જન્મથી મૃત્યુ સુધી પળેપળનો આપણો સાથી આપણો શ્વાસ છે. સમગ્ર જીવનયાત્રામાં વ્યક્તિ શ્વાસ લેતી હોય છે અને બહાર કાઢતી હોય છે. આ શ્વાસનો અપાર મહિમા છે અને તેનામાં અનંત શક્યતાઓ નિહિત છે. એનો પ્રત્યક્ષ સંબંધ દેહની તંદુરસ્તી, આત્માની શક્તિ અને આધ્યાત્મિક વિકાસ સાથે છે. એના યોગ્ય નિયમનથી દેહનું સ્વાસ્થ્ય જળવાય છે. એની શક્તિથી આત્માનું બળ... Continue Reading →
દીવાસ્વપ્નોની દોડધામ
મનની એકાગ્રતાની સાધના માટેનું પ્રથમ સોપાન તે સતત ચાલતી મનોવિહારની પ્રક્રિયાને ઓળખવાનું છે. માણસ ટ્રાફિકમાં ફસાઈ ગયો હોય અને એનું મન એ ક્ષણે વિદેશના વિશાળ માર્ગોનો વિચાર કરતું મોટ૨રેસ લગાવતું હોય. ટેલિવિઝનની એક પછી એક ચૅનલ રિમોટથી બદલતો હોય અને સાથે સાંજે કઈ હોટલમાં ભોજનાર્થે જવાનું છે એ વિચારતો હોય. એ કામ કરતો હોય ત્યારે... Continue Reading →
શ્વાસનો સાથ
જીવનભર આપણી સાથે રહેતી બાબત વિશે આપણે ભાગ્યે જ નજર કરીએ છીએ. છેક જન્મની પળથી માંડીને મૃત્યુની ક્ષણ સુધી આપણા સાથી રૂપે હોય છે શ્વાસ. આપણા આ પળેપળના સાથી શ્વાસના મહત્ત્વ વિશે આપણે કેટલો વિચાર કરીએ છીએ ? બસ, શ્વાસ લીધો અને છોડ્યો એ જ રોજિંદો અજાણ અનુભવ હોય છે. ફેફસાં નબળાં પડ્યાં કે દમનો... Continue Reading →
પત્રલેખન – એક સંવાદ
વિખ્યાત ફિલ્મ અભિનેતા દિલીપકુમારે ‘બ્લૅક' ફિલ્મ જોયા પછી અમિતાભ બચ્ચનને એમની અદાકારીની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો, જે અમિતાભ બચ્ચને મઢાવીને પોતાના દીવાનખંડમાં રાખ્યો છે. પણ આજે તો એમ લાગે છે કે મનુષ્યજાતિ પત્રલેખનનું એક મહાન સંવેદનાત્મક માધ્યમ ગુમાવતી જાય છે. જમાનાની તેજ રફતારમાં અને ટૅક્નૉલૉજીની ઝડપી દોડમાં પત્રલેખન ધીરે ધીરે વિસરાતું જાય છે. તમે... Continue Reading →
શાંતિ ક્યાંથી મળશે ?
બાળપણમાં વર્ગમાં ‘ચૂપ રહો’ કે ‘શાંતિ રાખો' એવો શિક્ષકનો કડક અવાજ સાંભળવા મળે. ઉદ્ઘોષક સભાજનોને ‘બોલતા બંધ થાઓ, શાંતિ જાળવો' એમ કહેતા હોય, શોકસભામાં મૌન રાખવાનો આદેશ અપાતો હોય. ધર્મસ્થાનમાં સદંતર મૌન ધારણ કરવું પડતું હોય. આમ ‘શાંતિ રાખો’ (સાયલન્સ પ્લીઝ) શબ્દ વ્યક્તિ જીવનભર સતત સાંભળતો હોય છે. કિંતુ પ્રત્યેકને માટે ‘શાંતિ’નો અર્થ જુદો જુદો... Continue Reading →
બીજાના સાથની જરૂર
સાચી નિષ્ઠા હોય, કાર્યમાં પૂરી એકાગ્રતા હોય, એના માટે પ્રબળ ઇચ્છાશક્તિ હોય અને સાતત્યપૂર્ણ લગનથી કામ કર્યું હોય, છતાં ક્યારેક સફળતા હાથ લાગતી નથી. આવે સમયે વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિને દોષ આપે છે અને માને છે કે જરૂરી ઇચ્છાશક્તિના અભાવે જ આમાં નિષ્ફળતા મળી. પોતાની નિષ્ઠા વિશે એને શંકા જાય છે અને એકાગ્રતા સામે સવાલ ઊભો... Continue Reading →
અર્થઘટન એ જ આધાર
‘જિંદગી એટલે નસીબનો ખેલ' એમ માનનારાઓ એક મહત્ત્વની બાબત ભૂલી જાય છે કે નસીબ માનવી સામે દાવ ખેલતું હોય છે, પરંતુ એ દાવનું પરિણામ જાહેર કરવાનું માનવીના હાથમાં છે. નસીબ એની સામે દડો વીંઝે છે, પરંતુ એ ખેલાડી આઉટ થયો, રન-આઉટ થયો કે નોટ આઉટ રહ્યો, એ જાહર કરનારો અમ્પાયર તો માનવી જ છે. માનવીને... Continue Reading →
આજથી આરંભીને આગામી એકસો વર્ષના શુદ્ધ મુહૂર્તો આપતું અજોડ શતવર્ષીય શાસ્ત્રીય પંચાંગ
આજથી 114 વર્ષ પહેલાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કરેલું ભવિષ્યદર્શન આજે, વર્તમાન સમયે સાચું પડ્યું છે. એક સદી પૂર્વે એમણે કહ્યું હતું કે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે અને દેશમાં વિજ્ઞાનનો મહિમા થશે. રાજ-રજવાડાંનો એ સમય હતો, ત્યારે એમણે ભવિષ્ય ભાખ્યું કે આ રાજાશાહી ચાલી જશે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે. આજે પારાવાર... Continue Reading →
કોરા કાગળની કમાલ !
