રાજા ઋષભદેવે પૃથ્વી પરના માનવીમાં પશુતાને બદલે પ્રભુતા આણી !

ચોતરફ જયઘોષ જાગી ગયો,'બોલો રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !' અને ઋષભદેવ એ પૃથ્વી પરનાં પ્રથમ રાજા બન્યા. આદિ પૃથ્વીનાથ કહેવાયા અને એમણે લોકોને રહેવા માટે આવાસ, ભોજન માટે આહાર અને જીવન જીવવા માટે અભય આપ્યા. રાજા બન્યા પછી ઋષભદેવે પોતાના પ્રજાજનોને કહ્યું,' પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર... Continue Reading →

ગીતાસંદેશ માટે સત્યવાદી યુધિષ્ઠિર કે બળવાન ભીમને બદલે બાણાવળી અર્જુનને કેમ પસંદ કર્યો ?

શું 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એ યુદ્ધકથા છે? ભારતીય સંસ્કૃતિના સમગ્ર ઇતિહાસમાં ભારતે પારકી ધરતી પર આક્રમણ કરીને મેળવેલા વિજયની એક ઘટના પણ મળતી નથી.  તો શું આવી શાંતિપ્રિય, અહિંસક અને અનાક્રમક સંસ્કૃતિનો મહાન ગ્રંથ યુદ્ધનો ઉપદેશ આપે ખરો ? ઋષિ વેદવ્યાસ રચિત મહાભારતના ગ્રંથની વચ્ચોવચ આવેલી શ્રીમદ્ ભગવદ્ગીતા તો યુદ્ધને પેલે પાર જઈને માનવીય કર્તવ્યનો સંદેશ આપે... Continue Reading →

રાશિ કરતાં નક્ષત્રનો વધુ મહિમા કરતું જૈન જ્યોતિષશાસ્ત્ર !

ભદ્રબાહુસંહિતા પણ એક જૈન જ્યોતિષનો મહત્વનો ગ્રંથ છે. ફળજ્યોતિષનો એક વિભાગ અષ્ટાંગનિમિત્ત છે. તે આ પ્રમાણે છે, ૧. અંગવિદ્યા જેમાં પુરૂષ અને સ્ત્રીનાં અંગના આકાર-પ્રકારના આધારે ભવિષ્યકથન કરવામાં આવે છે, ૨. સ્વપ્નશાસ્ત્ર,૩. સ્વરશાસ્ત્ર, ૪. ભૌમશાસ્ત્ર, ૫. વ્યંજનશાસ્ત્ર, ૬. લક્ષણશાસ્ત્ર, ૭. ઉત્પાતશાસ્ત્ર, ૮. અંતરીક્ષશાસ્ત્ર. જૈન ઇતિહાસ અનુસાર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આ નિમિત્તશાસ્ત્રના મહાન જ્ઞાતા હતા.... Continue Reading →

મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો !

મહાભારતમાં કહ્યું છે કે, 'નહિ માનુષાત્ પરતરં કિંચિત' એટલે આ સૃષ્ટિના મનુષ્યથી કશું શ્રેષ્ઠ નથી.' એની સામે આગમસૂત્રો કહે છે કે 'માણુસ્સે ખુ સુ દુલ્લહ' હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે. માત્ર જન્મથી જ માણસ માણસ બનતો નથી. એની ભીતરમાં ભાવના અને ઉપાસનાથી એણે એક બીજો માણસ સર્જવાનો છે.  કેટલીક વ્યક્તિઓ માનવસ્વરૂપે જન્મે છે, પરંતુ... Continue Reading →

અર્જુનનો વિષાદ એ એના હૃદયમાં રહેલા ત્યાગ-વૈરાગ્યનું પરિણામ છે !

'જી વનભર જેમના આશીર્વાદ પામીને જીવ્યો છું એવા પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ સામે હું કઈ રીતે શસ્ત્ર ચલાવી શકું? કઈ રીતે હું મારા કુળના વડીલોને, મારા બાંધવોને અને એમના સંતાનોને હણી શકું? કઈ રીતે હું સનાતન કુળધર્મને નષ્ટ કરીને સમગ્ર કુળને નરકનું ભાગી બનાવી શકું?' કૌરવ અને પાંડવ સેનાની વચ્ચે ઊભેલા અર્જુનના મનમાં ઘોર... Continue Reading →

જીવનનાં કુરુક્ષેત્રની વચ્ચે ઊભા રહેલા સંશયગ્રસ્ત અર્જુન છો તમે !

માત્ર સાતસો શ્લોકમાં માનવજીવનની સઘળી ઘટમાળ પર દૃષ્ટિપાત કરીને એના જીવનને ઉપયોગી થાય એવો અદ્ભુત ઉપદેશ 'શ્રીમદ્ ભગવદ્ગીતા”માં પ્રાપ્ત થાય છે. અઢાર અધ્યાયમાં વહેતો આ ગ્રંથ એ દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી પર છે. એ માત્ર હિંદુ ધર્મનો ગ્રંથ નથી, કુરુક્ષેત્રના મેદાન પર જ માત્ર એનું સર્જન થયું નથી અને માત્ર ભારતવર્ષનો ગ્રંથ નથી. જગતના... Continue Reading →

ઘર આગળથી ‘ડેડ બોડી’ જાય તો તને શું થાય ?

