રાજા ઋષભદેવે પૃથ્વી પરના માનવીમાં પશુતાને બદલે પ્રભુતા આણી !

ચોતરફ જયઘોષ જાગી ગયો,'બોલો રાજા ઋષભદેવનો જય ! રાણી સુમંગલાનો જય !' અને ઋષભદેવ એ પૃથ્વી પરનાં પ્રથમ રાજા બન્યા. આદિ પૃથ્વીનાથ કહેવાયા અને એમણે લોકોને રહેવા માટે આવાસ, ભોજન માટે આહાર અને જીવન જીવવા માટે અભય આપ્યા. રાજા બન્યા પછી ઋષભદેવે પોતાના પ્રજાજનોને કહ્યું,' પૃથ્વીનો પહેલો નિયમ એ યાદ રાખજો કે, તમે જેટલા ઉદાર... Continue Reading →

વિજ્ઞાન અને અધ્યાત્મનું એવરેસ્ટ એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઇન

અ મેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં એક પછી એક શેરી પસાર કરીને આગળ વધતા એક જગાએ કવિ-મિત્ર શ્રી ચંદ્રકાન્ત દેસાઈએ મોટર થોભાવી અને કહ્યું, 'આ સામે દેખાય છે તે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ઘર.' એને જોતાં જ પરમ આશ્ચર્ય થયું. જો તમે એ ઘ૨નો જૂનો, પુરાણો થઈ ગયેલો ઘર નંબર જાણતા ન હો, તો ક્યારેય જાણી શકો... Continue Reading →

પતિયાળા અને વિઝ્ઝી : ભારતીય ક્રિકેટની સૌથી વધુ રોમાંચક દુશ્મનાવટ !

આઈપીએલ ચાલી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમ વચ્ચેની તીવ્ર કશ્મકશ યાદ આવે. આ બંને ટીમો અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે. મેચ જીતવાની બાબતમાં ચેન્નાઈ સુપર કિંગે ૧૮ આઈપીએલમાં ૨૫૩ મેચમાંથી ૧૪૨ વાર વિજય મેળવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એની પાછળ, પણ સાવ લગોલગ છે.... Continue Reading →

મિસિસિપીના કાંઠે અને ગંગાના તીરે !

વેદનાને ક્યાં કોઈ નામ-સરનામું હોય છે ! પારાવાર શોષણ સહેરી શોષિત પ્રજાને તો સદા શોષણનો ભોગ બનવું પડે છે અને એમનું શોષણ કરનારા પણ નવા નવા ઉપાયો, કાયદાઓ અને રસ્તાઓ શોધીને એમના હાડચામ ચૂસી લેતાં હોય છે. ભારતીય દલિત સાહિત્ય અને અમેરિકન નિગ્રો સાહિત્યની વેદના કથાઓમાંથી પસાર થતાં એ માનવજાતની શરમજનક કથાઓ લાગે છે. એમાં... Continue Reading →

સત્તાલોલુપ મહાનાયકોની કરુણાંતિકા !

સવાલ એ જાગે કે જગતવિજેતા એ જીવનવિજેતા હોય છે ખરા? પોતાની સત્તા, સામર્થ્ય અને આતંકથી આખી દુનિયાને ઘમરોળનારા સરમુખત્યારોનો અંત કેવો હોય છે? અનેક દેશોને પરાજિત કરનાર અંતે કેમ પરાજિત થતા હોય છે. આજે ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાઓથી સમગ્ર જગતની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ડામાડોળ બની રહી છે, ત્યારે સવાલ એ... Continue Reading →

ગીતાસંદેશ માટે સત્યવાદી યુધિષ્ઠિર કે બળવાન ભીમને બદલે બાણાવળી અર્જુનને કેમ પસંદ કર્યો ?

