સ્થિતિ સામાન્ય, પણ સિદ્ધિ અસામાન્ય જ્યોતિનો પ્રકાશ અને ધીરજની હિંમત !

ભારતીય રમતજગતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં, ગરીબીની હાલતમાં જીવતા પરિવારોમાંથી સમર્થ ૨મતવીરો પ્રાપ્ત થયા છે. એના ઇતિહાસ તરફ નજર નાખીએ તો ૧૯૪૭ના ભાગલા વખતે માતા-પિતા, ભાઈ અને બહેનોને ગુમાવનાર મિલ્ખા સિંહ યાદ આવે. સૈનિકોનાં બૂટ પોલીશ કરીને કમાણી કરનાર મિલ્ખા સિંહ અંતે ભારતીય સેનામાં જોડાયા અને ૧૯૫૮ની ટોકિયો ઓલમ્પિક ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦... Continue Reading →

રંગભેદના અભિશાપથી પીડાતું ક્રિકેટ !

ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ઉસ્માન ખ્વાજાએ ૮૭ ટેસ્ટમેચમાં ૧૬ સદી અને ૨૮ અડધી સદીની મદદથી છ હજારથી વધુ રન કર્યા, વન ડેની ચાલીસ મેચમાં ૨ સદી અને ૧૨ અડધી સદી દ્વારા ૧,૫૫૪ રન કર્યાં. એ ટી-ટ્વેન્ટીમાં પણ રમ્યો અને આ લખાય છે, ત્યારે સિડનીમાં ખેલાઈ રહેલી ટેસ્ટમેચ એની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મેચ બની રહી છે. ૩૯... Continue Reading →

વૈભવ સૂર્યવંશી : અસાધારણ સિદ્ધિ સાથે અકળાવનારી સમસ્યા !

ક્યારેક સિદ્ધિઓનો બોજ સમસ્યાઓને લઈને આવતો હોય છે. એવી પરિસ્થિતિ ૨૦૧૧ની ૨૭મી માર્ચે જન્મેલા પંદર વર્ષના વૈભવ સૂર્યવંશીની બાબતમાં જોવા મળે છે. ક્રિકેટમાં પંદર વર્ષની નાની વયનાં નાનાં-મોટાં પંદર જેટલાં વિક્રમો હાંસલ કરનાર વૈભવ સૂર્યવંશીની આક્રમક ઓપનિંગ બેટિંગે વિશ્વભરનાં ૨મતચાહકોને સ્તબ્ધ કરી દીધા છે, પરંતુ એની સાથોસાથ એની આસપાસ સતત એક વિવાદ વિંટળાયેલો રહે છે... Continue Reading →

બેવડી લડાઈ ખેલતો અણનમ યોદ્ધો

સતત બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવીને વિજેતા બનેલા એલેક્ઝાન્ડર ઝવેરેવનો આ સંદેશો છે કે, 'ડાયાબિટીસની વ્યાધિ સાથે તમે કોઈ પણ કરી શકો છો અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.' એ પછી સમર્થ ટેનિસ વિજેતા ઝવેરેવને પૂછવામાં આવ્યું કે પૂરેપૂરો સ્વસ્થ માણસ કરતા ડાયાબિટીસ ધરાવનાર વધુ મજબૂત હોય છે ખરો? ત્યારે એણે સ્વીકાર કર્યો... Continue Reading →

સાધારણ પિતાનું અસાધારણ સર્જન !

દુનિયાભરમાં GOAT એટલે કે 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ' ગણાતા ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ૩૧મી ઓગસ્ટ, સોમવારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી અને પોતાના વ્હાલા દેશ આર્જેન્ટિનાની વાદળી-સફેદ જર્સીને અલવિદા કહી. આમ તો એમણે ગઈ ૨૧મી જુલાઈએ નિવૃત્તિની નોંધ લખી હતી, પરંતુ એ પછી પિતાનું અવસાન થતા આર્જેન્ટિના તરફથી ૨૦૭ મેચોમાં ૧૨૫ ગોલ કરનાર લિયોનેલ મેસ્સીએ પોતાની... Continue Reading →

આંતરસંઘર્ષ, આત્મવિશ્વાસ અને આર. અશ્વિન !

