'શિવ, શિવ, શિવ ! અમારા કર્ણ એ શબ્દોથી અપવિત્ર ન હો ! અમારી જિહ્વાથી ત્રણ કાળને વિશે એનો ઉચ્ચાર ન હો ! આ કળિકાળને વિશે દેવધર્મ એવા આર્યધર્મનું ઉચ્છેદક કૃત્ય અમારા રોમેરોમથી તિરસ્કૃત હો !' ઘટના એવી બની હતી કે પવિત્ર ગંગા ઘાટ પર સ્નાન કરતો, કાળીના ઘાટ પર દેવીને બલિ આપતો, પવિત્ર દર્ભાસન પર... Continue Reading →
હનુમાન લંકામાં આવ્યો છે… શેરબુલંદ સંભાળજે
મહેસાણા શહે૨ની સીમમાં એક પારસ-પીપળો ઊભો છે. લીલાં-પીળાં એનાં પાન છે. શીળી એની છાયા છે. પીપળાની નીચે એક ચબૂતરો છે. ચબૂતરા ૫૨ મો૨, મેના ને પોપટ રોજની ચણ્ય ચણે છે! થાકેલો વટેમાર્ગુ અહીં વિસામો લે છે. ચબૂતરાની આગળ એક સફેદ આરસની દેરી છે. એ દેરીના પગલાંને લોકો પૂજે છે. એ પગલાં ભયા વ્યાસનાં છે. એવા... Continue Reading →
બેટા ! મને કહે ! મા મોટી કે મુંબઈ ?
'ઔરત મેં સબસે અચ્છી મા !' 'બહન કુછ ઠીક ઠીક !' 'લુગાઈ સે તો દિલ લગાના હી નહીં !' પચીસ વર્ષના નગર-નિવાસ પછી જમાલ પોતાના વતનમાં પાછા ફરવાના વિચારમાં હતો અને મહાનગરની નમણી નારીઓ તરફ એક છૂપો તિરસ્કાર એ ખીચડિયા હિંદીમાં પ્રગટ કરી રહ્યો હતો. આ કાઠિયાવાડી જવાન કામણગારો કંઠ અને ઘાટીલું બદન લઈને મુંબઈના... Continue Reading →
ક્યાં છે ઈશ્વર? એકને બત્રીસા પકવાન અને બીજાને પેટની આગ ઠારવા માટે એઠવાડ…
સંસારમાં શીલવાનને જ સંતાપ હોય છે. સુવર્ણના પાત્રને કસોટીના કાળા પથ્થર સાથે ઘસાવાનું હોય છે, ને પિત્તળને કોઈ પરીક્ષાર્થીના દ્વારે જવાનું હોતું જ નથી. સંસારના ફૂલબાગમાં ૨મતી ઍની પાંચ વર્ષની થઈ, ત્યાં એના પિતાને ક્ષયરોગે ઘેરી લીધા. ઘણા પ્રયત્નો કર્યા, પણ એ ઘેરામાંથી બહાર નીકળી ન શક્યા. અવસાન સમયે ઍનીને પાસે બોલાવી, ઍનીની ઢીંગલીને ચૂમી... Continue Reading →
દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ એવા સંતોષનો હું માલિક છું !
