વેદનાને ક્યાં કોઈ નામ-સરનામું હોય છે ! પારાવાર શોષણ સહેરી શોષિત પ્રજાને તો સદા શોષણનો ભોગ બનવું પડે છે અને એમનું શોષણ કરનારા પણ નવા નવા ઉપાયો, કાયદાઓ અને રસ્તાઓ શોધીને એમના હાડચામ ચૂસી લેતાં હોય છે. ભારતીય દલિત સાહિત્ય અને અમેરિકન નિગ્રો સાહિત્યની વેદના કથાઓમાંથી પસાર થતાં એ માનવજાતની શરમજનક કથાઓ લાગે છે. એમાં... Continue Reading →
લોહીથી લથબથ છે આ બાળકીની સ્કૂલબૂક !
૧૯ ૪૧ની પહેલી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠિત ટાઈમ-લાઈફ સામયિકોનાં પ્રકાશક હેન્રી લ્યૂસે એના સંપાદકીય લેખમાં વીસમી સદીને 'અમેરિકન સદી' તરીકે ઘોષિત કરી હતી. એણે આનંદ પ્રગટ કર્યો કે અમેરિકા હવે પોતાની એકાંતવાદી નીતિનો ત્યાગ કરીને અતિશય વિસ્તૃત રીતે વૈશ્વિક નેતૃત્વ સંભાળી રહ્યું છે. અમેરિકાના પ્રચૂર કુદરતી સંસાધનો, ઉત્સાહથી ભરપૂર એવા 'નવી દુનિયા'નાં પ્રજાજનો, જીવનશક્તિથી ભરપૂર એવા વિદેશી... Continue Reading →
આજે અલભ્ય ખનીજો બન્યા છે, યુદ્ધોની નિમંત્રણ-પત્રિકા !
આખુંય વિશ્વ જાણે યુદ્ધની પરિસ્થિતિથી ઘેરાઈ ગયું છે. એક જમાનામાં બે પ્રકારનો સમય હતો. એક યુદ્ધનો અને બીજો શાંતિનો. એ પછી શાંતિની પરિસ્થિતિએ વિદાય લીધી અને માત્ર યુદ્ધ અને યુદ્ધની તૈયારીઓ એમ બે જ સમય રહ્યા. હવે આજે જગતમાં એક જ સમય રહ્યો છે અને તે સતત યુદ્ધનો. રશિયા યુક્રેન પર બોંબ નાખ્યા જ કરે... Continue Reading →
કેવી એક સરખી હોય છે સરમુખત્યારોની ચાલ !
જર્મનીનો એડોલ્ફ હિટલર હોય કે અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ, એ વિશ્વના રાજકીય આકાશમાં ધૂમકેતુની માફક પ્રગટ થતા હોય છે અને ચોતરફ માનવ અને માનવતાના વિનાશની આંધી જગાવતા હોય છે. પહેલાં પોતાના પક્ષ પર પ્રભુત્વ મેળવતા હોય છે અને પછી એ પક્ષના નેતા બનીને અમર્યાદિત સત્તાઓનો દોર ચલાવે છે. વખત આવ્યે કશાય પરિણામની પરવા કર્યા વિના પોતાનું... Continue Reading →
ફ્લોટિલા સત્યાગ્રહ !
'યુદ્ધસ્ય કથા રમ્યા' 'યુદ્ધની કથા રમ્ય હોય છે' એ અડધી ઉક્તિ વારંવાર ચાવીને જગત આખું યુદ્ધની રમ્ય કથાઓમાં રમમાણ છે, પરંતુ એ શ્લોકના પછીનાં શબ્દો છે 'રમ્યાણિ દૂરત:' એટલે કે દૂરથી મનોરંજક લાગે છે, પણ હકીકતમાં તો એ ત્યારે તબાહી સર્જે છે અને આજે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ઘર પર યુક્રેનના ઝેલેન્સ્કી દ્વારા ડ્રોન હુમલો... Continue Reading →
ગુરુના મૌનની વાણી તમે કદી સાંભળી છે ?
કોઈ ગુરુનો ઉપદેશ સાંભળતા હો, સંતની વાણીનુ શ્રવણ કરતા હો, ત્યારે આ શ્રવણની પ્રક્રિયામાં એક બીજી ઘટના બનતી હોય છે. આ શ્રવણ કરતી વખતે માત્ર શબ્દો જ તમને સ્પર્શતા નથી. એ શબ્દો ઉપરાંત બીજી ઘણી બાબતોનો શ્રોતાના ચિત્ત પર પ્રભાવ પડે છે. આનંદમયી માના ચહેરા પરનું વાત્સલ્ય જુઓ, ૨મણ મહર્ષિના મુખ પરની શાંતિ જુઓ, સ્વામી... Continue Reading →
બહુ થયું, ચાલો ! હવે માનવતાનાં મંદિરોનું નિર્માણ કરીએ !
