પ્રકાશ ફેલાવતી જીવનજ્યોત

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ઉમદા સર્જક એવા શ્રી બાલાભાઈ દેસાઈ 'જયભિખ્ખુ'ના ઉચ્ચ સંસ્કારો અને અનન્ય સર્જનશીલતાને નસેનસમાં ઉતારી પુત્ર કુમારપાળ દેસાઈએ સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રમતજગત તથા ધર્મદર્શન જેવાં વિવિધ ક્ષેત્રોમાં એકસાથે ખેડાણ કરી ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મને ઉત્કૃષ્ટ અને ચિરકાલીન સર્જનોનું પ્રદાન કર્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના સર્જન અને ધર્મસાહિત્ય તથા શિક્ષણને સમગ્ર... Continue Reading →

નખશિખ ભારતીય વ્યક્તિત્વ

કુમારપાળભાઈનું નામ તો ખૂબ સાંભળેલું. તેમના લખો વાંચવાનું પણ પ્રસંગોપાત્ત બનતું. કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે તેઓને અલપ-ઝલપ મળવાનું પણ થયા કરતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભથી ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી મારે સિન્ડિકેટ સભ્ય તરીકે સેવાઓ આપવાનું બન્યું હતું, તે સમયે પણ વિદ્યાજગતમાં તેમનું નામ ભારે આદરથી લેવાતું અનુભવેલું. યુનિવર્સિટીમાં ચાલતી શ્રી નાનજી કાળીદાસ વ્યાખ્યાનમાળામાં... Continue Reading →

મારા ભાઈ

ગુજરાતમાં, ગુજરાતની બહાર અને દેશ-વિદેશમાં જ્યાં ગુજરાતી અને જૈન સમાજ વસે છે ત્યાં તો શ્રી કુમારપાળભાઈનું નામ ખૂબ જાણીતું છે. એમને અને ચીનુભાઈને પરસ્પર લાગણી, એકબીજાના માટે માન હતું. શ્રી કુમારપાળભાઈએ ઘણી નાની ઉંમરથી જ પોતાના પિતાશ્રી જયભિખ્ખુના પ્રદાનથી લખવાનું શરૂ કર્યું અને ઘણા આગળ વધ્યા. ભારતને સ્વરાજ્ય મળ્યું પછી શ્રી ગણેશ વાસુદેવ માવલંકર –... Continue Reading →

વિશિષ્ટ યોગદાન

કુમારપાળ નામનો ઉલ્લેખ થતાં જ જૈનોની આંખમાં ચમકારો થાય ને કાનમાં ઘંટારવ થાય. આરતી પછી ગવાતા મંગળ દીવામાં શબ્દો આવે – 'આરતી ઉતારી રાજા કુમારપાળે રે.' પાટણના રાજ્યપાલ કુમારપાળની આરતીના ઉલ્લેખ વગર કદાચ જૈન પૂજાપાઠ અધૂરાં ગણાય તો આધુનિક સમયમાં ડૉ. કુમારપાળ દેસાઈના નામ વગર સાહિત્યજગત અધૂરું ગણાશે. ભારતની ભૂમિમાં અનેક સંતો, મહાત્માઓ અને સાહિત્યસર્જકો... Continue Reading →

એક માનવી : અનેક શક્તિ

મારા જીવનમાં એક એવી અણધારી આપત્તિ આવી કે જે કદાચ મારા સમગ્ર જીવનમાં ઉલ્કાપાત સર્જી ગઈ હોત ! બંગાળના એક પ્રસિદ્ધ જાદુગરે મને મારી નાખવાનું કાવતરું કર્યું, ત્યારે પ્રભુકૃપાને કારણે હું એમાંથી ઊગરી ગયો, પરંતુ મારા મદદનીશ અને તેના સાથીઓએ ધનના લોભને ખાતર આવું જીવલેણ અને ભયાનક કાવતરું કર્યું તેનાથી મને ઊંડો આઘાત લાગ્યો. કોલકાતામાં કાપડની... Continue Reading →

