એક અનન્ય સાધુપુરુષ

બે સમાન રુચિ, વય, વિચારો અને કાર્યક્ષેત્ર ધરાવતી વ્યક્તિઓ એકબીજાને કોઈ નિમિત્તે મળે છે અને પછી સમય અને સંજોગો અનુકૂળ હોય તો એકબીજાની મિત્ર બને છે. પરસ્પરનો સહવાસ કેળવાય તેવા પ્રસંગો ઊભા થાય તો પછી એવા એવા સહિયારા અનુભવોમાંથી પસાર થાય કે જે આગળ જતાં સંભારણામાં રૂપાંતર પામે. આપણા જીવનનો આજની ઘડી સુધીનો પટુ એવાં સંભારણાં હોય, બલકે હોય જ છે કે કેટલાંક સુખદ સંભારણાં હોય, પણ પૉઝિટિવ વલણવાળો માણશ તો સુખદ સ્મૃતિઓની સૃષ્ટિમાં જ સાચા જીવનતત્ત્વનો અનુભવ કરે છે.

મારા અને કુમારપાળ દેસાઈના મામલે, ઉપરના ફકરાની ત્રણ લીટીઓ જ સાચી છે – મતલબ એટલો કે 1986ની સાલ સુધી હું અમદાવાદની બહાર હતો. એટલે અમદાવાદના સાહિત્ય જગતના મારા મિત્રોના નિકટના પરિચયમાં હું એવા કાળે નહોતો કે જે કાળે મૈત્રીની પ્રગાઢતાના પાયા નખાય છે. સાવ યૌવનકાળમાં હોવું, સાહિત્યના કાર્યક્રમોમાં સાથે હોવું – આવું બધું અમદાવાદના મારા મિત્રો રતિલાલ બોરીસાગર કે વિનોદ ભટ્ટ સિવાયા કોઈ સાહિત્યિકની સાથે મારે બન્યું નથી. એમાં કુમારપાળ પણ આવી જાય આને કારણે એમની સાથે એક સમયે તુ કાર'નો વ્યવહાર પાછોતમે’ની સપાટી ઉપર આવી ગયો. આવો છૂપો રંજ અમારા બંનેના પક્ષે છે એવી મેન પ્રતીતિ છે.

આમ હોવાથી કુમારપાળ મારા નિકટના મિત્ર હોવા છતાં વારંવારના સાંનિધ્ય-સહવાસથી જ તેની પ્રાપ્તિ થાય એવી કોઈ મૂલ્યવાન યાદગીરીઓ લખવા જેટલી સામગ્રી મારી પાસે નથી.

મારા કૉલેજકાળના સહાધ્યાયી મિત્ર યાસિન દલાલના એ પરમ મિત્ર એટલે રાજકોટમાં એને ત્યાં બે-ચાર અલપઝલપ મુલાકાતો થઈ અને એ પછી અમદાવાદ આવીને રહેવાનું મારે 1986માં થું ત્યારે પણ વખતોવખત મળવાનું બન્યું. એક વાર પાલિતાણા પાસેના વાળુકડ ગામની એક સંસ્થાની મુલાકાતે તેમની સાથે જોડાવાનું એમનું મને નિમંત્રણ મળ્યું ત્યારે મને જરા નવાઈ લાગી હતી, પણ પછી મને સમજાયું કે એ એમના પ્રેમાળ વ્યક્તિત્વ સાથે સુસંગત એવી ચેષ્ટા હતી. એમના મનના એક ખૂણામાં હું નોંધપાત્ર સ્થાને હતો. એની મને ખાતરી થઈ. એમની સાથે મોટી કારના એ પ્રવાસમાં હું અને મારી પત્ની, વાર્તાકાર તરુલતા દવે ઉપરાંત ચિંતક શ્રી ગુણવંત શાહ, વાસુદેવ મહેતા જેવા મહાનુભાવો પણ હતાં. ભાવનગરમાં જૈન શ્રેષ્ટી અને સમાજસેવકને ત્યાં અમે બપોરના થોડા કલાકર રોકાયાં ત્યારે મેં જોયું કે કુમારપાળ બિલકુલ સહજભાવે એ પરિવારના એક અંતરંગ સભ્યની જેમ અમારી આગતા-સ્વાગતા કરતા હતા. એ ખુદ મહેમાન હોવા છતાં પાકા યજમાન બની ગયઆ હતા. આ પછી અમે સાથે જ નિર્ધારિત પ્રવાસ ખેડ્યો અને મને એમની મુલામીયતનો પરિચય થયો – થવા માંડ્યો.
એ પછી અનેક નાના મોટા પ્રસંગોએ અમે મળતા રહ્યા છીએ, પણ સાંનિધ્યના બહુ પ્રસંગો પડ્યા નથી. એક વાર એમને કોઈ સંસ્થા વતી પ્રકાશન કરવા માટે મારા તરફથી કોઈ નવા જ પુસ્તકની સ્ક્રિપ્ટ જોઈતી હતી. મેં થોડી આનાકાની કરી અને કહ્યું કે હું આર. આર. શેઠની કંપની સાથે કરારથી જોડાયો છું. એમણે હસીને આગ્રહ જારી રાખ્યો અને કહ્યું કે તેઓ આર. આર. શેઠની કંપની સાથે વાત કરી લેશે. એ બોલ્યા તે વખત એમના શબ્દોમાં, એમના ધ્વનિમાં જે ગરવાઈ વરતાતી હતી તે મને સ્પર્શી ગઈ હતી. અલબત્ત, પછઈ એ પ્રોજેક્ટ અમલમાં ન આવ્યો, પણ એ વાત અહીં પ્રસ્તુત નથી.

