વિજેતા જીવનને ઘડે છે (મારો અસબાબ-9)

બાળસાહિત્યના સર્જનમાં જેટલો હસતો-રમતો આનંદ પ્રાપ્ત થતો હતો, એટલી જ મનોમંથનની મોજ બાળસાહિત્યના વિષય અંગે ચાલતી ગડમથલથી આવતી હતી. એકાદ વર્ષે વર્તમાન પરિસ્થિતિ જોઈને કોઈ મૌલિક વિચાર જાગે અને પછી એક બિંદુની આસપાસ આખો મધપૂડો રચાય, એ રીતે જુદા જુદા પ્રસંગોની ગૂંથણી કરતો. એ વિશેની ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનના વાસ્તવિક પ્રસંગોને મેળવ્યા પછી અને એની... Continue Reading →

એક જ દે ચિનગારી (મારો અસબાબ-8)

કેવી છદ્મવેશી અને છેતરામણી હોય છે સફળતા ! જીવનસાગરમાં આવતું એક મોજું ક્યારેક ઊંચા આકાશને આંબે છે, તો ક્યારેક એ પછી ઘૂઘવતા સાગરમાં ક્યાંક ખોવાઈ જાય છે. સફળતા અનંત શક્યતા લઈને આવે છે, પણ એની સાથે સ્વપ્નનો અનુબંધ ન સધાય, તો એ સઘળી શક્યતાઓ આથમી જાય છે. 1965ના સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યની બોલબાલા હતી. ‘રમકડું’,... Continue Reading →

ગંગાથી વોલ્ગા સુધી (મારો અસબાબ-7)

1965નું વર્ષ તે મારું એમ .એ.નું અંતિમ વર્ષ હતું. એ માટે પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી. તો બીજી બાજુ 'ગુજરાત સમાચાર', 'ઝગમગ' અને ‘નવચેતન'માં નિયમિત કૉલમ પ્રગટ થતાં હતાં. એમાં વળી એ સમયગાળામાં ખેલાતી ટેસ્ટમૅચમાં રોજેરોજની સમીક્ષા લખવાનું આવ્યું, આમ ભારે રોમાંચક વર્ષ હતું એ, અને એ વર્ષે લાલબહાદુર શાસ્ત્રીની જીવનગાથાને વર્ણવતું ‘લાલ ગુલાબ' પુસ્તક પ્રગટ... Continue Reading →

અજબ નેતા, ગજબ આદમી (મારો અસબાબ-6)

બાળપણથી જ આઝાદી માટે પ્રાણની આહુતિ આપનારા શહીદોની કથાઓ જ મનમાં ગુંજતી હોય, એમાં વળી પારિવારિક વાતાવરણ અને પુસ્તકોમાંથી વાંચેલી મહાત્મા ગાંધીજીના જીવનની ઘટનાઓ ચિત્તમાં તરવરતી હતી અને એ સમયે 19 વર્ષની ઉંમરે લાલબહાદુર શાસ્ત્રીને મળવાનું બન્યું. એમને જોઈને એમ લાગ્યું કે જો મહાત્મા ગાંધીજી જીવતા હોત તો જરૂ૨ એમના આ અનુયાયીની સાદાઈ, સચ્ચાઈ અને... Continue Reading →

ઉકાળો અને ત્રણ ખાખરા (મારો અસબાબ-5)

ધીમા દબાતા પગલે એ રૂમમાં હું પ્રવેશ્યો. ભાવનગરના એ પરિચિત સ્વજનના ઘેર ભારત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીનો ઉતારો હતો. ઘણા લાંબા સમયથી એ ખંડમાં મંત્રીશ્રી એકલા બેસીને સરકારી ફાઈલોનો અભ્યાસ કરતા અને એના પર પોતાની નોંધ કરે જતા હતા. ઘણો સમય વીતી ગયો હોવાથી મને એમ થયું કે, ‘લાવો, એમને કંઈ નાસ્તાની જરૂ૨ હોય તો પૂછી... Continue Reading →

સાહેબનાય સાહેબ (મારો અસબાબ-4)

એ દિવસે અનુભવેલી નવી તાજગીનું સ્મરણ આજે પણ એટલું જ તરોતાજા છે. એ દિવસે પિતાની આંખમાં આશા હતી, તો માતાની આંખમાં ઉમંગ. દીકરો આજે નિશાળે ભણવા બેસવાનો ! ઘરના વાતાવરણમાં ચોતરફ નવો ઉત્સાહ અને ઉજાસ પ્રવર્તતો હતો. દફતર બરાબર તૈયાર કર્યું. એમાં પાટી અને પેન મૂક્યાં અને પછી માતા-પિતાએ કહ્યું, ‘નિશાળમાં ભણવાની બહુ મજા આવશે.... Continue Reading →

સાગરનાં મોજાં ને ગઢના કાંગરા (મારો અસબાબ-3)

જીવનનો અસબાબ ખોલીએ એટલે તત્કાળ બાળપણનાં સોનેરી સ્વપ્નાં અને સ્મરણો મનના આકાશમાં ઊડાઊડ કરવા લાગે! બાળપણની નિર્મળ, નિર્દોષ આંખોમાં તીવ્ર જિજ્ઞાસાનું ઘેરું આંજણ આંજીને ચોપાસના જગતને જોયું, ત્યારે કેવો રોમહર્ષક અનુભવ થયો હતો ! આજે સાવ સામાન્ય કે નગણ્ય લાગતી કેટલીય વસ્તુઓ એ સમયે કેવી ભવ્ય અને આકર્ષક લાગતી હતી ! દોસ્તોની સાથે નદીમાં ધુબાકા... Continue Reading →

અંતિમ વેળાએ અમૃત (મારો અસબાબ-2)

1969ની ચોવીસમી ડિસેમ્બરની સાંજની પ્રત્યેક ક્ષણ આજેય ચિત્તમાં એટલી જ તાદૃશ છે. આજે પણ સાંજે ઘેર બેઠો હોઉં, ત્યારે અસ્તાચળની ઉદાસી મન પર ગમગીનીની છાયા લીંપી દે છે. કેટલીક ઘટનાને કાળ ભૂંસી શકતો નથી કે સમય ભુલાવી શકતો નથી. ચિત્ત પર એ એવી અંકિત થઈ ગઈ હોય છે કે એની નાનીશી સ્મરણ-રેખાનું સ્મરણ થતાં આપોઆપ... Continue Reading →

જીવનતીર્થની પરિક્રમા (મારો અસબાબ-1)

જેઠ વદ ત્રીજ, વિ.સં. ૨૦૭૦, ૧૫મી જૂન, ૨૦૧૪ અને રવિવારના દિવસે પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલા શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં યોજાયેલો પરિસંવાદ પૂર્ણ કરીને અમે સહુ મિત્રો પાલનપુરથી લક્ઝરીમાં બેસીને અમદાવાદ પાછા આવી રહ્યા હતા. મારી સાથેની બેઠક પર સાહિત્યકાર, નાટ્યલેખક અને ‘પ્રબુદ્ધજીવન' સામયિકનું તંત્રીપદ સંભાળનાર ડૉ. ધનવંત શાહ બેઠા હતા અને પછી એમના વક્તવ્ય... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