ફોટો ગેલરી

૨૦૦૪ની ૩૦મી જૂને રાષ્ટ્રપતિના હસ્તે ‘પદ્મશ્રી’
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં પદ્મશ્રીનો ખિતાબ લેવા જતી વખતે
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા બાળસાહિત્યનો પુરસ્કાર સ્વીકારતાં
માનવમૂલ્યોને પ્રેરતા સાહિત્યસર્જન માટે શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા એવૉર્ડ, પૂજ્ય પાંડુરંગ આઠવલેના હસ્તે (૧૯૯૮) સાથે અન્ના હજારે
મિનિસ્ટર બેરોનેસ સ્કોટ દ્વારા અપાયેલો અહિંસા એવૉર્ડ સ્વીકારતા ડૉ. કુમારપાળ દેસાઈ
૧૯૯૦ની ૨૩મી ઑક્ટોબરે બકિંગહામ પેલેસમાં W.W.F.ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને મળવા ગયેલું પ્રતિનિધિમંડળ
ભારત જૈનમંડળ દ્વારા યુગપ્રધાન, આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ, મુંબઈ, ૨૩ માર્ચ ૨૦૦૩
જયપુરમાં આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં પ્રાપ્ત થયેલો અનેકાંત એવૉર્ડ
૨૦૦૧ની ૮મી એપ્રિલે મુંબઈના સન્મુખાનંદ હૉલમા ભગવાન મહાવીરના ૨૬૦૦મા જન્મકલ્યાણક પ્રસંગે ‘જૈન રત્ન’નો એવોર્ડ અર્પણ કરતા એ સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી
તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન સ્વીકારતા સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી
શ્રીમદ રાજચંદ્ર કથા કહેતા ડૉ. કુમારપાળ દેસાઈ અને પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરી
જૈન સોશિયલ ગ્રૂપ ઈન્ટરનેશનલ દ્વારા ગોવામાં જૈન વિભૂષણ એવૉર્ડ સ્વીકારતા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયકુમાર રૂપાણીના હસ્તે એબીપી અસ્મિતા એવૉર્ડ સ્વીકારતા કુમારપાળ દેસાઈ
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની જવાબદારી સ્વીકારતા કુમારપાળ દેસાઈ
ગુજરાત સાહિત્યસભા તરફથી ૨૦૧૫નો રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન આપતા ડૉ. રઘુવીર ચૌધરી, શ્રી ધીરુબહેન પટેલ, શ્રી ચન્દ્રકાન્તભાઈ શેઠ, શ્રી મોક્ષા દેસાઈ અને શ્રીમતી પ્રતિમાબહેન દેસાઈ
જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં શ્રુત રત્નનો એવૉર્ડ સ્વીકારતા કુમારપાળ દેસાઈ
૧૯૯૫ની ૧૫મી ફેબ્રુઆરીએ વેટિકન સિટીમાં પોપ જહૉન પોલ (દ્વિતીય) સાથે મુલાકાત
અભિવાદન કરતા પ્રો. ફિરોઝ દાવર
લલિતાદેવી શાસ્ત્રી સાથે
એન્ટવર્પમા યોજેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં અભિવાદન કરતા એન્ટવર્પના ગવર્નર કેથી બેક્સ
૧૯૬૬ની ૨૧મી એપ્રિલે એચ.કે. આર્ટસ કૉલેજમાં સર્જક ‘ધૂમકેતુ’ની અંતિમ અપૂર્ણ કૃતિ ‘ધ્રુવા દેવી’ અને કુમારપાળ દેસાઈની કૃતિ ‘મહામાનવ શાસ્ત્રી’ના વિમોચન પ્રસંગે. (ડાબી બાજુથી) તે સમયના શિક્ષણમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, તામિલનાડુના પૂર્વ રાજ્યપાલ શ્રી પ્રભુદાસ પટવારી, પ્રો. ફીરોઝ દાવર, ડો. ઉષાબહેન જોશી, કુમારપાળ દેસાઈ અને ‘જયભિખ્ખુ’