ગુજરાતના સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રવદન મહેતાની આજે જન્મજયંતી, પરંતુ કેટલાંક સર્જનનું સ્મરણ શાશ્વત હોય છે, એમ હજી આજેય કવિ, નાટ્યકાર ચંદ્રવદન મહેતા આપણી વચ્ચે જીવંત છે એમની ભાવના, પુરુષાર્થ અને તપશ્ચર્યાથી. ચંદ્રવદન મહેતા એ માત્ર ગુજરાતનું જ નહીં, બલ્કે આપણા દેશનું એક વિરલ રત્ન. પણ કોણ જાણે કેમ ગુજરાત દેશવાસીઓ સુધી એમની પ્રતિભાને પહોંચાડી શક્યું... Continue Reading →
કોણે આપ્યું આદેશને ‘ભારત’ નામ !
ભૂતકાલીન ભૂતકાળમાં ખેલાયેલાં યુદ્ધોનો ઇતિહાસ મળે છે અને વર્તમાનમાં ઇતિહાસમાં આલેખાયેલી એ ઘટનાઓ વિશે થતાં યુદ્ધો જોવા મળે છે ! આધુનિક ઇતિહાસવિદોએ અંતે સ્વીકાર્યું કે ઇતિહાસમાં સતત ખોજ કરતાં મળતાં નવા તથ્યો અને અમુક વિચાર કે વાદનાં ચશ્માં પહેરીને લખાયેલા ઇતિહાસમાં પરિવર્તનની જરૂર છે. આને કારણે આજે ‘હિસ્ટ્રી ઇઝ ડિબેટ’ (ઇતિહાસ એ ચર્ચા છે)એ સૂત્ર... Continue Reading →
અંતે મહમ્મદઅલી ઝીણાને ઝૂકવું પડ્યું !
એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમનસ્યનો ભોગ બનવું પડ્યું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરાવા માંડી. એ સમયે... Continue Reading →
45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત !
પૃથ્વી પર તો ખૂબ લડ્યા, હવે અંતરિક્ષમાં યુદ્ધ ખેલીએ ! માનવી જેવી સત્તા, લોલુપતા અને પ્રભુત્વની વણછીપી ભૂખ અન્ય કોઈ પ્રાણીને હશે ખરી ? આજે માનવી એની સત્તાની ભૂખને કારણે ઠેર ઠેર ભયાવહ માનવસંહાર કરી રહ્યો છે અને એની પ્રભુત્વની અદમ્ય લાલસાને કારણે આ દુનિયામાં રોજેરોજ ઉથલપાથલ કરી રહ્યો છે. આમેય આજે આપણી પૃથ્વી અત્યંત... Continue Reading →
શ્રીનગરની વિજયયાત્રામાં ભાગ લેવાનું ઝીણાનું સ્વપ્ન રોળાઈ ગયું !
