જ્યારે તમે એક બિનશાકાહારી ટુકડો ખાવ છો, ત્યારે તમે મડાગાસ્કર ટાપુના એક માકડાની હત્યા કરો છો. જ્યારે તમે ચીકન ખાવ છો, ત્યારે તમે એમેઝોનનાં જંગલોમાં આવેલા એક પોપટને મારી નાખો છો, આ વાક્યો છે અમેરિકાના જીઓફિઝિસિસ્ટ ગીડોન એશેલના કે જેમણે ખેતી અને માનવ આહાર પર ભૌગોલિક પરિસ્થિતિની થતી અસર વિશે ગહન અભ્યાસ કર્યો છે. એમના... Continue Reading →
રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત
માનવી વિશ્વમાનવી બને ત્યારે શું થાય ? આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘વિથં ભવતિ એક નિડમ’ (આખું વિશ્વ માળો બને) એવાં સૂત્રો દ્વારા આપણી વૈશ્વિક કલ્પનાને સાકાર કરીએ છીએ, ત્યારે સવાલ એ આવે છે કે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખાઓ ભૂંસવી કઈ રીતે ? પ્રત્યેક દેશનાં રાષ્ટ્રગીત એ પોતાના દેશની રાષ્ટ્રીયતા, ગૌરવ અને વિશેષતા પ્રગટ કરતા હોય છે.... Continue Reading →
મારે તો આટલું બસ થાય !
માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ-ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું... Continue Reading →
ક્રૂરતાના જંગમાં અંતે વિજય તો માનવતાનો થાય છે !
મોત સામે લડતાં બાળકોને હું મોજ કરાવું છું ! મંગલ તાઈ આજે વિશ્વમાં થતાં યુદ્ધોમાં ક્રૂરતા જોવા મળે છે, પણ એથીયે વિશેષ ઘોર ક્રૂરતા તો માનવી અન્ય માનવી પર આચરતો હોય છે. યુદ્ધમાં થતી ક્રૂરતાને કારણે વ્યક્તિ તત્કાળ મૃત્યુ પામે છે, પરંતુ અહીં તો માનવી રોજેરોજ ત્રાસ, દમન અને શોષણની ક્રૂરતા સાથે મજબૂર બનીને જીવતો... Continue Reading →
જીવન એટલે વેદનાની કરુણ ચીસ સાથે, નિશ્વાસ નાખતાં શ્વાસ પૂરા કરવાનો ખેલ !
અમે બાળકીને બચાવીશું ખરા, પણ એને જિવાડવું પડશે તમારે જ ! મંગલ તાઈ આજે વર્ષો વીત્યાં છતાં આફ્રિકાના નાયરોબી શહેરથી થોડે દૂર આવેલી ઝૂંપડપટ્ટીનાં એ ભયાવહ દૃશ્યો હજી આંખ સામે તરવરે છે ! ગરીબી, બેહાલી અને વ્યસનની નાગચૂડમાં રિબાતા ગરીબોને માથે રોજ ભૂખના કોરડા વિંઝાતા હોય, હાડપિંજર પર ચામડી લપેટી હોય એવું શરીર થઈ ગયું... Continue Reading →
રેમન્ડ ડોલ્ફિન દરેક શિક્ષકની ભીતરમાં વસે છે !
અમેરિકાના કનેક્ટિકટમાં આવેલી આઈલિંગ મિડલ સ્કૂલના સહાયક પ્રાચાર્ય બનવાની સાથોસાથ રેમન્ડ ડોલ્ફિનને એક હકીકતનો તત્કાળ જ અહેસાસ થઈ ગયો કે સ્કૂલના વિદ્યાર્થીઓની હાલત બરાબર નથી. એમણે જોયું કે આજના વિદ્યાર્થીનો જેટલો સંબંધ માતા-પિતા સાથે બંધાય છે, એટલો જ સંબંધ સ્માર્ટફોન સાથે બંધાઈ જાય છે અને પછી એ ગમે રમે. પૈસાથી ગેમિંગ કરે, અભ્યાસ વખતે પણ... Continue Reading →
સોશિયલ મીડિયા એ ગુસ્સો ઠાલવવાનું સાધન કે દૂષિત વૃત્તિથી ડંખ મારવાનું માધ્યમ !
તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પારાવાર પરેશાની ઊભી કરે છે ! જમાનો આવ્યો છે તત્કાળ પ્રતિક્રિયાનો. હજી બોલવાનું માંડ પૂરું થાય કે તત્ક્ષણ રોકડો જવાબ મળી જાય. એક સારી કે ખરાબ ઘટના બની અને તરત જ એને વિશે વાત. મોટા ભાગની વ્યક્તિઓ તો જાણે વૉટ્સઅપ કે ઈમેલ પર ઉત્તર આપવા ટાંપીને બેઠા હોય તેમ લાગે !... Continue Reading →
દિલના અવાજને અનુસરીને નિર્ણય લો !
ચોતરફ ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે મતદાતાએ એના દિલના અવાજને અનુસરીને નિર્ણય લેવાનો છે. એના પર ચોતરફથી પક્ષો પ્રભાવી બનતા હોય છે, નેતાઓનો આગ્રહ અનુભવતો હોય છે, ભવિષ્યનાં મધમીઠાં વચનોનો આસ્વાદ પણ કરતો હોય છે. સોશિયલ મીડિયાના આક્રમણથી ઘેરાયેલો હોય છે, પરંતુ એણે મતદાન કરતી વખતે તો દિલના અવાજને અનુસરીને... Continue Reading →
બાળપણમાં કૂતરા પકડનારો ડાર્વિન ક્રાંતિસર્જક બની ગયો !
દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે ! ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર... Continue Reading →