આ જગતમાં એમ કહેવાય છે કે 'જ્યાં ચમત્કાર, ત્યાં નમસ્કાર' આને પરિણામે કેટલાય સંતોનાં ચમત્કારો એમના ભક્તવર્ગમાં પ્રચલિત હોય છે. આપણી કેટલીય ધર્મકથાઓ પણ આવા ચમત્કારોથી ભરેલી છે. કોઈ મંત્રથી થતા આપત્તિ નિવારણની કે મૃત્યુ નિવારણની વાત કરે છે, તો કોઈ વળી ચમત્કારોથી ઉપાસકોનાં હૃદયમાં આસ્થા બેસાડવાનો વિચાર કરે છે.  કોઈ ગુરુ બાહ્ય પોશાક કે... Continue Reading →

આપણા દશાવતાર અને વિજ્ઞાનનો ઉત્ક્રાંતિવાદ !

ધર્મ અને રાષ્ટ્રનું સાયુજ્ય કરીને એક કલ્પના કરીએ. આપણા દેશમાં છેક વેદકાળથી જુદાં જુદાં દેવોની ઉપાસના જોવા મળે છે. કોઈ સૂર્યદેવની ઉપાસના કરે, તો કોઈ ચંદ્રદેવની, પૃથ્વી, જળ, તેજ, વાયુ, વિદ્યુત અને મેઘની પણ ઉપાસના થતી હતી. આ સઘળી ઉપાસના કરવાની સાથોસાથ એક સાયુજ્ય પર પણ ભાર મૂક્યો છે અને એ જ હકીકતમાં તો વિવિધતામાં... Continue Reading →

સીતા માતા ! મને મોતી ન આપશો, ચણા આપજો, ધરતીનો પ્રાણ એમાં છે…

એને માટે તો રાજાનો મુગટ એ રમવાનું રમકડું અને વિશ્વની સઘળી સંપત્તિ એ ધૂળ-માટી છે   આજે રામનવમીનું પાવન પર્વ અને આ પર્વ પ્રસંગે સ્મરણ થાય છે દેહ અને આત્માની પ્રીતિ જેવો સ્નેહ ધરાવનાર રામ અને હનુમાનનું.  અને એ ઘડી હતી અયોધ્યામાં લંકાવિજયના મહોત્સવની. ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પ્રભુ રામના વિજયનો મહોત્સવ રચાયો હતો. હવામાં... Continue Reading →

યૂરોપમાં જન્મેલું પ્રભુ મહાવીરનું હું સાચું સંતાન છું !

'સર, હું પ્રભુ મહાવીરનું સંતાન છું, આથી જે ઓઇલને કારણે જગતભરમાં આતંકવાદ જાગતો હોય કે સંહારક યુદ્ધો થતા હોય, એવા 'ઓઇલ'નો હું વપરાશ કરતી નથી.'  થોડા વર્ષો પૂર્વે બેલ્જિયમ શહે૨ના એન્ટવર્પમાં પર્યુષણ પર્વ દરમિયાન ગેબ્રિયલ હેલ્મરે કહેલા એ શબ્દો આજે કેટલાં બધાં સત્ય પૂરવાર થાય છે. ઓઇલને માટે દેશના રાષ્ટ્રપ્રમુખ ને એની પત્નીનું અપહરણ થાય... Continue Reading →

આજથી આરંભીને આગામી એકસો વર્ષના શુદ્ધ મુહૂર્તો આપતું અજોડ શતવર્ષીય શાસ્ત્રીય પંચાંગ

આજથી 114 વર્ષ પહેલાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કરેલું ભવિષ્યદર્શન આજે, વર્તમાન સમયે સાચું પડ્યું છે. એક સદી પૂર્વે એમણે કહ્યું હતું કે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે અને દેશમાં વિજ્ઞાનનો મહિમા થશે. રાજ-રજવાડાંનો એ સમય હતો, ત્યારે એમણે ભવિષ્ય ભાખ્યું કે આ રાજાશાહી ચાલી જશે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે. આજે પારાવાર... Continue Reading →

હિમાલયમાં કૈલાસની પાસે આવેલા બિંદુ સરોવરમાં શ્રીકૃષ્ણે યોજેલાં એક હજાર દિવસનાં ભવ્ય ધર્મસત્રો !