લાલ ગુલાબ’ પુસ્તક માટે ગુજરાત સરકારના ઉત્તમ ગુણવત્તાવાળા પુસ્તકોનો એવૉર્ડ મળતાં શ્રી ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ.પૂ.જ્ઞાતિના પ્રમુખશ્રી છોટુભાઈ ઘડિયાળી અભિવાદનપત્ર આપે છે અને બાજુમાં છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
ઈ.સ.૨૦૦૦ની ૭મી ડિસેમ્બરે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક સાહિત્યના સર્જન માટે એવૉર્ડ અર્પણ કરતા માનનીય રાજ્યપાલ શ્રી સુંદરલાલ ભંડારી
અપંગો માટેના ઉત્કૃષ્ટ પુસ્તકના આલેખ માટે એવૉર્ડ અર્પણ કરતા ગુજરાતના પૂર્વરાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણ
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે વીર નર્મદ એવૉર્ડ સ્વીકારતા કુમારપાળ દેસાઈ
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
ગુજરાત સાહિત્ય અકાદમી, બ્રિટનના ઉપક્રમે વક્તવ્ય આપતા ડૉ. કુમારપાળ દેસાઈ
લોકસંસ્કૃતિ શોધ-સંસ્થાન, ચૂરૂ (રાજસ્થાન) તરફથી ૧૯૮૧ની ૧૯મી એપ્રિલે હનુમાનપ્રસાદ પોદ્દાર સુવર્ણચંદ્રક એનાયત કરી રહેલા શ્રી વિષ્ણુ પ્રભાકર
૨૦૦૨ની સાતમી જુલાઈએ ગુજરાત સાહિત્ય સભા તરફથી ધનજી કાનજી સુવર્ણચંદ્રક અર્પણ કરતા શ્રી કે.કા.શાસ્ત્રી
કુમારપાળ દેસાઈએ લખેલા પિતા જયભિખ્ખુના ચરિત્ર ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ પુસ્તક આધારિત ‘અક્ષરદીપના અજવાળે ચાલ્યો એકલવીર’ – દિગ્દર્શક : નિસર્ગ ત્રિવેદી, નાટ્ય લેખિકા: અલ્પા શાહ, નાટ્યની પ્રસ્તુતિ સમયે વક્તવ્ય આપતા.
મુંબઈ જૈન પત્રકાર સંઘ દ્વારા શ્રેષ્ઠ જૈન પત્રકારનો એવૉર્ડ
જાણીતા પત્રકાર શ્રી વાસુદેવ મહેતા સાથે
૧૯૯૦ની ૨૩મી ઓક્ટોબરે ઇંગલેન્ડના બકિંગહામ પેલેસમાં ‘જૈન ડેક્લેરેશન ઑન નેચર’ અર્પણ કરવા જઈ રહેલા પ્રતિનિધિમંડળ સાથે
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા હસ્તપ્રતનું કેટલોગ તૈયાર થયું તેના આરંભે વિમોચન પ્રસંગે શ્રી મનમોહનસિંહ સાથે કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવો
૨૦૦૪ના જૂન મહિનામાં પદ્મશ્રીનો ખિતાબ મેળવવા માટે જુદી જુદી સંસ્થાઓએ યોજેલા અભિવાદન સમારંભમાં સન્માન કરી રહેલા શ્રી શ્રેણિક્ભાઈ કસ્તૂરભાઈ
જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉર્કમાં વક્તવ્ય
૨૦૦૪ની ૧૮મી જાન્યુઆરીએ સૂરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા બેસ્ટ સ્પૉર્ટસ જર્નાલિસ્ટનો એવૉર્ડ અર્પણ કરી રહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ટેસ્ટ સિલેક્ટર અંશુમાન ગાયકવાડ
ક્રિકેટની સમીક્ષા માટે ક્રિકેટ સમીક્ષક અને પત્રકાર ક્રાઉફર્ડ વ્હાઈટ સાથે સ્ટેડિયમ તરફ
કુમારપાળ દેસાઈએ લખેલાં ક્રિક્રેટવિષયક અંગ્રેજી પુસ્તકો વિશે ચર્ચા કરતો વેસ્ટ ઈન્ડીઝનો પૂર્વ સુકાની એલ્વિન કાલિચરણ
ભારતના સમર્થ બેટ્સમેન શ્રી વિજય માંજરેકર સાથે
ઇંગલેન્ડની ટીમના ભૂતપૂર્વ સુકાની ટોની ગ્રેગ સાથે
ઇંગલેન્ડના સુકાની ટોની લૂઈસ સાથે
