વનની ભયંકરતામાં વધારો કર્યો. જોયું... Continue Reading →
પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે નવું નરક સર્જવાની જરૂર નથી
અતિ મહત્ત્વાકાંક્ષા ક્યારેક માનવતાની ઘાતક બને છે ! દેવાનુપ્રિય પ્રિયદર્શી સમ્રાટ અશોકને, કલિંગના અભૂતપૂર્વ વિજય પછી, એક મહાન આકાંક્ષા જન્મી : આ સૃષ્ટિને દેવભૂમિ જેવી બનાવું; પૃથ્વીપટ પરથી પાપને સમૂલ ઉખેડી નાખું; અધર્મનો સર્વથા સંહાર કરું ને નાસ્તિકતાનું નિકંદન કાઢી નાખું ! પણ આ સંસારને સુધારવા માટે પ્રેમ કરતાં ભય વધુ જરૂરી છે. મંત્રીરાજે કહ્યું... Continue Reading →
જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમના કોમળ પુષ્પનું !
જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં... Continue Reading →
મારા શરીર પર દયા કરશો, તો મારા યશની કતલ કરશો !
જીવનને જંગ ગણે ને મરણને રંગ ગણે તે જવાંમર્દ ! જાદુગર એક એવો જવાંમર્દ છે, જે પોતે ઝે૨ પીએ છે અને દર્શકોને હાસ્યનું અમૃત પાય છે. એ પોતે બંદૂકની ગોળીએ વીંધાય છે, લોકોના મનને લીલાવિલાસ પમાડવા ! દેહના કરવતથી કાપીને એ બે ટુકડા કરે છે. પ્રેક્ષકોનાં દુ:ખથી વીંધાયેલા કાળજાને પ્રફુલ્લાવવા ! આવી જાદુવિદ્યાની વેદી પર કેટકેટલા બત્રીસાની ભેટ ચડી છે. એ સત્યઘટનાઓ સાંભળી, ત્યારે રાઈનો પર્વત થઈ ગયો છે. નગણ્ય લાગતી વાત ગણતરીમાં મોટી લાગવા માંડી છે.
રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુરદુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે !
મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી ! ‘હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂ૨ નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વનાગરિક છું.' 1942માં ફાસીવાદ વિરોધી કલાકારોના સંમેલનમાં ચાર્લી ચૅપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો. હકીકત એ પણ છે કે... Continue Reading →