[શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય, વર્ષ 2001] આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની. પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક... Continue Reading →
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
[ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલું વક્તવ્ય. તા. 24-12-2006] वन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની... Continue Reading →
Dr. Kumarpal Desai
The scholastic and multi-faceted contribution of Dr. Kumarpal Desai in the fields of literature, education, journalism, social service, sports and philosophy makes him a versatile personality of Gujarat. It is commonly experienced that a person achieves distinguished position at the most in a single sphere of activity but Dr. Kumarpal Desai has distinguished himself in... Continue Reading →
અહિંસા ઍવૉર્ડ
અહિંસા ઍવૉર્ડ ૧૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બ્રિટનની પાર્લામેન્ટના વિલ્સન હૉલમાં બ્રિટનના મિનિસ્ટર ઑફ ફૅઇથ બેરોનેસ સ્કોટ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈને અહિંસા ઍવૉર્ડ એનાયત થયો. આ સમારંભમાં પાર્લામેન્ટના સભ્ય અને સંસ્થાના ચૅરમૅન શ્રી ગેરથ થોમસ અને ડેપ્યુટી ચૅરમૅન પદ્મશ્રી અને પાર્લામેન્ટના એમ. પી. બોબ બ્લેકમનની સાથે બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર વિવિધ ફેઈથના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા... Continue Reading →
વિશ્વકોશના રાહબર
વિશ્વકોશના રાહબર : વિશ્વકોશના પ્રારંભથી વિશ્વકોશના પ્રણેતા પિતા જયભિખ્ખુના પરમ મિત્ર અને પોતાના Ph.D.ના અભ્યાસ માટેના માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કુમારપાળ દેસાઈ કાર્યરત હતા અને વિશ્વકોશના જુદા જુદા વિષયોના પરામર્શક તરીકે અને એથીયે વિશેષ તો વિશ્વકોશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. સંસ્થાની સઘળી વિદ્યાકીય પ્રવૃત્તિ સરળતાથી ચાલ્યા કરે તે માટે એનું આર્થિક પાસું મજબૂત... Continue Reading →
સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યો
સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યો કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પ્રમુખ અને મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની મધ્યસ્થ સમિતિના સભ્ય છે. કુમારપાળ છેલ્લાં ઘણાં વર્ષોથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન... Continue Reading →
રમત સમીક્ષક તરીકે
રમત સમીક્ષક તરીકે રમતગમતક્ષેત્રે પણ કુમારપાળ દેસાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ' અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' તેમજ ‘ક્રિકેટ રમતાં શીખો' ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ ‘ક્રિકેટર મૅગેઝિન ક્લબ'નું માનાર્હ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને ‘ધ ક્રિકેટર ઇન્ટરનેશનલ સામયિક' દ્વારા આયોજિત જ્યૂબિલી લિટરરી... Continue Reading →
વિવિધ સન્માનો
વિવિધ સન્માનો ઈ. સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળ દેસાઈનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' આપ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર, જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ, ગુજરાત રત્ન ઍવૉર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો ઍવૉર્ડ... Continue Reading →
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી ૧૯૯૭થી IOJમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલા, ધર્મદર્શન અને શિક્ષણનું કાર્ય કરતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનો એમના નેતૃત્વ હેઠળ ભારતમાં પ્રારંભ કરવામાં આવ્યો. એના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે વિદેશની લાઇબ્રેરીમાં આવેલ હસ્તપ્રતના કૅટલૉગનું મહત્ત્વનું કાર્ય કર્યું. વળી હસ્તપ્રતવિદ્યાના અભ્યાસીઓ તૈયાર થાય તે માટે ત્રણ દિવસનો હસ્તપ્રતવિદ્યાનો સેમિનાર કર્યો. એ પછી ગુજરાત યુનિવર્સિટી માન્ય છ મહિનાનો... Continue Reading →
ધર્મદર્શનમાં આગવી ઓળખ
ધર્મદર્શનમાં આગવી ઓળખ કુમારપાળ દેસાઈ કુશળ વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબાઈ વગેરે દેશોમાં પર્યુષણ તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ. સ. ૧૯૯૦માં બિંકગહામ પૅલેસમાં ડ્યૂક... Continue Reading →
ઈંટ અને ઇમારત
ઈંટ અને ઇમારત ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ'નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક... Continue Reading →
અનુવાદક
અનુવાદક કુમારપાળે આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની પ્રમાણમાં ઓછી જાણીતી પણ સાહિત્યિક દૃષ્ટિએ સંતર્પક નાટ્યકૃતિનો ગુજરાતી અનુવાદ ‘નવવધૂ' નામથી કર્યો છે. આરંભે મૂકેલા અભ્યાસલેખમાં તેમણે આ લેખકનો અને તેમની કૃતિનો સાહિત્યિક પરિચય કરાવી તેનો આસ્વાદ કરાવ્યો છે. એના સર્જકની મુલાકાત લઈને તેમણે સાંપ્રત આફ્રિકન નાટકની પશ્ર્ચાદ્ભૂ પણ પ્રગટ કરી છે.
