આશીર્વાદ

અમે હૃદયના શુભ આશીર્વાદ પાઠવીએ છીએ. શુભેચ્છા અર્પણ કરીએ છીએ. તમોએ તમારા જીવનમાં ઘણાં ક્ષેત્રે ઘણી રીતે યશોજ્જ્વલ પ્રગતિ સાધી છે તેમાં ખૂબ ખૂબ વધારો થાય તેવા અમારા શુભાશીર્વાદ છે.
તમારી પ્રતિભા પિતાજી કરતાં પણ સવાઈ ઝળકી છે. વક્તા તરીકે પણ તમે નામ કાઢ્યું છે. કોબા પ્રેક્ષા વિશ્વભારતીમાં ડૉક્ટર ફેડરેશનની સભામાં કુમારપાળ દેસાઈ હવે વક્તવ્ય આપશે તેવી જાહેરાત થતાંવેંત સભામાંથી શ્રોતાવૃંદનો જે મધુરકરતલ ધ્વનિનો નાદ પ્રસર્યો તેનો ગુંજારવ હજીય કાનમાં સચવાયો છે. વક્તવ્ય-સમાપ્તિ વખતે થતા કરતલ ધ્વનિ કરતાં નામ બોલાય ત્યારે થતો કરતલ ધ્વનિ જુદા કુળનો હોય છે. આવી લોકપ્રિયતા તેમણે હાંસલ કરી છે.
તેઓ નીરોગી દીર્ઘાયુ સાથે સકલ સંઘની, દેશની, વિદ્ધત્‌ વિશ્વની સેવા કરતા જ રહે, કરતા જ રહે.

પ્રદ્યુમ્નવિજયજી મહારાજ

જૈન આચાર્ય, પાઠશાળા સામયિકના સર્જક અને ચિંતક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