પડકાર પર વિજય મેળવનાર જ પથદર્શક બની શકે

એક સાથે એકસો વાર પડી જવા છતાં ઊભો થઈને આગળ ચાલું છું  'તમે એક વાર પડી જાવ તો કોઈ તમારો હાથ પકડીને તમને ઊભા કરે છે. થોડા વખત પછી કદાચ એવું બને કે તમે બીજી વાર પડી જાવ અને કોઈ તમારો હાથ પકડીને તમને બીજી વાર ઊભા કરે, પરંતુ મારા જીવનમાં તો એવું બન્યું છે... Continue Reading →

શું ચૂડીઓમાં જ સૌભાગ્ય વસે છે ?

સર્વવ્યાપી ઈશ્વરને ઘરેણાંનાં બંધનમાં કેમ રાખો છો ?  કોઈ પારસમણિનો સ્પર્શ થાય અને પરિસ્થિતિ કેવી બદલાઈ જાય? મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશે કેટકેટલી વ્યક્તિઓનાં જીવનમાં પરિવર્તન આણ્યું. એવા એક પરિવર્તનની આ ઘટના છે અને એ ઘટના છે મહાત્મા ગાંધીજીના અંતેવાસી અને ઉદ્યોગપતિ જમનાલાલ બજાજ અને એમના પત્ની જાનકીદેવી બજાજની.  મધ્યપ્રદેશના વૈષ્ણવ મારવાડી કુટુંબના જાનકીદેવીનાં લગ્ન... Continue Reading →

બીજાના પ્રાણ બચાવવા માટે હું મારો પ્રાણ આપવા તૈયાર છું …

ઘોર હિંસા, કારમી ગરીબી, જીવલેણ બીમારી અને નિરંકુશ અનાચાર વચ્ચે વહી એક અપ્રતિમ કરુણાની ધારા  તારાઓ એ આકાશની કવિતા છે, તો તાઈ મા એ ધરતી પરની કરુણા છે.  પૂજ્ય શ્રી તાઈ માને નામે જાણીતાં આચાર્યશ્રી ચંદનાજીએ જગતને અહિંસા, સેવા અને કરુણાનો વિરલ પથ બતાવીને ૨૨મી એપ્રિલે સમાધિ લીધી, પરંતુ એમના કાર્યને એ આજની, આવતીકાલની અને... Continue Reading →

તમે ભલે રાષ્ટ્રપિતા હો, પણ અમારા પિતા નથી જ…

મહાત્મા ગાંધીજીના પુત્ર હરિલાલ અને નેલ્સન મંડેલાની પુત્રી માકી રાષ્ટ્રની ચેતના જગાવનાર મહાપુરુષોને જીવનના અંતિમ સમયે ક્યાં તો કલંકિત વિખવાદો ઘેરી વળે છે અથવા તો કોઈ ઝનૂનીની ગોળી એમનો પ્રાણ હરે છે.  દક્ષિણ આફ્રિકાના નેતા અને અશ્વેત પ્રજાના તારણહાર ગણાતા નેલ્સન મંડેલા ૨૦૧૩માં હોસ્પિટલમાં કથળેલા સ્વાસ્થ્ય સાથે શ્વાસ લેતા હતા, ત્યારે જાહેરમાં એમના કુટુંબીજનોનાં કૌભાંડો... Continue Reading →

એક સદી પહેલાં ‘સ્વચ્છ અમદાવાદ’ની ઝુંબેશ કરનારા યહૂદી ડોક્ટર !

 પ્લેગ અને છપ્પનિયા દુષ્કાળ વખતે માનવતાનો આ દીપક ઝળહળી ઊઠયો ! કોઈ પણ નગરના વિકાસના પડદા પાછળ વિવિધ વર્ણ, જાતિ કે ધર્મના મહાનુભાવોનું ઘણું મોટું પ્રદાન હોય છે. 'હેરિટેજ સીટી'નો વિચાર કરીએ, ત્યારે એ વિચારવું ઘટે કે અમદાવાદ શહેરની સમૃદ્ધિમાં માત્ર હિંદુ, મુસ્લિમ કે જૈનોએ જ પ્રદાન કર્યું નથી, બલ્કે પારસી, યહૂદી અને ખ્રિસ્તી મહાનુભાવોએ... Continue Reading →

અનેક માતાઓનો તારણહાર પાગલખાનાના પાંજરામાં મૃત્યુ પામ્યો

નસીબે ખેલ્યો કેવો અજબ ખેલ  આ એ જમાનાની વાત છે, જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું. માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે 'જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમલ્વિસે આ જંતુઓ નજરે જોયા નહોતા, પરંતુ આવા જંતુઓને કારણે 'ચાઇલ્ડબેડ ફિવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર... Continue Reading →

