પ્રાચીનકાળથી અનેક ધર્મોમાં મંદિર અગત્યનું સ્થાન ધરાવતું આવ્યું છે. આજે પણ હિંદુ, જૈન, બૌદ્ધ, યહૂદી, કન્ફ્યૂશ્યસ, તાઓ, શીખ વગેરે ધર્મોમાં પૂજાગૃહોને મંદિર કહેવામાં આવે છે. એના આવા વિશિષ્ટ મહત્ત્વને કારણે એ મંદિરની રચના ભવ્ય, કલામય સર્જવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવવામાં આવે છે. આને પરિણામે જ મંદિરો દીર્ઘકાળ સુધી એના ઉપાસકોની ધર્મભાવનામાં વૃદ્ધિ કરતા હોય છે. ... Continue Reading →
તમે સમ્યગ્ શ્રવણનાં સાત પગથિયાં જાણો છો ?
આ જે સર્વત્ર સત્સંગનો મહિમા દ્રષ્ટિગોચર થાય છે. ઉપદેશકોના ઉપદેશનું પ્રત્યક્ષ રૂપે અને ટેલીવિઝન મારફતે પણ શ્રવણ ક૨વામાં આવે છે. સમર્થ સંતોની કથાઓમાં વિશાળ માનવમહેરામણ ઉમટે છે. વિચારકોની સભામાં ઘણા બુદ્ધિશાળીઓ ઉપસ્થિત થાય છે, પરંતુ પહેલો પ્રશ્ન એ છે કે શ્રવણ માટે આપણે યોગ્ય સજ્જતા કેળવી છે ખરી ? યોગ્ય સજ્જતા વિના શ્રવણ નિ૨ર્થક છે... Continue Reading →
‘કથા સાંભળી ફૂટયા કાન’ કેમ ?
'અરે ! આ તો હું જાણું છું' વ્યક્તિ કોઈ ભાષણ સાંભળવા જાય કે પછી સત્સંગમાં બેઠો હોય, ત્યારે એનું શ્રવણ કરતી વખતે સતત મનમાં આ વાક્ય ઘૂંટતો હોય છે. પોતાને જ્ઞાત હોય તેવી કોઈ ઉક્તિ કે વાક્ય સાંભળે એટલે તરત જ એનું ચિત્ત કૂદકો મા૨શે અને એ વિચારવા લાગશે કે ઓહ ! આ તો હું... Continue Reading →
તમારા અંત:કરણની ફરિયાદ તમે કદી સાંભળી છે ?
આટલા બધા પ્રાચીન ધર્મગ્રંથો, આટલા બધા જ્ઞાનીઓએ રચેલા ગહન ધર્મશાસ્ત્રો અને ધર્મને લગતા આટલા બધા ઉપદેશો હોવા છતાં ધર્માચરણ કેમ જોવા મળતું નથી? ક્રિયાકાંડોની ભરમાર ચાલતી હોય, ધર્મપ્રવૃત્તિના કાર્યક્રમો યોજાતા હોય અને ધર્મપોષક આયોજનો રચાતા હોય, તેમ છતાં ધર્મપ્રાપ્તિની બાબતમાં એનો સરવાળો શૂન્ય કેમ?એક બાજુ સ્વર્ગ કે પરલોક વિશેની લોભામણી વાતો હોય અને બીજી બાજુ... Continue Reading →
સાચુ સુખ ઇંદ્રિયબદ્ધ નહીં, પણ ઇંદ્રિયાતીત છે !
આ યુગને આગવું અધ્યાત્મદર્શન આપનાર શ્રીમદ્ રાજચંદ્રજીએ જીવનમાં સુખની વિવેચના કરી છે. તેઓ કહે છે કે, “એક તો એવી વ્યક્તિ હોય છે કે જે જીવન વિશે નિંદ્રાધીન કે અ-ભાન હોય. બીજી વ્યક્તિ એવી હોય છે કે જે કામના સુખ, કષાય સુખ, પરિગ્રહ સુખ અને અહંકાર સુખની પાછળ દોટ લગાવે છે.' તો પછી સુખ છે શું... Continue Reading →
આજનું દુ:ખ ભવિષ્યમાં આવનારા સુખનું કારણ બને છે !
ક્યારેક વિચાર કર્યો છે કે આજ સુધી જેને દુ:ખ માન્યું હતું અને દુ:ખ માનીને ભારે દુ:ખી હતા, તે હકીકતમાં દુ:ખ છે ખરું? વળી એ દુ:ખનું મૂળ કારણ સાવ જૂદું હોય અને આપણે દુ:ખી થતા હોઈએ, તેવું તો નથી થયું ને? જુઓ, ઘણી વાર તો આપણે આપણા મનમાં કોઈ ભયને પોષીએ છીએ અને પછી એનાથી એ... Continue Reading →
આત્માની અમરતાની વાતો કરનારા મૃત્યુની નશ્વરતાથી ભયભીત કેમ ?