હિન્દી : અંગ્રેજી ભાષામાં સર્જન
હિન્દી : અંગ્રેજી ભાષામાં સર્જન ગુજરાતીના સમર્થ લેખક કુમારપાળ દેસાઈએ હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં પણ લેખન કર્યું છે. ગુજરાતીમાં તેમણે ‘જિનશાસનની કીર્તિગાથા', હિંદીમાં તેમણે ‘जिनशासन की कीर्तिगाथा’, તેમજ અંગ્રેજીમાં ‘Glory of Jainism' પુસ્તક લખ્યાં છે. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલાં અન્ય પુસ્તકો આ મુજબ છે : ‘Stories from Jainism’, ‘Essence of Jainism’, ‘The Value and Heritage of... Continue Reading →
સૂઝવાળા સંપાદક
સૂઝવાળા સંપાદક તેઓ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે, જેમાં મહત્ત્વનાં છે : ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ', ‘શબ્દશ્રી', ‘કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ', ‘હૈમસ્મૃતિ', ‘જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ' ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં', ‘નવલિકા અંક' (‘ગુજરાત ટાઇમ્સ), ‘ઓજસ દીઠાં આત્મબળનાં', ‘રત્નત્રયીનાં અજવાળાં', ‘સામાયિક સૂત્ર' (અર્થ સાથે), ‘શંખેશ્વર મહાતીર્થ', ‘યશોભારતી', ‘ધન્ય છે ધર્મ તને' (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં... Continue Reading →
વિવેચક
વિવેચક કુમારપાળ દેસાઈ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના', ‘શબ્દસંનિધિ', ‘ભાવન-વિભાવન', ‘શબ્દસમીપ', ‘આનંદઘન : જીવન અને કવન' વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે એની પ્રતીતિ અર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે.
સંશોધક
સંશોધક કુમારપાળ દેસાઈએ પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે મધ્યકાળના મરમી સંતકવિ આનંદઘનના જીવન અને કવન વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેમનાં પદો અને સ્તવનોની હસ્તપ્રતોનું સંશોધન કરી તેમના કવિત્વને પ્રકાશમાં આણ્યું છે. તેમણે ગુજરાતના જુદા જુદા હસ્તપ્રતભંડારોમાંથી ૪૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના આધારે શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પં. બેચરદાસ દોશી, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને પં. દલસુખભાઈ માલવણિયા... Continue Reading →
સાહિત્યિક ગતિવિધિ
વિશેષ સાહિત્યિક ગતિવિધિ ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક ‘અપંગનાં ઓજસ (કુલ આઠ આવૃત્તિ) એમણે લખ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું તથા ‘अपाहिज तन, अडिग मन’ને નામે હિંદીમાં (ત્રણ આવૃત્તિ) અને ‘The Brave Hearts’ (ચાર આવૃત્તિ)ને નામે અંગ્રેજીમાં એનો અનુવાદ કર્યો. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂજ્ય શ્રી મોટાએ તથા પ્રસિદ્ધ... Continue Reading →
પત્રકારત્વમાં પ્રવેશ
પત્રકારત્વમાં પ્રવેશ કુમારપાળ દેસાઈએ અગિયાર વર્ષની વયે ‘ઝગમગ' નામના બાળસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. બાળપણથી જ તેમને ત્યાગ-શૌર્યની વાતોનું આકર્ષણ હતું; કેમ કે – વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર એમનું જન્મસ્થાન-વતન છે તેમજ શૈશવથી જ ‘કુરબાનીની કથાના રચયિતા ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, વિખ્યાત નવલિકાકાર ધૂમકેતુ, કવિ દુલા... Continue Reading →
શૈક્ષણિક કારકિર્દી
શૈક્ષણિક કારકિર્દી કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદમાંથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ અમદાવાદની નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન’ વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં જોડાયા. એ પછી ૨૦૦૧ના નવેમ્બરથી તેઓએ... Continue Reading →
ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર અને ‘પદ્મશ્રી’થી સન્માનિત ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને ૨૦૦૪માં એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે.... Continue Reading →