છેક મહાન રણજિતસિંહના સમયથી ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ ‘હીરો’ની બોલબાલા જોવા મળે છે. રણજિતસિંહે એમના ક્રિકેટ કારનામાઓ તો ઇંગ્લૅન્ડની ધરતી પર કર્યા, પરંતુ આખોય ભારત દેશ એનાથી ગર્વ અનુભવતો રહ્યો. સૌરાષ્ટ્રમાં તો રણજિતસિંહ વિશે એવી દંતકથાઓ પ્રચલિત હતી કે નવાનગરનાં આ બાપુએ એવા જોશથી દડો ફટકાર્યો કે એને પકડવા માટે એક ગોરો ખેલાડી દોડ્યો, બે... Continue Reading →
ક્રિકેટ : સ્મૃતિના ઝરૂખેથી !
માત્ર જમાનાનો રંગ બદલાતો નથી, પણ જીવનના રંગો પણ બદલાતા હોય છે. એક સમય હતો કે જ્યારે એક જ દિવસના ‘ગુજરાત સમાચાર'માં ખેલાતી મૅચનો અહેવાલ, ખેલાડીની મુલાકાત, ૨મતની સમીક્ષા અને મૅચની વિશેષ બાબતો એમ ચાર ચાર લખાણો પ્રગટ થતાં હતાં. ‘ક્રિકેટ રમતા શીખો' અને ‘ભારતીય ક્રિકેટરો' તથા ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' જેવી પુસ્તિકાઓની લાખેક કૉપી વેચાતી હતી... Continue Reading →
કોઈ ઉમરાવ કે રાજા નહીં, પણ સાચેસાચ શહેનશાહ !
જામનગરના રાજવી જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ ખેલીને પોતાના કલા-કસબથી દંતકથા સમી સિદ્ધિ મેળવી હતી. એમના પગલે ચાલીને એમના ભત્રીજા દુલિપસિંહે પણ ઇંગ્લૅન્ડ તરફથી ઑસ્ટ્રેલિયા સામે ખેલીને ક્રિકેટમાં કામયાબી મેળવી હતી. ભારતીય લોહી ધરાવતા આ બે ખેલાડીઓ ભારતની ધરતી પર કોઈ ઉચ્ચ પ્રકારનું ક્રિકેટ ખેલ્યા નહોતા. એ પછી સ્વ. પટૌડીના નવાબ (મનસૂરઅલી ખાન પટૌડીના પિતા) ભારત... Continue Reading →
મૅચ મુલતવી રહી છે !
માત્ર સવા ત્રણ ઇંચ વરસાદ અને એકાદ ઝાપટાને કારણે ફક્ત ચાલીસ ઓવરની મૅચ ત્રણ-ત્રણ દિવસ ચાલે તે કેવું કહેવાય ? આઈપીએલની ફાઇનલમાં પ્રેક્ષકોને ઊંચા જીવે મૅચ જોવા આવવું પડ્યું અને શું થશે એના કુતૂહલ સાથે ઉજાગરા વેઠવા પડ્યા. ક્રિકેટમૅચમાં આવતો આવો અવરોધ પરેશાન કરનારો હોય છે. મૅચના દિવસોનું હવામાન ક્રિકેટ-૨મતને અને એના પરિણામને ભારે પ્રભાવિત... Continue Reading →
મેસ્સીની માનવતા મહોરી ઊઠી !
વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી ફૂટબૉલની લોકપ્રિય રમતમાં યોજાતી સ્પર્ધાઓ પર આખી દુનિયાની નજર હોય છે. ફૂટબૉલની રમતનો રંગ જુદો અને એની આશિકી પણ અનેરી ! દુનિયાના દેશોમાં ભારત ફૂટબૉલની રમતમાં ખૂબ-ખૂબ પાછળ છે, પરંતુ કેટલાક દેશોમાં તો ફૂટબૉલ એ ધર્મ મનાય છે અને આથી જ ફૂટબૉલનો વિશ્વકપ ખેલાય, ત્યારે... Continue Reading →
સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !
આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન... Continue Reading →
ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !
પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની... Continue Reading →