મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી જિલ્લાના મેંઢા (લેખા) ગામમાં ૩૭૦ માણસોની વસ્તી હતી. અહીં બલ્લારપુરમાં કાગળ બનાવતી મોટી મિલને ચાલીસ વર્ષના પટ્ટે ગઢચિરોલીના જંગલમાંથી વાંસ કાપવાનો ખૂબ નજીવી કિંમતે પરવાનો મળ્યો. જો જંગલમાંથી મોટા પાયે કાચા વાંસ કાપીને લઈ જાય તો ગામલોકોને ઘર કે વાડને માટે પણ વાંસ પણ મળે નહીં તેવી સ્થિતિ હતી.
પહેલાં ગ્રામવાસીઓને વાંસ નજીકમાં જ મળતા. તે કપાવવાનું શરૃ થતાં ખૂબ દૂર સુધી જવું પડતું. મેંઢા ગામની ગ્રામસભાએ નિર્ણય કર્યો કે જરૃરિયાત માટેના વાંસ મળી રહે તેવા આયોજન પછી જ ગામની શરતે સૂકા વાંસ કાપી શકાશે……