વિદેશમાં અદ્‌ભુત નામના અને ચાહના

શ્રી કુમારપાળભાઈની સાથે છેલ્લાં પંદર વર્ષોથી મારે ઘણો સારો સંબંધ છે. મારે સને ૧૯૯૧માં જ્યારે પ્રથમ વાર અમેરિકા જવાનું થયું ત્યારે તેઓ તરફથી મને બધા જ પ્રકારનો સહયોગ મળેલો. અને આ જ મારું તેઓની સાથે પ્રથમ મિલન હતું. પ્રથમ મેળાપમાં જ તેમની પરોપકાર-પરાયણતા, મિલનસાર સ્વભાવ, કંઈક કરી છૂટવાની ભાવના ઇત્યાદિ અનેક ગુણો દેખાયા. તેમણે જે... Continue Reading →

મારી સંવેદના

Life is nothing but the death begun. જિંદગી એ કંઈ જ નથી, પરંતુ મૃત્યુની શરૂઆત છે અને જે કોઈ પણ આ વિશ્વમાં જન્મે છે તેઓ તમામ પોતાના લલાટ ઉપર મૃત્યુ અવશ્ય અંકિત કરીને આવે છે, પરંતુ તેઓ તમામનાં જીવન ધન્ય બની જાય છે જેઓ ભાઈશ્રી કુમારપાળની જેમ પોતાનું સમસ્ત જીવન સંસ્કારસિંચક સાહિત્યસર્જન કરવામાં વ્યતીત કરે... Continue Reading →

પુત્રવત્ મિત્ર

ભાઈ કુમારપાળ સાથે મારો વર્ષોનો સંબંધ છે. એક અર્થમાં કહું તો એ સમયે કુમારપાળને એક ઊગતા યુવાન તરીકે જોયા અને એ પછી આજ સુધીનાં ૩૬ વર્ષ દરમિયાન કુમારપાળનો અનેક રીતે અનુભવ થયો.મને સહુથી વધુ સ્પર્શી ગઈ એવી બાબત હોય તો એ એમની ચોકસાઈ છે. એ પ્રવચન આપવા ઊભા થાય અને એમને જેટલી મિનિટ બોલવાનું કહ્યું... Continue Reading →

ગૌરવનો અનુભવ

શ્રી કુમારપાળભાઈના કુટુંબ સાથેનો સંબંધ મારા પિતાશ્રી તથા તેમના પિતાશ્રી 'જયભિખ્ખુ'ના સમયથી ચાલ્યો આવે છે. 'શ્રી જયભિખ્ખુ' સાથેનો મારા પિતાશ્રીનો સંબંધ એક નિકટના આત્મીય જન તરીકેનો હતો. જયભિખ્ખુની જૈન સાહિત્યસર્જનની પ્રવૃત્તિથી પિતાશ્રી અને અમે સૌ પ્રભાવિત થયેલા. આર્થિક વિષમતાઓમાં પણ 'જયભિખ્ખુ'ની સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી. સરસ્વતીના ઉપાસક પિતા-પુત્રની આ બેલડી ગુજરાતની સંસ્કારગાથામાં ગૌરવપૂર્ણ... Continue Reading →

ભદ્રશીલ સંસ્કારસેવક

Type of the wise, who soar but never roamTrue to the kindred points of heaven and home. - Wordsworth આજના મૂલ્યહ્રાસના જમાનામાં શિક્ષક હોવું તે સદ્ભાગ્યની વાત ગણાય કે કેમ એ પ્રશ્ન છે, પરંતુ શિક્ષક તરીકે હું સદ્ભાગી છું એમાં શંકા નથી. મને ઉત્તમ કોટિના શિષ્યો મળ્યા છે. હું ઓછું આપીને મારા શિષ્યો પાસેથી વધુ... Continue Reading →

વિરલ સંશોધન-શક્તિ

ભાઈ કુમારપાળના પિતાશ્રી સ્વ. બાલાભાઈ દેસાઈના મિત્રોમાંના એક તરીકે હોવાનું ભાગ્ય મને મળ્યું હતું. સંબંધનું બીજ તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં વવાયું હતું. અમદાવાદના સાત અક્ષરજ્ઞોની બેઠક આ કાર્યાલયમાં અવારનવાર થતી હતી, જેમાં ઉંમરે નાનો કહી શકાય એવો હું હતો. કાર્યાલય તરફથી મારાં પણ પુસ્તકોનું પ્રકાશન થતું એટલે એના 'શારદા મુદ્રણાલય'માં પણ અવારનવાર જવાનું થતું. શ્રી... Continue Reading →

