આજથી પંદરેક વર્ષ પહેલાં બ્રિટનના પ્રવાસ દરમિયાન એક કૉન્ફરન્સમાં જવાનું બન્યું અને તેમાં ચર્ચા હતી કે ‘શું મશીન માણસને હરાવી દેશે ખરું ?' અને એ સમયે જુદા જુદા વિષયના તજ્જ્ઞોએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં કહ્યું કે, ‘મશીન ગમે તેટલાં બનાવશો, તોપણ એ માણસની બુદ્ધિને ક્યારેય આંટી જાય એવી કોઈ શક્યતા નથી.’ પરંતુ આજે એ મશીનોની... Continue Reading →
વિશ્વ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રભુત્વ વિનાશ વેરશે ?
માત્ર 24 શબ્દો પાછળ આવતીકાલના વિશ્વની ભયજનક ચિંતાઓ અને સંભવિત જોખમોની વેદના છુપાયેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૉર્પોરેશનોનાં ટૅક એક્ઝિક્યુટિવ અને CEOએ પોતાના સંશોધનની સાથોસાથ ભવિષ્યનો ભય પણ રજૂ કર્યો અને એમણે હસ્તાક્ષર સાથે થોડા ડર અને દહેશતથી લખ્યું, ‘રોગચાળા અને પરમાણુયુદ્ધ જેવાં સામાજિક ગંભીર જોખમોની જેમ AIથી પણ જગત લુપ્ત થવાનું જોખમ ઓછું કરવું, એ... Continue Reading →
મારે તો આટલું બસ થાય !
માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ-ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું... Continue Reading →
હિમાલયમાં કૈલાસની પાસે આવેલા બિંદુ સરોવરમાં શ્રીકૃષ્ણે યોજેલાં એક હજાર દિવસનાં ભવ્ય ધર્મસત્રો !
શ્રીકૃષ્ણની અકળ લીલાનો પાર પામવાનો માનવીય પ્રયાસ સદૈવ અપૂર્ણ જ રહેવાનો. એમના ઐશ્વર્યને પામવા માટેના આપણા સઘળા પ્રયત્નો અપૂરતા જ રહેવાના. એ વિરાટ રૂપનાં દર્શન કઈ રીતે થઈ શકે ? જ્યાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય અને ક્ષણે ક્ષણે વિભૂતિમત્તા હોય, આથી તો કવિ હરીન્દ્ર દવેએ 'કૃષ્ણ અને માનવસંબંધો’ ગ્રંથના અંતે ‘અનુકથન’માં સ્વીકાર કર્યો કે કૃષ્ણની... Continue Reading →
કવિ કાન્તના સત્યમંથનને આપણે સમજી શક્યા નહીં !
તમને ક્યારેય એવો પ્રશ્ન જાગ્યો છે કે તમારો જન્મ શા માટે ? એનો હેતુ શો ? હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ સૃષ્ટિ સાથે મારો શું સંબંધ ? આ સૃષ્ટિનો નિયંતા કોણ ? જીવનમાં સૌંદર્યરસિકતા અને સ્નેહ પામવાની ઝંખનાનું સ્થાન શું ? તપ, ત્યાગ અને સંયમના આદર્શો કેટલા ફળદાયી ?... Continue Reading →
ક્રિકેટ : સ્મૃતિના ઝરૂખેથી !
માત્ર જમાનાનો રંગ બદલાતો નથી, પણ જીવનના રંગો પણ બદલાતા હોય છે. એક સમય હતો કે જ્યારે એક જ દિવસના ‘ગુજરાત સમાચાર'માં ખેલાતી મૅચનો અહેવાલ, ખેલાડીની મુલાકાત, ૨મતની સમીક્ષા અને મૅચની વિશેષ બાબતો એમ ચાર ચાર લખાણો પ્રગટ થતાં હતાં. ‘ક્રિકેટ રમતા શીખો' અને ‘ભારતીય ક્રિકેટરો' તથા ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' જેવી પુસ્તિકાઓની લાખેક કૉપી વેચાતી હતી... Continue Reading →
સાચો ધર્મ તો છે‘સત્’ તત્ત્વની ખોજમાં !
