પ્રતિષ્ઠાની લાલસા, સ્પર્ધાની દોડ અને પરિગ્રહની પ્રાપ્તિ એટલે પ્રભુભક્તિની વિદાય

કથા કહે છે કે શ્રી ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથાની સાથોસાથ શ્રી માનતુંગાચાર્યને લગાડેલાં તાળાંઓનું બંધન આપોઆપ તૂટતું ગયું. તીર્થકર પ્રત્યેની અગાધ ભક્તિનો આ એક સાહજિક આવિર્ભાવ છે. સામાન્ય માનવી એને આશ્ચર્ય કે ચમત્કારરૂપે જુએ, પરંતુ વાસ્તવમાં પ્રભુ પ્રત્યેના તીવ્ર તલસાટ અને ઉત્કૃષ્ટ ભક્તિનું આ સાહજિક પરિણામ છે. શ્રી ભક્તામર સ્તોત્રની એક-એક ગાથા સાથે તાળાંઓનું બંધન... Continue Reading →

મૃત માતાને જીવતી કરવા ગાંધીજીને અમેરિકા આવવાનું કહ્યું

જે દેશમાં માનવી સહજ રીતે જ 'ભગવાન' બની શકે છે, તે દેશમાં માનવી તરીકે રહેવું અને પોતે સામાન્ય માનવી છે એમ કહેવું અતિ મુશ્કેલ છે! પ્રજા એમના પર ભીતરની શ્રદ્ધા ઢોળવા આતુર હોય અને આવી ભોળી પ્રજાને એમ કરતાં અટકાવવી, તે અતિ દુષ્કર કાર્ય છે! એમાંય જનસમૂહ જેમના જીવનમાંથી સતત પ્રેરણા લેતા હોય, જેમનાં નામ... Continue Reading →

કારાવાસની કાળી કોટડી જોશુઆ વોંગની ઉજળી આશાને રુંધી શકતી નથી

ઇતિહાસ પોતાનું પડખું ફે૨વતો હતો અને હોંગકોંગ પર ચીનના આધિપત્યની સ્થાપનાનો એ દિવસ હતો. ૧૯૯૭ની પહેલી જુલાઈએ નાનકડો હોંગકોંગ ટાપુ 'સેલિબ્રેશન'ના ચમકતા અક્ષરોવાળી નિયોન લાઈટથી ઝગમગતો હતો. ચીન પર પ્રભુત્વ ધરાવનારા પીપલ્સ લિબરેશન આર્મીના બેન્ડની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ વાતાવરણમાં ગૂંજતી હતી. હૉંગકૉંગ બ્રિટીશ સામ્રાજ્યમાંથી મુક્ત થતું હતું અને ચીન સાથે જોડાતું હતું. એક બાજુ બ્રિટન... Continue Reading →

અરે ! હું તો મિત્રવિહોણા માનવીઓનો પરમ મિત્ર છું…

આગામી ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે, ત્યારે સરદારનું સ્મરણ જાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહ્યું છે કે મારા જીવનનું મુખ્ય ધ્યેય દેશસેવા છે અને એ દેશસેવાને ખાતર વારંવાર જન્મ લેવાનું પસંદ કરીશ. સરદારના વિરોધીઓએ એમને અતડા, કઠોર અને કુટિલ રાજકીય દાવપેચ અજમાવનારા બતાવ્યા હતા. હકીકતમાં સરદારનું વ્યક્તિત્વ દેશહિત પરત્વે વજ્ર જેવું... Continue Reading →

આ છે ત્રીજા નેત્રની પ્રસાદી !

કોઈ ગ્રંથનું સર્જન અધ્યાત્મની આખી દિશા પલટી નાખે છે. આવા એક ગ્રંથની રચના વિ. સં. ૧૯૫૨ના આસો વદ એકમના દિવસે નડિયાદની ધરતી પર થઈ. એ દિવસે આત્મસિદ્ધિશાસ્ત્ર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું ઉપનિષદ આપે છે. આગામી મંગળવારનો આસો વદ એકમનો દિવસ એટલે 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'ના પ્રાગટ્યનો પાવન દિવસ. 'શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર'માં આત્મઅનુભવ, આત્મપ્રતીતિ અને આત્માનંદ એ... Continue Reading →

ગ્રંથાલય દેવાલય ખરું, પણ એના ઉપાસકો ક્યાં છે ?

રશિયાના નવલિકાકાર અને નાટયકાર એન્ટન ચેખોવની એક નવલિકાનું સ્મરણ થાય છે. ૨૫ વર્ષના એક યુવાન વકીલ સાથે એનો યજમાન ધનિક શરત લગાવે છે કે તમે ફક્ત પંદર વર્ષ એકાંતવાસની સજા ભોગવવા તૈયાર હો, તો હું તમને વીસ લાખ રૂબલ આપીશ, પણ સાથોસાથ કહે છે કે આ તને ભારે પડી જશે આ એકાંત કેદ, પણ યુવાન... Continue Reading →

વ્યાધિ એ ઉપાધિ નહીં, પણ અમૂલ્ય અવસર છે !