શું 'શ્રીમદ્ ભગવદ્ગીતા' એ યુદ્ધકથા છે? ભારતીય સંસ્કૃતિના સમગ્ર ઇતિહાસમાં ભારતે પારકી ધરતી પર આક્રમણ કરીને મેળવેલા વિજયની એક ઘટના પણ મળતી નથી.  તો શું આવી શાંતિપ્રિય, અહિંસક અને અનાક્રમક સંસ્કૃતિનો મહાન ગ્રંથ યુદ્ધનો ઉપદેશ આપે ખરો ? ઋષિ વેદવ્યાસ રચિત મહાભારતના ગ્રંથની વચ્ચોવચ આવેલી શ્રીમદ્ ભગવદ્ગીતા તો યુદ્ધને પેલે પાર જઈને માનવીય કર્તવ્યનો સંદેશ આપે... Continue Reading →

લોહીથી લથબથ છે આ બાળકીની સ્કૂલબૂક !

૧૯ ૪૧ની પહેલી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠિત ટાઈમ-લાઈફ સામયિકોનાં પ્રકાશક હેન્રી લ્યૂસે એના સંપાદકીય લેખમાં વીસમી સદીને 'અમેરિકન સદી' તરીકે ઘોષિત કરી હતી. એણે આનંદ પ્રગટ કર્યો કે અમેરિકા હવે પોતાની એકાંતવાદી નીતિનો ત્યાગ કરીને અતિશય વિસ્તૃત રીતે વૈશ્વિક નેતૃત્વ સંભાળી રહ્યું છે. અમેરિકાના પ્રચૂર કુદરતી સંસાધનો, ઉત્સાહથી ભરપૂર એવા 'નવી દુનિયા'નાં પ્રજાજનો, જીવનશક્તિથી ભરપૂર એવા વિદેશી... Continue Reading →

મંદિરમાં છૂપાયેલો આધ્યાત્મિક રહસ્યના ગૂઢ સંકેતોનો ભેદ !

પ્રાચીનકાળથી અનેક ધર્મોમાં મંદિર અગત્યનું સ્થાન ધરાવતું આવ્યું છે. આજે પણ હિંદુ, જૈન, બૌદ્ધ, યહૂદી, કન્ફ્યૂશ્યસ, તાઓ, શીખ વગેરે ધર્મોમાં પૂજાગૃહોને મંદિર કહેવામાં આવે છે. એના આવા વિશિષ્ટ મહત્ત્વને કારણે એ મંદિરની રચના ભવ્ય, કલામય સર્જવા માટે અથાગ પરિશ્રમ ઉઠાવવામાં આવે છે. આને પરિણામે જ મંદિરો દીર્ઘકાળ સુધી એના ઉપાસકોની ધર્મભાવનામાં વૃદ્ધિ કરતા હોય છે. ... Continue Reading →

અસ્પૃશ્યતા સામેની બાલુની કામયાબી ભારતીય ક્રિકેટ કદી નહીં ભૂલે !

ભારતીય ક્રિકેટનું એ ગૌરવ છે કે એક સમયે જાતિને આધારે ક્રિકેટ ટીમનું ગઠન થતું હતું અને આજે ટેસ્ટ હોય કે ટી-ટ્વેન્ટી હોય અથવા અંડર નાઈન્ટીન હોય કે રણજી ટ્રોફી હોય, કોલેજ કે સ્કૂલ ક્રિકેટ હોય, પણ ખેલાડી કઈ જાતિનો છે કે કયા વર્ણનો છે, એવા ભેદભાવનો કોઈ વિચાર સુધ્ધાં કરતું નથી. હજી આપણો દેશ જાતિવાદની... Continue Reading →

આજે અલભ્ય ખનીજો બન્યા છે, યુદ્ધોની નિમંત્રણ-પત્રિકા !

આખુંય વિશ્વ જાણે યુદ્ધની પરિસ્થિતિથી ઘેરાઈ ગયું છે. એક જમાનામાં બે પ્રકારનો સમય હતો. એક યુદ્ધનો અને બીજો શાંતિનો. એ પછી શાંતિની પરિસ્થિતિએ વિદાય લીધી અને માત્ર યુદ્ધ અને યુદ્ધની તૈયારીઓ એમ બે જ સમય રહ્યા. હવે આજે જગતમાં એક જ સમય રહ્યો છે અને તે સતત યુદ્ધનો. રશિયા યુક્રેન પર બોંબ નાખ્યા જ કરે... Continue Reading →

કેવી એક સરખી હોય છે સરમુખત્યારોની ચાલ !