અશ્વિન અને અચાનક ! આ બંને એક સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગયા ડિસેમ્બરમાં ભારતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં મેદાન પર સામનાભરી રમત બતાવીને ટેસ્ટશ્રેણીને ૧-૧થી સરભર કરી. તે સાથે જ ભારતીય જર્સી સાથે ૨૮૭ મેચ ખેલી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ સ્પર્ધાઓમાંથી અણધારી નિવૃત્તિ લીધી અને એવી જ રીતે એણે તાજેતરમાં આઈ.પી.એલ.માંથી પણ નિવૃત્તિ લેવાની... Continue Reading →

પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ !

આઈપીએલ ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચેની તીવ્ર કશ્મકશ યાદ આવે. આ બંને ટીમો અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે. મેચ જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગે ૧૮ આઈપીએલમાં ૨૫૩ મેચમાંથી ૧૪૨ વાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એની પાછળ, પણ સાવ લગોલગ છે.... Continue Reading →

અસ્પૃશ્યતા સામેની બાલુની કામયાબી ભારતીય ક્રિકેટ કદી નહીં ભૂલે !

ભારતીય ક્રિકેટનું એ ગૌરવ છે કે એક સમયે જાતિને આધારે ક્રિકેટ ટીમનું ગઠન થતું હતું અને આજે ટેસ્ટ હોય કે ટી-ટ્વેન્ટી હોય અથવા અંડર નાઈન્ટીન હોય કે રણજી ટ્રોફી હોય, કોલેજ કે સ્કૂલ ક્રિકેટ હોય, પણ ખેલાડી કઈ જાતિનો છે કે કયા વર્ણનો છે, એવા ભેદભાવનો કોઈ વિચાર સુધ્ધાં કરતું નથી. હજી આપણો દેશ જાતિવાદની... Continue Reading →

સ્ટાર ખેલાડીઓનો મહિમા ! 

૯૧ બોલમાં પોતાની ૫૪મી વન-ડે સદી પૂરી કરનાર 'ચેઝ-માસ્ટર' વિરાટ કોહલી આઉટ થતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતના લલાટે ઘોર પરાજય લખાઈ ગયો. 'સ્ટાર ખેલાડી' વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ૧૦ સદી ફટકારીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદી સર્જનાર તરીકે ટોચનું સ્થાન મેળવ્યું, પરંતુ મેચની ૪૯મી ઓવરના ચોથા બોલે... Continue Reading →

બ્રાયન લારાની આંખના આંસુ હજી સૂકાયાં નથી !

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં ખેલાતી ટેસ્ટમેચ સમયે વેસ્ટ ઇન્ડિઝની કંગાળ બેટિંગનો સિલસિલો જોઈને વેસ્ટ ઇન્ડિઝના વિક્રમસર્જક બેટ્સમેન બ્રાયન લારાનું સ્મરણ થયું. એક વાર આ જ અમદાવાદનાં એચ.એલ. કોમર્સના ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડિઝના સુકાની ફ્રેન્ચ વોરેલની રેશમી છટાવાળી બેટિંગ જોઈ હતી. એ પછી તો વેસ્ટ ઇન્ડિઝે ગેરી સોબર્સ, વેસ્લી હોલ, વિવિયન રીચાર્ડ્સ જેવા કેટલાય... Continue Reading →

મેરા બેટા ઇન્ડિયા કે લિયે ખેલ રહા હૈ !