કોઈ સંત પોતાના પંથનું મહિમાગાન કરે છે, કોઈ સંત પ્રાચીન ગ્રંથનો મહિમા કરીને સાર્થક જીવનનો પંથ બતાવે છે, કોઈ સંત માનવીને આધ્યાત્મિક ઉચ્ચતાનાં શિખરો બતાવે છે અને કોઈ સંત તો માનવધર્મનું આખુંય આકાશ બતાવે છે. એવું માનવધર્મનું આકાશ જોનારા સંત પોતાની આસપાસની ધરતીની વાસ્તવિકતાની સાથોસાથ શાસ્ત્રોની ગહનતા, શિક્ષણની મૂલ્યવત્તા અને માનવકલ્યાણની ભાવના પ્રગટાવતા રહે છે.... Continue Reading →
લાગણી : સ્વર્ગનો ઉલ્લાસ કે નર્કનો વિષાદ !
અમારી રીના એટલી બધી 'ઈમોશનલ' છે કે તમે એને સહેજ પણ ઠપકો આપશો, કે તરત જ એ ચોધાર આંસુએ રડવા માંડશે. કોલેજિયન મહેશને એના પિતા સહેજ મોટા અવાજે બોલે કે તરત જ એનો 'મૂડ' 'ઓફ' થઈ જાય છે. બિચારા જયેન્દ્રભાઈ એટલા બધા લાગણીભર્યા છે કે એમના નિકટના સ્વજનનું અવસાન થયું હોય, તો પણ એ સ્મશાને... Continue Reading →
તમારી પાસે દિવસના 24 કલાક છે ખરા ?
માનવીના ચંચળ અને ચિત્ર-વિચિત્ર મનની પણ કેટલીક મજા હોય છે ! કેટલાંક લોકો એમ કહેતા હોય છે કે, 'મારી પાસે આ કામ કરવા માટે પૂરા ચોવીસ કલાક છે', પણ હકીકત એ છે કે આપણી પાસે કામ કરવા માટે ચોવીસ કલાક હોતા નથી. એનું કારણ એ કે સામાન્ય રીતે વ્યક્તિની સવારની દિનચર્યા, સવાર, બપોર અને સાંજનું... Continue Reading →
શત્રુતાને બદલે મિત્રતા અને સંહારને બદલે ક્ષમા આપો
૧૯૪૫ના છઠ્ઠી ઑગસ્ટના દિવસને યાદ કરીને આજે ય માનવજાતિ ભયથી થરથરી રહી છે. એવો વિનાશક પરમાણુ બોમ્બ કોઈ નાખશે, તો દુનિયાની કેવી બદતર હાલત બની જશે! એ છઠ્ઠી ઑગસ્ટે બી-૨૯ એરક્રાફ્ટમાં અમેરિકાથી છ કલાકનો વિમાની પ્રવાસ કરીને જાપાન આવેલા 'એનોલા ગે' નામના એરક્રાફ્ટમાંથી હિરોશીમા શહેર પર બોમ્બ પડયો અને આશરે સિત્તેરથી એંસી હજાર લોકો તત્કાળ... Continue Reading →
તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે તમારું દુ:ખ!
વિરાટ ગંગા નદીના મૂળને શોધવા નીકળીએ અને ધીરે ધીરે ગંગોત્રી સુધી પહોંચી જઈએ. કોઈ ગુફાના દ્વારમાં પ્રવેશ કરીને એ ગુફાના અંતે આવેલા દેવાલય સુધી પહોંચી જઈએ. દુનિયા આખી જીવનને દુ:ખનો સાગર માને છે પણ આપણે એ ચોત૨ફ ઘૂઘવતા સાગરના મૂળને શોધવા નીકળ્યા છીએ અને જેમ જેમ આપણો દુ:ખના મૂળ કારણની શોધનો સંશોધનપ્રવાસ આગળ ચાલે છે,... Continue Reading →
આવનારી આફતો સામે અગમચેતી બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે ?
જ્યારે તમે એક બિનશાકાહારી ટુકડો ખાવ છો, ત્યારે તમે મડાગાસ્કર ટાપુના એક માકડાની હત્યા કરો છો. જ્યારે તમે ચીકન ખાવ છો, ત્યારે તમે એમેઝોનનાં જંગલોમાં આવેલા એક પોપટને મારી નાખો છો, આ વાક્યો છે અમેરિકાના જીઓફિઝિસિસ્ટ ગીડોન એશેલના કે જેમણે ખેતી અને માનવ આહાર પર ભૌગોલિક પરિસ્થિતિની થતી અસર વિશે ગહન અભ્યાસ કર્યો છે. એમના... Continue Reading →
રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત
માનવી વિશ્વમાનવી બને ત્યારે શું થાય ? આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘વિથં ભવતિ એક નિડમ’ (આખું વિશ્વ માળો બને) એવાં સૂત્રો દ્વારા આપણી વૈશ્વિક કલ્પનાને સાકાર કરીએ છીએ, ત્યારે સવાલ એ આવે છે કે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખાઓ ભૂંસવી કઈ રીતે ? પ્રત્યેક દેશનાં રાષ્ટ્રગીત એ પોતાના દેશની રાષ્ટ્રીયતા, ગૌરવ અને વિશેષતા પ્રગટ કરતા હોય છે.... Continue Reading →
મારે તો આટલું બસ થાય !
માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ-ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું... Continue Reading →
ક્રૂરતાના જંગમાં અંતે વિજય તો માનવતાનો થાય છે !
મોત સામે લડતાં બાળકોને હું મોજ કરાવું છું ! મંગલ તાઈ આજે વિશ્વમાં થતાં યુદ્ધોમાં ક્રૂરતા જોવા મળે છે, પણ એથીયે વિશેષ ઘોર ક્રૂરતા તો માનવી અન્ય માનવી પર આચરતો હોય છે. યુદ્ધમાં થતી ક્રૂરતાને કારણે વ્યક્તિ તત્કાળ મૃત્યુ પામે છે, પરંતુ અહીં તો માનવી રોજેરોજ ત્રાસ, દમન અને શોષણની ક્રૂરતા સાથે મજબૂર બનીને જીવતો... Continue Reading →
જીવન એટલે વેદનાની કરુણ ચીસ સાથે, નિશ્વાસ નાખતાં શ્વાસ પૂરા કરવાનો ખેલ !
અમે બાળકીને બચાવીશું ખરા, પણ એને જિવાડવું પડશે તમારે જ ! મંગલ તાઈ આજે વર્ષો વીત્યાં છતાં આફ્રિકાના નાયરોબી શહેરથી થોડે દૂર આવેલી ઝૂંપડપટ્ટીનાં એ ભયાવહ દૃશ્યો હજી આંખ સામે તરવરે છે ! ગરીબી, બેહાલી અને વ્યસનની નાગચૂડમાં રિબાતા ગરીબોને માથે રોજ ભૂખના કોરડા વિંઝાતા હોય, હાડપિંજર પર ચામડી લપેટી હોય એવું શરીર થઈ ગયું... Continue Reading →
રેમન્ડ ડોલ્ફિન દરેક શિક્ષકની ભીતરમાં વસે છે !
અમેરિકાના કનેક્ટિકટમાં આવેલી આઈલિંગ મિડલ સ્કૂલના સહાયક પ્રાચાર્ય બનવાની સાથોસાથ રેમન્ડ ડોલ્ફિનને એક હકીકતનો તત્કાળ જ અહેસાસ થઈ ગયો કે સ્કૂલના વિદ્યાર્થીઓની હાલત બરાબર નથી. એમણે જોયું કે આજના વિદ્યાર્થીનો જેટલો સંબંધ માતા-પિતા સાથે બંધાય છે, એટલો જ સંબંધ સ્માર્ટફોન સાથે બંધાઈ જાય છે અને પછી એ ગમે રમે. પૈસાથી ગેમિંગ કરે, અભ્યાસ વખતે પણ... Continue Reading →
સોશિયલ મીડિયા એ ગુસ્સો ઠાલવવાનું સાધન કે દૂષિત વૃત્તિથી ડંખ મારવાનું માધ્યમ !
તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પારાવાર પરેશાની ઊભી કરે છે ! જમાનો આવ્યો છે તત્કાળ પ્રતિક્રિયાનો. હજી બોલવાનું માંડ પૂરું થાય કે તત્ક્ષણ રોકડો જવાબ મળી જાય. એક સારી કે ખરાબ ઘટના બની અને તરત જ એને વિશે વાત. મોટા ભાગની વ્યક્તિઓ તો જાણે વૉટ્સઅપ કે ઈમેલ પર ઉત્તર આપવા ટાંપીને બેઠા હોય તેમ લાગે !... Continue Reading →
દિલના અવાજને અનુસરીને નિર્ણય લો !
ચોતરફ ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે મતદાતાએ એના દિલના અવાજને અનુસરીને નિર્ણય લેવાનો છે. એના પર ચોતરફથી પક્ષો પ્રભાવી બનતા હોય છે, નેતાઓનો આગ્રહ અનુભવતો હોય છે, ભવિષ્યનાં મધમીઠાં વચનોનો આસ્વાદ પણ કરતો હોય છે. સોશિયલ મીડિયાના આક્રમણથી ઘેરાયેલો હોય છે, પરંતુ એણે મતદાન કરતી વખતે તો દિલના અવાજને અનુસરીને... Continue Reading →
બાળપણમાં કૂતરા પકડનારો ડાર્વિન ક્રાંતિસર્જક બની ગયો !
દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે ! ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર... Continue Reading →