ગ્રંથ-લેખન-નિબંધ પારિતોષિક :
- 1960માં દેવકરણ નાનજી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા યોજાયેલી સાહિત્યિક નિબંધ સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- 1960માં ‘‘સોશિયો-ઇકૉનૉમિક પ્રૉબ્લેમ’’ વિષય પર લખેલ નિબંધ માટે ફાધર ડીસોઝા ગોલ્ડમેડલ
- 1961માં ‘‘રવીન્દ્રનાથ ટાગોર’’ વિશે લખેલ નિબંધ માટે યુ.જી.સી. દ્વારા રવીન્દ્ર મેડલ
- લાલ ગુલાબ (1965) – ગુજરાત સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર
- મહામાનવ શાસ્ત્રી (1966) – ભારત સરકારની ગુણવત્તા ધરાવતા બાળસાહિત્યની 16મી રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક
- લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ’ની એક સાથે 60,000 નકલો વેચાઈ હતી. (1966)
- ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ નામનું પિતા જયભિખ્ખુનું જીવનચરિત્ર જેના પરથી ‘અક્ષરદીપને અજવાળે, ચાલ્યો એકલવીર’ નામના નાટકની પ્રસ્તુતિ.
- ડાહ્યો ડમરો (1967) – ગુજરાત સરકારની ગુણવત્તા ધરાવતા બાળસાહિત્યની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક
- કેડે કટારી, ખભે ઢાલ (1969) – ભારત સરકારની પંદરમી બાળસાહિત્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- બિરાદરી (1971) – ભારત સરકારની સોળમી બાળસાહિત્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- મોતને હાથતાળી (1973) – એન.સી.ઈ.આર.ટી.ની 19મી રાષ્ટ્રીય બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- અપંગનાં ઓજસ (1973) – ગુજરાત સરકારની ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક અને બ્રેઇલ લિપિમાં રૂપાંતર
- મોતીની માળા (1975) – ભારત સરકારની પ્રૌઢ સાહિત્યની અઢારમી સ્પર્ધામાં પારિતોષિક
- હૈયું નાનું, હિંમત મોટી (1976) – એન.સી.ઈ.આર.ટી.ની બાળસાહિત્યની વીસમી સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- નાની ઉંમર, મોટું કામ (1978) – એન.સી.ઈ.આર.ટી. દ્વારા આયોજિત બાળસાહિત્યની 21મી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
- ‘બાળકોના બુદ્ધિસાગરસૂરીશ્વરજી’ પુસ્તક માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી સુવર્ણચંદ્રક (1978)
- અખબારી લેખન (1979) – ગુજરાત સરકારની ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં પારિતોષિક
- મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું સંશોધન તેમાં મહાયોગી આનંદઘનજી વિશે વિશેષ ઊંડાણમાં સંશોધન. સંશોધન કાર્ય માટે ભક્તિસાહિત્યના ઉત્કૃષ્ટ પુસ્તક તરીકે ‘આનંદઘન : એક અધ્યયન’ને રાજસ્થાનની ‘લોકસંસ્કૃતિ શોધ-સંસ્થાન’ તરફથી અપાતું ‘હનુમાનપ્રસાદ પોદ્દાર પારિતોષિક’ (1983.)
- ‘જૈનિઝમ : ધ કોસ્મિક વિઝન’ પુસ્તક માટે સ્વ. પ્રદીપકુમાર રામપુરીયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (2009)
- ‘અનાહતા’ નવલકથાને સૂરતની નર્મદ સાહિત્ય સભા તરફથી શ્રી નંદશંકર મહેતા પારિતોષિક 2019-2020
અન્ય ઍવૉર્ડ :
- માનવમૂલ્યોને પ્રેરતા સાહિત્યસર્જન માટે શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા ઍવૉર્ડ, પૂજ્ય પાંડુરંગ આઠવલેના હસ્તે (1998)
- શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી સાહિત્યોપાસના માટે સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર, કોબા, રજતજયંતી વર્ષ (17-12-2000)
- ગુજરાત સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્ય માટે ‘શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’ – 2001
- સાહિત્યસર્જન માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક — ‘કલાગુર્જરી’ અને પરિષદના સંયુક્ત આયોજનમાં શ્રી ધીરુબહેન પટેલના હસ્તે, ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન, કાંદીવલી, મુંબઈ (23.12.2005)
- ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તા. 9-7-2011નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર
- 2004ના પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રપતિ દ્વારા ‘પદ્મશ્રી’ પ્રાપ્ત થયાની ઘોષણા.
- મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક (24 ઑગસ્ટ, 2014)
- ગુજરાત સાહિત્ય સભા તરફથી 2015નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક
- વિશ્વ ગુજરાતી સમાજ તરફથી શ્રી કાનજીભાઈ દેસાઈ પ્રતિભા ઍવૉર્ડ, 2015
- આરાધ્ય સન્માન, 2016
- પત્રકારત્વમાં ઉત્તમ પ્રદાન માટે આચાર્ય તુલસી સન્માન, 2017
- પત્રકારત્વમાં આપેલા યોગદાન અંગે કુમારપાળ દેસાઈને ઘણા ઍવૉર્ડ મળ્યા છે. તેમાં પત્રકાર યજ્ઞેશ શુક્લ ઍવૉર્ડ, નયનજ્યોત ઍવૉર્ડ, નવચેતન સામયિક દ્વારા રજતચંદ્રક અને નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા ‘ગૌરવ ઍવૉર્ડ’ તેમજ ‘મિલેનિયમ ઍવૉર્ડ’.
- ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્વશીલ લેખન માટે હરિઓમ આશ્રમ ઍવૉર્ડ
- સુરત સિટી જર્નાલિઝ વેલફેર ફંડ સંસ્થા દ્વારા બેસ્ટ સ્પૉટર્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ (2010)
- અમેરિકાની તમામ જૈન સંસ્થાઓના ફેડરેશન ‘જૈના’ દ્વારા વિદેશમાં વસતા જૈન વિદ્વાનને મળતો પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ (1997)
- જૈન સેન્ટર ઑફ નૉર્ધર્ન કૅલિફૉર્નિયા તરફથી જૈનદર્શનના કાર્ય માટે ‘ગૌરવ પુરસ્કાર’
- કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે બ્રિટનમાં યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ’ (1989)
- સાહિત્યિક પ્રદાન માટે અહિંસા ઇન્ટરનેશનલ તરફથી દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી ઍવૉર્ડ. (1997)
- જૈન જાગૃતિ સેન્ટર (કર્ણાવતી) દ્વારા ‘જૈન જ્યોતિર્ધર’નો ઍવૉર્ડ
- ભગવાન મહાવીર 2600મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વના 26 જૈન અગ્રણીઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા ઍવૉર્ડ પૈકી એક : ‘જૈન રત્ન’નો ઍવૉર્ડ, 2001
- ભારત જૈન મહામંડળ દ્વારા યુગપ્રધાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ ઍવૉર્ડ, અહિંસા ગ્રામ ક્રૉસ મેદાન, મુંબઈ, (23 માર્ચ, 2003)
- આચાર્યશ્રી તુલસીના 95મા જન્મદિવસે અનેકાંત ઍવૉર્ડ, અનેકાંત ઍવૉર્ડ અણુવિભા, જયપુર (29 ઑક્ટોબર, 2008)
- 375 સેન્ટરો અને 60,000 સભ્યો ધરાવતા જૈન સોશિયલ ગ્રૂપ ફેડરેશન દ્વારા ગોવામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં સંત શ્રી ભય્યુજી મહારાજના હસ્તે ‘જૈન વિભૂષણ’નો ઍવૉર્ડ (26 જાન્યુ. 2012)
- અહિંસા ફાઉન્ડેશન ઇન્દોર દ્વારા જૈન અહિંસા રત્ન અલંકરણ, જૈન રત્નશ્રી નેમનાથજી જૈનના પ્રમુખપદે આનંદ મોહન માથુર સભાગૃહ, ઇન્દોર (20 માર્ચ, 2016)
- 1976માં પાર્શ્વ પદ્માવતી સન્માન સમિતિ (મુંબઈ) દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરનારા પાંચ વિદ્વાનોમાંના એક તરીકે ચંદ્રક
- 1979માં અમદાવાદ જેસીઝ દ્વારા પસંદ થયેલ ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિમાં પસંદગી
- ઑલ ઇન્ડિયા જેસીઝ દ્વારા ‘ટેન આઉટસ્ટૅન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’નો ઍવૉર્ડ 1980
- ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં સંશોધન અંગેનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ 1980 અને 1985માં ડૉ. કે. જી. નાયક ચંદ્રક
- 1983માં સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત ગુજરાતની યુનિવર્સિટીઓ અને કૉલેજમાં વિનયન વિદ્યાશાખામાં થતા સંશોધનકાર્ય અંગે ઉત્કૃષ્ટ સંશોધનલેખ માટે હરિઓમ આશ્રમ પ્રેરિત પારિતોષિક
- ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં ભારત સરકારનાં પાંચ અને ગુજરાત સરકારનાં ચાર પારિતોષિક
- ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મૂર્ધન્ય સાહિત્યકારને અપાતો ગૌરવ પુરસ્કાર
- નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વ અને સાંસ્કૃતિક કાર્ય માટે ‘સંસ્કૃતિ ગૌરવ ઍવૉર્ડ’
- સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી ‘ગુજરાત રત્ન’ ઍવૉર્ડ (1995)
- ‘અપંગનાં ઓજસ’ પુસ્તક માટે સંસ્કાર પરિવાર તરફથી ‘સંસ્કાર ઍવૉર્ડ’
- ‘જૈના’ (જૈન ઍસોસિયેશન ઑફ નૉર્થ અમેરિકા) દ્વારા ‘પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ’ (1997)
- શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા ચૅરિટેબલ ટ્રસ્ટ તરફથી ‘હ્યુમન વૅલ્યૂઝ ઍન્ડ કલ્ચરલ હેરિટેજ’ અંગેના કાર્ય માટે શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ (1999)
- શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન માટે ‘સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ’ (2000)
- સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા ‘‘બેસ્ટ સ્પૉટર્સ જર્નાલિસ્ટ’’ ઍવૉર્ડ
- હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ,
- ભદ્રંકર જ્ઞાનજ્યોત ઍવૉર્ડ 2019
- બાળ સાહિત્ય પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, 2019
- એબીપી અસ્મિતા દ્વારા સાહિત્ય પ્રદાનને માટે ઍવૉર્ડ, જુલાઈ 2021
- જૈન ઑલ પાર્લમેન્ટરી ગ્રુપ દ્વારા અહિંસા ઍવોર્ડ નવેમ્બર 2022
- હેમચંદ્ર આચાર્ય સાહિત્ય સન્માન, વિચારમંચ, કોલકાતા, 17 માર્ચ 2024
- કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચંન્દ્રક, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દિ સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ અમદાવાદ, 31-3-2024