ક્રિકેટના વિખ્યાત આંકડાશાસ્ત્રી અને પરમમિત્ર મુરબ્બી આણંદજી ડોસા સાથે
છટાદાર બેટ્સમેન જી.આર.વિશ્વનાથ સાથે
ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મન્સૂરઅલી ખાન પટૌડી સાથે
સુકાની કપિલદેવ સાથે ક્રિકેટવિષયક ચર્ચામાં
અપંગના ઓજસ’માં જેની કથા આલેખાયેલી છે તે ભારતના લેગ સ્પિનર ચંદ્રશેખર સાથે
ભારતના પ્રવાસે આવેલી ટીમની સમીક્ષા કરતું સામયિક ‘ક્રિકેટજંગ’
બ્રિટનમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની ૧૭ જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ
૨૦૦૪ની ૩૦મી મેએ શ્રીમદ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનને વરેલી અમદાવાદના-વડવા-ઈડર-કોબા અને સાયલાની સંસ્થાઓ દ્વારા પરમશ્રુત સેવા સુવર્ણચંદ્રક પ્રદાન પ્રસંગે પૂ.આત્માનંદજી, શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ અને શ્રી અરવિંદ પી. શાહ
૨૦૦૪ની ૧૯મી માર્ચે વર્લ્ડ જૈન કન્ફેડરેશન દ્વારા મુંબઈથી ૧૭ જેટલી સંસ્થાઓએ ‘પદ્મશ્રી’નો ખિતાબ મેળવવા બદલ કરેલા અભિવાદન પ્રસંગે
૧૯૯૮ની ૨૨મી ફેબ્રુઆરીએ અહિંસા ઈન્ટરનેશનલ દ્વારા જૈન સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ અર્પણ કરવા માટે ‘અહિંસા ઈન્ટરનેશનલ’ તરફથી એવૉર્ડ
૧૯૯૯ની પહેલી જાન્યુઆરીએ મુંબઈના પાટકર હૉલમાં યોજાયેલા સમારોહમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક સાહિત્યસર્જન માટે એવૉર્ડ મેળવતા કુમારપાળ દેસાઈ
૨૦૦૧ની ૨૦મી જાન્યુઆરીએ નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ
૧૯૮૮ની ૮મી જૂનના રોજ લેસ્ટરમાં યોજાયેલા વર્લ્ડ જૈન કોંગ્રેસ સમયે વક્તવ્ય
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે શ્રી નેમુભાઈ ચંદરયા, શ્રી સંવેગ લાલભાઈ, શ્રી શ્રીયકભાઈ શેઠ અને શ્રી કુમારપાળ દેસાઈ
બુદ્ધિસાગરસૂરિ કથા પ્રસંગે ડૉ.કુમારપાળ દેસાઈનું અભિવાદન કરતા મહાનુભાવો
૨૦૦૪ની ૨જી ઓક્ટોબરે હ્યુમન સોસાયટી ઑફ ઈન્ડિયા દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ અર્પણ કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પ્રો. મંગળભાઈ પટેલ અને કલેક્ટર શ્રી આર. આર. વરસાણી
શ્રી મહંતસ્વામીના આશીર્વાદ સ્વીકારતા
પૂ.રાકેશભાઈ ઝવેરી સાથે
વિશ્વકોશ પ્રથમ ગ્રંથનું વિમોચન કરતા પૂ. પ્રમુખ સ્વામી – ૧૯૮૭
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના વિવિધ સંકુલ અને ગુજરાતી વિશ્વકોશના વિમોચન પ્રસંગે પૂ. શ્રી મોરારિબાપુ, શ્રી ધીરુભાઈ ઠાકર, શ્રી દીપચંદભાઈ ગારડી સાથે શ્રી કુમારપાળ દેસાઈ
ગુજરાતી વિશ્વકોશના બાવીસમા ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી સપન મજુમદાર અને અન્ય
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકૉનના MOUના પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની સાથે

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