છેક મહાન રણજિતસિંહના સમયથી ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ ‘હીરો’ની બોલબાલા જોવા મળે છે. રણજિતસિંહે એમના ક્રિકેટ કારનામાઓ તો ઇંગ્લૅન્ડની ધરતી પર કર્યા, પરંતુ આખોય ભારત દેશ એનાથી ગર્વ અનુભવતો રહ્યો. સૌરાષ્ટ્રમાં તો રણજિતસિંહ વિશે એવી દંતકથાઓ પ્રચલિત હતી કે નવાનગરનાં આ બાપુએ એવા જોશથી દડો ફટકાર્યો કે એને પકડવા માટે એક ગોરો ખેલાડી દોડ્યો, બે... Continue Reading →

ક્રિકેટ : સ્મૃતિના ઝરૂખેથી !

માત્ર જમાનાનો રંગ બદલાતો નથી, પણ જીવનના રંગો પણ બદલાતા હોય છે. એક સમય હતો કે જ્યારે એક જ દિવસના ‘ગુજરાત સમાચાર'માં ખેલાતી મૅચનો અહેવાલ, ખેલાડીની મુલાકાત, ૨મતની સમીક્ષા અને મૅચની વિશેષ બાબતો એમ ચાર ચાર લખાણો પ્રગટ થતાં હતાં. ‘ક્રિકેટ રમતા શીખો' અને ‘ભારતીય ક્રિકેટરો' તથા ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' જેવી પુસ્તિકાઓની લાખેક કૉપી વેચાતી હતી... Continue Reading →

કોઈ ઉમરાવ કે રાજા નહીં, પણ સાચેસાચ શહેનશાહ !

જામનગરના રાજવી જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ ખેલીને પોતાના કલા-કસબથી દંતકથા સમી સિદ્ધિ મેળવી હતી. એમના પગલે ચાલીને એમના ભત્રીજા દુલિપસિંહે પણ ઇંગ્લૅન્ડ તરફથી ઑસ્ટ્રેલિયા સામે ખેલીને ક્રિકેટમાં કામયાબી મેળવી હતી. ભારતીય લોહી ધરાવતા આ બે ખેલાડીઓ ભારતની ધરતી પર કોઈ ઉચ્ચ પ્રકારનું ક્રિકેટ ખેલ્યા નહોતા. એ પછી સ્વ. પટૌડીના નવાબ (મનસૂરઅલી ખાન પટૌડીના પિતા) ભારત... Continue Reading →

મૅચ મુલતવી રહી છે !

માત્ર સવા ત્રણ ઇંચ વરસાદ અને એકાદ ઝાપટાને કારણે ફક્ત ચાલીસ ઓવરની મૅચ ત્રણ-ત્રણ દિવસ ચાલે તે કેવું કહેવાય ? આઈપીએલની ફાઇનલમાં પ્રેક્ષકોને ઊંચા જીવે મૅચ જોવા આવવું પડ્યું અને શું થશે એના કુતૂહલ સાથે ઉજાગરા વેઠવા પડ્યા. ક્રિકેટમૅચમાં આવતો આવો અવરોધ પરેશાન કરનારો હોય છે. મૅચના દિવસોનું હવામાન ક્રિકેટ-૨મતને અને એના પરિણામને ભારે પ્રભાવિત... Continue Reading →

મેસ્સીની માનવતા મહોરી ઊઠી !

વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી ફૂટબૉલની લોકપ્રિય રમતમાં યોજાતી સ્પર્ધાઓ પર આખી દુનિયાની નજર હોય છે. ફૂટબૉલની રમતનો રંગ જુદો અને એની આશિકી પણ અનેરી ! દુનિયાના દેશોમાં ભારત ફૂટબૉલની રમતમાં ખૂબ-ખૂબ પાછળ છે, પરંતુ કેટલાક દેશોમાં તો ફૂટબૉલ એ ધર્મ મનાય છે અને આથી જ ફૂટબૉલનો વિશ્વકપ ખેલાય, ત્યારે... Continue Reading →

સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !

આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન... Continue Reading →

ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !

પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