લાગણી : સ્વર્ગનો ઉલ્લાસ કે નર્કનો વિષાદ ! 

અમારી રીના એટલી બધી 'ઈમોશનલ' છે કે તમે એને સહેજ પણ ઠપકો આપશો, કે તરત જ એ ચોધાર આંસુએ રડવા માંડશે. કોલેજિયન મહેશને એના પિતા સહેજ મોટા અવાજે બોલે કે તરત જ એનો 'મૂડ' 'ઓફ' થઈ જાય છે. બિચારા જયેન્દ્રભાઈ એટલા બધા લાગણીભર્યા છે કે એમના નિકટના સ્વજનનું અવસાન થયું હોય, તો પણ એ સ્મશાને... Continue Reading →

અર્જુનનો વિષાદ એ એના હૃદયમાં રહેલા ત્યાગ-વૈરાગ્યનું પરિણામ છે !

'જી વનભર જેમના આશીર્વાદ પામીને જીવ્યો છું એવા પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ સામે હું કઈ રીતે શસ્ત્ર ચલાવી શકું? કઈ રીતે હું મારા કુળના વડીલોને, મારા બાંધવોને અને એમના સંતાનોને હણી શકું? કઈ રીતે હું સનાતન કુળધર્મને નષ્ટ કરીને સમગ્ર કુળને નરકનું ભાગી બનાવી શકું?' કૌરવ અને પાંડવ સેનાની વચ્ચે ઊભેલા અર્જુનના મનમાં ઘોર... Continue Reading →

જીવનનાં કુરુક્ષેત્રની વચ્ચે ઊભા રહેલા સંશયગ્રસ્ત અર્જુન છો તમે !

માત્ર સાતસો શ્લોકમાં માનવજીવનની સઘળી ઘટમાળ પર દૃષ્ટિપાત કરીને એના જીવનને ઉપયોગી થાય એવો અદ્ભુત ઉપદેશ 'શ્રીમદ્ ભગવદ્ગીતા”માં પ્રાપ્ત થાય છે. અઢાર અધ્યાયમાં વહેતો આ ગ્રંથ એ દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી પર છે. એ માત્ર હિંદુ ધર્મનો ગ્રંથ નથી, કુરુક્ષેત્રના મેદાન પર જ માત્ર એનું સર્જન થયું નથી અને માત્ર ભારતવર્ષનો ગ્રંથ નથી. જગતના... Continue Reading →

સાચુ સુખ ઇંદ્રિયબદ્ધ નહીં, પણ ઇંદ્રિયાતીત છે !

આ યુગને આગવું અધ્યાત્મદર્શન આપનાર શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવનમાં સુખની વિવેચના કરી છે. તેઓ કહે છે કે, “એક તો એવી વ્યક્તિ હોય છે કે જે જીવન વિશે નિંદ્રાધીન કે અ-ભાન હોય. બીજી વ્યક્તિ એવી હોય છે કે જે કામના સુખ, કષાય સુખ, પરિગ્રહ સુખ અને અહંકાર સુખની પાછળ દોટ લગાવે છે.' તો પછી સુખ છે શું... Continue Reading →

આજનું દુ:ખ ભવિષ્યમાં આવનારા સુખનું કારણ બને છે !

ક્યારેક વિચાર કર્યો છે કે આજ સુધી જેને દુ:ખ માન્યું હતું અને દુ:ખ માનીને ભારે દુ:ખી હતા, તે હકીકતમાં દુ:ખ છે ખરું? વળી એ દુ:ખનું મૂળ કારણ સાવ જૂદું હોય અને આપણે દુ:ખી થતા હોઈએ, તેવું તો નથી થયું ને? જુઓ, ઘણી વાર તો આપણે આપણા મનમાં કોઈ ભયને પોષીએ છીએ અને પછી એનાથી એ... Continue Reading →

આત્માની અમરતાની વાતો કરનારા મૃત્યુની નશ્વરતાથી ભયભીત કેમ ?

વ્યક્તિ ઘણી રીતે સચ્ચાઈને છાવરતી હોય છે, આથી માણસ જો એના દુ:ખના મૂળની કે સાચા કારણની. શોધ કરે તો પહેલા એને ખ્યાલ આવશે કે એ ભયને કારણે દુ:ખી છે . આપણાં  સહુનાં જીવનમાં દુ:ખ પ્રવર્તે છે, પણ હકીકતમાં એ દુ:ખના મૂળ કારણની શોધ કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ દુ:ખનો સર્જક કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી,... Continue Reading →

મારા સુખ અને દુ:ખનો તો હું માત્ર સાક્ષી છું !