ઇતિહાસ કેવી કરવટ બદલે છે

એક સમયે જે શ્રેષ્ઠ હોય છે, તે આજે નિકૃષ્ટ પણ બની જાય છે  એક વખત આખી દુનિયામાં માન-સન્માન પામનારી ભારતીય વિમાની સેવા આજે કેવી ઘોર દુર્દશાને પામી છે! આની પાછળનું એક મુખ્ય કારણ એ નેતૃત્વ છે. એવું નેતૃત્વ આવે કે જે આખી સંસ્થાને ઉજમાળ કરીને નવાં નવાં શિખરો સર કરે, નવાં નવાં સાહસો કરે, પોતાની... Continue Reading →

અમર્યાદ મહત્ત્વાકાંક્ષા અંતે આત્મઘાત સર્જે છે

પૃથ્વીને પૃથ્વી રહેવા દે...  એને નરકાગાર ન બનાવ   ઇતિહાસ પુનરાવર્તન પામે છે, પણ ક્યાં કોઈ પોતાના ઇતિહાસ તરફ નજર ઠેરવે છે? મહત્ત્વાકાંક્ષાએ સળગાવેલી આગથી આ દુનિયા વારંવાર આઘાત પામી છે અને છતાં એને માનવીની મહત્ત્વાકાંક્ષાનો ભોગ બનવું પડે છે. એમ કહેવાય છે કે એપોલોમાંથી સિકંદરે પ્રેરણા લીધી, સિકંદરમાંથી નેપોલિયને પ્રેરણા લીધી, નેપોલિયન પાસેથી હિટલરે પ્રેરણા... Continue Reading →

જમીન સાવ ઓછી, મકાનોની ભારે તંગી, છતાં પશુઓ માટે શહેરમાં તેર આશ્રયગૃહો

એક વર્ષમાં 24 વખત ડોક્ટર પશુ-પક્ષીની તબિયત જોવા માટે 'વિઝીટ' કરે છે જીવનની વિલક્ષણતા કહો કે વિચિત્રતા કહો, પણ ક્યારેક જેમની સાથે કશોય સંબંધ ન હોય એવી વ્યક્તિ સાથે દોસ્તીના તાર એવા તો બંધાઈ જાય છે કે જાણે વર્ષોની પુરાણી પહેચાન ન હોય! સ્ટેલા મારિયા, રેને અને પોલ સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં થોડા જ દિવસમાં... Continue Reading →

ગાંધી આજે પણ જીવતા-જાગતા છે

ગાંધીવિચારને અનુસરતા ઇટલીના ડેલ વાસ્તોએ શાંતિદાસ નામ ધારણ કર્યું   કેવું મહાદુર્ભાગ્ય છે આપણા દેશનું કે આજે છાશવારે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં એમની પ્રતિભાનું જાતજાતના તુક્કાઓથી, મનઘડંત આક્ષેપોથી ખંડન કરવાનો વ્યર્થ પ્રયત્ન ચાલે છે. ગાંધીજીની ગરિમાને લાંછન લગાડવા માટે કેટલીક વ્યક્તિઓ વોટ્સએપ કે ફેસબુક પર એમની મંદબુદ્ધિથી પાયાવિહોણા આક્ષેપો કરે છે, પરંતુ ગાંધી એટલે ગાંધી. એમણે કહ્યું... Continue Reading →

એક-બે સંતાનોની માતાને બદલે એની જગતજનની બની

મરવાને વાંકે જીવતા ગરીબો અને બદતર જિંદગી જીવતા ઝૂંપડાવાસીઓ - એ જ મારું દેવળ અને એ જ મારા દેવ .... અગમ અધ્યાત્મને જોતી ઍનીનો આત્મા બંડખોર બની ગયો. એને વિચાર થયો કે આ દુનિયામાં એક વ્યક્તિ પાસે વિશાળ મહેલ જેવું ઘર છે, જેમાં કેટલાય ઓરડાઓ છે અને બીજી વ્યક્તિને સૂવા માટે ફૂટપાથ છે.  ઈશ્વર દરિદ્રનારાયણ... Continue Reading →

અમદાવાદના સ્થાપના દિવસે અહમદી ઇન્સાફની એક બેનમૂન ઘટના

ઇન્સાફ તો ગરીબો માટે હોય...સુલતાનનો દામાદ કહે તે ન્યાય અને કરે તે સઘળું ન્યાયી   ફરિશ્તાઓ પણ જેના પર ફીદા થઈ જાય, એવો એ ઈન્સાન!  શહેનશાહ નહિ, પણ ઈન્સાન!  ઈન્સાનિયત એ જ એની સાચી દોલત! દોલત! એ દોલત જાળવવા હજારો ન્યાયાલયે દરગુજર કરવી રહી! ખુદ જિંદગીની આસ ને રિશ્તાને તિલાંજલિ આપવાની પણ તૈયારી રહી.  અમદાવાદના ભદ્રના... Continue Reading →

વેટિકનમાં ખિસ્સા-કાતરુઓથી તમે સાવધ રહેજો …

સરમુખત્યાર કદી ઠીંગણો ન હોય, તેથી મુસોલિની સ્ટૂલ પર ઊભા રહીને પ્રવચન આપતો હતો   રોમનાં ઐતિહાસિક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે મનમાં રોમન સામ્રાજ્યની અનેક ઘટનાઓ દ્રશ્યરૂપે તરવરવા લાગી. ઇટલીની સફરના મારા બુઝર્ગ સાથી આલ્ડો રીઝો સાથે રોમની ભવ્યોજ્જવલ સંસ્કૃતિની વાત કરતો હતો, ત્યારે એમણે એક સમયના રોમન એમ્પાયરની હૃદયવિદારક ટ્રેજેડીના ખલપાત્ર મુસોલિનીને યાદ કર્યો અને... Continue Reading →

અંતે મહમ્મદઅલી ઝીણાને ઝૂકવું પડ્યું !

એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમનસ્યનો ભોગ બનવું પડ્યું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરાવા માંડી. એ સમયે... Continue Reading →

હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી

ભારતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઇંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઇતિહાસમાં ક્યાંય નોંધ મળતી... Continue Reading →

આખરે ચંદુ ચેમ્પિયનની ખ્વાહિશ પૂરી થઈ !

અંતે આ વર્ષે મુરલીકાન્ત પેટકરને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન ઍવૉર્ડ મળ્યો અને ચિત્તમાં અનેક સ્મરણો ઉભરાઈ રહ્યા. છેક 1973માં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. એ સમયે મનમાં એક મથામણ હતી કે આ અપંગોની કેવી ઘોર અવહેલના કરવામાં આવે છે ! કોઈ એમને બીજા દરજ્જાના નાગરિક ગણે છે, તો કોઈ એમને અશક્ત અને ભારરૂપ ગણે છે. મારી... Continue Reading →

ભારતે વાત કરી ‘યુનિવર્સલ રિલિજિયન’ અને ‘યુનિવર્સલમૅન’ની !

આજના ધર્મોનો વ્યાપક વિચાર જરૂરી છે. તાજેતરમાં ‘કોવિડ, પેન્ડેમિક ઍન્ડ વર્લ્ડ્ઝ રિલિજિયન્સ' પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં લેખો પ્રકાશિત થયા. જેમાં એ સમયે કોવિડની મહામારીમાં ધર્મોની શી સ્થિતિ થઈ ? ધર્મોની ઉપાસના કઈ રીતે થઈ અને એ ધર્મએ માનવજાતને કઈ રીતે મદદ કરી ? અથવા તો એ ધર્મ એની પરંપરાને કારણે કેવી ભૂલ કરી બેઠો એની... Continue Reading →

એ સમયે વાલીપણાના મુખત્યારનામા કે કોર્ટ ફી અને કાગળોનાં કારસ્તાન નહોતાં !

રાજનગર અમદાવાદના માનવરોના ઝળહળાટને જોવા જેવો છે. આ જ રાજનગરમાં સો-દોઢસો વર્ષ પૂર્વે થયેલા શ્રેષ્ઠીઓનાં જીવનને જોઈએ તો કોઈ પણ પ્રજાને એનો ગર્વ થાય. ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને કર્મથી અવિરત મહેનત દ્વારા એમણે આ અમદાવાદ નગરીમાં ઉમદા માનવીઓનો આદર્શ રચ્યો હતો. એવા આદર્શોની કથા ભાવનગરની જૈન ઑફિસે પ્રગટ કરેલા 'રાજનગરનાં રાજરત્નો’માં મળે છે અને એનું... Continue Reading →

દોષખોજ અને નિંદાખોરી એ એમનો એકમાત્ર ધર્મ હોય છે !

જે પ્રજા રાષ્ટ્રવીરને ભૂલી જાય, તે આંતર કલહમાં સબડીને અધઃપાત પામે છે ! ગાફેલ જમાનો ઘણી જલદીથી પોતાના શ્રેષ્ઠ માણસને વીસરી જાય છે અને સમય જતાં મિથ્યાભિમાની માણસો લોકશ્રદ્ધાના પ્રાચીન મંદિરનો કબજો કરી જૂની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દે છે. એક ફેંકાઈ ગયેલી પ્રતિમાની વાત છે - ઈ. સ. ૧૮૮૫ની. જંગલખાતાનો એક ઉપરી અંગ્રેજ અમલદાર જંગલના... Continue Reading →

બીજાને દૃષ્ટિ આપવાથી અંતઃચક્ષુ ઊઘડે છે અને દિવ્યદૃષ્ટિ મળે છે !

તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો ! માનવતાના મસીહાની આ મર્મભેદક કથા છે. જેણે બીજાની વેદના પોતાના હૃદયમાં સામે ચાલીને સ્વીકારી લીધી છે. અન્યની પારાવાર પીડાનો સ્વયં સાક્ષાત્ અનુભવ કર્યો છે, પછી એ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.44 મિનિટે થયેલા કચ્છના ધરતીકંપની હોય કે પછી એ વેદના કોઈ નારીના ગર્ભાશયની પીડા હોય. આમાં... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