પ્રત્યેક વિચારશીલ કે આધ્યાત્મિક વ્યક્તિની ખોજ હોય છે સાચા ધર્મની, પરંતુ એની આસપાસ સંપ્રદાયની દીવાલો રચાયેલી હોય છે. ક્યાંક મતાંધતાનું ઝનૂન હોય છે, તો ક્યાંક મતભેદને જકડીને બેઠા છે. કોઈ પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત કહે છે, તો કોઈ પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે. મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ... Continue Reading →
‘મૉર્નિંગ સ્કૂલ મ્યુટિની’
ભૂતકાળ પણ કેટલો રોમાંચથી ભરપૂર હોય છે ! ‘આજ’માં જીવતી વ્યક્તિને અતીત કેટલો બધો આશ્ચર્યભર્યો અને રસપ્રદ લાગતો હોય છે ! એ અતીતની ખોજ કરતાં આજથી 120 વર્ષ પૂર્વે 19મી સદીમાં પરીક્ષાનો કેવો માહોલ હતો એ જાણવું રસપ્રદ બને. આજે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમની સ્કૂલો તરફ દોડ ચાલી રહી છે. આ દોડ કંઈ આજની નથી.... Continue Reading →
મુક્ત માનુષનો પંથ !
બંગાળના આ બાઉલ સંતોને તમે જાણો છો ? આ બાઉલને કોઈ શાસ્ત્ર-ગ્રંથવિહીન વિશિષ્ટ બોધ આપતો વર્ગ માને છે, તો કોઈ એમ માને છે કે બાઉલ સારતત્ત્વ દ્વારા મનને કોઈ બોધ ત૨ફ અંગુલિનિર્દેશ કરે છે. કોઈને બાઉલ સંતોના ગાનમાં પરમ પ્રકાશ પાસે પહોંચવાનો અધ્યાત્મ પુરુષાર્થ જોવા મળે છે, તો કોઈને મનુષ્ય પ્રકૃતિની પ્રત્યક્ષ પ્રેરણારૂપ લાગે છે.... Continue Reading →
યુધિષ્ઠિરને નામે યુદ્ધ !
કુરુક્ષેત્ર પર અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું, પરંતુ એ મહાભારતની કથાએ સાહિત્ય, ચિત્રકલા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે કેટકેટલાંય રસપ્રદ સમરાંગણો રચ્યાં છે. કોઈએ સાહિત્યના શબ્દથી એનું યુદ્ધ ખેલ્યું છે, કોઈએ સામાજિક વિજ્ઞાનની દૃષ્ટિએ એની ચર્ચા કરી છે, તો કોઈએ પોતાના તત્ત્વજ્ઞાનને આધારે મહાભારતની ઘટનાનું ગંભીર અર્થઘટન કર્યું છે. ગુજરાતી સાહિત્યના બે પ્રખર વિદ્વાનો વચ્ચે મહાભારતના... Continue Reading →
કોઈ ઉમરાવ કે રાજા નહીં, પણ સાચેસાચ શહેનશાહ !
જામનગરના રાજવી જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ ખેલીને પોતાના કલા-કસબથી દંતકથા સમી સિદ્ધિ મેળવી હતી. એમના પગલે ચાલીને એમના ભત્રીજા દુલિપસિંહે પણ ઇંગ્લૅન્ડ તરફથી ઑસ્ટ્રેલિયા સામે ખેલીને ક્રિકેટમાં કામયાબી મેળવી હતી. ભારતીય લોહી ધરાવતા આ બે ખેલાડીઓ ભારતની ધરતી પર કોઈ ઉચ્ચ પ્રકારનું ક્રિકેટ ખેલ્યા નહોતા. એ પછી સ્વ. પટૌડીના નવાબ (મનસૂરઅલી ખાન પટૌડીના પિતા) ભારત... Continue Reading →
નિશાળિયા આદિત્ય બેંગરની નવી પહેલ !
સવાલ એ છે કે માનવજાત શસ્ત્રથી નાશ પામશે કે સ્વયંથી વિનાશ પામશે ? આજના વિશ્વ સમક્ષ ઊભેલી આ સમસ્યાની સ્થિતિ ભસ્માસુર જેવી છે. જેને સ્પર્શે એને ભસ્મીભૂત કરી દે એવું ભગવાન શંકર પાસેથી વરદાન મેળવનાર ભસ્માસુર વિષ્ણુના મોહિની રૂપને જોઈને નૃત્ય કરતા પોતાના માથે હાથ મૂકે છે અને સ્વયં ભસ્મીભૂત થઈ જાય છે. આજની મનુષ્યજાતિ... Continue Reading →
મૅચ મુલતવી રહી છે !