'આ ચોવીસ કલાક જિંદગીની જળોજથામાં પડયા છીએ, ત્યાં વળી તમે ક્યાં અધ્યાત્મની વાત કરો છો ?' તો વળી કોઈ છણકો કરીને કહેશે કે, આટલી બધી જવાબદારીઓ જ માંડ-માંડ વેંઢારી શકીએ છીએ, ત્યાં વળી આત્માની ઓળખ માટે ક્યાંથી સમય ફાળવવો ? વળી આ અધ્યાત્મ અંગે ક્યાંથી કંઈ કરી શકીએ ? સામાન્ય જનસમૂહ આ પ્રકારનો વિચાર કરે... Continue Reading →

તમારી પાસે દિવસના 24 કલાક છે ખરા ?

માનવીના ચંચળ અને ચિત્ર-વિચિત્ર મનની પણ કેટલીક મજા હોય છે ! કેટલાંક લોકો એમ કહેતા હોય છે કે, 'મારી પાસે આ કામ કરવા માટે પૂરા ચોવીસ કલાક છે', પણ હકીકત એ છે કે આપણી પાસે કામ કરવા માટે ચોવીસ કલાક હોતા નથી. એનું કારણ એ કે સામાન્ય રીતે વ્યક્તિની સવારની દિનચર્યા, સવાર, બપોર અને સાંજનું... Continue Reading →

આંખોના અંધાપા કરતાં ભીતરનો અંધાપો વધુ અંધકારઘેરો હોય છે !

સંત કબીરે અગિયારમી દિશાની વાત કરી છે. આ અગિયારમી દિશાના દ્વાર ખૂલે કઈ રીતે ? બાહ્ય જગતની દશે દિશાઓની દોડમાં એ પદાર્થને શોધે છે, જ્યારે અગિયારમી દિશાની શોધમાં એ પરમાત્માને શોધે છે. બાહ્ય માયા ત્યજીને એ મોહની ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈને ભીતર ભણી જાય છે, ત્યારે એની સુષુપ્તિ ચાલી જાય છે અને સહજતાથી આત્મબોધ જાગે... Continue Reading →

‘માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર !’

મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. સ હુ કોઈ દસ દિશાઓને સારી પેઠે જાણે છે. ચારે બાજુની આઠ દિશાઓ અને પછી ઉપર અને નીચે - એમ... Continue Reading →

સ્વીકારભાવની મસ્તી એ જ સાધકનો પરમ ધર્મ !

બીજમાંથી વિશાળ વૃક્ષ ફૂલેફાલે, એ આસપાસ-ચોપાસ ફેલાય અને એની ડાળીઓ અને પાંદડાં ક્યાંય ક્યાંય સુધી વિસ્તરી જાય, એ રીતે પ્રત્યેક ચિંતક, વિચારક કે સંત પાસે એક વિચાર હોય છે અને એ વિચારના બીજમાંથી વિરાટ વટવૃક્ષ સર્જાય છે. જીવન પ્રત્યેનું આપણું વલણ કેવું હોય જોઈએ એ વિશે એક કેન્દ્રીય વિચાર મળે છે અને એવો એક કેન્દ્રીય... Continue Reading →

તમારે ભીંત સાથે માથું અફળાવવું છે ?

સીધીસાદી ભાષામાં આને 'જીવન જીવવાની જડીબુટ્ટી' કહેવાય છે. ઈશ્વર હોય કે તીર્થંકર, મહાત્મા હોય કે સંત, વિદ્વાન હોય કે વિચારક - આ સહુ કોઈનાં જીવનમાં એક એવો કેન્દ્રીય વિચાર હોય છે કે જેની ઈંટ પર એમના વિચારોની આખીય ઇમારત ઘડાયેલી હોય છે. એ શબ્દ પામીએ અને એ વિચારને જાણીએ તો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી હાથ... Continue Reading →

ઘર આગળથી ‘ડેડ બોડી’ જાય તો તને શું થાય ?

આ જગતમાં એમ કહેવાય છે કે 'જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર' આને પરિણામે કેટલાય સંતોનાં ચમત્કારો એમના ભક્તવર્ગમાં પ્રચલિત હોય છે. આપણી કેટલીય ધર્મકથાઓ પણ આવા ચમત્કારોથી ભરેલી છે. કોઈ મંત્રથી થતા આપત્તિ નિવારણની કે મૃત્યુ નિવારણની વાત કરે છે, તો કોઈ વળી ચમત્કારોથી ઉપાસકોનાં હૃદયમાં આસ્થા બેસાડવાનો વિચાર કરે છે.  કોઈ ગુરુ બાહ્ય પોશાક કે... Continue Reading →

ઓહ ! આ ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાની એક પાદરીનું ઘર માગે છે !

આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઇચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ? 'જે વ્યક્તિ ઘોંઘાટ દરમિયાન પણ સંગીત સાંભળીને માણી શકે છે, તેને તેના કાર્યનો બદલો મળી રહે છે.' પ્રતિભાવંત વિજ્ઞાની વિક્રમ સારાભાઈની આ પ્રિય ઉક્તિ હતી. તેઓ કહેતા કે, 'લક્ષ્યવેધ માટે... Continue Reading →

‘જરાવા’ના ડોક્ટરે આખી જનજાતિને જીવલેણ રોગમાંથી ઉગારી લીધી

'બહુરત્ના વસુંધરા' જેવી આ દુનિયામાં ક્યાં ક્યાં, કેવાં રત્નો ઝળકી રહ્યાં છે! માનવસેવાની સૌથી વધુ તક તો તબીબી વ્યવસાયમાં મળે, પરંતુ કેટલાંક એવાય તબીબો છે કે જે માનવસેવા ઉપરાંત પારાવાર મુશ્કેલીઓ સહન કરીને વનવાસી, આદિવાસી પ્રજાનો વિશ્વાસ મેળવે છે અને પછી એ વિશ્વાસના પાયા પર માનવતાની પ્રેરણાદાયી ઇમારત રચે છે. ૧૯૫૪ની ચોથી મેએ પશ્ચિમ બંગાળમાં... Continue Reading →

જેનું કોઈ નથી, એના તમે થાઓ

બાળપણનું મીઠું સ્વર્ગ એટલે લાડકોડ માણવા મળતું મોસાળ. કોઈ પણ ઉંમરે મોસાળની એ સ્મૃતિઓ ઘરડી થતી નથી. હજી આજેય મન વારંવાર મારા મોસાળ રાણપુર ભણી દોરી જાય છે. મોસાળની અનેરી મોહિનીનો અનુભવ સદાય થતો રહે છે. આ રાણપુરમાં બાળપણમાં બેસીને કલ્પના કરતો કે સમગ્ર ભારતનાં રજવાડાં સામે બાથ ભીડનાર એક જમાનામાં સૌરાષ્ટ્ર કાર્યાલય ખડું હતું.... Continue Reading →

શત્રુતાને બદલે મિત્રતા અને સંહારને બદલે ક્ષમા આપો

૧૯૪૫ના છઠ્ઠી ઑગસ્ટના દિવસને યાદ કરીને આજે ય માનવજાતિ ભયથી થરથરી રહી છે. એવો વિનાશક પરમાણુ બોમ્બ કોઈ નાખશે, તો દુનિયાની કેવી બદતર હાલત બની જશે! એ છઠ્ઠી ઑગસ્ટે બી-૨૯ એરક્રાફ્ટમાં અમેરિકાથી છ કલાકનો વિમાની પ્રવાસ કરીને જાપાન આવેલા 'એનોલા ગે' નામના એરક્રાફ્ટમાંથી હિરોશીમા શહેર પર બોમ્બ પડયો અને આશરે સિત્તેરથી એંસી હજાર લોકો તત્કાળ... Continue Reading →

સમ્રાટ શાહજહાંને થાપ આપનારી ઝવેરીવાડની પોળો !

જમાનાની રફતાર કેવી બદલાય છે! એક વાર અમદાવાદની પોળ રચનાએ ખુદ મુઘલ બાદશાહ શાહજહાંના સૈનિકોને પરાસ્ત કર્યા હતા. વાત છે ઈ. સ. ૧૭૨૭ની જ્યારે શહેનશાહ અકબરના દરબારમાં માનપાન પામેલા અને જહાંગીર જેને 'મામા'ના નામથી બોલાવતો હતો એવા અમદાવાદના શાંતિદાસ ઝવેરીની સંપત્તિને લૂંટવા માટે મુઘલ સમ્રાટ શાહજહાંના સૈનિકો ઝવેરીવાડમાં આવ્યા. શાંતિદાસ ઝવેરીએ ધન અને ઝવેરાત ભીંત... Continue Reading →

બ્રાયન લારાની આંખના આંસુ હજી સૂકાયાં નથી !

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં ખેલાતી ટેસ્ટમેચ સમયે વેસ્ટ ઇન્ડિઝની કંગાળ બેટિંગનો સિલસિલો જોઈને વેસ્ટ ઇન્ડિઝના વિક્રમસર્જક બેટ્સમેન બ્રાયન લારાનું સ્મરણ થયું. એક વાર આ જ અમદાવાદનાં એચ.એલ. કોમર્સના ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડિઝના સુકાની ફ્રેન્ચ વોરેલની રેશમી છટાવાળી બેટિંગ જોઈ હતી. એ પછી તો વેસ્ટ ઇન્ડિઝે ગેરી સોબર્સ, વેસ્લી હોલ, વિવિયન રીચાર્ડ્સ જેવા કેટલાય... Continue Reading →

તમારું જીવન ફરિયાદથી જીવો છો કે ધન્યવાદથી?

'કોઈ કહેશે કે આ જીવન તો દુ:ખોના પારાવાર(સાગ૨)થી દુ:ખોથી ભરેલું છે, તો કોઈ કહેશે કે આ જિંદગી તો થોડાંક સુખ અને એનાથી અનેકગણાં દુ:ખથી ભરેલી છે, કોઈ કપાળ પર હથેળી મૂકીને ઘોર નિસાસો નાખશે કે મને તો સઘળે દુ:ખ જ દેખાય છે, સુખ એ તો માત્ર મૃગજળ છે. જેમ મૃગ રણમાં જળ છે એમ માનીને... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