વ્યક્તિ ઘણી રીતે સચ્ચાઈને છાવરતી હોય છે, આથી માણસ જો એના દુ:ખના મૂળની કે સાચા કારણની. શોધ કરે તો પહેલા એને ખ્યાલ આવશે કે એ ભયને કારણે દુ:ખી છે . આપણાં સહુનાં જીવનમાં દુ:ખ પ્રવર્તે છે, પણ હકીકતમાં એ દુ:ખના મૂળ કારણની શોધ કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ દુ:ખનો સર્જક કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી,... Continue Reading →
મારા સુખ અને દુ:ખનો તો હું માત્ર સાક્ષી છું !
'આ ચોવીસ કલાક જિંદગીની જળોજથામાં પડયા છીએ, ત્યાં વળી તમે ક્યાં અધ્યાત્મની વાત કરો છો ?' તો વળી કોઈ છણકો કરીને કહેશે કે, આટલી બધી જવાબદારીઓ જ માંડ-માંડ વેંઢારી શકીએ છીએ, ત્યાં વળી આત્માની ઓળખ માટે ક્યાંથી સમય ફાળવવો ? વળી આ અધ્યાત્મ અંગે ક્યાંથી કંઈ કરી શકીએ ? સામાન્ય જનસમૂહ આ પ્રકારનો વિચાર કરે... Continue Reading →
આંખોના અંધાપા કરતાં ભીતરનો અંધાપો વધુ અંધકારઘેરો હોય છે !
સંત કબીરે અગિયારમી દિશાની વાત કરી છે. આ અગિયારમી દિશાના દ્વાર ખૂલે કઈ રીતે ? બાહ્ય જગતની દશે દિશાઓની દોડમાં એ પદાર્થને શોધે છે, જ્યારે અગિયારમી દિશાની શોધમાં એ પરમાત્માને શોધે છે. બાહ્ય માયા ત્યજીને એ મોહની ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈને ભીતર ભણી જાય છે, ત્યારે એની સુષુપ્તિ ચાલી જાય છે અને સહજતાથી આત્મબોધ જાગે... Continue Reading →
‘માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર !’
મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. સ હુ કોઈ દસ દિશાઓને સારી પેઠે જાણે છે. ચારે બાજુની આઠ દિશાઓ અને પછી ઉપર અને નીચે - એમ... Continue Reading →
સ્વીકારભાવની મસ્તી એ જ સાધકનો પરમ ધર્મ !
બીજમાંથી વિશાળ વૃક્ષ ફૂલેફાલે, એ આસપાસ-ચોપાસ ફેલાય અને એની ડાળીઓ અને પાંદડાં ક્યાંય ક્યાંય સુધી વિસ્તરી જાય, એ રીતે પ્રત્યેક ચિંતક, વિચારક કે સંત પાસે એક વિચાર હોય છે અને એ વિચારના બીજમાંથી વિરાટ વટવૃક્ષ સર્જાય છે. જીવન પ્રત્યેનું આપણું વલણ કેવું હોય જોઈએ એ વિશે એક કેન્દ્રીય વિચાર મળે છે અને એવો એક કેન્દ્રીય... Continue Reading →
તમારે ભીંત સાથે માથું અફળાવવું છે ?
સીધીસાદી ભાષામાં આને 'જીવન જીવવાની જડીબુટ્ટી' કહેવાય છે. ઈશ્વર હોય કે તીર્થંકર, મહાત્મા હોય કે સંત, વિદ્વાન હોય કે વિચારક - આ સહુ કોઈનાં જીવનમાં એક એવો કેન્દ્રીય વિચાર હોય છે કે જેની ઈંટ પર એમના વિચારોની આખીય ઇમારત ઘડાયેલી હોય છે. એ શબ્દ પામીએ અને એ વિચારને જાણીએ તો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી હાથ... Continue Reading →
તમારું જીવન ફરિયાદથી જીવો છો કે ધન્યવાદથી?
'કોઈ કહેશે કે આ જીવન તો દુ:ખોના પારાવાર(સાગ૨)થી દુ:ખોથી ભરેલું છે, તો કોઈ કહેશે કે આ જિંદગી તો થોડાંક સુખ અને એનાથી અનેકગણાં દુ:ખથી ભરેલી છે, કોઈ કપાળ પર હથેળી મૂકીને ઘોર નિસાસો નાખશે કે મને તો સઘળે દુ:ખ જ દેખાય છે, સુખ એ તો માત્ર મૃગજળ છે. જેમ મૃગ રણમાં જળ છે એમ માનીને... Continue Reading →
ચાલો, આપણે વર્તમાનમાં મળીએ! .