શ્રીકૃષ્ણની અકળ લીલાનો પાર પામવાનો માનવીય પ્રયાસ સદૈવ અપૂર્ણ જ રહેવાનો. એમના ઐશ્વર્યને પામવા માટેના આપણા સઘળા પ્રયત્નો અપૂરતા જ રહેવાના. એ વિરાટ રૂપનાં દર્શન કઈ રીતે થઈ શકે ? જ્યાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય અને ક્ષણે ક્ષણે વિભૂતિમત્તા હોય, આથી તો કવિ હરીન્દ્ર દવેએ 'કૃષ્ણ અને માનવસંબંધો’ ગ્રંથના અંતે ‘અનુકથન’માં સ્વીકાર કર્યો કે કૃષ્ણની... Continue Reading →

સાચો ધર્મ તો છે‘સત્’ તત્ત્વની ખોજમાં !

પ્રત્યેક વિચારશીલ કે આધ્યાત્મિક વ્યક્તિની ખોજ હોય છે સાચા ધર્મની, પરંતુ એની આસપાસ સંપ્રદાયની દીવાલો રચાયેલી હોય છે. ક્યાંક મતાંધતાનું ઝનૂન હોય છે, તો ક્યાંક મતભેદને જકડીને બેઠા છે. કોઈ પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત કહે છે, તો કોઈ પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે. મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ... Continue Reading →

શ્રી મહાવીરસ્વામીની ભૂમિમાંથી વહી રહેલી વાત્સલ્યમયી માતાની વિશ્વવ્યાપી કરૂણા

એ કેવી વ્યથાભરી વિડંબના કહેવાય કે જે રાજગૃહી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં ભગવાન મહાવીરે 14 વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં અને એ રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાં ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી ઉપદેશધારા વહી હતી, એ પ્રદેશમાં વર્તમાન સમયે ચોતરફ પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો. કારમી ગરીબી અને ભૂખમરાથી લોકો બેહાલ હતા. અધૂરામાં પૂરું... Continue Reading →

ભગવાન મહાવીરની ભૂમિની ભયાવહ અવદશા કેમ ?

‘વીરાયતન’ સંસ્થા અને આચાર્યા ચંદનાજી માનવસર્જિત કે કુદરતી આપત્તિથી ઘેરાઈ ગયેલા માનવીની આંખનાં આંસુ લૂછવાનું કામ ભીતરની કરુણા કરે છે. તો અંધકારને ઓગાળી નાખીને શિક્ષણનો મહાપુરુષાર્થ કરવાનું કામ જ્ઞાનનો પ્રકાશ આપીને કરે છે. સામાન્ય રીતે માનવતા કાજે વિકટ અને કપરા સમયમાં દુઃખી લોકોને સહાય કરવા માટે સહુ કોઈ દોડી જાય છે, પરંતુ કરુણા અને જ્ઞાન... Continue Reading →

જો પરિવર્તન નહીં, તો પીછે હઠ સ્વીકારો !

આપણે ત્યાં એક જ ધર્મનાં સંપ્રદાયો વચ્ચે ચીનની દીવાલ ચણાયેલી હોય છે, ત્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે કઈ રીતે મેળાપ સાધી શકે ? આજે વિશ્વમાં ધર્મો સમરાંગણમાં યુદ્ધ ખેલવાને બદલે પરસ્પર સંવાદની ભૂમિકા રચે છે અને આથી જ આજના ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, “તમારે એવું નહીં કહેવાનું કે તમારો... Continue Reading →

ધર્મોનો પોકાર : લાવો પરિવર્તન અને આપો નવી દૃષ્ટિ

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને વિજ્ઞાન અંગે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા ચાહતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગૉર્કીએ કહ્યું, “થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે.... Continue Reading →

દેશનાથી જાગી દીક્ષાની ભાવના

‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ’ જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મૃગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. સૌંદર્યવતી મૃગાવતીને પામવા માટે સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજકારભાર સંભાળતી હતી. એ... Continue Reading →

માતાનું વહાલ અને દાસત્વમાંથી મુક્તિ

જૈન ધર્મનો ઇતિહાસ અનેક સાધ્વીજી મહારાજની આત્માની આરાધનાથી ઊજળો છે, પણ આપણે એ સાધ્વીજીની જીવનકથાથી અજ્ઞાત હોવાને કારણે એ મહાન સાધ્વીઓનાં ચરિત્રોને ભાગ્યે જ સમાજ જાણે છે, ત્યારે આજે ભગવાન મહાવીરના સમયની બે સાધ્વીઓ – જેમાં એક છે એમનાં માતા એવાં દેવાનંદા અને બીજાં છે ભગવાન મહાવીરનાં પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘનાં પ્રવર્તિની સાધ્વી ચંદનબાળા.... Continue Reading →

માતા : એક જન્મ આપનારી અને બીજી ધર્મ આપનારી !

કારતક સુદી પૂર્ણિમા એટલે દેવદિવાળી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એ મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા સાધ્વી પાહિણીનું સ્મરણ થાય. જૈન ઇતિહાસમાં પાહિણીએ શાસનને પોતાનો પુત્ર આપ્યો તો યાકિની મહત્તરાએ વિદ્વાન હરિભદ્રસૂરિને માતાની માફક માર્ગદર્શન આપ્યું. જેથી 1,444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવે... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