માતા-પિતા એ સંતાનને જન્મ આપે છે. એ શિશુ દેહને જન્મ જ આપતા નથી, પરંતુ એના ભીતરમાં રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને 'જન્મ આપવાનો' પ્રચંડ પડકાર ઝીલીને પ્રબળ પુરુષાર્થ કરે છે. માતા- પિતાની દ્રષ્ટિ જ સંતાનની સૃષ્ટિને ઘડતી હોય છે. એ સંતાનને માતા- પિતાની ઉપેક્ષા મળે તો એ શતદલ કમળ ખીલતા પહેલાં મુરઝાઈ જાય છે અને જો... Continue Reading →

વૃત્તિનું બંધન એટલે પોતાની સ્વતંત્રતાનો નાશ કરીને સ્વીકારેલી પરતંત્રતા !

એ સામે ચાલીને જીવન ખુવાર કરતો વ્યસની હોય કે વારંવાર ગુસ્સે થતો ક્રોધી હોય અથવા તો સતત સ્પૃહામાં ચોતરફ દોડતો પ્રલોભનગ્રસ્ત લોભી હોય. એ બધા એક અર્થમાં સમાન છે. એમણે સ્વયં જીવનમાં વ્યસન, ક્રોધ કે લોભનું બંધન સર્જ્યું અને પછી એ એમાં એવા ખૂંપી ગયા કે એમાંથી મુક્ત થવું મુશ્કેલ બની ગયું. માનવી પ્રથમ પોતાની... Continue Reading →

જેકબ બેહમનો આત્મા દેહના બંધનમાંથી છૂટી શકતો નહોતો !

માનવજીવન સમક્ષ મૃત્યુ એ એક પડકાર છે. એક એવો પડકાર છે કે જેની ખોજ વીરથી માંડીને વિદ્વાન સુધી, ચિંતકથી માંડીને વિજ્ઞાની સુધી, સંપત્તિવાનથી સરમુખત્યાર સુધી સહુ કોઈ કરી રહ્યા છે અને એક યા બીજા પ્રકારે એનાથી બચવાનો ઉપાય અજમાવે છે. મૃત્યુ શું છે ? શરીરની ક્ષણભંગુરતા શું ? મૃત્યુ પછીની સ્થિતિ કઈ ? આત્માની દશા... Continue Reading →

હું કોણ ? મારું મૂળ સ્વરૂપ શું ? મારા જીવનનું અંતિમ ધ્યેય કયું ?

આપણા આત્માને હિતકારક શું ? તો દરેક ધર્મદર્શનોએ કહ્યું કે, 'સ્વાધ્યાય એ આત્માને હિતકારક છે.' 'સ્વ' એટલે આત્માને માટે હિતકારક અને અધ્યાય એટલે અધ્યયન. આમ આત્મહિતકારક શાસ્ત્રોનું અધ્યયન કઈ રીતે થઈ શકે એ વિશે વિચારીએ તો સૌથી મહત્ત્વની બાબત એ પ્રાપ્ત થાય છે કે, સ્વાધ્યાયમાં શાસ્ત્રોનું વિધિપૂર્વક અને મર્યાદા સહિત અધ્યયન થવું જઈએ અર્થાત્ એ... Continue Reading →

અહીં સફળતાની ભરતી નથી કે નથી નિષ્ફળતાની ઓટ !

સાધકની આંખ મંડાયેલી હોય છે ભવિષ્યની શક્યતા તરફ. એની દ્રષ્ટિ સમક્ષ અઘ્યાત્મનો એક લાંબો વિકટ પંથ હોય છે અને એ દીર્ઘ પંથ પર સઘળી બાહ્ય આપત્તિઓને પાર કરીને ચાલવાની ઉત્સુક્તા સાધકની આંખમાં હોય છે. આવે સમયે સાધકને ભૂતકાળની ભૂલો, દોષો, વિકારો, કૃત્યો અને કર્મો યાદ આવે છે અને એ પછી ઘણી વાર એ ભૂતકાળની ભૂલને... Continue Reading →

વૈશાલીના મહાવિનાશની ઘટનામાંથી આજે કશો બોધપાઠ લઈશું ખરા ?

ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. આમ્રવૃક્ષની પેઠે એનો વિકાસ થતા વર્ષોનાં વર્ષો લાગે છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે, ત્યારે પ્રતિસ્પર્ધી એને બાળી નાખવા મથે છે. ગણતંત્રમાં વાવનાર જુદા હોય છે, ને ફળ ખાનાર જુદા હોય છ. રાજા એના રાજ્યને ચારેય દિશામાં ફેલાવે અને એને ખીલવે, કારણ કે એનો વારસો એના રાજકુમારને મળવાનો છે. જ્યારે... Continue Reading →

બેવડી લડાઈ ખેલતો અણનમ યોદ્ધો

સતત બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવીને વિજેતા બનેલા એલેક્ઝાન્ડર ઝવેરેવનો આ સંદેશો છે કે, 'ડાયાબિટીસની વ્યાધિ સાથે તમે કોઈ પણ કરી શકો છો અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.' એ પછી સમર્થ ટેનિસ વિજેતા ઝવેરેવને પૂછવામાં આવ્યું કે પૂરેપૂરો સ્વસ્થ માણસ કરતા ડાયાબિટીસ ધરાવનાર વધુ મજબૂત હોય છે ખરો? ત્યારે એણે સ્વીકાર કર્યો... Continue Reading →

સાધારણ પિતાનું અસાધારણ સર્જન !

