ગુજરાતના સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રવદન મહેતાની આજે જન્મજયંતી, પરંતુ કેટલાંક સર્જનનું સ્મરણ શાશ્વત હોય છે, એમ હજી આજેય કવિ, નાટ્યકાર ચંદ્રવદન મહેતા આપણી વચ્ચે જીવંત છે એમની ભાવના, પુરુષાર્થ અને તપશ્ચર્યાથી. ચંદ્રવદન મહેતા એ માત્ર ગુજરાતનું જ નહીં, બલ્કે આપણા દેશનું એક વિરલ રત્ન. પણ કોણ જાણે કેમ ગુજરાત દેશવાસીઓ સુધી એમની પ્રતિભાને પહોંચાડી શક્યું... Continue Reading →
કવિ કાન્તના સત્યમંથનને આપણે સમજી શક્યા નહીં !
તમને ક્યારેય એવો પ્રશ્ન જાગ્યો છે કે તમારો જન્મ શા માટે ? એનો હેતુ શો ? હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ સૃષ્ટિ સાથે મારો શું સંબંધ ? આ સૃષ્ટિનો નિયંતા કોણ ? જીવનમાં સૌંદર્યરસિકતા અને સ્નેહ પામવાની ઝંખનાનું સ્થાન શું ? તપ, ત્યાગ અને સંયમના આદર્શો કેટલા ફળદાયી ?... Continue Reading →
યુધિષ્ઠિરને નામે યુદ્ધ !
કુરુક્ષેત્ર પર અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું, પરંતુ એ મહાભારતની કથાએ સાહિત્ય, ચિત્રકલા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે કેટકેટલાંય રસપ્રદ સમરાંગણો રચ્યાં છે. કોઈએ સાહિત્યના શબ્દથી એનું યુદ્ધ ખેલ્યું છે, કોઈએ સામાજિક વિજ્ઞાનની દૃષ્ટિએ એની ચર્ચા કરી છે, તો કોઈએ પોતાના તત્ત્વજ્ઞાનને આધારે મહાભારતની ઘટનાનું ગંભીર અર્થઘટન કર્યું છે. ગુજરાતી સાહિત્યના બે પ્રખર વિદ્વાનો વચ્ચે મહાભારતના... Continue Reading →
સૌથી વધુ રડી હશે ખેડૂત કન્યા, જેણે પ્રેમને ત્યાગનો રંગ આપ્યો !
સંસારના એ નવયુવાન પાસે કાંટામાં ગુલ જોનારું એનું દિલ હતું. ગુલમાં કાંટા જોવાની અવસ્થા હજી દૂર હતી. પિતા ગર્ભશ્રીમંત જાગીરદાર હતા. જુગાર, શરાબ અને સુંદરી એમની શ્રીમંતાઈના શોખ હતા. એમના મોટા બગીચાઓમાં તરેહતરહનાં ફૂલ હતાં, એમ એમની સૌન્દર્યવાડીઓમાં તરેહતરેહનાં સૌંદર્ય-પુષ્પો હતાં. રસ્તે જતાં એ આશક બની જતા. જમાનો પણ એવો કે રસ્તે જતાં સસ્તી માશુકાઓ... Continue Reading →
કવિરાજ શબ્દને કલંક લાગ્યું, જુઓ, આજે હું કવિદાસ બની ગયો !
જીવનભરના જોદ્ધોના મુખ પર એ પછી કયારેય સ્મિત જોવા ન મળ્યું ! કવિ નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય' ગણાયેલા કવિ નર્મદની ૨૪મી ઑગસ્ટે આવતી જન્મતિથિએ ગુજરાતના આ યુગમૂર્તિ સાહિત્યસર્જકનું સ્મરણ થાય છે. ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી' એવું ગાનારા અને એ પ્રકારે જીવનારા વીર નર્મદ જેવા પ્રાણવંત પૂર્વજની પ્રતિભાના જીવનનો વિરલ ઉન્મેષ જોઈએ.... Continue Reading →