ખરેખર આપણે જીવનમાં જેને દુ:ખ કહીએ છીએ એને એના સાચા સ્વરૂપને ઓળખીએ છીએ ખરા ? ક્યારેક આ દુ:ખ આપણી કામનાઓમાંથી આવ્યું હોય, ક્યારેક એનું કારણ ભૂતકાળનો બોજ લઈને આપણે ફરતા હોઈએ તે હોય, ક્યારેક સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ હોય તો ક્યારેક કોઈ દુર્ગુણ ઘેરાઈ વળ્યો હોય અને એને કારણે વ્યક્તિ પારાવાર દુ:ખી થતો હોય છે. માનવીએ... Continue Reading →
ઇંદ્રિયોના મુક્ત આનંદનો પડછાયો પારાવાર વેદના છે!
આપણે કરી રહ્યા છીએ એક અનોખી શોધ અને તે છે આપણા દુ:ખની શોધ ! તમને થશે કે દુ:ખની તો વળી કંઈ શોધ કરવાની હોય ? જ્યાં જુઓ ત્યાં દુ:ખ છે, ક્યાંક ગરીબીને કારણે અભાવની પીડાનું દુ:ખ છે, તો ક્યાંક શ્રીમંતાઈને કારણે ઊભી થયેલી ઉપાધિઓનું દુ:ખ છે. કોઈને સાસુનું દુ:ખ છે, તો કોઈને પુત્રથી પીડા થાય... Continue Reading →
જીવનને ગંભીરતામાં ડૂબાડીને વેડફી નાખશો નહીં!
ઘણી વાર તો એ દુ:ખનું કારણ માનવીનું બનાવટી જીવન છે. વિમાનમાં પ્રવાસ કરતી વખતે એર-હોસ્ટેસ એના ચહેરા પર એક બનાવટી હાસ્ય લઈને ફરતી હોય છે અ જ્ઞાન, દુર્ગુણો, ભ્રામક માન્યતા, નિરંકુશ કામનાઓ અને ભૂતકાળ પરસ્તીથી આવતી આપત્તિને આપણે ઓળખીશું, તો આપણાં અડધાં દુ:ખો ઓછાં થઈ જશે. દુ:ખના મૂળમાં જતાં અનેરું સત્ય લાધતું હોય છે. આપણે... Continue Reading →
આજનું દુ:ખ ભવિષ્યમાં આવનારા સુખનું કારણ બને છે!
ક્યારેક વિચાર કર્યો છે કે આજ સુધી જેને દુ:ખ માન્યું હતું અને દુ:ખ માનીને ભારે દુ:ખી હતા, તે હકીકતમાં દુ:ખ છે ખરું? વળી એ દુ:ખનું મૂળ કારણ સાવ જૂદું હોય અને આપણે દુ:ખી થતા હોઈએ, તેવું તો નથી થયું ને? જુઓ, ઘણી વાર તો આપણે આપણા મનમાં કોઈ ભયને પોષીએ છીએ અને પછી એનાથી એ... Continue Reading →
જેણે યુદ્ધની જ્વાળા જોઈ નથી, તે જ યુદ્ધનો વિચાર કરી શકે
સૈનિકની આંખ કે બાળકની પીડામાં થતું યુદ્ધનું વાસ્તવિક દર્શન ૧૮૬૭માં જર્મનીના બર્લિન શહેરમાં ઓટો વાન બિસ્માર્કે એક ભાષણમાં કહ્યું, 'જેણે યુદ્ધભૂમિમાં મૃત્યુ પામતા સૈનિકોના નેત્રોમાં નજર નાખી હશે, એ યુદ્ધનો પ્રારંભ કરતા પૂર્વે ઘણો વિચાર કરશે.' અને સાચે જ એક સમયે અશ્વ પર ચોપાસ તલવાર વીંઝતા કે જોશભેર ભાલો ફેંકતા યુદ્ધવીરોનું મહિમાગાન થતું હતું. જગતવિજેતા... Continue Reading →
‘થ્રી ડાયમેન્શન’થી જીવન–સમસ્યાનો ઉકેલ !
ફોર્મ્યુલા વનની રેસમાં ઝૂકાવનાર મોટરચાલક હંમેશાં રસ્તા પર સીધી દૃષ્ટિ રાખીને રેસમાં કાર દોડાવશે, જ્યારે કોઈ ગાઢ જંગલમાં ઝરણાંઓ, નદીઓ, પર્વતોની વચ્ચેથી માર્ગ કરનાર સાહસપ્રેમી આગળ વધવા માટે જુદા જુદા આડા અવળા રસ્તા ખોળવાનો પ્રયત્ન કરશે. મોટરકારના ચાલકની નજર સમક્ષ એક જ લક્ષ્ય હોય છે, જ્યારે ગાઢ જંગલો વીંધનારાઓ ચોતરફ દૃષ્ટિ કરતા આમતેમ જઈને માર્ગ... Continue Reading →
ભૂલા પડેલા યાત્રાળુઓને ઘોડેસવાર સહાય કરે છે !
શ્રી શંખેશ્વર તીર્થના સંદર્ભમાં આપોઆપ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજસાહેબનું સ્મરણ થાય. એમના જીવનમાં ધર્મશક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૮માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે... Continue Reading →