આજથી આરંભીને આગામી એકસો વર્ષના શુદ્ધ મુહૂર્તો આપતું અજોડ શતવર્ષીય શાસ્ત્રીય પંચાંગ

આજથી 114 વર્ષ પહેલાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કરેલું ભવિષ્યદર્શન આજે, વર્તમાન સમયે સાચું પડ્યું છે. એક સદી પૂર્વે એમણે કહ્યું હતું કે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે અને દેશમાં વિજ્ઞાનનો મહિમા થશે. રાજ-રજવાડાંનો એ સમય હતો, ત્યારે એમણે ભવિષ્ય ભાખ્યું કે આ રાજાશાહી ચાલી જશે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે. આજે પારાવાર... Continue Reading →

હિમાલયમાં કૈલાસની પાસે આવેલા બિંદુ સરોવરમાં શ્રીકૃષ્ણે યોજેલાં એક હજાર દિવસનાં ભવ્ય ધર્મસત્રો !

શ્રીકૃષ્ણની અકળ લીલાનો પાર પામવાનો માનવીય પ્રયાસ સદૈવ અપૂર્ણ જ રહેવાનો. એમના ઐશ્વર્યને પામવા માટેના આપણા સઘળા પ્રયત્નો અપૂરતા જ રહેવાના. એ વિરાટ રૂપનાં દર્શન કઈ રીતે થઈ શકે ? જ્યાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય અને ક્ષણે ક્ષણે વિભૂતિમત્તા હોય, આથી તો કવિ હરીન્દ્ર દવેએ 'કૃષ્ણ અને માનવસંબંધો’ ગ્રંથના અંતે ‘અનુકથન’માં સ્વીકાર કર્યો કે કૃષ્ણની... Continue Reading →

સાચો ધર્મ તો છે‘સત્’ તત્ત્વની ખોજમાં !

પ્રત્યેક વિચારશીલ કે આધ્યાત્મિક વ્યક્તિની ખોજ હોય છે સાચા ધર્મની, પરંતુ એની આસપાસ સંપ્રદાયની દીવાલો રચાયેલી હોય છે. ક્યાંક મતાંધતાનું ઝનૂન હોય છે, તો ક્યાંક મતભેદને જકડીને બેઠા છે. કોઈ પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત કહે છે, તો કોઈ પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે. મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ... Continue Reading →

શ્રી મહાવીરસ્વામીની ભૂમિમાંથી વહી રહેલી વાત્સલ્યમયી માતાની વિશ્વવ્યાપી કરૂણા

એ કેવી વ્યથાભરી વિડંબના કહેવાય કે જે રાજગૃહી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં ભગવાન મહાવીરે 14 વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં અને એ રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાં ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી ઉપદેશધારા વહી હતી, એ પ્રદેશમાં વર્તમાન સમયે ચોતરફ પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો. કારમી ગરીબી અને ભૂખમરાથી લોકો બેહાલ હતા. અધૂરામાં પૂરું... Continue Reading →

ભગવાન મહાવીરની ભૂમિની ભયાવહ અવદશા કેમ ?

‘વીરાયતન’ સંસ્થા અને આચાર્યા ચંદનાજી માનવસર્જિત કે કુદરતી આપત્તિથી ઘેરાઈ ગયેલા માનવીની આંખનાં આંસુ લૂછવાનું કામ ભીતરની કરુણા કરે છે. તો અંધકારને ઓગાળી નાખીને શિક્ષણનો મહાપુરુષાર્થ કરવાનું કામ જ્ઞાનનો પ્રકાશ આપીને કરે છે. સામાન્ય રીતે માનવતા કાજે વિકટ અને કપરા સમયમાં દુઃખી લોકોને સહાય કરવા માટે સહુ કોઈ દોડી જાય છે, પરંતુ કરુણા અને જ્ઞાન... Continue Reading →

જો પરિવર્તન નહીં, તો પીછે હઠ સ્વીકારો !

આપણે ત્યાં એક જ ધર્મનાં સંપ્રદાયો વચ્ચે ચીનની દીવાલ ચણાયેલી હોય છે, ત્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે કઈ રીતે મેળાપ સાધી શકે ? આજે વિશ્વમાં ધર્મો સમરાંગણમાં યુદ્ધ ખેલવાને બદલે પરસ્પર સંવાદની ભૂમિકા રચે છે અને આથી જ આજના ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, “તમારે એવું નહીં કહેવાનું કે તમારો... Continue Reading →

ધર્મોનો પોકાર : લાવો પરિવર્તન અને આપો નવી દૃષ્ટિ

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને વિજ્ઞાન અંગે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા ચાહતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગૉર્કીએ કહ્યું, “થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે.... Continue Reading →