આ પછી પણ અવારનવાર અમે મળતા રહ્યા છીએ. ક્વચિત્ ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીમાં, વિનોદ ભટ્ટના પ્રમુખપદ વખતે હું રઘુવીરભાઈના નિમંત્રણથી જતો ત્યારે એક બાબત પરત્વે કુમારપાળની સ્થિતપ્રજ્ઞતા જોઈને હું ય આવો હોઉં તો  !' તેવી ભાવના થઈ આવતી. ગુજરાત સાહિત્યસભાની બહુ થોડા સમભ્યોની મિટિંગમાં તો એમના એ ગુણનો સતત પરિચય થતો રહ્યો અને તે એ કે સામી વ્યક્તિ તેમની કોઈ વાતનો પ્રતિવાદ કરતી હોય તોપણ લેશમાત્ર ઉશ્કેરાટ આકળાપણું તો એક તરફ, પણ તું બોલી લે, પછી તને બરોબરનો જવાબ દઉં છું’ તેવી છૂપી લિપિ એમના ચહેરા ઉપર કદી ના વંચાતી, એનો સીધો અર્થ એટલો જ કે સામેની વ્યક્તિની વાત, પ્રતિવાદ કરવા માટે નહીં, દિમાગમાં ઉતારીને, સાચી લાગે તો સ્વીકારવાની તેમની તત્પરતા સતત રહી છે. આના કારણે કદી તેમની કોઈ સાથે બાખડમાં આવવાનું બન્યું નથી. (તેવી મારી જાણ છે.)

મે, 2002માં હું હરદ્વાર ઉત્તરાંચલના પ્રવાસે હતો અને મારા ભાણા ચંદ્રેશે મને મિત્ર યાસિન દલાલને નડેલા ભયંકર અકસ્માતના સમાચાર મધરાતે બાર-સાડાબાર વાગે ટેલિફોનમાં આપ્યા. હું સ્તબ્ધ થઈ ગયો. બલકે હતપ્રભ થઈ ગયો. મેં જેવી એને યાસિનની સારવારમાં કોઈ કચાશ ન રાખવાની સૂચનાઓ આપવા માંડી કે તેણે તરત જ જે વાક્ય કહ્યું તે આ હતું : 'યાસીનમામાને અમદાવાદ વી.એસ.માં લાવવામાં આવ્યા ત્યારે મારા પછી તરત જ આવી પહોંચનાર કુમારપાળ દેસાઈ હતા.' એનું આ વાક્ય સાંભળીને મને હૈયે થોડી શાતા વળી હતી. હરિદ્વારથી ઊડીને અમદાવાદ પહોંચી જવાની મારે જે અદમ્ય ઇચ્છા હતી તેને થોડી બ્રેક લાગી. મારા પ્રતિનિધઇ જેવો ચંદ્રેશ તો હતો જ પણ સમગ્ર મિત્રવર્તુળના સમર્થ પ્રતિનિધિ જેવા કુમારપાળ પણ હતા એટલે ? અમદાવાદમાં હતા. નહીં તો એ પાસપૉર્ટની પાંખે દુનિયાના આકાશમાં ક્યાંના ક્યાં ઉડ્ડયન કરતકા હોય.