માત્ર સવા ત્રણ ઇંચ વરસાદ અને એકાદ ઝાપટાને કારણે ફક્ત ચાલીસ ઓવરની મૅચ ત્રણ-ત્રણ દિવસ ચાલે તે કેવું કહેવાય ? આઈપીએલની ફાઇનલમાં પ્રેક્ષકોને ઊંચા જીવે મૅચ જોવા આવવું પડ્યું અને શું થશે એના કુતૂહલ સાથે ઉજાગરા વેઠવા પડ્યા. ક્રિકેટમૅચમાં આવતો આવો અવરોધ પરેશાન કરનારો હોય છે. મૅચના દિવસોનું હવામાન ક્રિકેટ-૨મતને અને એના પરિણામને ભારે પ્રભાવિત... Continue Reading →
શ્રી મહાવીરસ્વામીની ભૂમિમાંથી વહી રહેલી વાત્સલ્યમયી માતાની વિશ્વવ્યાપી કરૂણા
એ કેવી વ્યથાભરી વિડંબના કહેવાય કે જે રાજગૃહી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં ભગવાન મહાવીરે 14 વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં અને એ રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાં ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી ઉપદેશધારા વહી હતી, એ પ્રદેશમાં વર્તમાન સમયે ચોતરફ પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો. કારમી ગરીબી અને ભૂખમરાથી લોકો બેહાલ હતા. અધૂરામાં પૂરું... Continue Reading →
ભગવાન મહાવીરની ભૂમિની ભયાવહ અવદશા કેમ ?
‘વીરાયતન’ સંસ્થા અને આચાર્યા ચંદનાજી માનવસર્જિત કે કુદરતી આપત્તિથી ઘેરાઈ ગયેલા માનવીની આંખનાં આંસુ લૂછવાનું કામ ભીતરની કરુણા કરે છે. તો અંધકારને ઓગાળી નાખીને શિક્ષણનો મહાપુરુષાર્થ કરવાનું કામ જ્ઞાનનો પ્રકાશ આપીને કરે છે. સામાન્ય રીતે માનવતા કાજે વિકટ અને કપરા સમયમાં દુઃખી લોકોને સહાય કરવા માટે સહુ કોઈ દોડી જાય છે, પરંતુ કરુણા અને જ્ઞાન... Continue Reading →
જો પરિવર્તન નહીં, તો પીછે હઠ સ્વીકારો !
આપણે ત્યાં એક જ ધર્મનાં સંપ્રદાયો વચ્ચે ચીનની દીવાલ ચણાયેલી હોય છે, ત્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે કઈ રીતે મેળાપ સાધી શકે ? આજે વિશ્વમાં ધર્મો સમરાંગણમાં યુદ્ધ ખેલવાને બદલે પરસ્પર સંવાદની ભૂમિકા રચે છે અને આથી જ આજના ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, “તમારે એવું નહીં કહેવાનું કે તમારો... Continue Reading →
ભારતે વાત કરી ‘યુનિવર્સલ રિલિજિયન’ અને ‘યુનિવર્સલમૅન’ની !
આજના ધર્મોનો વ્યાપક વિચાર જરૂરી છે. તાજેતરમાં ‘કોવિડ, પેન્ડેમિક ઍન્ડ વર્લ્ડ્ઝ રિલિજિયન્સ' પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં લેખો પ્રકાશિત થયા. જેમાં એ સમયે કોવિડની મહામારીમાં ધર્મોની શી સ્થિતિ થઈ ? ધર્મોની ઉપાસના કઈ રીતે થઈ અને એ ધર્મએ માનવજાતને કઈ રીતે મદદ કરી ? અથવા તો એ ધર્મ એની પરંપરાને કારણે કેવી ભૂલ કરી બેઠો એની... Continue Reading →
ધર્મોનો પોકાર : લાવો પરિવર્તન અને આપો નવી દૃષ્ટિ
વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને વિજ્ઞાન અંગે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા ચાહતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગૉર્કીએ કહ્યું, “થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે.... Continue Reading →
એ સમયે વાલીપણાના મુખત્યારનામા કે કોર્ટ ફી અને કાગળોનાં કારસ્તાન નહોતાં !
રાજનગર અમદાવાદના માનવરોના ઝળહળાટને જોવા જેવો છે. આ જ રાજનગરમાં સો-દોઢસો વર્ષ પૂર્વે થયેલા શ્રેષ્ઠીઓનાં જીવનને જોઈએ તો કોઈ પણ પ્રજાને એનો ગર્વ થાય. ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને કર્મથી અવિરત મહેનત દ્વારા એમણે આ અમદાવાદ નગરીમાં ઉમદા માનવીઓનો આદર્શ રચ્યો હતો. એવા આદર્શોની કથા ભાવનગરની જૈન ઑફિસે પ્રગટ કરેલા 'રાજનગરનાં રાજરત્નો’માં મળે છે અને એનું... Continue Reading →
દેશનાથી જાગી દીક્ષાની ભાવના
‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ’ જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મૃગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. સૌંદર્યવતી મૃગાવતીને પામવા માટે સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજકારભાર સંભાળતી હતી. એ... Continue Reading →