દેશનાથી જાગી દીક્ષાની ભાવના

‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ’ જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મૃગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. સૌંદર્યવતી મૃગાવતીને પામવા માટે સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજકારભાર સંભાળતી હતી. એ... Continue Reading →

માતાનું વહાલ અને દાસત્વમાંથી મુક્તિ

જૈન ધર્મનો ઇતિહાસ અનેક સાધ્વીજી મહારાજની આત્માની આરાધનાથી ઊજળો છે, પણ આપણે એ સાધ્વીજીની જીવનકથાથી અજ્ઞાત હોવાને કારણે એ મહાન સાધ્વીઓનાં ચરિત્રોને ભાગ્યે જ સમાજ જાણે છે, ત્યારે આજે ભગવાન મહાવીરના સમયની બે સાધ્વીઓ – જેમાં એક છે એમનાં માતા એવાં દેવાનંદા અને બીજાં છે ભગવાન મહાવીરનાં પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘનાં પ્રવર્તિની સાધ્વી ચંદનબાળા.... Continue Reading →

માતા : એક જન્મ આપનારી અને બીજી ધર્મ આપનારી !

કારતક સુદી પૂર્ણિમા એટલે દેવદિવાળી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એ મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા સાધ્વી પાહિણીનું સ્મરણ થાય. જૈન ઇતિહાસમાં પાહિણીએ શાસનને પોતાનો પુત્ર આપ્યો તો યાકિની મહત્તરાએ વિદ્વાન હરિભદ્રસૂરિને માતાની માફક માર્ગદર્શન આપ્યું. જેથી 1,444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવે... Continue Reading →

અમેરિકાની ધરતી પર વિરલ તપસાધના કરનારી પ્રથમ શ્રાવિકા

જૈન ધર્મમાં તપશ્ચર્યાનું આગવું મહત્ત્વ છે. ભગવાન મહાવીરસ્વામીએ એમના સાડાબાર વર્ષના સાધનાકાળમાં મુખ્યત્વે ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં 4,166 દિવસ ઉપવાસ કર્યા હતા. તપની આરાધના દ્વારા કર્મક્ષય થાય છે અને એટલે જ મોક્ષમાર્ગમાં તપની આરાધનાને સર્વોપરી ગણવામાં આવે છે. કરોડો ભવનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે, એનાથી આત્માની શુદ્ધિ થાય છે અને ઇચ્છાનિરોધથી મોક્ષની પ્રાપ્તિ... Continue Reading →

ૐની નાદસાધના એટલે પરમપદની પ્રાપ્તિનો રાજમાર્ગ !

આપણી આ સત્સંગસભામાં ઉપનિષદ્નાં દ્રષ્ટા ઋષિઓએ આપેલા આત્મજ્ઞાનની ઓળખ પામવાનો આપણે સહુ પ્રયાસ કરીએ છીએ, ત્યારે એક પ્રશ્ન એ આવે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ એને વિશે આપણા મહાન ઋષિઓએ કેવું દર્શન આપ્યું છે ? હકીકત એ છે કે ‘શ્વેતાશ્વરોપનિષદ્'નાં છઠ્ઠા અધ્યાયના વીસમા મંત્રમાં દુ:ખના નાશનો અમોઘ ઉપાય દર્શાવ્યો છે. માનવીના જીવનમાં સુખ અને... Continue Reading →

ઉપનિષદ્ પાસેથી પામીએ મૃત્યુંજય વિધા !

આજે આપણી સત્સંગ સભામાં પધારે છે ઉપનિષદૂના દ્રષ્ટા એવા મહાન ઋષિઓ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે આત્મજ્ઞાન અને એથી જ આપણા મહાન ઉપનિષદો મને(કુમારપાળ દેસાઈ) અને સહુને કહે છે કે, ‘માનવી પાસે એક આત્મા છે અને આત્મજ્ઞાનથી જ મનુષ્ય સર્વજ્ઞ થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એણે કંઈ કરવાનું રહેતું નથી.' આથી વ્યક્તિ એક જ આત્માને... Continue Reading →

આત્મસુખનું અજ્ઞાન એ જ છે સર્વ દુઃખોનું મૂળ કારણ !

