સૂઝવાળા સંપાદક
તેઓ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે, જેમાં મહત્ત્વનાં છે : ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ’, ‘શબ્દશ્રી’, ‘કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ’, ‘હૈમસ્મૃતિ’, ‘જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ’ ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં’, ‘નવલિકા અંક’ (‘ગુજરાત ટાઇમ્સ), ‘ઓજસ દીઠાં આત્મબળનાં’, ‘રત્નત્રયીનાં અજવાળાં’, ‘સામાયિક સૂત્ર’ (અર્થ સાથે), ‘શંખેશ્વર મહાતીર્થ’, ‘યશોભારતી’, ‘ધન્ય છે ધર્મ તને’ (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન), ‘આત્મવલ્લભ સ્મરણિકા’ (ગુજરાતી વિભાગનું સંપાદન), ‘બાળસાહિત્ય સંગોષ્ઠિ’, ‘પરિવર્તનનું પ્રભાત’ (‘ગુજરાત ટાઇમ્સ) ‘એકવીસમી સદીનું વિશ્વ’ (‘ગુજરાત ટાઇમ્સ), ‘એકવીસમી સદીનું બાળસાહિત્ય’, ‘અદાવત વિનાની અદાલત’ (ચં. ચી. મહેતાનાં રેડિયો-રૂપકોનું સંપાદન), ‘એક દિવસની મહારાણી’ (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં. ચી. મહેતાએ કરેલો અનુવાદ). સમગ્ર જૈન ધર્મના મહત્ત્વના વિષયોને આવરી લેતો ‘જૈન વિશ્વકોશ’ જેના પાંચ ભાગ પ્રગટ થઈ ગયા છે અને બીજા ત્રણ ભાગ પ્રગટ થશે –તેના તેઓ સંપાદક છે. તેમના દ્વારા સંપાદિત પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું રસક્ષેત્ર કેટલું વિશાળ છે એનો અંદાજ આવે છે. પ્રત્યેક સંપાદનમાં તેમની સૂઝ, સમજ અને ચીવટ જોવા મળે છે.