દિવ્યગુણોના ચૈતન્યગુલદસ્તા પ્રતિભા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધ્યાત્મિક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સંસ્થા સમાજના તમામ વ્યવસાયી વર્ગની, વિશિષ્ટ પ્રતિભાઓની પણ આધ્યાત્મિક સેવા કરે છે તેમજ વિશ્વનવનિર્માણકાર્યમાં એમની શક્તિઓનો સદુપયોગ પણ કરે છે. આવા દૃષ્ટિબિંદુથી ડૉ. કુમારપાળભાઈ દેસાઈનો સંપર્ક થયો. કુમારપાળભાઈ આમ તો જૈન ધર્મના મર્મી, ઊંડા અભ્યાસી, પણ એમના વ્યક્તિત્વમાં સાગરની વિશાળતા જોવા મળે છે.... Continue Reading →

જનપ્રિયત્વ અને જિનપ્રિયત્વ

ભારત સરકારે શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન ભારતીય શ્રી કુમારપાળભાઈને 'પદ્મશ્રી'ના ખિતાબથી વિભૂષિત કર્યા તે ભારતદેશનું અને જૈન સમાજનું ગૌરવ છે. એ ગૌરવની પૂર્તિ માટે તેમના જીવનની વિશિષ્ટતાને પ્રગટ કરતું પુસ્તક-પ્રકાશન આવકારદાયક છે.કહેવાય છે મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે' તે સ્વતઃ જ ઓળખાય. આપણા કુમારપાળભાઈને પૂ. પિતાશ્રીજયભિખ્ખુ' તરફથી સાહિત્યલેખન અને રસપ્રદ કથાઓની રચનાનો વારસો મળ્યો છે. પૂજ્ય માતુશ્રી... Continue Reading →

યુવાપેઢીને પ્રેરક વ્યક્તિત્વ

યુવાસ્થા એ આપણા જીવનની સર્વોત્તમ અવસ્થા ગણી શકાય; કારણ કે તે વર્ષો દરમિયાન શારીરિક અને માનસિક બળ ચરમસીમાએ હોવાથી અનેક પ્રકારનાં સત્કાર્યો કરી શકાય છે અને વિપત્તિઓને સહન કરવાની શક્તિ પણ વિશેષ હોય છે. આ કારણથી પ્રત્યેક વિચારક યુવાનના જીવનમાં, કંઈક ઉચ્ચ અને પ્રભાવશાળી કાર્ય કરવાની સ્વાભાવિક તમન્ના હોય છે. તે કાર્ય સિદ્ધ કરવા માટે... Continue Reading →

આશીર્વાદ

અમે હૃદયના શુભ આશીર્વાદ પાઠવીએ છીએ. શુભેચ્છા અર્પણ કરીએ છીએ. તમોએ તમારા જીવનમાં ઘણાં ક્ષેત્રે ઘણી રીતે યશોજ્જ્વલ પ્રગતિ સાધી છે તેમાં ખૂબ ખૂબ વધારો થાય તેવા અમારા શુભાશીર્વાદ છે.તમારી પ્રતિભા પિતાજી કરતાં પણ સવાઈ ઝળકી છે. વક્તા તરીકે પણ તમે નામ કાઢ્યું છે. કોબા પ્રેક્ષા વિશ્વભારતીમાં ડૉક્ટર ફેડરેશનની સભામાં કુમારપાળ દેસાઈ હવે વક્તવ્ય આપશે... Continue Reading →

એક સાધકની સાધનાનો દસ્તાવેજ : ‘શબ્દ અને શ્રુત’

જીવતરની સાધના સંગાથ સમાજ અને સંસ્કૃતિ ઘડતરનું કાર્ય સહજ રીતે જેમના હાથે થઈ રહ્યું છે, એવા સારસ્વત કુમારપાળ દેસાઈનો અભિવાદન ગ્રંથ 'શબ્દ અને શ્રુત'ની બીજી સંવર્ધિત આવૃત્તિ વર્ષ 2024માં પ્રકાશિત થઈ છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા હાડ બાઉન્ડ, સ્કેવર સાઈઝ, 100 GSM – બેલારપુર પેપરના ઉપયોગ સાથે 680 પૃષ્ઠમાં પ્રકાશિત પુસ્તકમાંથી પસાર થતાં જ પ્રખર... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