જર્મનીનો એડોલ્ફ હિટલર હોય કે અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ, એ વિશ્વના રાજકીય આકાશમાં ધૂમકેતુની માફક પ્રગટ થતા હોય છે અને ચોતરફ માનવ અને માનવતાના વિનાશની આંધી જગાવતા હોય છે. પહેલાં પોતાના પક્ષ પર પ્રભુત્વ મેળવતા હોય છે અને પછી એ પક્ષના નેતા બનીને અમર્યાદિત સત્તાઓનો દોર ચલાવે છે. વખત આવ્યે કશાય પરિણામની પરવા કર્યા વિના પોતાનું... Continue Reading →

સ્ટાર ખેલાડીઓનો મહિમા ! 

૯૧ બોલમાં પોતાની ૫૪મી વન-ડે સદી પૂરી કરનાર 'ચેઝ-માસ્ટર' વિરાટ કોહલી આઉટ થતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતના લલાટે ઘોર પરાજય લખાઈ ગયો. 'સ્ટાર ખેલાડી' વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ૧૦ સદી ફટકારીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદી સર્જનાર તરીકે ટોચનું સ્થાન મેળવ્યું, પરંતુ મેચની ૪૯મી ઓવરના ચોથા બોલે... Continue Reading →

ફ્લોટિલા સત્યાગ્રહ !

'યુદ્ધસ્ય  કથા રમ્યા' 'યુદ્ધની કથા રમ્ય હોય છે' એ અડધી ઉક્તિ વારંવાર ચાવીને જગત આખું યુદ્ધની રમ્ય કથાઓમાં રમમાણ છે, પરંતુ એ શ્લોકના પછીનાં શબ્દો છે 'રમ્યાણિ દૂરત:' એટલે કે દૂરથી મનોરંજક લાગે છે, પણ હકીકતમાં તો એ ત્યારે તબાહી સર્જે છે અને આજે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘર પર યુક્રેનના ઝેલેન્સ્કી દ્વારા ડ્રોન હુમલો... Continue Reading →

તમે સમ્યગ્ શ્રવણનાં સાત પગથિયાં જાણો છો ?

આ જે સર્વત્ર સત્સંગનો મહિમા દ્રષ્ટિગોચર થાય છે. ઉપદેશકોના ઉપદેશનું પ્રત્યક્ષ રૂપે અને ટેલીવિઝન મારફતે પણ શ્રવણ ક૨વામાં આવે છે. સમર્થ સંતોની કથાઓમાં વિશાળ માનવમહેરામણ ઉમટે છે. વિચારકોની સભામાં ઘણા બુદ્ધિશાળીઓ ઉપસ્થિત થાય છે, પરંતુ પહેલો પ્રશ્ન એ છે કે શ્રવણ માટે આપણે યોગ્ય સજ્જતા કેળવી છે ખરી ? યોગ્ય સજ્જતા વિના શ્રવણ નિ૨ર્થક છે... Continue Reading →

‘કથા સાંભળી ફૂટયા કાન’ કેમ ?

'અરે ! આ તો હું જાણું છું' વ્યક્તિ કોઈ ભાષણ સાંભળવા જાય કે પછી સત્સંગમાં બેઠો હોય, ત્યારે એનું શ્રવણ કરતી વખતે સતત મનમાં આ વાક્ય ઘૂંટતો હોય છે. પોતાને જ્ઞાત હોય તેવી કોઈ ઉક્તિ કે વાક્ય સાંભળે એટલે તરત જ એનું ચિત્ત કૂદકો મા૨શે અને એ વિચારવા લાગશે કે ઓહ ! આ તો હું... Continue Reading →

ગુરુના મૌનની વાણી તમે કદી સાંભળી છે ?

કોઈ ગુરુનો ઉપદેશ સાંભળતા હો, સંતની વાણીનુ શ્રવણ કરતા હો, ત્યારે આ શ્રવણની પ્રક્રિયામાં એક બીજી ઘટના બનતી હોય છે. આ શ્રવણ કરતી વખતે માત્ર શબ્દો જ તમને સ્પર્શતા નથી. એ શબ્દો ઉપરાંત બીજી ઘણી બાબતોનો શ્રોતાના ચિત્ત પર પ્રભાવ પડે છે. આનંદમયી માના ચહેરા પરનું વાત્સલ્ય જુઓ, ૨મણ મહર્ષિના મુખ પરની શાંતિ જુઓ, સ્વામી... Continue Reading →

તમારા અંત:કરણની ફરિયાદ તમે કદી સાંભળી છે ?