દુનિયાભરમાં GOAT એટલે કે 'ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ' ગણાતા ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ ૩૧મી ઓગસ્ટ, સોમવારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી અને પોતાના વ્હાલા દેશ આર્જેન્ટિનાની વાદળી-સફેદ જર્સીને અલવિદા કહી. આમ તો એમણે ગઈ ૨૧મી જુલાઈએ નિવૃત્તિની નોંધ લખી હતી, પરંતુ એ પછી પિતાનું અવસાન થતા આર્જેન્ટિના તરફથી ૨૦૭ મેચોમાં ૧૨૫ ગોલ કરનાર લિયોનેલ મેસ્સીએ પોતાની... Continue Reading →

આંતરસંઘર્ષ, આત્મવિશ્વાસ અને આર. અશ્વિન !

અશ્વિન અને અચાનક ! આ બંને એક સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગયા ડિસેમ્બરમાં ભારતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં મેદાન પર સામનાભરી રમત બતાવીને ટેસ્ટશ્રેણીને ૧-૧થી સરભર કરી. તે સાથે જ ભારતીય જર્સી સાથે ૨૮૭ મેચ ખેલી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ સ્પર્ધાઓમાંથી અણધારી નિવૃત્તિ લીધી અને એવી જ રીતે એણે તાજેતરમાં આઈ.પી.એલ.માંથી પણ નિવૃત્તિ લેવાની... Continue Reading →

કટકું બટકું ખાજે, પણ રાણકપુર જરૂર જાજે

રાણકપુર તીર્થ વિશેની આ પ્રચલિત લોકોક્તિ એ સંકેત કરે છે કે ઉદરપૂર્તિની પરવા કર્યા વિના પરમાનંદની પ્રાપ્તિ માટે શ્રી રાણપુર તીર્થની યાત્રાએ જરૂ૨ જજો. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અરવલ્લીની પશ્ચિમ બાજુની ખીણમાં ગાઢ વનરાજીઓથી વીંટળાયેલું શ્રી રાણકપુર તીર્થ એક અનુપમ તીર્થ છે. આ તીર્થને વિશેષણ મળ્યું છે ત્રિભુવનતિલક. એવું આ અપૂર્વ સૌંદર્યમય તીર્થ પોતાની રમણીયતા, પ્રાકૃતિક... Continue Reading →

રાજા ઋષભદેવે પૃથ્વી પરના માનવીમાં પશુતાને બદલે પ્રભુતા આણી !

ચોતરફ જયઘોષ જાગી ગયો,'બોલો રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !' અને ઋષભદેવ એ પૃથ્વી પરનાં પ્રથમ રાજા બન્યા. આદિ પૃથ્વીનાથ કહેવાયા અને એમણે લોકોને રહેવા માટે આવાસ, ભોજન માટે આહાર અને જીવન જીવવા માટે અભય આપ્યા. રાજા બન્યા પછી ઋષભદેવે પોતાના પ્રજાજનોને કહ્યું,' પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર... Continue Reading →

વિજ્ઞાન અને અધ્યાત્મનું એવરેસ્ટ એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન

અ મેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં એક પછી એક શેરી પસાર કરીને આગળ વધતા એક જગાએ કવિ-મિત્ર શ્રી ચંદ્રકાન્ત દેસાઈએ મોટર થોભાવી અને કહ્યું, 'આ સામે દેખાય છે તે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ઘર.' એને જોતાં જ પરમ આશ્ચર્ય થયું. જો તમે એ ઘ૨નો જૂનો, પુરાણો થઈ ગયેલો ઘર નંબર જાણતા ન હો, તો ક્યારેય જાણી શકો... Continue Reading →

પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ !

આઈપીએલ ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચેની તીવ્ર કશ્મકશ યાદ આવે. આ બંને ટીમો અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે. મેચ જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગે ૧૮ આઈપીએલમાં ૨૫૩ મેચમાંથી ૧૪૨ વાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એની પાછળ, પણ સાવ લગોલગ છે.... Continue Reading →

મિસિસિપીના કાંઠે અને ગંગાના તીરે !

વેદનાને ક્યાં કોઈ નામ-સરનામું હોય છે ! પારાવાર શોષણ સહેરી શોષિત પ્રજાને તો સદા શોષણનો ભોગ બનવું પડે છે અને એમનું શોષણ કરનારા પણ નવા નવા ઉપાયો, કાયદાઓ અને રસ્તાઓ શોધીને એમના હાડચામ ચૂસી લેતાં હોય છે. ભારતીય દલિત સાહિત્ય અને અમેરિકન નિગ્રો સાહિત્યની વેદના કથાઓમાંથી પસાર થતાં એ માનવજાતની શરમજનક કથાઓ લાગે છે. એમાં... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