જર્મનીમાં બોસ્લો નામના શહેરમાં એક ગરીબ ખેડૂત વસતો હતો. ખેતી કરે, પણ આવક ઓછી, ધરતીમાંથી અનાજ ઉગાડે, પણ ખુદ ભૂખ્યો રહે. માંડ માંડ કુટુંબનું પૂરું કરે. જિંદગી આખી આજીવિકાની મથામણમાં વીતતી હતી. આવી કફોડી સ્થિતિમાં ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ એને ત્યાં એક બેડોળ અને અપંગ બાળકનો જન્મ થયો. જન્મથી જ આ બાળકની પીઠ પર... Continue Reading →
હિંસા અને હત્યાના અંધકાર વચ્ચે સ્વમાની જીવનની આશા આપતો દીપક
છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦૨૩ના મે મહિનાથી ભારતના મણિપુર રાજ્યમાં સતત બે સમુદાય વચ્ચેની હિંસા, હત્યા અને જુલમની આગ વધુને વધુ પ્રસરી રહી છે. મુખ્યત્વે તો મણિપુરના મૈતેઈ અને કુકી બે સમુદાય વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ. હવે આ બંનેની સાથે નાગા સમુદાયો પણ સામેલ થયા છે. એક બાજુ ૨૦૨૭ના ફેબ્રુઆરી-માર્ચની વિધાનસભાની ચૂંટણીઓનાં પડઘમ વાગે છે અને... Continue Reading →
મૃત માતાને જીવતી કરવા ગાંધીજીને અમેરિકા આવવાનું કહ્યું
જે દેશમાં માનવી સહજ રીતે જ 'ભગવાન' બની શકે છે, તે દેશમાં માનવી તરીકે રહેવું અને પોતે સામાન્ય માનવી છે એમ કહેવું અતિ મુશ્કેલ છે! પ્રજા એમના પર ભીતરની શ્રદ્ધા ઢોળવા આતુર હોય અને આવી ભોળી પ્રજાને એમ કરતાં અટકાવવી, તે અતિ દુષ્કર કાર્ય છે! એમાંય જનસમૂહ જેમના જીવનમાંથી સતત પ્રેરણા લેતા હોય, જેમનાં નામ... Continue Reading →
કારાવાસની કાળી કોટડી જોશુઆ વોંગની ઉજળી આશાને રુંધી શકતી નથી
ઇતિહાસ પોતાનું પડખું ફે૨વતો હતો અને હોંગકોંગ પર ચીનના આધિપત્યની સ્થાપનાનો એ દિવસ હતો. ૧૯૯૭ની પહેલી જુલાઈએ નાનકડો હોંગકોંગ ટાપુ 'સેલિબ્રેશન'ના ચમકતા અક્ષરોવાળી નિયોન લાઈટથી ઝગમગતો હતો. ચીન પર પ્રભુત્વ ધરાવનારા પીપલ્સ લિબરેશન આર્મીના બેન્ડની કર્ણપ્રિય મધુર સુરાવલીઓ વાતાવરણમાં ગૂંજતી હતી. હૉંગકૉંગ બ્રિટીશ સામ્રાજ્યમાંથી મુક્ત થતું હતું અને ચીન સાથે જોડાતું હતું. એક બાજુ બ્રિટન... Continue Reading →
અરે ! હું તો મિત્રવિહોણા માનવીઓનો પરમ મિત્ર છું…
આગામી ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે, ત્યારે સરદારનું સ્મરણ જાગે છે. સરદાર વલ્લભભાઈ પટેલે એક સભામાં કહ્યું છે કે મારા જીવનનું મુખ્ય ધ્યેય દેશસેવા છે અને એ દેશસેવાને ખાતર વારંવાર જન્મ લેવાનું પસંદ કરીશ. સરદારના વિરોધીઓએ એમને અતડા, કઠોર અને કુટિલ રાજકીય દાવપેચ અજમાવનારા બતાવ્યા હતા. હકીકતમાં સરદારનું વ્યક્તિત્વ દેશહિત પરત્વે વજ્ર જેવું... Continue Reading →
વૈશાલીના મહાવિનાશની ઘટનામાંથી આજે કશો બોધપાઠ લઈશું ખરા ?
ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. આમ્રવૃક્ષની પેઠે એનો વિકાસ થતા વર્ષોનાં વર્ષો લાગે છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે, ત્યારે પ્રતિસ્પર્ધી એને બાળી નાખવા મથે છે. ગણતંત્રમાં વાવનાર જુદા હોય છે, ને ફળ ખાનાર જુદા હોય છ. રાજા એના રાજ્યને ચારેય દિશામાં ફેલાવે અને એને ખીલવે, કારણ કે એનો વારસો એના રાજકુમારને મળવાનો છે. જ્યારે... Continue Reading →
બેવડી લડાઈ ખેલતો અણનમ યોદ્ધો
સતત બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવીને વિજેતા બનેલા એલેક્ઝાન્ડર ઝવેરેવનો આ સંદેશો છે કે, 'ડાયાબિટીસની વ્યાધિ સાથે તમે કોઈ પણ કરી શકો છો અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.' એ પછી સમર્થ ટેનિસ વિજેતા ઝવેરેવને પૂછવામાં આવ્યું કે પૂરેપૂરો સ્વસ્થ માણસ કરતા ડાયાબિટીસ ધરાવનાર વધુ મજબૂત હોય છે ખરો? ત્યારે એણે સ્વીકાર કર્યો... Continue Reading →
ઓહ ! આ ઉમદા માનવી અને કુશળ વિજ્ઞાની એક પાદરીનું ઘર માગે છે !
આપણે સુંદર, પ્રસન્નતાથી પરિપૂર્ણ, શાંતિમય અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરવાને ઇચ્છીએ છીએ. આવા સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે? એને માટે કેવું પર્યાવરણ હોવું જોઈએ? 'જે વ્યક્તિ ઘોંઘાટ દરમિયાન પણ સંગીત સાંભળીને માણી શકે છે, તેને તેના કાર્યનો બદલો મળી રહે છે.' પ્રતિભાવંત વિજ્ઞાની વિક્રમ સારાભાઈની આ પ્રિય ઉક્તિ હતી. તેઓ કહેતા કે, 'લક્ષ્યવેધ માટે... Continue Reading →
‘જરાવા’ના ડોક્ટરે આખી જનજાતિને જીવલેણ રોગમાંથી ઉગારી લીધી
'બહુરત્ના વસુંધરા' જેવી આ દુનિયામાં ક્યાં ક્યાં, કેવાં રત્નો ઝળકી રહ્યાં છે! માનવસેવાની સૌથી વધુ તક તો તબીબી વ્યવસાયમાં મળે, પરંતુ કેટલાંક એવાય તબીબો છે કે જે માનવસેવા ઉપરાંત પારાવાર મુશ્કેલીઓ સહન કરીને વનવાસી, આદિવાસી પ્રજાનો વિશ્વાસ મેળવે છે અને પછી એ વિશ્વાસના પાયા પર માનવતાની પ્રેરણાદાયી ઇમારત રચે છે. ૧૯૫૪ની ચોથી મેએ પશ્ચિમ બંગાળમાં... Continue Reading →
જેનું કોઈ નથી, એના તમે થાઓ
બાળપણનું મીઠું સ્વર્ગ એટલે લાડકોડ માણવા મળતું મોસાળ. કોઈ પણ ઉંમરે મોસાળની એ સ્મૃતિઓ ઘરડી થતી નથી. હજી આજેય મન વારંવાર મારા મોસાળ રાણપુર ભણી દોરી જાય છે. મોસાળની અનેરી મોહિનીનો અનુભવ સદાય થતો રહે છે. આ રાણપુરમાં બાળપણમાં બેસીને કલ્પના કરતો કે સમગ્ર ભારતનાં રજવાડાં સામે બાથ ભીડનાર એક જમાનામાં સૌરાષ્ટ્ર કાર્યાલય ખડું હતું.... Continue Reading →
શત્રુતાને બદલે મિત્રતા અને સંહારને બદલે ક્ષમા આપો
૧૯૪૫ના છઠ્ઠી ઑગસ્ટના દિવસને યાદ કરીને આજે ય માનવજાતિ ભયથી થરથરી રહી છે. એવો વિનાશક પરમાણુ બોમ્બ કોઈ નાખશે, તો દુનિયાની કેવી બદતર હાલત બની જશે! એ છઠ્ઠી ઑગસ્ટે બી-૨૯ એરક્રાફ્ટમાં અમેરિકાથી છ કલાકનો વિમાની પ્રવાસ કરીને જાપાન આવેલા 'એનોલા ગે' નામના એરક્રાફ્ટમાંથી હિરોશીમા શહેર પર બોમ્બ પડયો અને આશરે સિત્તેરથી એંસી હજાર લોકો તત્કાળ... Continue Reading →
પડકાર પર વિજય મેળવનાર જ પથદર્શક બની શકે
એક સાથે એકસો વાર પડી જવા છતાં ઊભો થઈને આગળ ચાલું છું 'તમે એક વાર પડી જાવ તો કોઈ તમારો હાથ પકડીને તમને ઊભા કરે છે. થોડા વખત પછી કદાચ એવું બને કે તમે બીજી વાર પડી જાવ અને કોઈ તમારો હાથ પકડીને તમને બીજી વાર ઊભા કરે, પરંતુ મારા જીવનમાં તો એવું બન્યું છે... Continue Reading →
શું ચૂડીઓમાં જ સૌભાગ્ય વસે છે ?