ફરી એક વાર ધર્મઝનૂની આતંકવાદીઓએ ભારતમાતાનાં હૃદય પર આકરો પ્રહાર કર્યો છે. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં નરકનેય નીચું દેખાડે એવા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 લોકોની કતલ કરી છે અને કેટલાયને ઘાયલ કર્યાં છે. ભારતીય તાકાતને આ સૌથી મોટો પડકાર છે. ઇતિહાસ પોકારી પોકારીને વીરત્વને માટે સાદ પાડી રહ્યો છે. આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલની... Continue Reading →
વિદેશમાં અદ્ભુત નામના અને ચાહના
શ્રી કુમારપાળભાઈની સાથે છેલ્લાં પંદર વર્ષોથી મારે ઘણો સારો સંબંધ છે. મારે સને ૧૯૯૧માં જ્યારે પ્રથમ વાર અમેરિકા જવાનું થયું ત્યારે તેઓ તરફથી મને બધા જ પ્રકારનો સહયોગ મળેલો. અને આ જ મારું તેઓની સાથે પ્રથમ મિલન હતું. પ્રથમ મેળાપમાં જ તેમની પરોપકાર-પરાયણતા, મિલનસાર સ્વભાવ, કંઈક કરી છૂટવાની ભાવના ઇત્યાદિ અનેક ગુણો દેખાયા. તેમણે જે... Continue Reading →
મેરા બેટા ઇન્ડિયા કે લિયે ખેલ રહા હૈ !
છેક મહાન રણજિતસિંહના સમયથી ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ ‘હીરો’ની બોલબાલા જોવા મળે છે. રણજિતસિંહે એમના ક્રિકેટ કારનામાઓ તો ઇંગ્લૅન્ડની ધરતી પર કર્યા, પરંતુ આખોય ભારત દેશ એનાથી ગર્વ અનુભવતો રહ્યો. સૌરાષ્ટ્રમાં તો રણજિતસિંહ વિશે એવી દંતકથાઓ પ્રચલિત હતી કે નવાનગરનાં આ બાપુએ એવા જોશથી દડો ફટકાર્યો કે એને પકડવા માટે એક ગોરો ખેલાડી દોડ્યો, બે... Continue Reading →
આવનારી આફતો સામે અગમચેતી બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે ?
જ્યારે તમે એક બિનશાકાહારી ટુકડો ખાવ છો, ત્યારે તમે મડાગાસ્કર ટાપુના એક માકડાની હત્યા કરો છો. જ્યારે તમે ચીકન ખાવ છો, ત્યારે તમે એમેઝોનનાં જંગલોમાં આવેલા એક પોપટને મારી નાખો છો, આ વાક્યો છે અમેરિકાના જીઓફિઝિસિસ્ટ ગીડોન એશેલના કે જેમણે ખેતી અને માનવ આહાર પર ભૌગોલિક પરિસ્થિતિની થતી અસર વિશે ગહન અભ્યાસ કર્યો છે. એમના... Continue Reading →
રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત
માનવી વિશ્વમાનવી બને ત્યારે શું થાય ? આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘વિથં ભવતિ એક નિડમ’ (આખું વિશ્વ માળો બને) એવાં સૂત્રો દ્વારા આપણી વૈશ્વિક કલ્પનાને સાકાર કરીએ છીએ, ત્યારે સવાલ એ આવે છે કે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખાઓ ભૂંસવી કઈ રીતે ? પ્રત્યેક દેશનાં રાષ્ટ્રગીત એ પોતાના દેશની રાષ્ટ્રીયતા, ગૌરવ અને વિશેષતા પ્રગટ કરતા હોય છે.... Continue Reading →
હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી
ભારતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઇંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઇતિહાસમાં ક્યાંય નોંધ મળતી... Continue Reading →
‘થ્રી ડાયમેન્શન’થી જીવન–સમસ્યાનો ઉકેલ !
ફોર્મ્યુલા વનની રેસમાં ઝૂકાવનાર મોટરચાલક હંમેશાં રસ્તા પર સીધી દૃષ્ટિ રાખીને રેસમાં કાર દોડાવશે, જ્યારે કોઈ ગાઢ જંગલમાં ઝરણાંઓ, નદીઓ, પર્વતોની વચ્ચેથી માર્ગ કરનાર સાહસપ્રેમી આગળ વધવા માટે જુદા જુદા આડા અવળા રસ્તા ખોળવાનો પ્રયત્ન કરશે. મોટરકારના ચાલકની નજર સમક્ષ એક જ લક્ષ્ય હોય છે, જ્યારે ગાઢ જંગલો વીંધનારાઓ ચોતરફ દૃષ્ટિ કરતા આમતેમ જઈને માર્ગ... Continue Reading →
આખરે ચંદુ ચેમ્પિયનની ખ્વાહિશ પૂરી થઈ !
અંતે આ વર્ષે મુરલીકાન્ત પેટકરને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન ઍવૉર્ડ મળ્યો અને ચિત્તમાં અનેક સ્મરણો ઉભરાઈ રહ્યા. છેક 1973માં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. એ સમયે મનમાં એક મથામણ હતી કે આ અપંગોની કેવી ઘોર અવહેલના કરવામાં આવે છે ! કોઈ એમને બીજા દરજ્જાના નાગરિક ગણે છે, તો કોઈ એમને અશક્ત અને ભારરૂપ ગણે છે. મારી... Continue Reading →