આટલા બધા પ્રાચીન ધર્મગ્રંથો, આટલા બધા જ્ઞાનીઓએ રચેલા ગહન ધર્મશાસ્ત્રો અને ધર્મને લગતા આટલા બધા ઉપદેશો હોવા છતાં ધર્માચરણ કેમ જોવા મળતું નથી? ક્રિયાકાંડોની ભરમાર ચાલતી હોય, ધર્મપ્રવૃત્તિના કાર્યક્રમો યોજાતા હોય અને ધર્મપોષક આયોજનો રચાતા હોય, તેમ છતાં ધર્મપ્રાપ્તિની બાબતમાં એનો સરવાળો શૂન્ય કેમ?એક બાજુ સ્વર્ગ કે પરલોક વિશેની લોભામણી વાતો હોય અને બીજી બાજુ... Continue Reading →

બહુ થયું, ચાલો ! હવે માનવતાનાં મંદિરોનું નિર્માણ કરીએ !

કોઈ સંત પોતાના પંથનું મહિમાગાન કરે છે, કોઈ સંત પ્રાચીન ગ્રંથનો મહિમા કરીને સાર્થક જીવનનો પંથ બતાવે છે, કોઈ સંત માનવીને આધ્યાત્મિક ઉચ્ચતાનાં શિખરો બતાવે છે અને કોઈ સંત તો માનવધર્મનું આખુંય આકાશ બતાવે છે. એવું માનવધર્મનું આકાશ જોનારા સંત પોતાની આસપાસની ધરતીની વાસ્તવિકતાની સાથોસાથ શાસ્ત્રોની ગહનતા, શિક્ષણની મૂલ્યવત્તા અને માનવકલ્યાણની ભાવના પ્રગટાવતા રહે છે.... Continue Reading →

રાશિ કરતાં નક્ષત્રનો વધુ મહિમા કરતું જૈન જ્યોતિષશાસ્ત્ર !

ભદ્રબાહુસંહિતા પણ એક જૈન જ્યોતિષનો મહત્વનો ગ્રંથ છે. ફળજ્યોતિષનો એક વિભાગ અષ્ટાંગનિમિત્ત છે. તે આ પ્રમાણે છે, ૧. અંગવિદ્યા જેમાં પુરૂષ અને સ્ત્રીનાં અંગના આકાર-પ્રકારના આધારે ભવિષ્યકથન કરવામાં આવે છે, ૨. સ્વપ્નશાસ્ત્ર,૩. સ્વરશાસ્ત્ર, ૪. ભૌમશાસ્ત્ર, ૫. વ્યંજનશાસ્ત્ર, ૬. લક્ષણશાસ્ત્ર, ૭. ઉત્પાતશાસ્ત્ર, ૮. અંતરીક્ષશાસ્ત્ર. જૈન ઇતિહાસ અનુસાર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી આ નિમિત્તશાસ્ત્રના મહાન જ્ઞાતા હતા.... Continue Reading →

મોહ મરી ગયો, સ્વધર્મ સમજાઈ ગયો !

મહાભારતમાં કહ્યું છે કે, 'નહિ માનુષાત્ પરતરં કિંચિત' એટલે આ સૃષ્ટિના મનુષ્યથી કશું શ્રેષ્ઠ નથી.' એની સામે આગમસૂત્રો કહે છે કે 'માણુસ્સે ખુ સુ દુલ્લહ' હે મનુષ્ય, મનુષ્ય થવું કઠિન છે. માત્ર જન્મથી જ માણસ માણસ બનતો નથી. એની ભીતરમાં ભાવના અને ઉપાસનાથી એણે એક બીજો માણસ સર્જવાનો છે.  કેટલીક વ્યક્તિઓ માનવસ્વરૂપે જન્મે છે, પરંતુ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