એક અનન્ય સાધુપુરુષ : સદા સસ્મિત મિત્ર કુમારપાળ દેસાઈ વિશે આ પહેલાના ગ્રંથમાં મેં જે કંઈ લખ્યું છે તેમાં ઉમેરો કરીને લખવા જેવી કોઈ વિશેષ સામગ્રી છ માસથી ચાલતી મારી આ માંદગીના દિવસોમાં મને હૈયે છે, પણ શબ્દવગી નથી. તેમજ એને શબ્દબદ્ધ કરવા જેટલો શ્રમ પણ મારાથી હાલ લઈ શકાય તેમ નથી. સદા સસ્મિત એવા એ સાધુપુરુષ સદાકાળ સૌને શીતળતા આપી રહ્યા છે. સદ્ગત ધીરુભાઈ ઠાકરના આ અહર્નિશ પ્રજ્વલિત યજ્ઞ કાર્યમાં તેમણે ઘોળેલી નવરંગ આધુનિકતા એ કુમારપાળની માત્ર દેણગી જ નહીં, ઓળખ પણ બની રહી છે. આટલા બૃહદ કાર્યકલાપને એ (પોતાના અન્ય એવા અનેક રોકાણો છતાં) શી રીતે પહોંચી શકતા હશે એ માત્ર અચરજભર્યો પણ નથી, પણ જેનો જવાબ કેવળચમત્કાર’ જ હોઈ શકે એવી અનોખી કાર્યાવલી જ છે. તેમને કદી ગુસ્સે થથાં તો ઠીક પણ માનસિક તાણ કે નિર્ણયની થોડી ઘણી અસમતુલામાં પણ મેં જોયા નથી. એ બેશક પોતે જ એક `વરદ’ વ્યક્તિ છે. આવું શાંત છતાં આહ્ લાદક વ્યક્તિત્વ એ કોઈ પરમ તત્ત્વની દેણગી જ છે.

એક મિત્ર તરીકે જ નહિ, પણ એમના અને વિશ્વકોશના એક પ્રખર અભિભાવક તરીકે હું તેમના સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુ માટે અનેકાનેક શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.

સદા સસ્મિત મિત્ર કુમારપાળ દેસાઈ વિશે આ પહેલાંના ગ્રંથમાં મેં જે કંઈ લખ્યું છે તેમાં ઉમેરો કરીને લખવા જેવી કોઈ વિશેષ સામગ્રી છ માસથી ચાલતી મારી આ માંદગીના દિવસોમાં મને હૈયે છે પણ શબ્દવગી નથી. તેમ જ એને શબ્દબદ્ધ કરવા જેટલો શ્રમ પણ મારાથી હાલ લઈ શકાય તેમ નથી. સદા સસ્મિત એવા એ સાધુપુરુષ સદાકાળ સૌને શીતળતા આપી રહ્યા છે. સદ્ગત ધીરુભાઈ ઠાકરના આ અહર્નિશ પ્રજ્વલિત યજ્ઞકાર્યમાં તેમણે ઘોળેલી નવરંગ આધુનિકતા એ કુમારપાળની માત્ર દેણગી જ નહીં, ઓળખ પણ બની રહી છે. આટલા બૃહદ કાર્યકલાપને એ (પોતાનાં અન્ય એવાં અનેક રોકાણો છતાં) શી રીતે પહોંચી શકતા હશે એ માત્ર અચરજભર્યો પ્રશ્ન નથી, પણ જેનો જવાબ કેવળ “ચમત્કાર” જ હોઈ શકે એવી અનોખી કાર્યાવલી જ છે. તેમને કદી ગુસ્સે થતાં તો ઠીક પણ માનસિક તાણ કે નિર્ણયની થોડી ઘણી અસમતુલામાં પણ મેં જોયા નથી. એ બેશક પોતે જ એક “વરદ” વ્યક્તિ છે. આવું શાંત છતાં આહ્ લાદક વ્યક્તિત્વ એ કોઈ પરમ તત્ત્વની દેણગી જ છે.
એક મિત્ર તરીકે જ નહિ પણ એમના અને વિશ્વકોશના એક પ્રખર અભિભાવક તરીકે હું તેમના સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુ માટે અનેકાનેક શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.

રજનીકુમાર પંડ્યા

નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને ચરિત્રનિબંધોના લેખક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