સર્વવ્યાપી ઈશ્વરને ઘરેણાંનાં બંધનમાં કેમ રાખો છો ? કોઈ પારસમણિનો સ્પર્શ થાય અને પરિસ્થિતિ કેવી બદલાઈ જાય? મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશે કેટકેટલી વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું. એવા એક પરિવર્તનની આ ઘટના છે અને એ ઘટના છે મહાત્મા ગાંધીજીના અંતેવાસી અને ઉદ્યોગપતિ જમનાલાલ બજાજ અને એમના પત્ની જાનકીદેવી બજાજની. મધ્યપ્રદેશના વૈષ્ણવ મારવાડી કુટુંબના જાનકીદેવીનાં લગ્ન... Continue Reading →
બીજાના પ્રાણ બચાવવા માટે હું મારો પ્રાણ આપવા તૈયાર છું …
ઘોર હિંસા, કારમી ગરીબી, જીવલેણ બીમારી અને નિરંકુશ અનાચાર વચ્ચે વહી એક અપ્રતિમ કરુણાની ધારા તારાઓ એ આકાશની કવિતા છે, તો તાઈ મા એ ધરતી પરની કરુણા છે. પૂજ્ય શ્રી તાઈ માને નામે જાણીતાં આચાર્યશ્રી ચંદનાજીએ જગતને અહિંસા, સેવા અને કરુણાનો વિરલ પથ બતાવીને ૨૨મી એપ્રિલે સમાધિ લીધી, પરંતુ એમના કાર્યને એ આજની, આવતીકાલની અને... Continue Reading →
તમે ભલે રાષ્ટ્રપિતા હો, પણ અમારા પિતા નથી જ…
મહાત્મા ગાંધીજીના પુત્ર હરિલાલ અને નેલ્સન મંડેલાની પુત્રી માકી રાષ્ટ્રની ચેતના જગાવનાર મહાપુરુષોને જીવનના અંતિમ સમયે ક્યાં તો કલંકિત વિખવાદો ઘેરી વળે છે અથવા તો કોઈ ઝનૂનીની ગોળી એમનો પ્રાણ હરે છે. દક્ષિણ આફ્રિકાના નેતા અને અશ્વેત પ્રજાના તારણહાર ગણાતા નેલ્સન મંડેલા ૨૦૧૩માં હોસ્પિટલમાં કથળેલા સ્વાસ્થ્ય સાથે શ્વાસ લેતા હતા, ત્યારે જાહેરમાં એમના કુટુંબીજનોનાં કૌભાંડો... Continue Reading →
એક સદી પહેલાં ‘સ્વચ્છ અમદાવાદ’ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !
પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો આ દીપક ઝળહળી ઊઠયો ! કોઈ પણ નગરના વિકાસના પડદા પાછળ વિવિધ વર્ણ, જાતિ કે ધર્મના મહાનુભાવોનું ઘણું મોટું પ્રદાન હોય છે. 'હેરિટેજ સીટી'નો વિચાર કરીએ, ત્યારે એ વિચારવું ઘટે કે અમદાવાદ શહેરની સમૃદ્ધિમાં માત્ર હિંદુ, મુસ્લિમ કે જૈનોએ જ પ્રદાન કર્યું નથી, બલ્કે પારસી, યહૂદી અને ખ્રિસ્તી મહાનુભાવોએ... Continue Reading →