ફોર્મ્યુલા વનની રેસમાં ઝૂકાવનાર મોટરચાલક હંમેશાં રસ્તા પર સીધી દૃષ્ટિ રાખીને રેસમાં કાર દોડાવશે, જ્યારે કોઈ ગાઢ જંગલમાં ઝરણાંઓ, નદીઓ, પર્વતોની વચ્ચેથી માર્ગ કરનાર સાહસપ્રેમી આગળ વધવા માટે જુદા જુદા આડા અવળા રસ્તા ખોળવાનો પ્રયત્ન કરશે. મોટરકારના ચાલકની નજર સમક્ષ એક જ લક્ષ્ય હોય છે, જ્યારે ગાઢ જંગલો વીંધનારાઓ ચોતરફ દૃષ્ટિ કરતા આમતેમ જઈને માર્ગ... Continue Reading →
ભૂલા પડેલા યાત્રાળુઓને ઘોડેસવાર સહાય કરે છે !
શ્રી શંખેશ્વર તીર્થના સંદર્ભમાં આપોઆપ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજસાહેબનું સ્મરણ થાય. એમના જીવનમાં ધર્મશક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૮માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે... Continue Reading →
ચાલો, હવે મૂળમાં ઘા કરીએ !
પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું ? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ ક૨વા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ... Continue Reading →
જે વેદાભ્યાસથી પામ્યો નહીં, તે બાણશય્યાની પીડાએ સમજાવ્યું !
દુઃખનાં રોદણાં રડતો માનવી જેને પરમ સુખ માને છે, તે વિશે કોઈ ગંભીર વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં પારાવાર દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની... Continue Reading →
દુઃખ ભલે અપ્રિય હોય, પણ ઉદ્ધારક છે !
સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુઃખ પ્રત્યે કેવો સાવ આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખીને મુખ ફેરવી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને... Continue Reading →
સુખની અપેક્ષા જેટલી વધુ, એટલું વધુ દુઃખ !
જરા તમારા જીવનમાં આવતાં દુઃખોની ગહેરી ચિકિત્સા કરો, તો ખ્યાલ આવશે કે એનું એક કારણ સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ છે. કેટલાક માનવીમાં શાહમૃગીય વૃત્તિ જોવા મળે છે. શાહમૃગ દુશ્મનને સામે આવતો જોઈને રેતીમાં માથું ખૂંપાવી દે છે અને માને છે કે દુશ્મન તો ક્યાંય નજરે પડતો નથી જ્યારે એનો દુશ્મન રેતીમાં માથું ખૂંપાવીને ઊભેલા શાહમૃગને આસાનીથી... Continue Reading →
શરીર માત્ર માગણી કરે છે, જ્યારે મન ભવિષ્યની આકાંક્ષા જગાડે છે !
ક્યારેય તમે તમારા શરીર અને મનનો સંવાદ સાંભળ્યો છે ખરો ? એને વિશે કશુંય વિચાર્યું છે ખરું ? સિતાર અને તબલાની આ અનોખી સંગતને માણી છે ખરી ? શરીર કહે છે કે, ‘મારે ભોજનની જરૂ૨ છે.’ અને ત્યાં તત્કાળ મન બોલી ઊઠે છે કે, ‘ગમે તેટલો ડાયાબિટીસ હોય પણ આજે તો ભોજનમાં દૂધપાક હોવો જોઈએ.’... Continue Reading →
પાણી માટે તરફડતી દુનિયા યુદ્ધોનાં પાણીપત ખેલવાં આતુર છે !
તમારી આંખ અને કાન પર ભરોસા નહીં કરી શકો ! એક સમયે કલ્યાણકારી શોધોએ માનવજીવન પર આશીર્વાદ વરસાવ્યો. પાષાણયુગમાં ઉત્ક્રાંતિ શરૂ થઈ, વૃક્ષના થડને ગબડતું જોઈને ચક્રની શોધ થઈ, બે પથ્થર એકબીજા સાથે ઘસાતાં અગ્નિ પેદા થયો. આમ માનવજાતિના પ્રારંભકાળમાં થતી શોધ માનવજાતિને માટે સુખાકારીરૂપ બની રહી, પરંતુ એ પછી માનવી ખુદ માનવીના લોહીનો તરસ્યો... Continue Reading →
દિશાવિહીન અરાજકતા તરફ દોડી રહેલું વિશ્વ !
આપણું ભાવિ અતિ ભવ્ય છે કે ભયાવહ ? કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આખા જગતને થંભાવી દીધું હતું. એ જ રીતે તાજેતરમાં માઇક્રોસૉફ્ટને કારણે અડધી દુનિયાની કાર્યશક્તિ અપંગ બની ગઈ હતી. માનવજાતિ એની સામે સર્જાતા પ્રચંડ પડકારોનો સામનો કરે છે, પરંતુ ક્યારેક એનો સામનો એ સ્વયંને માટે સમસ્યારૂપ બની જાય છે. કોરોનાની ભીતરમાં કે વર્તમાન સમયમાં માઇક્રોસૉફ્ટનું... Continue Reading →