અધ્યાત્મની ગહનતાને ઉજાગર કરે છે શ્રી અષ્ટાવક્રગીતા. શ્રી અષ્ટાવક્ર મુનિનાં ગ્રંથોમાંથી આત્મજ્ઞાન-પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય છે. જેમ કઠોપનિષદથી આત્મજ્ઞાનનું અજવાળું પથરાય છે, એવું જ એક અજવાળું શ્રી અષ્ટાવક્રગીતા સમયે અનુભવાય છે અને અહીં આપણે યોજેલી અનોખી સત્સંગ સભામાં શ્રી અષ્ટાવક્ર મુનિના વિચારો માનવજીવનને કઈ રીતે ઉપકારક છે અને કેવા આત્મજ્ઞાન પ્રકાશક છે એ જોઈ... Continue Reading →

બ્રહ્મજ્ઞાન તો તમારા ભીતરમાં વસે છે !

આજની આપણી અનોખી સત્સંગ સભામાં પધાર્યા છે શ્રી અષ્ટાવક્ર મુનિ. આ એક નૂતન પ્રકારની સત્સંગ સભા છે. કોઈ મહાત્મા, સંત, સાધુ કે કોઈ ઉપદેશક ધાર્મિક પ્રવચન આપે, ત્યારે સત્સંગનું સર્જન થાય છે, પણ અહીં આપણે એક વિશિષ્ટ પ્રકારના સત્સંગનો પ્રારંભ કર્યો છે. જેમાં આપણા દેશના મહાન ઋષિઓ, મુનિઓ, યોગી, સંત કે મુમુક્ષુએ આપેલા ભૌતિક જીવન... Continue Reading →

પાપા, ઓડેન, આમિદા, ન્યુમ, જેડ એમ્પરર ! ઓળખો છો આ દેવોના દેવને ?

દેવોના દેવ છે મહાદેવ.' તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. હિંદુ ધર્મની ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક અને શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. જોકે શૈવ સંપ્રદાય અનુસાર શિવ પરમ તત્ત્વ છે અને એમનાં કાર્યોમાં સંહાર ઉપરાંત સૃષ્ટિ અને સ્થિતિ(પાલન)નાં કાર્યોનો પણ સમાવેશ થાય છે. આમાં બ્રહ્માને સૃષ્ટિસર્જનનું... Continue Reading →

રામ થઈને રામની પૂજા કરો ! વિશ્વસમસ્તના હૃદયમાં ધબકે છે રામ !

રામકથાનાં કેટકેટલાં રૂપ ! મૌખિક રૂપે ગવાતી ગાથાઓ રૂપે મળે, એ મહાકવિ વાલ્મીકિએ રચેલા મહાકાવ્ય રૂપે મળે, એ સાહિત્ય ગ્રંથોમાં અને શિલ્પ- સ્થાપત્યમાં મળે, ચિત્રો અને સિક્કાઓમાં મળે. રામકથાની વ્યાપકતા એ રીતે અનોખી છે કે એમાંનાં માનવીય સ્પંદનો સહુ કોઈને સ્પર્શતાં રહ્યાં છે. એની ઘટનાઓ જાણે આપણા પરિવારની ઘટનાઓ હોય એવું સહુને લાગ્યું છે. એમાં... Continue Reading →

શત્રુઓના કપાયેલા મસ્તકનો મિનાર રચનાર હવે ફૂલ ચૂંટતાં અચકાતો હતો !

ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, ‘તમે કત્લેઆમ કરનારા મિરજાખાન નથી, પણ મહાન કવિ રહીમ છો !' ‘જય જય ગોસ્વામી, આપને પાય લાગુ, આપના કદમ ચૂમું.' અવાજમાં ઉર્દૂનો સાહજિક લહેકો હતો અને ભાવ ભારતીયતાથી ભીંજાયેલા હતા. ‘આવો ભાઈ ! કયા કામે અહીં રામદરબારમાં આવ્યા છો ?’ ગોસ્વામી તુલસીદાસજીએ પૂછ્યું. ‘ગોસ્વામીજી ! તલવારની છાયામાં મોટો થયો છું. એના ભરોસે... Continue Reading →

91મા વર્ષે યુધિષ્ઠર હસ્તિનાપુરના રાજા બન્યા !

આજના સંદર્ભમાં જેને ઇતિહાસ કહેવામાં આવે છે, એ અર્થમાં મહાભારત ઇતિહાસ નથી. આમેય ભારતમાં એ સમયે ઇતિહાસ શબ્દનો અર્થ કોઈ કાલબદ્ધ વૃત્તાંત નહીં, પરંતુ જે ઘટનાઓ બની છે, એને જુદાં જુદાં પાત્રો અને પુરાકલ્પનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હતી. એ ઇતિહાસ ‘મિથ’ના રૂપે હોય છે. જોકે એ જ કારણે ‘મહાભારત'માં આલેખાયેલો ઇતિહાસ માત્ર કાલબદ્ધ રહેતો... Continue Reading →

આ યુગમાં આવું પણ બની શકે છે !

કોઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત ક૨વી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. 1930માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ. સં. 1981માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે. પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